સફર-એક અનોખા પ્રેમની... - 9 Dimple suba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર-એક અનોખા પ્રેમની... - 9

ભાગ:9
(આપણે આગળનાં ભાગમાં જોયું કે નીયા વિરાજની રાહ જુએ છે, વિરાજ આવે છે, અને નીયા તેનો પગ મચકોડાઈ ગયો તેવું બહાનું કાઢે છે, વિરાજ નીયાનાં પગની માલીશ કરી દે છે, નીયા સુઈ જાય છે, અને વિરાજ નીયાનાં બેડ પર માથું ઢાળી અને ત્યાંજ બેડની નજીક જમીન પર સુઈ જાય છે, સવારે વિરાજ બધાને અમદાવાદ જવાની વાત કહે છે અને રેઝીગ્નેશન આપવા નીયાસાથે તેની ઓફિસે જય છે, હવે આગળ..)

ઓફિસે આવ્યાં બાદ નીયા વિરાજને એક લેટર આપે છે.
વિરાજ:આ લેટર શેનો છે?
નીયા: તે જે રેઝીગ્નેશન લેટર આપ્યો હતો ને તો તેની સહમતી દર્શાવતો આ લેટર છે, મેં મારી સેક્રેટરી પ્રિયંકાને ઘરેથીજ કોલ કરીને કહી દીધું હતું, એટ્લે તેણે જ બધું કામ કરી રાખ્યું, મને લાગ્યું કે તને મોડું થઈ જશે એટલે.

થોડીવાર સાવ શાંતી છવાઈ જાય છે, ત્યાંજ નીયા જાણે તે શાંતીમાં કદાચ રડી પડશે તે ડરથી બોલી,"બાય ધ વે, વિરાજ તારી ફલાઇટ કેટલા વાગ્યાની છે?"
વિરાજ:ફલાઇટ? નીયા અમે રહ્યા મિડલકલાસ લોકો, આ થોડાક અંતરનાં સફર માટે ફલાઇટમાં જઈ ના શકીએ. અમારું આટલું હાઈ બજેટ ના હોઇ.
નીયા: પણ તારે મને પહેલા કહેવું હતું ને હું તારી ટીકીટ બુક કરાવી દેત.( નીયા મનમાં વિચારે છે,'કેટલું જૂઠું બોલે છે, આ માણસ અહિં મુંબઈમાં ઘર હોવાં છતાય ખોટી વાતો બનાવે છે.')
વિરાજ: ઇટસ ઓક્કે, નીયુ ચલતા હે.
નીયા: ઓક્કે,બટ તારી ટ્રેઇનનો ટાઈમ કેટલા વાગ્યાનો છે?
વિરાજ: રાત્રે 9:00 વાગ્યાની ટ્રેઇન છે, સ્લીપીંગ કોચ છે. એટ્લે આરામથી સુતા-સુતા જવાનું.
નીયા: તો હું તને રેઇલવે-સ્ટેશન કેટલા વાગ્યે ડ્રોપ કરૂ?
વિરાજ:ના ના મીત આવવાનો છે ને મને ડ્રોપ કરવા.

નીયા: તો હું મિતને નાં પાડી દઉ છું.

નીયા પોતાનો ફોન ઉપાડીને મિતને કૉલ કરવા જાય છે ત્યાંજ વિરાજ બોલે છે," નીયા તને મારા સમ."

નીયા વિરાજના બધાજ ખેલ જોતી હતી, તેને હાફ્ળો-ફાફળો થતાં જોઇને નીયા મનમાં મલકાતી હતી, પછી તે વિરાજની મશ્કરી કરતા બોલી, 'વિરાજ આજે તારું બિહેવિયર કાંઇક અલગ જ છે.'

વિરાજ:ના ના એવું કઈ નથી, તને કેમ એવું લાગે છે?
નીયા:તો પછી મિતની જગ્યાએ હું તને ડ્રોપ કરવા આવું તેમાં તને શું પ્રોબ્લેમ છે?

વિરાજ:તને તકલીફ ના પડે એટ્લે ,બીજુ કાઈ નઈ!

નીયા: એમાં તકલીફ શું?

વિરાજ: ના, મે ના પાડી ને.

નીયા: ઓક્કે.

વિરાજ ત્યાંથી ફટાફટ નીકળી જાય છે, તે પોતાની કેબીનમાં જાય છે, તે આજે પોતાની કેબિન આંખો ભરીને જુવે છે. તે ત્યાંની દિવાલોને સ્પર્શ કરે છે અને મનમાં જ બોલે છે,"ચાલો , હવે હું આ કેબીનનો બોસ નથી, હવે કોઈ બીજું આવશે આ ઓફીસમાં."
ત્યાંજ કોઇક દરવાજો ખટખટાવે છે.
વિરાજ:યસ, કમ ઈન.
વિરાજ જુવે છે તો નીયા હોય છે તે બોલે છે,"અરે, નીયુ આવ.બોલ શું કામ છે?"
નીયા અંદર આવે છે, અને તેની પાછળ એક નવયુવાન અંદર પ્રવેશે છે, રંગે ઠીક-ઠીક છે, ફોર્મલ કપડા પહેર્યા છે, બ્લેક ફ્રેમવાળા ચશ્મા પહેર્યા છે, ખમ્ભે લેપટોપ બેગ લટકાવેલ છે.
નીયા : આ મી.રાહુલ છે, હવે તે તારી જગ્યા પર બેસવાના છે, તે જ તારું બધું કામ સંભાળવાનાં છે.
રાહુલ:(પોતાનો હાથ વિરાજ તરફ ધરતા બોલ્યો)હેલ્લો, મી. વિરાજ.
વિરાજ:(તેની સાથે હાથ મિલાવતા)
હેલ્લો, નાઇસ ટુ મીટ યુ.
રાહુલ: તો, મેમ કાલથી હું જોબ પર આવી જાઉ?
નીયા: અરે રાહુલ, કાલથી શું કામ?આજથીજ જોઈન્ટ થઇ જા.

રાહુલ:પણ,મી. વિરાજ?

નીયા:અરે, તેને તો ઘણી તૈેયારી બાકી છે, એટલે તે હવે ઘરેજ જવાનો છે, નહીં વિરાજ?

વિરાજ:હા, મારે હજુ ઘણી તૈયારી બાકી છે. રાહુલ તું થોડીકવાર બહાર વેઇટ કર, હું કેબીનમાંથી મારો બધોજ સામાન લઇ ને પેક કરી દઉ છું, અને પછી તને બોલાવું છું.

રાહુલ:ઓક્કે,નો પ્રોબ્લેમ.

અને રાહુલ અને નીયા ત્યાંથી નીકળી જાય છે.

વિરાજ પોતાનો સામાન પેક કરતા-કરતા મનમાં વિચારે છે કે, 'મને એક પણ વાર પૂછ્યા વગર નીયા આજથી જ મને ઓફીસમાંથી કાઢવા માંગે છે, આજનો દીવસ મારે ઓફીસમાં તેની સાથે ટાઈમ સ્પેનડ કરવો હતો, અને તે છે કે ક્યારની મને ભગાડવા પર આતુર છે. તેણે મારા જવા પર દુઃખ વ્યકત ન કર્યું મને લાગ્યું કે તે બધાં સામું રીએક્શન નહીં આપે, પછી કારમાં પણ મારી સાથે જરાય વાત નથી કરી, અને અહીં ઓફીસમાં આવ્યાં ત્યારથી લેટર આપી, ટ્રેઈનનો સમય પૂછીને, ઓલા રાહુલયા ને મારી કેબીન આજે જ દઇ ને મને ભગાડવાં જ માંગે છે!'
વિરાજ પોતાનો સામાન પેક કરીને ત્યાંથી નીકળી જાય છે, તે મન ભરી ને ઓફીસ જોઇને નીકળે છે, નીચે કેબ બોલાવે છે અને તેમાં બેસી સીધો મિતને કૉલ કરે છે અને નીયાએ તેની સાથે કરેલા અજીબ વર્તાવ વિશે કહે છે.
મીત:હા, યાર નવાઈ પમાડે તેવું તો છે.
વિરાજ:કાઈ નહી યાર,મારે તો પીછો છૂટ્યો.
મીત:એ કેમ ?
વિરાજ:આપણને શું હતું કે તે બધાં ડ્રામા કરશે,અને મારે તે સંભાળવું પડશે,બટ સારુ થઈ ગયુ કે તે લોકોએ એવું કાઈ પણ રીએકશન ના આપ્યું.
મિત:હા, બ્રો સારુ થયુ. તારે શાંતી.
પછી વિરાજ ઘરે પહોચે છે, અને પોતાની બધી તૈયારી પુરી કરે છે, સાંજના બધાં ઘરે આવે છે, વિરાજ પોતાનો,નીયાનો રૂમ આંખો ભરીને જુવે છે, અને પછી નીચે ઊતરે છે, અને મિત પણ કાર લઇ ને આવી ગયો હોય છે, વિરાજ તેને અંદર બોલાવે છે, વિરાજ મેહુલભાઈને ભેટે છે, રિતેશ ભાઈ ને પગે લાગવા જાય છે પણ રિતેશભાઈ તેને ગળે મળે છે, તે રીમા બહેન અને પ્રિયાને પણ મળે છે. તે જુવે છે તો નીયા ક્યાંય દેખાતી નથી આથી તે પૂછે છે,"નીયા ક્યાં છે?તે હજું સુધી નાં આવી?"
"વિરાજ,મે કૉલ કર્યો હતો પણ તેણી કોઈ મીટીંગમાં ફસાયેલી છે, એટ્લે નહીં આવી શકે." મેહુલ બોલ્યો.
"લે,એમ કેમ ના આવી શકે?હું કૉલ કરૂ છું." વિરાજ આટલું બોલી અને ફોન હાથમાં લે છે.
અને નીયને કૉલ કરે છે, સામેથી અવાજ આવે છે,"હેલો.."
"નીયા,યાર ક્યાં છે તું? હું તારી રાહ જોવ છું, તું ક્યારે આવીશ?ચાલ જલદી આવી જા."વિરાજ ઉતવળો થતા બોલ્યો.
"વિરાજ..સોરી યાર , હું નહીં પહોંચી શકુ, હજુ મારે ક્લાયન્ટ સાથે મીટીંગ છે, બસ 5 મિનીટમાં મારે ત્યાં જવું પડશે સોરી." નીયા ગંભિરતાપૂર્વક બોલી.
"નાં,હું એ કાઈ નથી જાણતો,બસ તું આવ,બસ." વિરાજ જીદ્દ કરતો બોલ્યો.

"અરે, યાર,તું સમજવાની કોશિશ કર,પ્લીઝ."નીયા આજીજી કરતા બોલી.

વિરાજે હવે કાઈ ન કહ્યુ,તેણે કહ્યુ,"ઓક્કે,ડન, હું અમદાવાદ પહોંચીને તને કૉલ કરીશ."

"ના તું મેહુલભાઈનાં ફોન પર કૉલ કરજે, કારણકે હું 2 દીવસ પછી શાંતી આશ્રમમાં જવાની છું, થોડાં સમય માટે અને ત્યાં ફોન અલાઉડ નથી. એટ્લે."નીયા બોલી.

"શું વાત કરે છે?તું અને શાંતી આશ્રમ?"વિરાજ હસતા-હસતા બોલ્યો.

"સાચેક જાવ છું." નીયા બોલી.

"ઓક્કે,જય મહાદેવ." વિરાજ વીલા મોઢે બોલ્યો.

"જય મહાદેવ."નીયા બોલી.

વિરાજ ઉતરેલા મોઢે ફોન મુકે છે, અને કોઈને કંઈ પણ કહ્યા વગર બઁગલોની બહાર નીકળી જાય છે. ત્યાંજ મિત નીયાની ગિફ્ટ તેને આપે છે, વિરાજ તે ગિફ્ટ ને જુવે છે ત્યાંજ અનન્યા આવે છે, વિરાજ અનન્યાને તે ગિફ્ટ આપે છે અને કહે છે,"આ નીયાને આપી દે જે." અને અનન્યાને બાય કહી ત્યાંથી નીકળી જાય છે. અનન્યા તેમજ નીયાનો પરિવાર તેને જોતાજ રહી જાય છે. ત્યાંજ રિતેશભાઈનો ફોન રણક્યો અને તે ફોન ઉપાડે છે, અને ફોનમાં વાત કરતાની સાથેજ તે ચિંતામાં આવી જાય છે, તે બધાં ઘરનાંને લઇને નીયાની ઓફિસે જાય છે.
(અહીંથી બને પ્રેમી પંખીઓનો રસ્તો અલગ-અલગ થાય છે, પણ શું ફરીથી આ અલગ પડેલા રસ્તા આગળ જતાં ભેગા થશે?તેમજ એવું તો શું થયુ હશે કે બધાં ચિંતામાં ને ચિંતામાં ભાગ્યા???? જાણવા માટે જોતાં રહો.. સફર-એક અનોખા પ્રેમની..)


Jay somnath 🙏