બદલાથી પ્રેમ સુધી - 19 Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાથી પ્રેમ સુધી - 19

બદલાથી પ્રેમ સુધી ભાગ ઓગણીસ....

રોહિત સોનાક્ષી ને તેની તરફ આવતા જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે પરંતુ સોનાક્ષી એ આવવામાં ઘણું મોડું કર્યું માટે તે તેનાથી થોડો નારાજ પણ છે......તે તરત જ સોનાક્ષી ને ફરિયાદ કરતા કહે છે.....


રોહિત:સોના તારી પાસે ઘડિયાળ છે કસ નહિ......! મેં તને સવારે દસ વાગે મળવાનું કહ્યું હતું તું રાત નું કેમ સમજી??.....

સોનાક્ષી:જો આમ મારા કોઈ વાંક નથી તારા લીધે જ મોડું થયું છે...

રોહિત:હું...? મારા લીધે ....? મેં શું કર્યું.......

સોનાક્ષી:ગુસ્સો કરવાની જરૂર નથી સમજાવુ છું મેનેજર સાહેબ સાંભળો...

રોહિત:જલ્દી બોલ.....

સોનાક્ષી: (મનમાં કોઈ ને ન સમજાય તેમ તેમ બોલે છે )બનાવવા તો દે આઈ મીન ગોઠવવા દે કે કઈ રીતે કવ...

રોહિત:શું કહે છે ....

સોનાક્ષી:સાંભળ જનરલી છે ને છોકરી ઓ નો ફેવરિટ કલર પિંક હોય અને અહીંયા તો તે જ કહેલું ને કે તને પિંક કલર વધુ ગમે છે તો મને થયું સરપ્રાઈઝ આપું પિક કલરમાં આવીને એટલે હું મોલ માં ગઈ કેટલી બધી સાડી ઓ જોઈ ચાર કલાક પછી મને એક સાડી પસંદ આવી હું ઉતાવળ માં નીચે આવતી હતી ને રોડ ક્રોસ કરવા જતાં મારો નાનકડો એક્સિડન્ટ થઈ ગયો...

રોહિત: તારો એક્સિડન્ટ થયો અને તો તું અહીં શુ કરે છે......(,તેનો હાથ પકડતા) ચાલ હોસ્પિટલમાં જઈએ ક્યાં વાગ્યું છે તને.....

સોનાક્ષી:રિલેક્સ મેનેજર સાહેબ આઈ એમ ઓકે નાઉ હું મળી ને આવી ડોક્ટર ને (પગ બતાવતા)આ જુઓ બસ થોડું જ વાગ્યું છે બટ આના લીધે આવવામાં મને મોડું થઈ ગયું ને...

રોહિત: તને વાગ્યું છે અને તો પણ તને અહીં આવવાની પડી તી તે મને ફોન કેમ ન કર્યો....?

સોનાક્ષી:મને થયું તને ખોટો હેરાન કરીને તારો બર્થડે શુકામ બગાડવો....

રોહિત:ચલ છોડ એ બધું હવે આપણે ઘરે જઈએ તારે આરામ કરવો જોઈએ હાલ...

સોનાક્ષી:સોરી મારા લીધે તારો બર્થડે બગડ્યો...

રોહિત:ના સોરી ની જરૂર નથી મારા માટે તું આવી એ જ ઘણું છે..

સોનાક્ષી:આપણે તારા ઘરે જઈએ....તારો બર્થડે પણ ત્યાં સેલિબ્રેટ કરશું...

રોહિત:હમ્મ ઠીક છે મારા ઘરે જઈએ....હું બાઈક લઈને આવું....

સોનાક્ષી:ઓકે.....

રોહિત ગાર્ડન ની બહાર પાર્ક કરેલી બાઈક લેવા જાય છે અને સોનાક્ષી મનમાં જ કહે છે "સોરી રોહિત હું આજના દિવસે તારી સામે ખોટું બોલવા ન હતી માંગતી પણ મારી પાસે કોઈ બીજો ઑપસન ન હતો......હું તને સાચી વાત કરવા માગું છું પણ મનમાં સવાલ છે કે તું મને સમજી શકીશ કે નહીં......."

રોહિત ત્યાં સોનાક્ષી ની પાસે આવે છે અને બાઈક નો હોર્ન વગાડતા કહે છે "ઓ હેલ્લો મેડમ ક્યાં ખોવાઈ ગયા તમે.....?

સોનાક્ષી:કંઈ નહીં ચાલ આપણે જઈએ.....

સોનાક્ષી રોહિત ની પાછળ બેસી જાય છે અને રોહિત બાઈક ઘર તરફ લઈ જાય છે પણ રસ્તા પણ બને જણ વાતો કરે છે...

રોહિત:સોના આજે તો તું બવું. જ બ્યુટીફૂલ લાગે છે .....

સોનાક્ષી:ધન્યવાદ......

રોહિત:ઓહઃહઃ નવું સાંભળ્યું નહિ તો આજકાલ બધા thanks, એન્ડ થેન્ક યુ સો મચ જ કહે...

સોનાક્ષી:હું ગુજરાતી છું મને સૌથી વધુ વ્હાલી મારી માતૃભાષા છે તો થયું ધન્યવાદ કહું....બોલવામાં પણ અને સાંભળવામાં પણ સારું લાગે...

રોહિત:સાચી વાત તારી અમુક અંગ્રેજી શબ્દો આપણા લોકો ના જીવન માં એવી રીતે ઘુસી ગયા છે કે આપણા સાચા શબ્દો તો ભૂલતા આવે છે પણ હું હવેથી ધન્યવાદ જ કહીશ આઈ પ્રોમિસ...

સોનાક્ષી:સારું સારું પણ તું મને એમ કે તને પિંક કલર કેમ વધુ ગમે છે...

રોહિત:કેમ હું પિંક ના પસંદ કરી શકું....?

સોનાક્ષી:ના મોસ્ટલી છોકરી ઓ નો આ ફેવરિટ કલર હોય ને એટલે વિશ્વાસ ન આવ્યો કે તને પણ ગમતો હશે....

રોહિત:આમ તો મને નેવી બ્લુ કલર વધુ ગમે પણ મારે તને પિંક સાડી માં જોવી હતી એટલે હું ખોટું બોલ્યો....પણ તું બવું મસ્ત લાગે છે આજે.....

સોનાક્ષી:ખબર છે હું મસ્ત લાગુ છું તું ડ્રાઈવ કરવામાં ધ્યાન આપ (થોડું શરમાતા....)

રોહિત:ઓકે મેડમ....

થોડું આગળ ગયા પછી રોહિત રસ્તામાં જ બાઈક ની સ્પીડ એકદમ ઓછી કરે છે અને સોનાક્ષી ને કહે છે.....

રોહિત:સોના અહીં આગળ જે લારી છે ત્યાં થી પુલાવ લઈ લઈએ ઘરે જઈને ખાઈશું તે પણ સવારથી કાંઈ ખાધું નહિ હોય.....

સોનાક્ષી:ના રોહિત ઘરે જઈએ હું તને મારા હાથે કઈંક સારું બનાવીને ખવડાવીશ આજે બહારનું નહિ ખાવું...

રોહિત:મતલબ મારે સાવ ભૂખ્યા જ રહેવાનું...

સોનાક્ષી:શું કહ્યું.................

રોહિત:કાંઈ નહિ ઘરે જઈએ.....

રોહિત અને સોનાક્ષી ઘરે જાય છે. બંને સાથે ડિનર કરે છે અને પછી રોહિત સોનાક્ષી ને કહે છે

રોહિત:સોના તું જમવાનું સરસ બનાવે છે આપણી હોટેલ માં સેફ ની જગ્યા ખાલી છે જો તારે મેનેજમેન્ટ ની જગ્યાએ એ જગ્યા લેવી હોય તો...?

સોનાક્ષી:ના હું મારી જગ્યાએ બવું ખુશ છું...

રોહિત:ઓકે હવે હું તને ઘરે મૂકી જવ અને આભાર ટેસ્ટી ડિનર માટે...

સોનાક્ષી:આ આભાર નો ભાર વધુ હોય મને ના પોષાય એટલે હવેથી ના કેતો અને રહી વાત ઘરે જવાની તો બવું મોડું થઈ ગયું છે...

રોહિત:ઓકે હવેથી નહિ કવ તું આજે રાતે અહીં જ રોકાઈ જા હું બેઠક રૂમમાં સુઈ જવું છું તું અહીં આજ રૂમમાં સુઈ જા good night....

રોહિત સોનાક્ષી ને બાય કહી ને રૂમ ની બહાર નીકળવા જ જતો હોય છે ત્યાં જ બેડ પર સોનાક્ષી રોહિત નો હાથ પકડે છે "ક્યાં જાય છે અહીં જ રે ને......મારે તને એક ખાસ વાત કહેવી છે....


શુ કહેવુ હશે સોનાક્ષી ને.....

મળીએ બવું જલ્દી.......


નવા ભાગ માં......