મેલું પછેડું - ભાગ ૨૨ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

મેલું પછેડું - ભાગ ૨૨

પરબત અચાનક સામે આવતા અંદર થી થોડી ડરેલી હેલી એ પરબત સામે ડયૉ વિના વાત કરી .તેને ખબર પડી ગઈ કે ત્રણ-ચાર દિવસથી જે દબાયેલો પગરવ તેની પાછળ આવતો હતો તે પરબત હતો.
હેલી નું તીર નિશાને લાગ્યું હતું. તેને જ રામભાઈ ને ફોન કરી ને સરપંચ સુધી એ વાત પહોંચાડવા નું કહ્યું કે હેલી હવે થી રિસોટૅ થી એકલી જ ચાલી ને આવવાની છું. રામભાઈ પરબત સારો માણસ નથી એટલે રામભાઈ આ વાત પરબત ને કરવા તૈયાર ન હતા પણ હેલી એ સમજાવ્યા કે પરબત હેલી નું કશું બગાડી નહીં શકે એ વિશ્વાસ થયા પછી તે માની ગયા હતા. રામભાઈ એ પરબત ની સાથે સામાન્ય વાત ની જેમ જ હેલી એ કહેલી વાત કરી.
મતલબ જાનવર ને માંસ ના ટુકડા સુધી પહોંચાડી દીધો. હેલી એ પોતાના બેય પિતા ને આ વાત કરી અને હવે ગમે ત્યારે એ જાનવર તરાપ મારી શકશે તો તેને પાંજરે પૂરવા તૈયાર રહેવા કહ્યું.
પરબત રોજ હેલી ની પાછળ જતો ક્યારેય છૂપી રીતે તો ક્યારેય આકસ્મિક મળતી વ્યક્તિ ની જેમ … હેલી એ નોંધ્યું કે પરબત એકલો જ આવતો હતો તેના કોઈ ચમચા દેખાતા ન હતા.
જેમ શિકારી કૂતરો શિકાર જોઈ લાળ પાડે તેવી જ હાલત પરબત ની હતી . ફક્ત તે શિકાર માટે આગળ વધતો ન હતો . તેનું કારણ હેલી ને સમજાયું કે તેના બાપુ રોજ મોં પર કપડું બાંધી પાછળ રહેતા જો કે પરબત તેને ઓળખી ન શક્યો પણ આ રસ્તે કોઈ પુરૂષ જોઈ ને તે આગળ વધતો ન હતો.
હેલી એ તેના બાપુ ને પાછળ આવવાની ના કહી, ત્યારે બધા ની ચિંતા ઓર વધી ગઈ. પણ હેલી ની વાત માની ગયા.હેલી હવે એકલી જ જતી આવતી.
પરબત ને લાગ્યું કે હેલી જે રસ્તે આવે છે ત્યાં હવે કોઈ દેખાતું નથી, આ રીતે બીજા બે-ચાર દિવસ તેને જવા દીધા પછી અચાનક એક દિવસ તેણે પાછળ થી હેલી નો હાથ પકડ્યો…. એ જ ગંદુ હાસ્ય એ જ ગંદો સ્પશૅ ને એ જ તેની આંખો માં હવસ ના સાપોલિયાં. હેલી આજે પામી ગઈ કે શિકાર હાથ લાગવામાં જ છે.
પરબતે હેલી નો હાથ ખેંચી ને કમર થી પકડવા ગયો. હેલી ના શરીર માંથી કંપારી છૂટી પણ પોતાની જાત ને સંભાળી તેને પરબત ને ધક્કો મારી ભાગી અને ભાગતા ભાગતા પિતા અજયભાઈ ને એક બ્લેન્ક મેસેજ કર્યો.
જ્યારે તેને જેસંગભાઈ ને પાછળ આવવાની ના કહી હતી ત્યારે જ આ નક્કી કર્યું હતું.
પરબત આજનો મોકો છોડવા માંગતો ન હતો, તે બીજી કેડી થી જઈ ને હેલી ને ખેંચી ને પકડી, ‘મેડમ અમારા ગામમાં આવો,ફરો,લોકો ને મળો તો એની ફી તો આપવી પડે ને’ કહેતો તેનું મોં હેલી ની નજીક લઈ ગયો ,ત્યાં જ હેલી એ લાત મારી.
લાત એવી વાગી કે તે બેવડાઈ ને પડી ગયો ને દદૅ થી ચીસો પાડવા લાગ્યો. ‘પરબત યાદ સે આવી જ રીતે તે મને પકડી ‘તી તારે(ત્યારે) હું નાથા પર ના ભરોહે હતી તેથી તારો શિકાર બની’તી ,મારો સવાસ (શ્વાસ) રૂંધાતો તો મુઢા માં મારૂ જે પછેડા ના ડૂચા થી પન તું જનાવર ની જેમ મને નોંસતો રયો, મારો જીવ નીકળ્યો ન્યા લગણ તે મને ના સોડી’
‘કોણ …….. તું કોની વાત કરે સે….. કોની વાત કરે સે… પરબત નો સ્વર ફાટી ગયો. તે બેઠો-બેઠો પાછળ હટ્યો, તેની આંખ માં ભય દેખાયો.
‘કોની વાત કરૂં સું હું? નાથા નું નામ લીધું તોય ના ઓળખી? કાળી……… કાળી સું હું હવે ખબર પડી કોની વાત કરૂં સુ મારૂ મોત તારાથી થયું આ….આ તારી ગંદી આદત થી થયુંને બદનામ થ્યો બચારો સાવજ. રે………. નરાધમ ઈ સાવજ હિંસક સે તો ય ઇના માં તારાથી વધારે સદગણ હશે તું તો માણા કેવા ને લાયક નથ’.
‘તું હું હમજે સે તું આ બધું કઇશ ને હું માની જઈશ? હું પરબત સુ પરબત સાવજ સું આ પંથક નો..
(ક્રમશઃ)