melu pachhedu - 3 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૩

હેલી ડિનર પૂણૅ કરી પોતાના રૂમ માં જતી રહી અને ફરી સિગાર જલાવી .
રાત્રે અજયભાઈ એ તેની પત્ની ને પૂછ્યું , ‘કંઇ બોલી શું થયું માકૅ સાથે?’ રાખીબહેને કહ્યું ‘ના અને મારે પુછવું પણ નથી સારૂં થયું એક આભાસી સંબંધ તૂટ્યો, અજય આ છોકરી ને સાચો સંબંધ શું કહેવાય એ સમજાશે ખરું કે પછી આ જ રીતે ભટકતી રહેશે આવા ટેમ્પરરી રિલેશન માં’ રાખીબહેને પોતાની ચિંતા વ્યક્ત કરી.
અજયભાઈ પાસે તેનો કોઈ જવાબ ન હતો ,કેમકે તે જાણતા હતા કે જેને સંબંધો માણ્યા જ ન હોય તેને કેવી રીતે વેલ્યુ સમજાય , પોતે જે રીતે મા- બાપ, ભાઇઓ , ભાભીઓ, કાકા-કાકી, દાદા-દાદી, મોસાળ ના સંબંધો ને માણ્યા છે એ બધું તેની દિકરી એ ક્યાં અનુભવ્યું ? જન્મ થી જ અલગ કલ્ચર મળ્યું હતું તેમણે ઊંડો શ્વાસ લઇ પડખું ફેરવી દીધું.
પરંતુ એટલું ખરું કે આહુજા ફેમીલી પોતાની દિકરી ના લીવ ઇન રિલેશન નાં અંત થી ખુશ હતા, તો બીજી તરફ હેલી ને પોતાના ફ્રિડમ પર કંટ્રોલ આવી જવાની ચિંતા હતી.
દિવસો પસાર થવા લાગ્યા હેલી નું રૂટિન ગોઠવાતું ગયું , તે ફેમીલી સાથે સેટ થવા લાગી. રાખીબહેને આ વખતે વિચાયૅુ હતુ કે તે હેલી ની મિત્ર બની જશે તેથી તે ફરી ક્યાંય ઉડવાનો પ્રયાસ ન કરે.
આહુજા ફેમીલી માટે આ દિવસો સુવર્ણ દિવસો હતા, દિકરી સાથે હતી ,જેમ સંતાન નાના હોય ત્યારે તેને પોતાના માં-બાપ ના સપોર્ટ ની જરૂર હોય તેમ જ માતા -પિતા વૃદ્ધ થાય ત્યારે તેને પણ પોતાના સંતાન ની એટલી જ જરૂર લાગે પણ સંતાનો મોટા થઇ મિત્રો કે પોતાની આધુનિકતા માં ખોવાઇ માં-બાપ ને ઓથૉડોક્સ માને એ મોટી કરૂણા કહેવાય. હેલી પણ આવા સંતાનો માંથી જ એક હતી.
પણ હેલી જેવા સંતાન એ ભૂલી જાય છે કે યુવાવસ્થા માં પણ જ્યારે તેના ગમતા સંબંધો , મિત્રો દગો આપે ત્યારે માતા પિતા જ તેનો હાથ પકડી સંભાળે છે .જેમ હેલી ને તેના પેરેન્ટસે સંભાળી.
મિ. એન્ડ મિસિસ આહુજા એમ સમજતા હતા કે માકૅ સાથે નાં હેલી ના સંબંધો કે બ્રેકઅપ હેલી ના ડિપ્રેસન નું કારણ છે , થોડા સમય માં બધું નોમૅલ થઇ જશે પણ હેલી ના જીવન ની મૂળ સમસ્યા હજી તેમને જોવાની, અનુભવવા ની બાકી હતી…………..
ડિનર સમયે અજયભાઈ એ હેલી ને કહ્યું ,’ ડિનર ઇઝ ઓસમ રાઇટ બેબી?’
‘યસ ડેડ’ હેલી બોલી.
‘ લેટ્સ પ્લે ચેસ આફટર ડિનર ‘ અજયભાઈ બોલ્યા.
હેલી ને રાત્રે સ્મોકિંગ ની આદત હતી તેથી તેને રમવાની ઇચ્છા ન હતી તેથી તેને કહ્યું, ‘નો ડેડ નોટ ટુ ડે કેન વી પ્લે એટ ઓન સન્ડે આઇ એમ ફીલીંગ ટાયડૅ’. હેલી એ થાક નું બહાનું કયૅુ.
હેલી ડિનર કરી પોતાના રૂમ માં ગઇ ત્યારે અજયભાઈ તેને જોઇ વિચારી રહ્યા હતા કે આમ તો મારી દિકરી ખૂબ સુંદર બાબૅી ડોલ લાગે છે પણ થોડી લાઇફ સ્ટાઇલ ચેન્જ કરી નાંખે તો કોઈ ફરિયાદ ન રહે.
હેલી સ્મોકિંગ કરતાં મોબાઇલ જોતી હતી, માકૅ નો ‘મિસ યુ બેબી’ મેસેજ હતો પણ હેલી ને રિપ્લાય આપવાનું મન ન થયું તેને મેસેજ ઇગ્નોર કરી ગીતો સાંભળતા ઊંઘી ગઈ.
‘ પરબત મને સોડ…….. નાથાઆઆઆઆા’ સટ્ટક કરતી હેલી ઉભી થઇ ગઇ. આજે ફરી એ જ સ્વપ્ન આજે હેલી ખૂબ ડરી ગઇ. તેને એકલું ઊંઘવામાં પણ હવે બીક લાગતી હતી. તેને વિચાયૅુ મોમ ને અહીં બોલાવું કે હું ત્યાં જતી રહું, આખરે બેડ પર જ ફ્રિઝડ જેવી થયેલી હેલી એ તેની મમ્મી ને કોલ કયૅો .
‘ મોમ આઇ એમ નોટ ફિલિંગ ગુડ ટુડે કેન ય કમ ટુ સ્લીપ વીથ મી પ્લીઝ ?’ રાખીબહેન ને નવાઇ લાગી અને ચિંતા પણ થઇ તેને ફોન ડિસકનેક્ટ કયૅો , અજયભાઈ ઉંઘતા હતા તેથી તે ચૂપચાપ હેલી ના રૂમ માં જતા રહ્યા.
‘ શું થયું બેટા કંઇ ફીવર જેવું તો નથી લાગતું ને ? ‘ રાખીબહેને હેલી ના કપાળ પર હાથ મૂક્યો, તે એકદમ ઠંડી હતી. હેલી રાખીબહેન ને એકદમ ચોંટી ગઈ. ‘મોમ આઇ એમ ફિલિંગ સ્કેડૅ પ્લીઝ સ્લીપ વીથ મી’ .
દિકરી ને આવી રીતે ડરેલી ક્યારેય અનુભવી ન હતી રાખીબહેન બેડ પર બેસી ગયા ને તેના માથ પર હાથ ફેરવવા લાગ્યા, હેલી તેના ખોળા માં માથું રાખી ઉંઘવા લાગી.
થોડીવાર માં હેલી ઉંઘતી લાગી તો રાખીબહેને તેનું માથું ઓશિકા પર રાખી તેને સરખી ઉંઘાડતા હતા ત્યાં જ તે ફરી બોલી , ‘ડોન્ટ ગો મોમ પ્લીઝ’. ‘બેટા હું ક્યાય નથી જતી હું તને સરખી ઉંઘાડું છું . હું તારી પાસે ,તારી બાજુ માં જ છું ‘ કહી રાખીબહેન તેને પોતાની બાથ માં લઇ ઊંઘી ગયા.
(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED