melu pachhedu - 4 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૪

સવારે રાખીબહેને અજયભાઈ ને બધી વાત કરી બંને થોડા ચિંતાતુર હતા પરંતુ હેલી સવારે નોમૅલ દેખાણી તેથી તેમની ચિંતા ઘટી ગઇ. કોઈ દુઃસ્વપ્ન આવ્યું હશે તેથી ડરી ગઇ હશે એમ બંને એ વિચાયૅુ.
હેલી ઓફિસે જતા વિચારતી હતી કે આ સ્વપ્ન ફરી કેમ આવ્યું? અને હું કેમ ડરી ગઇ ? આવા વિચારો કરતાં તે ઓફિસ પહોંચી ગઈ . ઓફિસ ના કામો માં બધું વિસરી ગઇ.
ઓફિસ અવસૅ માં રાખીબહેને એકવાર ફોન કરી તેના હાલચાલ જાણી લીધા હતા અને અજયભાઈ ને પણ જણાવી દીધું.
સાંજે અજયભાઈ થોડા જલ્દી આવી ગયા તેને રાખીબહેન ને કહ્યું, ‘ રાખી જરૂર પડે તો થોડા સમય તું હેલી સાથે ઉંઘી જા અથવા તેને આપણી સાથે ઊંઘવા બોલાવી લે.
રાખીબહેન ડિનર પછી વાત કરવાનું કહ્યું , હેલી ડિનર સમયે ફ્રેસ લાગી તેથી બંને એ વાત કરવાનું ઇગ્નોર કયૅુ
રાત્રે ડિનર પછી હેલી એ સામે ચાલી ને અજયભાઈ ને ચેસ રમવાની વાત કરી , બંને બાપ – દિકરી ચેસ રમતા હતા ત્યારે રાખીબહેન પોતાના વાંચન નો શોખ પૂરો કરવા ગુજરાતી એપ પર પોતાની પસંદ ના કથાપટ શોધી વાંચવા લાગ્યા.
ચેસ ની રમત પૂણૅ થયા બાદ બધા એ કોક એન્જોય કર્યું પછી ઉંઘવા ગયા .
હેલી ને આજ પહેલી વાર સ્મોકિંગ ની ઇચ્છા ન થઇ, તેમજ તે પોતાના રૂમ માં ઉંઘવાને સ્થાને પોતાના માતા -પિતા પાસે ગઈ.
‘ મે આઈ સ્લીપ વીથ યુ ઓલ્ડીઝ…..’ રૂમ માં પ્રવેશતા મજાક ના સ્વર માં હેલી બોલી.
‘ હેઇઇઇ વી આર નોટ ઓલ્ડીઝ વી આર એવર ગ્રીન યંગ માય ડોલ કમ. કમ વીથ અસ ‘ અજયભાઈ ખુશ થતાં બોલ્યા . આજ હેલી જાણે નાનકડી ઢીંગલી જેવી લાગી તેમને આંખ માં આવેલા આંસુ મુશ્કેલી થી રોક્યા.
‘ ડેડ આઈ એમ કંમ્ફટેબલ હીયર, યુ બોથ સ્લીપ વીથ રિલેક્ષ ધેર’ . કહી સોફા તરફ આગળ વધી. ત્યાં જ રાખીબહેન બોલ્યા, ‘બેટા કમ હીયર વી આર વેરી કંમ્ફટેબલ વીથ યુ’, કહી હેલી ને બેડ પર તે બંને ની સાથે ઉંઘાડી.
તે રાત્રે હેલી એ પિતા નો પોતાના માથા પર ફરતો હાથ જાણે વરસો પછી અનુભવ્યો, પોતે કેટલો અમુલ્ય પ્રેમ માકૅ જેવા વ્યક્તિ માટે ગુમાવ્યો તે મનોમન વિચારતી ઉંઘી ગઈ.
સવારે તે રોજ કરતા વધારે તાજગી આનુભવતી હતી. આજે ઓફ ડે હતો એટલે તેના પિતા હજી સુધી ઉંઘતા હતા, તે હળવે થી ઉઠી પોતાના રૂમ માં ગઈ.
સિગાર મોં માં મૂકી પણ પાછી ફેંકી દીધી . કેમ હવે મને સ્મોકિંગ ની ઈચ્છા નથી થતી ? શું મોમ-ડેડ ના પ્રેમ નાં કારણે? હા કદાચ એમ જ હશે આમ વિચારતી તે ફરી ઉંઘી ગઈ.
રાખીબહેને જોયું કે હેલી પોતાના રૂમ માં ગઈ તો તે પોતાની કોફી અને હેલી ની બ્લેક કોફી લઇ હેલી ના રૂમ માં ગયા.
રૂમ માં જઇ જોયું તો હેલી ફરી ઉંઘી ગઈ હતી તેથી તે પાછા ફર્યા, પોતાની કોફી પી કામ માં લાગી ગયા. આજે ઓફ ડે હતો એટલે બધા લંચ સાથે લેશે અને હેલી ને રાઇસ વાળી વાનગી વધારે ભાવતી હોવાથી હૈદરાબાદી બિરયાની વીથ કરી એન્ડ પરાઠા બનાવવા નું નક્કી કર્યું.
અજયભાઈ એ ઉઠી ને જોયું તો બંને મા-દિકરી ઉઠી ગયા હતા તે સમજી ગયા કે પોતે આજ મોડે સુધી ઉંઘતા રહ્યા . ફટાફટ ફ્રેશ થઈ નીચે ગયા ,રાખીબહેન કિચન માં હતા .અજયભાઈ એ પૂછ્યું , ‘હેલી?’ ‘ તે સવારે ઉઠીને પોતાના રૂમ માં જઇ પાછી ઉંઘી ગઈ’. રાખીબહેને કહ્યું.
‘તેને રાત્રે બરાબર ઉંઘ તો આવી હશે ને’ અજયભાઈ મન માં વિચારી રહ્યા.
(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED