melu pachhedu - 2 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૨

‘હાઉ ડેર યુ ટુ ટોક લાઇક ધીસ , આઇ એમ નોટ યોર વાઇફ ઓર સવૅન્ટ ડેમીટ ઇફ યુ ડોન્ટ લાઇક માય લીવીંગ સ્ટાઇલ સિમ્પલી ટેલ મી આઇ વીલ લીવ યુ ‘. હેલી બોલી અને ગુસ્સા માં પોતાનો લગેજ પેક કરવા જતી રહી.
માકૅ ને પોતાના બિહેવ પર અફસોસ થયો પણ હવે બાજી હાથ માંથી જતી રહી હતી.એક તરફ હેલી ની ઇન્કમ તેનાથી વધુ હતી તેથી ઘરનો બધો ખચૅ પણ હેલી જ ઉઠાવતી હતી , તેના હાથ માંથી પૈસા અને હેલી બંને એક ક્ષણ માં જતાં રહ્યા.
પાશ્ચાત્ય દેશો ની આ લાક્ષણિકતા ગણો કે નબળાઇ પણ સંબંધો પરપોટા જેવા હોય છે, ક્યારે બંધાય ક્યારે તૂટી જાય ખબર જ ન પડે. તેથી જ એવા સંબંધો માં એકબીજા ની કાળજી જોવા જવલ્લે જ મળે. ‘તું નહીં તો ઓર સહી ઓર નહીં તો ઓર સહી’ વાક્ય આવા લોકો અને કલ્ચર ને સાથૅક કરે છે.
હેલી પણ આ પરપોટા જેવા સંબંધ ને છોડી ત્યાથી ચાલી નીકળી. કેબ માં બેસી પહેલા તેને તેની મમ્મી ને ફોન કયૅો ,” મોમ આર યુ એટ હોમ ?” રાખીબહેને હા કહી . તેથી તેને કહ્યું,’આઇ એમ કમીંગ ટુ લીવ વીથ યુ’. રાખીબહેન સમજી ગયા કે માકૅ સાથે ના સંબંધ નો અંત આવ્યો. તેથી હેલી પરત ફરી રહી છે.
આજ પોતાની દિકરી આવતી હોવાના કારણે ફટાફટ તેની પસંદ ની વાનગી બનાવવા કૂક ને કહ્યું. જાણે દિકરી સાસરે થી પિયર આવતી હોય તેવી લાગણી તેમને થઇ.
પછી અચાનક વિચારે ચડી ગયા કે કાશ ! તેઓ આ ભૂમિ પર વસવાટ કરવાને બદલે પોતાના જ દેશ ને પોતાની કમૅભૂમિ બનાવી હોત , તો આજ હેલી આટલી સ્વચ્છંદ ન હોત તે પણ ભારતીય સંસ્કારો,વિચારો ને સમજી શકી હોત……
વિદેશ ની ચકાચોંધ થી આકષૅીત થવાનો એ ફાયદો છે કે આધુનિક લાઇફસ્ટાઇલ, ડોલર કે પાઉન્ડ માં કમાણી કે પછી આટલા મોડૅન દેશ માં રહેવાનો લ્હાવો મળે છે. તેની સામે નવી પેઢી પરિવાર પ્રત્યે ની લાગણી ,પરિવાર ની રીતભાત કે સંસ્કૃતિ પ્રત્યે ની સમજ ખૂબ ઓછી જોવા મળે છે.
હા, એટલું છે કે કેટલાક ભારતીય તહેવારો ત્યાં પણ લોકો રંગેચંગે ઉજવે છે.
રાખીબહેન આ બધું વિચારતા હતા ત્યાં જ ડોરબેલે તેના વિચારો ને જાગ્રત કયૉ. તેને ડોર ખોલ્યો તો હેલી સામે ઉભી હતી.
સ્લીવલેસ ક્રોપ ટોપ અને શોટૅસ માં તે આકષૅક લાગતી હતી. તેના સોનેરી વાળ તેના પાશ્ચાત્યપણા ની ચાડી ખાતા હતા . ટૂંકા ટૂંકા કપડાં માં તેનુ દેહ લાલિત્ય શોભતું હતું. એક માં તરીકે રાખીબહેન પોતાની દિકરી ને જોઇ ને ખુશ થયા સાથે સાથે થોડું દુઃખ પણ થયું કે કાશ ! પોતે હેલી ના વસ્ત્ર પરિધાન ને થોડો બદલી શકતા હોત પણ તે જાણતા હતા જો તે અત્યારે કંઇ બોલશે તો દિકરી કદાચ અહીંથી જ પરત ફરી જશે. તેથી તેને ગળે લગાવી સ્વાગત કર્યું.
પોતાની ટ્રોલી બેગ સવૅન્ટ ને હવાલે કરી બોલી , ‘મોમ આઇ હેવ લેફ્ટ માય રિલેશનશીપ વીથ માકૅ નાઉ ઇફ યુ બોથ હેવ નો પ્રોબ્લેમ મે આઇ લીવ વીથ યુ?’
હેલી ના શબ્દો થી રાખીબહેન ને દુઃખ થયું અરર… કેવી વાત કરે છે દિકરી પણ આ તો આ દેશ ની કમાલ છે એ સમજી સ્વીકારી બોલ્યા, ‘બેબી વી બોથ હેવ નો પ્રોબ્લેમ એન્ડ યોર ડેડ વીલ એગરલી હેપી ટુ સી યુ માય ડોલ’ કહી તેના ગાલ પર હળવી ટાપલી મારી. હેલી ‘ઓકે’ બોલી પોતાના રૂમ તરફ જવા લાગી.
રાખીબહેને તેને કહ્યું , ‘બેટા તું ફ્રેસ થઇ જા તારૂં ડિનર રેડી છે, તારા ડેડી આવે ત્યારે આપણે સાથે ડિનર લઇએ. ઘણા સમય પછી આપણે સાથે ડિનર લઇશું.’
હેલી ની ઇચ્છા ન હોવાં છતાં તેને હા કહી, તે પોતાના રૂમ માં જઇ ફ્રેસ થઇ ને નીચે આવી.
ત્યાં જ અજયભાઈ (હેલી ના પપ્પા) આવ્યા. રાખીબહેને તેને ફોન પર બધી વાત કરી દીધી હતી . તેથી તેને પણ દિકરી ને બાથ માં લઇ વ્હાલ કર્યું. બે માથી એકેયે માકૅ ની વાત જ ન ઉચ્ચારી . હેલી ડિનર પૂણૅ કરી પોતાના રૂમ માં ગઇ.
(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED