મેલું પછેડું - ભાગ ૯ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેલું પછેડું - ભાગ ૯

મારે ઇ નાથા ને મળવું સે ને પુસવુ સે કે એને મારા પરેમ મારા વસવાસ ને કેમ તોડ્યો’. હેલી દાંત કચવતા બોલી.
‘ આવા સમયે તો અજાણ્યો માણહ પણ જો કોઈ સતરી (સ્ત્રી) હારે આવું થાતા જુએ તો બચાવા દોડે ને આને તો પોતાનો થય પીઠ માં ખંજર ભોંક્યું’ બોલતા બોલતા હેલી ના શ્વાસોચ્છવાસ ખૂબ તેજ ચાલતા હતા. ફરી બોલી, ‘મારે ઇ પરબત ને સજા અપાવી સે જેને મારા શરીર ને મેલું કયરું, મારા આતમ ને ઘા આપ્યો ,જેને પોતાની હવસ માં મારો જીવ લીધો .
મારે મારા બાપૂ ને મળવું સે ને એને મારા મોત ની હકીકત જણાવવી સે , ને જાણવું સે ગોમ લોકો પાંહે થી કે મારા મોત નું કારણ શું બતાવ્યું એ નરાધમો એ. મને ગીર જાવું સે મુને ન્યા લય જાવ’ કહી હેલી રડવા લાગી.
‘ બેટા અમે તને લઈ જઈશું પણ બેટા તું ત્યાં સુધી કાળી ના રૂપ માં નહીં પણ અમારી હેલી બની જા અમારા થી તારી આ હાલત નહીં જોવાય , અમે ડરી એ છીએ કે અમે તને ત્યાં લઈ જાય ને ક્યાંક તને ના ખોઈ બેસી’. અજયભાઈ એ હેલી ને સમજાવતા કહ્યુ.
હેલી એ કહ્યુ ,’ સારૂં પણ મને લઈ જજો પ્લીઝ’.
બીજે દિવસે અજયભાઈ એ તેના મિત્ર જે સાઈકેટ્રિસ્ટ હતા તેમને બધી વાત ફોન પર કરી .ડોકટર રોહિત ગોયલ સાઈકેટ્રિસ્ટ તરીકે લંડન માં ખૂબ નામના મેળવી ચૂકેલા ડોકટરો માંના એક હતા અને અજયભાઈ ના સારા મિત્ર પણ હતા , તેમણે અજયભાઈ ને સાંજે કેફે માં મળવા બોલાવ્યા.
અજયભાઈ અને રોહિતભાઈ સાંજે કેફે માં મળ્યા ત્યારે અજયભાઈ ને દુઃખી જોઈ ને રોહિતભાઈ એ કહ્યું કે, ‘તું એને ફરવા લઈ જા કદાચ એ બધું થોડા સમય માં ભૂલી પણ જાય . હા પણ તેને ઈન્ડિયા ન લઈ જઈશ ચૂઝ અધર પ્લેસ લાઈક યુરોપ ટુર ધીસ ઇઝ માય ઓપિનિયન ઇટ્સ યોર ચોઈસ’. અજયભાઈ ને પણ આ વાત યોગ્ય લાગી કદાચ વાતાવરણ બદલતા હેલી બધું ભૂલી પણ જાય .તો તો બહુ સારૂ મારી દિકરી એના મૂળ રૂપે પાછી મળે એ માટે કંઈ પણ કરવા તૈયાર છું ઘરે જઇ ને રાખી સાથે વાત કરું એમ વિચારી અજયભાઈ આગળ નું પ્લાનીંગ કરવા લાગ્યા.
ઘરે જઇ રાખીબહેન ને બધી વાત વિગતે કરી યુરોપ ટુર ની વાત પણ કરી, રાખીબહેન પણ ખુશ થયા કે જો હેલી ને ચેન્જ મળવાથી બધું બરાબર થતું હોય તો પહેલા એ કામ કરો .અજયભાઈ યુરોપ ટુર ની ટિકિટ અને બાકી ના અરેન્જમેન્ટ માં લાગી ગયા .
દિવસો વિતવા લાગ્યા , હેલી જોબ છોડી મોટા ભાગે ઘર માં જ રહેતી હતી એને આશા હતી કે તેના પિતા તેને ઈન્ડિયા લઈ જશે ,તે પોતાના બાપૂ ને મળશે ,શું કેશે બાપૂ ને ? બધા વિચારો થી તે ખુશ રહેતી હતી . પરંતુ તેના માતા -પિતા તો તેને ઈન્ડિયા થી દૂર યુરોપ લઈ જવાની તૈયારી માં હતા.
એક દિવસ અજયભાઈ એ હેલી ને કહ્યું, ‘સરપ્રાઈઝ ફોર યુ માય ડોલ’. કહી યુરોપ ટ્રીપ ની ટિકિટ એના હાથ માં આપી .
ટિકિટ જોઈ ને હેલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તેને રડતી જોઇ બંને પુછ્યું , ‘કેમ રડે છે બેટા તને ચેન્જ મળે એટલે આ ટૂર ગોઠવી છે ‘.
‘ પણ મેં તમને કીધુ’તુ કે મને મારા ગોમ જાવું’ આટલું બોલી ત્યાં જ અજયભાઈ એ કહ્યું , ‘હેલી તે પ્રોમિસ કર્યું હતું કે તું અમારી હેલી બની ને જ રહીશ તો પછી આ ભાષા કેમ?’
‘એન્ડ યુ ઓલ્સો પ્રોમિસ્ડ મી ધેટ યુ વીલ ટેક મી ધેર (ઇન્ડિયા) રાઇટ ડેડ?
‘બેટા કેટલા વરસો થઇ ગયા કાળી ના મૃત્યુ ને ત્યાં તેના આઇમીન તારા ફાધર કે પેલા નરાધમો જીવતા હશે કે નહીં શું ખબર?’ અજયભાઈ એ હેલી ને કહ્યું.
‘હશે એ જીવતા હશે એ મરી ન શકે' હેલી વચ્ચે જ બોલી.
(ક્રમશઃ)