મેલું પછેડું - ભાગ ૧ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મેલું પછેડું - ભાગ ૧

મને સોડી(છોડી) દે પરબત ,મેં તારૂં હું (શું) બગાડ્યું સે…… મને બચાય નાથા મને બચાય…….બચા…..ય .
સટ્ટાક કરતી હેલી ઉભી થઇ ગઇ.પરસેવે રેબઝેબ હતી, શું હતું આ ? કેટલું ભયાનક…….. ડિસ્ટબૅ થયેલી હેલી એ તરત સિગાર જલાવી. બે -ચાર કશ મારી ફેંકી દીધી પછી બીજી જલાવી.
હંમેશા અડધી સિગાર ફેંકી દેવાની તેની આદત હતી. સિગાર ના સ્મોક ની સ્મેલ થી માકૅ જાગી ગયો અને ખાંસવા લાગ્યો પછી બોલ્યો,’ વ્હોટ હેપન બેબી વ્હાય આર ચુ સ્મોકિંગ ધીસ ટાઇમ? યુ નો ધેટ આઇ એમ હેવીંગ એલજૅી ફ્રોમ સ્મોક’. કહી ફરી ખાંસવા લાગ્યો.
‘ધેટ્સ યોર પ્રોબ્લેમ માકૅ ઇફ યુ હેવ અ પ્રોબ્લેમ ફ્રોમ સ્મોક ધેન ગેટ લોસ્ટ ‘. કહી હેલી એ ફરી સિગાર જલાવી.માકૅ ખાંસતો ખાંસતો રૂમ ની બહાર જતો રહ્યો.
ભારતીય મૂળ ની હેલી નો પરિવાર વરસો પહેલા ગુજરાત થી લંડન સ્થાયી થયું હતું હેલી નો જન્મ તો લંડન માં જ થયો હતો તેથી તે પાશ્ચાત્ય રંગ માં રંગાયેલ હતી બાળપણ માં એકાદ વાર પરિવાર સાથે તે ઇન્ડિયા આવેલી એવું તેને યાદ હતું પરંતુ ત્યાર બાદ ભારત સાથે નો સંબંધ લગભગ કપાઇ જ ગયો.
અજય અને રાખી આહુજા નું એક માત્ર સંતાન હોવાથી હેલી વધારે પડતી જીદ્દી અને સ્વછંદ થઇ ગઇ હતી તેથી જ માતા – પિતા ને છોડી બોયફ્રેન્ડ સાથે રહેતી હતી.
હેલી ની માતા રાખી બહેને તેને ઘણીવાર કહેલું કે જો હેલી ને માકૅ સાથે જ રહેવું હોય તો તેની સાથે લગ્ન કરી લે, તે ભલે લંડન માં જ જન્મી અને મોટી થઇ હોય પણ આપણા ભારતીય સંસ્કારો આવા સંબંધ ને અયોગ્ય માને છે . પણ હેલી એ કહી દીધું કે તે આવા ઓથૉોડોક્સ વિચારો ને નથી માનતી ,જ્યાં સુધી માકૅ સાથે ફાવશે ત્યાં સુધી રહેશે પછી જરૂર પડશે તો ઘરે પાછી ફરશે. મિ એન્ડ મિસિસ આહુજા સમજી ગયા કે છોકરી પર પાશ્ચાત્ય રંગ બરાબર ચડી ગયો છે તેથી તે બંને એ તેને સમજાવવા નું બંધ કયૅુ.
માકૅ ને હેલી પસંદ હતી પણ ફક્ત તેની સ્મોકિંગ ની આદત તેને ના પસંદ હતી. લંડન જેવા દેશ માટે આ કંઇ નવું ન હતું, પણ માકૅ ને સ્મોક થી એલજૅી હતી તેથી તેને હેલી ની આ આદત ના પસંદ હતી.
માકૅ ડ્રોઇંગ રૂમ માં જઇ ને ઊંઘી ગયો પણ તેને હેલી નું વતૅન ન ગમ્યું . હેલી ને ક્યારેય મિડનાઇડ ઉઠી ને સ્મોક કરતાં આજ પહેલા જોઇ પણ ન હતી તેથી એકવાર તેને સ્મોક ન કરવા સમજાવશે એવું વિચારી તે ઊંઘી ગયો.
સવારે બ્લેક કોફી પીતા માકૅ ને એ વાત કરવાનું મન હતું પણ હેલી ઉતાવળ માં નીકળી ગઈ.
હેલી કોઈ કંપની માં જોબ કરતી હતી,તે હજી પણ રાત ના સ્વપ્ન થી ડિસ્ટબૅ હતી .
કેટલું સુંદર છે આ શહેર . ચોખ્ખું, ઉંચા ઉંચા બિલ્ડીંગો ,આધુનિક ગાડી ઓ અને એવા જ આધુનિક રસ્તાઓ અને બ્રીજો ……… નાનપણ થી જ આ વાતાવરણ માં રહી છે પોતે અને સ્વપ્ન માં જોયેલા વાતાવરણ ને તેને ક્યારેય જોયું,અનુભવ્યું પણ નથી. ફિલ્મો માં પણ નહીં…….
પોતાના વિચારો ને ખંખેરી ઓફિસ કાયૅ માં તે પરાવાય ગઈ. સાંજ પડતાં તે લગભગ બધું ભૂલી નોમૅલ થઇ ગઇ હતી.
સાંજે તે ઘરે પહોંચી ત્યારે માકૅ ફૂડ કૂક કરી રહ્યો હતો , માકૅ મોટા ભાગે આ રીતે ફૂડ પ્રિપેર કરી લેતો . તેને વિચાયૅુ કે આજે હેલી સ્મોકિંગ ની મનાઇ કરી દેશે.
આજે તેને મૅકસીકન રાઇસ બનાવ્યા હતા જે હેલી ને પસંદ હતા . ડાઈનીંગ ટેબલ પર બધું રેડી કરી તે હેલી ની રાહ જોતો હતો ,ત્યાં જ હેલી એક હાથ માં મોબાઇલ અને બીજા હાથ માં સિગાર સાથે આવી.


માકૅ નાં ગુસ્સા નો પાર ન રહ્યો,’જસ્ટ લીવ માય હાઉસ ,જસ્ટ નાઉ. યુ નો ધેટ આઇ હેવ એલજૅી ફ્રોમ સ્મોક ,ધેન વ્હાય યુ ડોન્ટ લીવ યોર હેબીટ ડેમીટ’. હેલી તેને જોતી રહી ગઈ…….
(ક્રમશઃ)