Sky Has No Limit - 54 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-54

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-54
મોહીત વરન્ડાનાં હીંચકે બેસીને ઊંડા વિચારોમાં પડી ગયેલો એને થયું અહીંતો હવે બધુંજ મેં બરાબર ગોઠવી દીધું. માં ને કોઇ અગવડ નહીં પડે. હવે મારી જવાની ટીકીટ પણ કન્ફર્મ થઇ ગઇ છે પણ ક્યારની થઇ ગઇ છે એ ફક્ત રીચર્ડસને ખબર છે કેમકે ઓફીસમાં પણ કામ ઘણું ચઢી ગયું છે જઇને તરતજ નીપટાવવું પડશે. અચાનક થયેલાં પાપાનાં અવસાનથી મારે ઇન્ડીયા આવવું પડ્યું અને ખબર નહીં વિધાતાએ આગળ મારાં માટે શું લખ્યુ છે મારાં ભાગ્યમાં એમ વિચારો કરતો ફોન ઉઠાવ્યો પોતાનાં એડવાન્સ સ્માર્ટ ફોનમાં ઇમ્પોર્ટન્ટ પર્સનલ ડોક્યુમેન્ટનું ફોલ્ડર ખોલીને ફલાઇટની ટીકીટ સમય બધું ફરીથી ચેક કરીને એણે નંબર ડાયલ કર્યો.
"હાય ભાઇ કેમ છે ? હાં હાં અહીંનું બધુજ કામ લગભગ પતી ગયુ છે માં એકલાં પડશે પણ મારી પાસે હમણાં બીજો કોઇ વિકલ્પ નથી પછી ત્યાં આવીને બધુ. મારું જીવન સરખું કરુ પછી નિર્ણય લઇશ. હવે માં ને પીડા થાય એવું નથી કરવું સામેથી પ્રશ્ન થયો. પણ તું ક્યારે આવે છે ? કઇ તારીખ-દિવસની ફલાઇટ બુક થઇ છે ? એ તો જણાવ તો હું એરપોર્ટ લેવા માટે આવી જઊં. એન્ડ ડોન્ટ વરી હું ન્યૂયોર્ક આવી જઇશ તને ઘરે ડ્રોપ કરી પાછો ફ્લાઇટમાં ન્યૂજર્સી આવી જઇશ. અને તેં સોપેલુ કામ મે પુરુ કર્યુ છે અને તારો શક કદાચ સાચો છે આઇ એમ સોરી યાર... મારે તને આવો જવાબ પણ આપવો પડે છે... આપણે મિત્રોમાં....
અરે યાર તું શું કામ આમ દુઃખી થાય છે ? મને તારાં પર ખૂબ જ વિશ્વાસ છે એની વે.... થવાનું હોય એ થઇને રહે છે. મેં મીતાબહેનને તો ફોન કરીને જણાવ્યું છે કે હું આ તારીખે આવુ છું તમે કામ પર આવવા માંડો તમારાં હાથની રસોઇ જમવી છે... હા.. હા.. હા.. ગુજરાતી ખાવાનું તો મા પછી મીતાબહેનના હાથનુંજ.
મોહીત તું મને ફલાઇટની ડીટેઇલ્સ મોકલ અમુક વાતો ફોનમાં નહીં થાય નહીં લખાય રૂબરૂ વાત.
મોહીતે કહ્યું "ઓકે ચાલ હું તને વોટસએપ પર બધીજ ડીટેઇલ્સ મોકલુ છું અરે કહેવુ-પૂછ્યુ ભૂલ્યો ઇન્ડીયાથી તારે શું જોઇએ છે ? મને વળતો મેસેજ કર પ્લીઝ તારી વ્હાલી ઘરવાળીને પણ પૂછી લે જે મનની મનમાં ના રાખતો અને બંન્ને જણાં સાથે હસી પડ્યાં પછી બાય કહીને ફોન મૂક્યો.
ફોન મૂક્યાં પછી મોહીત ફરીથી વિચારોનાં વમળોમાં ફસાયો અંદર દીલમાં કંઇક ચચરી ગયેલું સાંભળીને કે તારી વાત સાચી નીકળી તારો શક સાચો હતો એટલી બધી પીડા પહોચી કે પોતાનાં જ્યારે પારકા થઇ જાય અને લાગણી ત્થા વિશ્વાસને કદી પુરાય નહીં એવી ચોટ પહોચાડી દુઃખ આપે ત્યારે એવું થાય ? કે આટલે હદ સુધી નીચ થાય ?
વ્હાલા દવલાં જેને કર્યા હોય એજ તમારી લાગણીઓનો છૂંદીને તમને નુકશાન પહોંચાડે છે ? દગો આપે ? તો કોનો વિશ્વાસ કરવો ? કોઇ વિશ્વાસપાત્ર જ નથી ? જગતમાં બધાને શંકાની નજરોથીજ જોવાનું ? આવું તો કેવી રીતે કેટલું જીવાય ?
બધેજ બધાંનું ધ્યાન રાખતાં જીવવાનું ? આતો કંઇ જીવવાનું છે ? કઈ સાચુંજ ના વિચારે વર્તે ? આવું કેવું ? શા માટે બધાં આવું કરે છે ? ઇર્ષ્યા છે આ ? ઇર્ષ્યામાં આવાં પગલાં ભરે ? તે પણ પોતાનાં હૈયે રાખેલાં માણસો ?
મોહીતનું દીલ ભાંગી ગયેલું ખૂબજ દુઃખી થઇ ગયો મલ્લિકાએ તો કર્યુ એ કર્યુ પણ આ.... ઓહ નો ગોડ શું દિવસો જોવાનાં આવ્યાં છે ? કેમ મારી સાથેજ બધાં આવું કરે ? એ લોકોને વિચાર નહીં આવતો હોય કે શું કરે છે ? એમનો આત્મા એમને ડંખતો નહીં હોય ?
મનેજ સમજ નથી પડતી ? મનેજ માણસો ઓળખતાં નથી આવડતા ? હું જ ભોટ છું ? લાગણીમાં અને પ્રેમમાં તણાઇને બેવકુફ બનુ છું મારાં માં છઠ્ઠી ઇન્દ્રીય જેવું કંઇ છેજ નહીં ? મને અત્યાર સુધી કોઇ શંકા ના ગઇ ?
ન્યુજર્સીથી અહીં ન્યૂયોર્ક આવી આ વિશાળ કોટેજ જોવા જ્યારે હું આવ્યો ઓફીસ જવાનાં બહાને સીધો ન્યૂયોર્ક કોટેજ જોવા એકલો આવેલ... ત્યારેજ કોઇ શંકાએ આવું પગલું ભરાવેલું અને મેં જ્યાં જરૂરી લાગે ત્યાં સ્પાય કેમેરા લગાવેલા જેનો કન્ટ્રોલ બાથરૂમમાં હતો અને એ પણ કોઇને ખબરના પડે એવી રીતે રાખેલાં...
એ સ્પાય કેમેરાએ બધોજ મલ્લિકાનો ભાંડો ફોડી નાંખેલો અને પાપાનાં મૃત્યુ માટે પણ નિમિત્ત બનીજ એ બે દિવસમાં મને બધીજ ખબર પડી ગઇ અને સ્પાય કેમેરાએ એની આંખથી જે જે શુટ કર્યુ એ ક્ષણો કેદ થઇ અને મારી આંખો ખૂલી ગઇ... માં એ બચાવ્યો મારી કુળદેવીએ મને બચાવ્યો.
આમ હું બચ્યો અને આમ બરબાદ થઇ ગયો છું શું કરું ? પણ સારુ થયું મલ્લિકાનું ચરિત્ર આખુંજ મારી સામે સ્પષ્ટ અને ખુલ્લુ થઇ ગયું નિર્ણય લેવામાં અગવડ નહી પડે.
મોહીતે આગળનો પ્લાન વિચારતાં નક્કી કર્યું મનમાં અને એણે ટેક્ષી બોલાવી લીધી અને પોતે માં પાસે ગયો. માંને કહ્યું "માં ટેક્ષી બોલાવી લીધી છે આપણે જાતે ડ્રાઇવ કરીને નથી જવુ તમે તૈયાર થઇ જાવ પછી નીકળીએ અને રસ્તામાંથી મીઠાઇ લેતાં જઇશું.
માંએ આશ્ચર્ય સાથે કહ્યું પણ મોહીત હજી તારાં પાપાને ગુજરી ગયે 25 દિવસ થયાં છે હમણાંથી મારું આમ બહાર નીકવ્યું શું... મોહીતે કહ્યું "માં આવાં બધાં વિચારો ના કરો એ બધાં રીવાજ નિયમ નેવ મૂકો એ જમાનો ગયો. તમે તૈયાર થઇ જાવમાં રસ્તામાંથી બધુ લેતાં જવાનું છે એટલો સમય જશે.
માંએ કહ્યું "તેં કીધું સમજી ગઇ પણ એતો કહે ક્યાં જવાનું છે ? એકદમ શું વિચાર આવ્યો ?
મોહીતે થોડુ વિચારીને કહ્યું "માં મલ્લિકાનાં ઘરે એનાં પેરેન્ટસને મળવા માટે...
માં કહે આર્શ્ચયથી મલ્લિકાનાં ઘરે ? શા માટે ? તું યુ.એસ. જાય ત્યારે થોડો વહેલોં જજે એમને મળીને પછી ફલાઇટ માટે જતો રહેજે. અત્યારે શા માટે ધક્કો ખાવો છે ? અને મીઠાઇ ખરીદવાની છે ? ઘરમાં શોક છે તને ખબર નથી ?
મોહીતે કહ્યું "માં મને બધી જ ખબર છે બધીજ તમે ચિંતા ના કરો.. મારે એ કટુંબની નાલાયકી ક્યાં સુધીની છે માટે જોવી છે. એ લોકોને કોઇ ફરક નથી પડી રહ્યો કે પડ્યો કે પાપા ગૂજરી ગયાં છે અને યુ.એસ. જતાં સમયે મારે એ અમંગળ ઘરમાં કે પાપી આત્માઓનાં મોઢાં નથી જોવાં આજે જવાનું કારણ પછીથી તમને સમજાઇ જશે પ્લીઝ તૈયાર થાવ.
માં બધું જ સાંભળીને આગળ કોઇ આરગ્યુમેન્ટ કર્યા વિના તૈયાર થવાં ચાલ્યાં ગયાં. માં તૈયાર થઇને આવે ત્યાં સુધીમાં ટેક્ષી આવી ગઇ. માંએ મહારાજને બધુ સમજાવીને કહ્યું કે અને મોડી સાંજ સુધીમાં આવી જઇશું ધ્યાન રાખતાં રહેજો અને તેઓ ટેક્ષીમાં બેસીને નીકળ્યાં.
મોહીતે રસ્તામાંથી બેકરીમાંથી જુદા જુદાં બિસ્કીટ્ નાનખટાઇ અને મીઠાઇની દુકાનમાંથી અલગ અલગ મીઠાઇઓ ખરીદી અને પોતાનાં અને માં માટે પીવા માટે એપલ જ્યુસ લીધો અને મુંબઇ જવા નીકળી ગયાં.
ટેક્ષીવાળાએ 3 કલાકમાં તો મુંબઇ પહોચાડી દીધાં મલ્લિકાનાં ઘરે અને મોહીતે બધી મીઠાઇ અને બેકરી આઇટમ લઇ લીધી અને ડ્રાઇવરેને ક્યુ 1 કલાકમાં જ અમે આવીએ છીએ તું વેઇટ કરજે સીધાં સુરત પાછાં જવા નીકળી જઇશું.
મલ્લિકાનાં ઘરે પહોચીને મોહીતે બેલ માર્યો અને દરવાજો કાલીન્દીબહેને જ ખોલ્યો. મોહીત મનમાં બબડયો સત્યાનાશ આ મંથરાએ જ દરવાજો ખોલ્યો... છતાં એણે સાવ ખોટાં સ્મિત સાથે કહ્યું " ઓહો કેમ છો આંટી ? સારું છે ઘરેજ છો.. અંકલ છે કે નહીં ?
કાલીન્દી બહેને આશ્ચર્ય સાથે પૂછ્યું "ઓહો જમાઇરાજ તમે ? અત્યારે ? અંકલ છે ને અંદર ટીવી જોવે છે અને મોનીકા બહેન તમે તો સરપ્રાઇઝ આપી. પણ સારુ થયું. આમ નીકળ્યાં થોડું મન તો હળવું થાય... હેં હે કરીને હસ્યાં.
મોહીત અને મોનીકાબેન કાલીન્દી બહેનની પાછળ ડ્રોઇગરૂમમાં પહોચ્યાં ત્યાં વિજયભાઇ ટીવી જોતાં બેઠાં હતાં તે મોહીત અને એની મંમીને જોઇ ઊભા જ થઇ ગયાં.. ઓહોહો મોહીત તમે ? વેવાણ અચાનક જ ? ફોન પણ ના કર્યો.
મોનીકાબહેને મોહીતનાં ઇશારાથી સાથે લાવેલાં બેકરી અને મીઠાઇનાં ડબ્બા કાલીન્દી બહેનનાં હાથમાં આપ્યાં.
કાલીન્દીબહેને હસતાં હસતાં કહ્યું "અરે આની ક્યાં જરૂર હતી ? અને પછી એ બાજુમાં મૂક્યાં.
મોહીતે કહ્યું "જરૂરની ક્યાં વાત છે કડવી જીભો બધી મીઠી થઇ જાય એનો આંશિક ઉપાય કર્યો છે અને.....
વધુ આવતા અંકે --- પ્રકરણ-55

બીજા રસપ્રદ વિકલ્પો