બદલાથી પ્રેમ સુધી - 17 Nidhi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાથી પ્રેમ સુધી - 17

બદલાથી પ્રેમ સુધી ભાગ સત્તર

આપણે આગળ જોયું કે સોનાક્ષી તેના ઘરેથી નીકળે છે .એક તરફ રોહિત સોનાક્ષી નો ઇંતજાર કરી રહ્યો છે ત્યારે બીજી તરફ સોનાક્ષી ઘરેથી નિકળતાજ બાઈક સ્ટાર્ટ કરે છે અને હેલ્મેટ પહેરે છે તે ઝડપથી બાઈક ચલાવી રહી હોય છે ઘરથી નીકળતા જ તે માઇન હાઇવે પર પહોંચે છે અને બાઈક ની સ્પીડ પણ વધારે છે માઈન હાઇવે વટાવતાની સાથે જ તે એક નાનકડી શેરી માં પ્રવેશ કરે છે.


સોનાક્ષી શેરી માં પ્રવેશતાની સાથે જ બાઈક ની સ્પીડ ઘટાડવાનું વિચારે છે પરંતુ તું તે સ્પીડ ને વધારે છે જેથી તે ઝડપથી પહોંચી શકે. 200 કિલોમીટર થી પણ વધારે સ્પીડ થી તે બાઈક ચલાવી રહી હોય છે ત્યાં જ તેની સામે બે થી ત્રણ બાઈક વાળા માણસો આવે છે તેમની રફતાર પણ સોનાક્ષી ની રફતાર જેટલી જ હોય છે એન્ડ તે લોકો એ મો પર બ્લેક માસ્ક પહેર્યું હોય છે.

સોનાક્ષી તેની સ્પીડ થી જ જઈ રહી છે તે એ લોકો પર ધ્યાન નથી આપતી પરંતુ સામેથી આવતી પ્રથમ બાઈક વાળો માણસ જેણે બ્લેક કલર ના હાથ ના સેફટી ગલબ્સ પહેર્યા હતા તે છેલ્લે આવતા બાઈક વાળા ને હાથ ની બે આંગળી ઓ બતાવી ને શૂટ નો ઈશારો કરે છે.

પેલા માણસ નો ઈશારો મળતાની સાથે જ જે માણસ લાસ્ટ માં બાઈક રાઈડિંગ કરી રહ્યો હોય છે તે તેની બાઈક ના આગળ ના ભાગ માંથી એક રિવોલ્વર કાઢે છે અને સોનાક્ષી ના બાઈક ના પાછળ ના ભાગ માં શૂટ કરે છે.

જેવી તેની બંદૂક માંથી ગોળી છૂટે છે કે તરત જ સોનાક્ષી ના બાઈક ન ટાયર ની હવા ઝડપથી નીકળવા લાગે છે પળવારમાં બાઈક સ્લીપ ખાઈ જાય છે સોનાક્ષી પણ ખૂબ જ ભયંકર રીતે જમીન પર પછડાય છે જોર થી પછડાવા ને કારણે હેલ્મેટ પણ નીકળી જાય છે અને તેની પોની ટેલ પણ ખુલી જાય છે હેલ્મેટ પહેરેલું હોવાથી તેને માથામાં વધારે ઇજા નથી.

એકફમ ખુલ્લા વિખરાયેલા વાળ અને આખો માં ગુસ્સા સાથે સોનાક્ષી ઉભી થાય છે તેની આંખો ના ગુસ્સા પરથી જ પેલા લોકો ત્યાંથી ભાગી જવાનું વિચારે છે પણ તેમને ઉપરથી મળેલા ઓર્ડર મુજબ ત્યાં જ રહેવું પડે એમ છે.સોનાક્ષી તે લોકો ને કાઈ પણ કહે તે પહેલા જ તેના ફોન માં એક મેસેજ આવે છે.

મેસેજ માં લખ્યું હોય છે "fight with them, finish them and prove yourself"

સોનાક્ષી તે લોકો સામે લડવા તૈયાર થાય છે પરંતુ તેને યાદ આવે છે કે તે ઉતાવળ માં તેની બંદૂક લાવવાનું ભૂલી ગઈ છે તેના મો પર થોડી મુંઝવણ દેખાય છે ત્યાં તેની સાથે લડવા આવેલા બાઈક સવારો બાઈક ને શેરી ની સાઈડ માં ઉભું રાખે છે અને ચારેય બાઈક રાઇડર સોનાક્ષી ની નજીક આવવાનો પ્રયત્ન કરે છે.

સોનાક્ષી એ લોકો ને જોઈને થોડી પાછળ જાય છે તેના પગ માં થોડી ઇજા થઇ હોવાથી તે ખૂબ જ ધીરે ધીરે પાછળ ખસે છે સોનાક્ષી ને પાછળ ખસતા જોઈ ને એક બાઈક રાઈડર તેની તરફ આંગળી થી ઈશારો કરતાં કહે છે....

" અરે હું તો એમ જ આની આખો નો ગુસ્સો જોઈ ને ડરી ગયો આ નાજુક નમણી ચાલ , પતલી કમર મારુ શું બગાડી લેવાની......(અટ્ટહાસ્ય કરે છે)........"

બીજો બાઈક રાઈડર તેની વાત માં હામી ભરતાં કહે છે....."એક દમ સાચું કહ્યું ઉપરથી ઓર્ડર હતો કે કોઈ ખતરનાક માણસ હશે પણ આતો મસ્ત આઈટમ નીકળી"

ત્રીજો બાઈક વાળો પહેલા બાઈક વાળા ની નજીક જઈને તાળી આપતા કહે છે " મેડમ ચલાતું ન હોય તો ઘરે મૂકી જાવ ......આ તો હથિયાર પણ નથી લાવી આપણી સાથે શું ફાઈટ કરવાની"

સોનાક્ષી બધાય ની વાતો શાંતિ સર સાંભળતી હતી પણ હવે એની ધીરજ ખૂટી એટલે એને ગુસ્સામાં કહ્યું.....

"ઘરે મુકવા કોણ કોને જાય છે એ થોડી વાર માં નક્કી થઈ જશે.....(જમણા હાથ થી ડાબા હાથની ના પંજાની મુઠી વાળી ને બતાવતા) મારી પાસે હથિયાર નથી તો શું થઈ ગયું તમારી પાસે તો છે ને........એ કાફી છે....."

પ્રથમ બાઈક રાઈડર સોનાક્ષી ની વાત નો જવાબ આપતા કહે છે" એય છોકરી....તું અમને ઓળખે પણ છે.....? હમણાં એક ગોળી ચલાવીશ તો અહીજ તારા રામ રમી જશે તારી લાશ પણ આ જ ગલી માં રખડતી હશે....ગલી ના કુતરાઓ વચ્ચે...."

સોનાક્ષી તેમની વાત સાંભળી ને તેની કમર પર હાથ મુકતા કહે છે "અચ્છા જો તમે એટલા જ સારા શૂટર છો તો રાહ કોની જોવો છો.....? મુરત કઢાવું તમારા માટે ....? (એકદમ ગુસ્સામાં)ચલાવ ગોળી......."

સોનાક્ષી પેલાને ખુલ્લો પડકાર ફેંકે છે અને પેલો માણસ તેનો માઈલ ઈગો ઘવાતા તરત જ બંદૂક નો ઘોડો ચડાવે છે અને સોનાક્ષી પર નિશાન સાધે છે સોનાક્ષી એકધારું તેના નિશાના તરફ જોઈ રહી છે અને જેવી બંદૂક ની ગોળી તેની તરફ આવે છે કે એ તરત જ નીચે ઝૂકી જાય છે અને ગોળી તેની પાછળ રહેલા ઘર ની દીવાલ સાથે અથડાય છે.

પેલા માણસ નો એક નિશાનો ચુકતા તે વધારે ગુસ્સે થાય છે તે તેના સાથીઓ ને પણ એકસાથે બંદૂક ચલાવવા માટે ઈશારો કરે છે. ચારેય જણ એકસાથે ગોળીબાર કરે છે પરંતુ સોનાક્ષી ની ભાગવાની સ્પીડ ને કારણે તે બચી જાય છે .

સોનાક્ષી જયારે એ લોકો થી થોડીક જ દૂર ના અંતરે ઉભી હોય છે ત્યારે તેમની પાસે રહેલી બંદૂક માં એક પણ ગોળી હોતી નથી. તે લોકો વધુ ગોલી ઓ લેવા બાઈક પાસે જાય છે પરંતુ જેવો પહેલો બાઈક રાઈડર પાછળ ફરે છે સોનાક્ષી તેને પાછળ થી તેના ઝેકેટ થી પકડે છે અને પકડી ને પાછો પાડે છે તેના હાથ માંથી બંદૂક લે છે અને તેની જીન્સ ના પાછળ ના ખિસ્સા માં મૂકે છે.

પેલા ત્રણેય જણ તેમના સાથી ને સોનાક્ષી ની મજબૂત પકડમાં જોઈ રહે છે એટલે તે કહે છે....
"જોઈ શું રહ્યા છો મને છોડાવો...."

પેલો માણસ એટલું જ બોલે છે ત્યાં તો સોનાક્ષી તેને નીચે પછાડે છે અને બીજા માણસ ના પેટ પર લાત મારે છે જેથી તે દૂર જઈને પછડાય છે તેની પાછળ થી વાર કરવા આવનાર માણસ નો હાથ તે તરત જ પકડે છે અને પાછળ ફરી ને તેનો હાથ મરડી નાખે છે .થોડી જ વાર માં એ ત્રણેય જણ ને ધૂળ ચાટતા કરી દે છે.ત્યાં ઉભેલો ચોથો માણસ આ બધું જોઈ રહ્યો છે તે ડરી જાય છે છતાંય તે સોનાક્ષી પર વાર કરવા આવે છે ત્યારે તે તેને કહે છે...

"એક મિનિટ તારે આ લોકો ને હોસ્પિટલ લઈ જવા છે મરવું છે...."

એ માણસ સોનાક્ષી ને જવાબ આપતા કહે છે...."અમે જ્યારે રૂપિયા ગણીયા ત્યારે જ મોત લખાવી ને આવ્યા તા તમારા હાથે નહિ મરીએ તો જેની સામે જીવતા જઈશું તે મારી નાખશે એના કરતાં તો સારું કે હું તમારી સાથે લડતાં લડતાં મરૂ ...."

સોનાક્ષી તેની વાત સાંભળી ને કહે છે "ઠીક છે એ તું જ છે ને જેણે મને કહ્યું હતું કે હું સરખું ચાલી નથી શકતી ચાલ પકડમ દાવ રમીએ...જલ્દી હું ભાગુ તું. મને પકડ...."

સોનાક્ષી પેલા લોકો એ જ્યાં બાઈક પાર્ક કરી હોય છે તે તરફ ભાગે છે પેલો માણસ પણ તેની પાછળ ભાગે છે સોનાક્ષી થોડી વાર તેને બાઈક ની ગોળ ગોળ ભગાવે છે અને જેવી તેને બાઈક ના આગળ ના ભાગ માં આવેલા ખુણા માં બંદૂક ની ગોળીઓ મળે છે તે તરત જ લઈ લે છે તેના જીન્સ ના ખીચા માંથી બંદૂક કાઢે છે અને ગોળી અંદર ભરાવી ને તરત જ તેને શૂટ કરે છે .

જેવી પેલા માણસ ને ગોળી વાગે છે તે તેનો ફોન કાઢે છે અને કઈંક મેસેજ આગળ મૂકે છે પછી તરત જ તે મુત્યુ પામે છે સોનાક્ષી પેલા ત્રણેય જણ પાસે જાય છે અને તેમને પણ શૂટ કરે છે તે બંદૂક ને તેની બાઈક ના આગળ ના ભાગ માં મૂકે છે અને આગળ નીકળે છે.....


" આતો હજી એકજ પડાવ હતો હજી નવા ક્યાં પડાવો આવશે સોનાક્ષી ની પરીક્ષામાં.......?"

"શુ રોહિત ને કયારેય સોનાક્ષી ના મિશન ની જાણ થશે........"


બવું જલ્દી મળીએ નવા ભાગ માં.....