નેશનલ એસોશીએશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ,તાલીમ,રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે.વિવિધ સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, નાણાકીય સંસ્થાઓ, તમામ નાગરિકો નેત્રહીનતાની ઝુંબેશમાં જોડાય તે જરૂરી છે.ચક્ષુદાન એ મૃત્યુ પછીનું શ્રેષ્ઠ દાન છે એના દાનના સંકલ્પ સાથે અંધજનોના કલ્યાણ માટે યથાશક્તિ ફાળો આપવો એ આપણી નૈતિક ફરજ છે.
ઈ.સ.૧૯૫૨ની ૧૯જાન્યુઆરીએ મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.૫૦ વર્ષના ગાળામાં તમામ વયજૂથના પ્રજ્ઞાચક્ષુઓને માટે દેશમાં વિવિધ સંસ્થાકીય અને બિનસંસ્થાકીય પ્રવૃતિનો પ્રારંભ કરવાનું શ્રેય રાષ્ટ્રીય અંધજન મંડળને ફાળે જાય છે.ગ્રામ્ય સ્તરના નેત્રહીનો કે જે સંપૂર્ણ અંધ કે અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો સુધી પહોચવા માટે આ રાષ્ટ્રીય અંધજન મંડળ ભારતના ૧૮ રાજ્યોમાં રાજ્ય શાખાઓ અને ૬૫ જિલ્લાઓમાં જીલ્લા એકમો ધરાવે છે. તેમના દ્વારા ચાલતા અંધજન તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિ ઉપરાંત વધુ વિકલાંગ બાળકો માટે પણ ડે કેર સેન્ટર,અને સ્ક્રીન રીડીંગ સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુંટરની આધુનિક તાલીમની કામગીરી થઇ રહી છે.ઉપરાંત કાથીકામ,પ્લાસ્ટીકના વાયરોની ખુરશી અને બાસ્કેટ ગુથણી,હાથવણાટ,બુક બાઈન્ડીંગના કામની તાલીમ પણ ઉપલબ્ધ છે.જે દ્વારા નેત્રવીહીન વ્યક્તિઓ આત્મનિર્ભર બની સ્વમાનથી જિંદગી જીવી શક તેવા પ્રયત્નો કરવામાં આવે છે જે ખરેખર પ્રશંશનીય છે.
ચક્ષુહીન વ્યક્તિઓને માટે ચક્ષુદાન કરવાના સંકલ્પ સાથે યથાશક્તિ ફાળો આપી અંધજનોના કલ્યાણ માટે મદદરૂપ થઈએ,તે સાચા નાગરિકની આપણી ફરજ બજાવીએ એ જ આજના દિવસની ઉજવણીની યથાર્થતા....
૧૪ થી ૨૦ સપ્ટેંબર – હિન્દી સપ્તાહ
આપણી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે આ સપ્તાહ ઉજવાય છે.ભારત સ્વતંત્ર થયું ત્યારથી વિવિધ રાષ્ટ્રીય પ્રતીકો સ્વીકારવા સાથે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી છે. ૧૪ સપ્ટેંબરના દિવસને હિદી દિવસ તરીકે ઉજવવા સાથે આખા સપ્તાહ દરમિયાન શાળા,કોલેજો,બેંકો,સંસ્થાઓ દ્વારા હિન્દીમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા હિન્દીનું મહત્વ સમજાવવામાં આવે છે.
હિન્દી શબ્દ હિન્દુ પરથી આવ્યો છે. હિન્દી ભાષાનો જન્મ સંસ્કૃત ભાષામાઠી થયો છે. જેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ છે.હિન્દી અને ઉર્દુ ભગિની ભાષા કહેવાય છે.કેમકે આના વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં ઘણી સમાનતા જોવા મળે છે.26 જાન્યુઆરી 1965ના હિન્દીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો હતો. અને એટલે સંવિધાનિક સ્વરૂપે તે ભારતની પ્રથમ રાષ્ટ્ર ભાષા છે.ભારતમાં હિન્દી સહુથી વધુ બોલતી એ સમજાતી ભાષા છે. તો વિશ્વમાં ચીની ભાષા પછી બોલતી દ્વિતીય નંબરની ભાષા હિન્દી છે.
અન્ય ભાષા તરફ ખોટી દોટ મુકતી આજની ભારતીય પેઢીને પોતાની રાષ્ટ્રભાષા હિન્દી વિષે વધુ પ્રમાણમાં જાગૃત કરવા માટે તેનો પ્રસાર અને પ્રચાર કરવામાં આવે છે.આ દિવસોમાં દરેક જીલ્લામાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હિન્દીમાં કરવામાં આવે છે. આજના જમાનામાં તો ટીવીમાં પ્રસારિત થતા મોટા ભાગના કાર્યક્રમો હિન્દીમાં આવતા હોવાથી નિરક્ષર પ્રજા કે નાના બાળકો પણ સહેલાઈથી આ ભાષાને સમજી શકે છે. આ ઉપરાંત દરેક દેશના દરેક પ્રદેશની પોતાની માતૃભાષા હોય છે,ત્યારે હિન્દી ભાષા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા દરેક પ્રાંતના લોકો એકબીજા સાથે સરળતાથી વાતચીત કરી શકે છે. શિક્ષિત લોકોએ હિન્દી ભાષાના પુસ્તકોનું વાંચન કરવું અને કરાવવું જોઈએ.આપણી રાષ્ટ્ર્ભાષનું મહત્વ જાળવવા જો બની શકે તો આ આખું સપ્તાહ હિન્દીમાં વાતચીત કરી ઉજવવું જોઈએ.નહિ તો ઓછામાં ઓછું આજના દિવસે તો જરૂર હિન્દીભાષા બોલીએ જ-“ચલો ઇસી ક્ષણ સે શુરુ કરે –હિન્દી હમારી રાષ્ટ્રભાષા હૈ ઔર હમ સબકો ભારતીય હોને કા,હિંદુસ્તાની હોને કા ગર્વ હૈ...જય હો હમારી રાષ્ટ્રભાષા કી, જય હો ભારત કી !! જય હો હિંદુસ્તાન કી!”