સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-51 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-51

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-51
મલ્લિકા નશામાં ચક્ચૂર છે ગાર્ડનમાં ચીલ્ડ ઠંડીમાં ઓવરકોટ આગળથી ખોલીને બેઠી છે ઠંડી હવા સાથે તેજતરાર દારૂની લીજ્જત માણી રહી છે. મેરીને પણ બીયર પકડાવીને સાથે બેસાડી છે બંન્ને જણાં એકબીજાની કંપની માગી રહ્યાં છે.
ત્યાંજ મલ્લિકાનાં ફોન પર એણે જે નંબર ડાયલ કરેલો જેનો રીસ્પોન્સ નહોતો મળી રહ્યો એજ નંબરથી ફોન આવ્યો. મલ્લિકા નશામાં ચૂર છે એણે ફોન ઉઠાવ્યો "હાય ડાર્લીંગ મેં ફોન કરેલો પણ... રીસ્પોન્સ જ ના આવ્યો મને મૂડ નહોતો અને આમ બીજો મૂડ ખૂબ હતો એટલે ફોન કરેલો બટ આઇ નો યુ કાન્ટ... બટ આઇ એમ વેઇટીંગ ડાર્લીંગ વેન યુ વીલ કમ ? પ્લીઝ કમ.. આઇ વોન્ટ યોર કંપની પ્લીઝ ડાર્લીંગ.... સામેથી જવાબ સાંભળીને ખડખડાટ હસી અને પછી બોલી ઓકે ઓકે ડોન્ટ વરી આઇ વીલ એરેન્જ એવરીથીંગ.. યપ.. લવ યું બાય.. લવ યું કહીને ફોન મૂક્યો અને એણે જોયું મેરી એની સામેજ જોઇ રહી છે.
મલ્લિકાને થયું મેં આમ પહેલીવાર કોઇ ત્રાહીતની સામે આવી રીતે વાત કરી... આઇ શુડ નોટ.. ઓહ ઇટસ માય મીસ્ટેક.. ઓ ધીસ. લીકર.. અને એણે મેરીની સામે જોયુ અને બોલી.. વોટ આર યુ ડુઇંગ હીયર મેરી ?
મેરીએ કહ્યું "મેમ યુ ટોલ્ડ મી ટુ કમ્પની યુ. સો. તરતજ મલ્લિકાએ કહ્યું ઓહ ઓકે ઓકે બટ વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય ગોસીપ ? ટેલ મી.
મેરી એ કહ્યું "મેમ આઇ ડોન્ટ નો મોર ઇન્ડીયન લેગ્વેજ. આઇ અન્ડરસ્ટેન્ડ ઓન્લી ઘેટ, આઇ લવ યુ ડાર્લીંગ ધેટ્સ ઇટ. બટ આઇ નો ઇટ્સ મોહીત સર...
મલ્લિકા એનો જવાબ સાંભળીને ખડખડાટ હસી પડી કંઇ ના બોલી.. યા.. યા. કહીને વાત પુરી કરી દીધી પછી એ ઉઠીને રૂમ તરફ જવા લાગી, મેરીએ કહ્યું મેમ યોર ડીનર ?
મલ્લિકાએ કહ્યું "ડોન્ટ વરી પ્લીઝ યુ કમ ટુ માય રૂમ ફર્સ્ટ.. એમ કહીને એ રૂમમાં બોલાવી મેરીએ બાકી રહેલું ડ્રીંક એક સાથે પુરુ કર્યું. અને કંઇક વિચારીને મલ્લિકાની બાકી રહેલી બોટલ પણ અંદર લઇ ગઇ મલ્લિકાએ રૂમમાં જઇને રૂંવાવાળો ઓવરકોટ કાઢીને ફર્સ પર નાંખ્યો અને સીધી બેડ પર જઇને પડી.
મેરી પણ પાછળ પાછળ પહોચી એણે જોયું કે એણે ઓવરકોટ ફર્શ પર નાંખ્યો છે એણે ઉઠાવીને ડ્રેસિંગરૂમમાં મૂક્યો અને પચી મલ્લિકા પાસે આવી અને બોલી મેમ યોર બોટલ....
મલ્લિકાએ એવું સાંભળ્યુ અને એ બેડ પર બેઠી થઇ એનાં વાળ વિખરાયેલાં હતાં. આંખોમા નશો હતો લાલ લાલ થયેલી આંખોમાં વિચિત્ર ભાવ હતો. એનાં શરીર પર પારદર્શી ટૂંકા વસ્ત્રો માત્ર હતાં એ પણ શરીર ખૂલ્લુ જ બતાવી રહેલાં.
એનાં અંગ અંગમાં નશાની લચક હતી અને એણે નશામાં મેરીને જોઇ અને એનાં હાથમાં બોટલ એણે બધુજ ભૂલીને કહ્યું "યુ ડ્રીંક ફર્સ્ટ.. અને મેરીએ પણ બોટલમાંથી ઘૂંટ માર્યો અને મલ્લિકા હસી પડી.. વાઉ ધેટ્સ ગુડ અને પછી બોટલ માંગીને એણે ઘૂંટ માર્યો અને પછી મેરીને કહ્યું "મેરી પ્લીઝ હેલ્પ મી એમ કહીને ઊંધી સૂઇ ગઇ અને બોલી મારાં શોલ્ડર અને બેક દબાવી આપ ખૂબ જ દુઃખે છે. પ્લીઝ હેલ્પ મી.
મેરીએ એનાં હાથમાંથી બોટલ લીધી પાછો ઘૂંટ માર્યો અને બોટલ બાજુમાં મૂકીને મલ્લિકાનાં શોલ્ડરને હળવેથી પુશ કરવા માંડી.. મલ્લિકાને સારું લાગી રહેલું મલ્લિકાનાં આખાં શરીરમાં કોઇ આગ હતી અને એણે મેરીને કહ્યું બેક દબાવ પ્લીઝ ખૂબ પેઇન છે.
મેરી એની બરાબર બાજુમાં બેસી ગઇ અને એનાં બેક અને કમર બધે હળવે હળવે દબાવવા લાગી મલ્લિકાને સારું લાગી રહેલું અને મલ્લિકા સૂચના આપી રહી એમ મેરી ફોલો કરી રહી હતી...
મલ્લિકા નશામાં ચક્ચૂર મેરી પાસે મસાજ કરાવી રહી ના તન પર કપડું રહ્યું ના આંખમાં શરમ અને બંન્ને જણાં.....
**************
મોહીત મંમી બધી વાત સાંભળી રહેલો. માં નાં એક એક શબ્દો એને મલ્લિકા અને એનાં માં પાપા પર ગુસ્સો આવી રહેલો નફરત કરી રહેલો એનાં હાથની મુઠ્ઠી વળી ગઇ હતી ગુસ્સામાં દાંત કચકચાવી રહેલો. અને પાકુ થઇ ગયું હતું કે પાપાનાં અચાનક અપમૃત્યુ પાછળ મલ્લિકા અને એનાં પેરેન્ટ્સ જ જવાબદાર છે.
મોહીતનો ચહેરો જોઇને માં બોલી હતી "મોહીત દીકરા તેં મને સમ આપેલાં એટલે મેં બધીજ સાચી વાત અક્ષરે અક્ષર તને કીધી છે પરંતુ તું ગુસ્સામાં આવીને કોઇ એવું પગલું ના ભરી બેસીસ કે દીકરાં તારું જીવન ખરાબ થઇ જાય. થવા કાળ જે થવાનું હતું થઇ ગયું. તારાં પાપા ના રહ્યાં પણ તારું આખું જીવન આગળ ઉભુ છે એ ખરાબ ના થાય જોજે. મલ્લિકા સાથે પ્રેમથી વાત કરીને સમજાવજે. મને ચોક્કસ ખબર છે તારાં પાપા જ આપણાં ઘરે તારાં દીકરો બનીને આવશે. મલ્લિકાને સમજાવજે દીકરા પ્લીઝ પણ કંઇ બગાડીશ નહીં.
દીકરા મને આ જ ભય હતો એટલે જ હું શાંત હતી તને કંઇ કહી રહી નહોતી. દીકરાં મારાં સમ છે તું આ ષડયંત્રીઓ સામે ચાલાકીથી વર્તજે પ્લીઝ.
મોહીત થોડીવાર માં સામે જોઇ રહ્યો. પછી કીધું માં કેમ સમ આપો છો ? તમને તમારાં દીકરાં પર વિશ્વાસ નથી ? હવે ચાલાકી નહીં પણ તમારાં સંસ્કારથી ચતુરાઇથી કામ કરીશ વર્તીશ... છતાં જેણે ગુનો કર્યો છે એ સજા પણ યોગ્ય મળશે જ એ પણ નકકી જ.
મલ્લિકાને હું અત્યાર સુધી નહોતો ઓળખતો પરંતુ હવે મને ઓળખ થઇ ગઇ છે એનો સ્વભાવ-સંસ્કાર ચરિત્ર બધુ જ ઘીમે ધીમે સમજાઇ રહ્યું છે. એકવાત ચોક્કસ છે માં હું ધ્યાન રાખીશ પણ જેવાની સાથે તેવા થવું પડશે પણ છતાં એમને ગંધ સુધ્ધાં નહીં આવે એટલું જાણજો.
માં આ અંગે હું તમને આગળ વાત કરીશ મારે વિચારવું પડશે.. તમે નિશ્ચિંત રહેજો ચિંતા ના કરશો હવે તમારો દીકરાને મોડે મોડે જ્ઞાન થઇ ગયું છે.
માં એ સંતોષથી કહ્યું "જે કરે વિચારીને અને ઇશ્વરને માથે રાખીને કરજો. મરેલાં બાપનાં આત્માને શાંતિ મળે એ પણ કરજે એ પણ કહું છું એમ કહીને ભીની આંખે મોનીકાબ્હેન ત્યાંથી જતાં રહ્યાં.
***********
મોહીત વિચારી રહેલો એણે મલ્લિકાને ગુસ્સામાં પહેલાં ફોન કરેલો કે તારાં આત્માને ટાઢક થઇ મારો બાપ મરી ગયો અને એનાં માટે માત્ર તું જવાબદાર છે.
પછી શાંતચિત્તે પૂરાં આયોજન સાથે ફરીથી મીઠી ભાષામાં ફોન કર્યો જે રીતે કાયમ એની સાથે વર્તી રહેલો અને પછી એને ખ્યાલ આવી ગયો કે મલ્લિકા પહેલાની ઇન્પ્રેશનમાં આવી ગઇ છે.
*****************
મોહીતે એનાં કોલેજનાં સીક્યુરીટી માર્ટીનને અને ડ્રાઇવર બોબને ફોન કર્યો અને એ લોકોની સાથે વાત કરી લીધી પછી જોસેફ સાથે વાત કરી અને મીતાબહેનને તેઓ એમનાં પોતાનાં ઘરે હોય ત્યારે વાત કરી લીધી બધાં રીપોર્ટ લઇને બધી સૂચનાં આપી. અને ફરીથી ફોન કરશે એમ કીધુ મીતાબહેને મોહીતનાં પિતાનાં મૃત્યુ અંગે દુઃખ જતાવ્યું અને મલ્લિકાની અમુક વાતો કરી મોહીત સાંભળી રહ્યો અને પછી મીતાબહેનને સૂચના આપીને ફોન મૂક્યો. મોહીત થોડાં ઊંડા વિચારોમાં ઉતરી ગયો.
આ પછી મોહીતે રીચડ્સ અને હિમાંશુ સાથે વાત કરી. રીચડ્સને કહ્યું કે એક વીક પછી કામ પર હાજર થઇ જશે. એની લીવ પુરી યુઝ કરી લેશે. અને હિમાંશુ સાથે અમુક વાત કરીને ફોન મૂક્યો.
**************
મલ્લિકા એનું રોજ ચરિત્ર ખૂલ્લુ કરી રહેલી અને મેરી સાથે ફુલ બોડી મસાજ કરાવ્યો અને ફેશ થઇ ગઇ. મેરીને ઇનામ આપ્યુ હતું પછી એણે ફોન કરીને એપોઇન્ટમેન્ટ લીધી.... ઓકે આઇ વીલ કમ ટુમોરોવ....
વધુ આવતા અંકે ---પ્રકરણ-52