પરાગિની - 2 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

પરાગિની - 2

પરાગિની

પરાગ તેની ફેમીલી સાથે બ્રેકફાસ્ટ કરે છે. બ્રેકફાસ્ટ કરતી વખતે નવીનભાઈ બોલે છે, આજે મારે તમને મહત્વની વાત કરવી છે.

નવીનભાઈ- આજથી હું રિટાયર થઉં છું.

શાલિની- આમ અચાનક જ..!!??

નવીનભાઈ- ઓફીસીયલ રીતે નહીં... છ મહીના હું પરાગ અને સમરનું પર્ફોમન્સ જોઈશ.. પછી નક્કી કરીશ કે કોણ CEO બનશે? આ છ મહીના હું ઓફીસ આવીશ પણ કંપની તમારે ચલાવવાની.

સમર- તો તો પપ્પા તમે CEO ભાઈને જ બનાવી દો. કેમ કે મને તો કંઈ સૂઝ નઈ લે.

શાલિની- સમર બી સીરિયસ. બધી વાતમાં મજાક ન હોય. તારા પપ્પા કામની વાત કહે છે. તું પણ CEO બની જ શકે છે. તારે હવે પાર્ટી ઓછી કરી કામ પર ધ્યાન આપવું જોઈએ.

સમર- સોરી મોમ.

પરાગ- ઠીક છે પપ્પા તમને જેમ તમને ઠીક લાગે. પણ હું અને સમર બંને મળીને કંપની સંભાળી લઈશું.

નવીનભાઈ- મે કીધું એ ફાઈનલ.

પરાગ અને સમર ઓફીસ જવા નીકળે છે.

**********

રિની ને રિક્ષા નથી મળતી તેથી તેનું પહેલી કંપનીમાં ઈન્ટરવ્યુ છૂટી જાય છે. તેથી તે ફટાફટ બીજી કંપનીમાં પહોંચે છે.

રીસેપ્સન પર પૂછે છે કે ઈન્ટરવ્યુ માટે ક્યાં જવાનું છે.

રીસેપ્સનીસ્ટ જવાબ આપતા કહે છે, ફર્સ્ટ ફ્લોર પર સિયા કરીને છોકરી હશે તેને મળી લેજો તે બોસની આસ્સિટન્ટ છે તે તમને બધુ કહેશે.

**********

રેખાબેન (દાદી) અને નવીનભાઈ બંને દાદીના રૂમમાં બેઠા હોય છે.

નવીનભાઈ- મમ્મી, તું કંઈ બોલીશ કે મને જોતી જ રઈશ?

દાદી- શું તે નાસ્તાના ટેબલ પર જણાવેલ તારો નિર્ણય વિચારીને લીધો છે?

સમર અને પરાગ બંને સાથે મળીને કંપની ચલાવી શકે છે. ગમે તે એકને તું કંપની સોંપિસ તો બંને ભાઈઓ વચ્ચે ક્યાંક ઝગડા ના થાય..!! દાદી ચિંતા વ્યકત કરતા બોલ્યા.

નવીનભાઈ- મારા છોકરા ક્યારેય ના લડે.

દાદી- એ તો ક્યારેય નઈ લડે પણ તારી ઘરવાળી જરૂર લડાવશે એ બન્ને ને.

નવીનભાઈ- શાલિની શું કામ આવું કરે મમ્મી..? તું હંમેશા કેમ એને આવું કહે છે?

દાદી- તને ખબર છે તારી ઘરવાળી શું કરે છે તે..!

નવીનભાઈ- મમ્મી, આમ પણ ને પરાગને હેડ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે, સમર હજી બહુ નાનો છે.

આ બધી વાત શાલિની છુપાઈને સાંભળી જાય છે.

************

પરાગ ઓફીસમાં આવે છે.

સિયા ફટાફટ પરાગ પાસે આવી તેના મીટિંગ સેડ્યુલ કહે છે.

પરાગ તેની પાસે ચાર દિવસનો પ્રોડકશનનો રિપોર્ટ માંગે છે.

પરાગ- નવા કલેક્શનનું મોડલનું શુટીંગ ચાલુ થયું કે નહીં?

સિયા- શુટીંગ ચાલુ થઈ ગયું છે સર.

પરાગ- તો ચાલો પહેલા એ જ જોઈ લઈએ.

પરાગ અને સિયા બંને શુટીંગના હોલમાં પહોંચે છે જે સેકન્ડ ફ્લોર પર હોય છે.

જ્યાં નવા સમર કલેકશન નું શુટીંગ ચાલુ હોય છે. ટીયા નામની મોડલ જે બ્લોસ્મ ડિઝાઈન્સ ની હેડ મોડલ હોય છે. તેના નખરાં આખા ગામનાં હોય છે. હેડ મોડલ હોવાથી અભિમાન ઠૂસી ઠૂસીને ભર્યુ હોય છે. બધાને તે તેના નોકર જ સમજે છે. તેને પરાગ ખૂબ જ ગમતો હોય છે. પરાગ કરતાં વધારે તેને પરાગના પૈસા વધારે વ્હાલા છે. તે ગમે તેમ કરી પરાગ સાથે લગ્ન કરવા માંગે છે જેથી તે આરામ- ઐયાસી વાળી લાઈફ જીવી શકે.

પરાગ ને આવતા જોઈ ટીયા ચાલું શુટીંગ માંથી દોડીને પરાગ ને મળવા જતી રહે છે.

પરાગ કડક થઈને કહે છે, કામ છોડીને આવવું ન જોઈએ. તમે તમારું કામ કરો જાઓ.

ટીયાને સહેજ પણ નથી ગમતું કેમ કે પરાગને તેનામાં બિલકુલ રસ નથી.

ટીયા ફરીથી કામ પર લાગી જાય છે.

સમર પરાગ પાસે આવે છે અને કહે છે ભાઈ આપડી મીટિંગ છે ને ક્લાઈન્ટ હજી નથી આવ્યા..!

પરાગ- મીટિંગ કેન્સલ કરી દીધી છે મે કેમ કે મીટિંગના દસ મિનિટ પહેલા મને કહે છે કે તેઓ કલાક બાદ આવશે. જેને સમયની કિંમત નથી તેની સાથે મારે કામ નથી કરવું

સમર- ઓહો, તમે તો આવી ને પહેલા જ ધમાકો કરી દીધો ભાઈ..!😜

*************

રિની સિયાને જઈને મળે છે. સિયા તેને ફોર્મ ભરવા આપે છે અને કહે છે જો તમને ત્રણ કોમન લેંગ્વેજ સિવાય બીજી લેંગ્વેજ આવડતી હોય તો જ આ ફોર્મ ભરજો.

રિની વિચારે છે મને તો ઈંગ્લિશ જ ટૂટલું ફૂટલું આવડે છે તો બીજી લેંગ્વેજ શું આવડવાની..!

તે હા કહી ફોર્મ લઈ લે છે. તેને યાદ આવે છે કે એશા સાથે તે પણ ફ્રેન્ચ નાં ઓનલાઈન ક્લાસ કરતી હતી પણ તેને કોઈ દિવસ બોલવાનો પણ ટ્રાય નથી કર્યો. તેની પાસે અટેમ્પટનું સર્ટી હતું તેથી ભગવાનનું નામ લઈ ફોર્મ ભરી દે છે.

ફોર્મ ભરી તે સિયાને આપી દે છે. ઈન્ટરવ્યુ પણ આપી આવે છે. તેને ફ્રેન્ચના અમુક શબ્દો આવડતા હોય છે જે એશાએ તેને શીખવ્યા હોય છે. જેથી તે ઈન્ટરવ્યુમાં બોલી શકે છે.

રિનીને જોબ મળી જાય છે. તેની પોસ્ટ હોય છે આસ્સિટન્ટની..! પગાર પણ સારો એવો હોય છે. રિની ખુશ થઈ જાય છે કે તેને જેતપુર તેની મમ્મી સાથે નઈ જવું પડે. સામે ગણપતિજીની મૂર્તિ જોતા તેમને પગે લાગી આભાર માને છે પછી ઘરે જવા નીકળે છે.

સિયાને વધારે કામનો લોડ હોવાથી પરાગ તેની પર્સનલ આસ્સિટન્ટ અલગ રાખવાનું નક્કી કરે છે તેને સિયાને કહી દીધું હોય છે કે તે યોગ્ય વ્યકિતને પસંદ કરી લે.

સિયા રિનીની બધી ડિટેઈલ્સ અને સીવી પરાગને આપે છે અને કહે છે આ છોકરી પસંદ કરી છે.

પરાગ- ઠીક છે કાલે જોઈ લઈશું કેવું કામ કરે છે તે.

************

રિની ઓફીસના બહાર જઈને સૌથી પહેલા એશા અને નિશાને કોલ કરે છે.

રિની- એશા, નિશી... યેયયયયય... મને જોબ મળી ગઈ.. હવે હું અહીં જ રહીશ.

નિશા- વાહ..! કોન્ગ્રેચ્યુલેશન મારી રિનુડી. મને ખબર જ હતી કે તને જોબ મળી જ જશે.

એશા- કોન્ગ્રેચ્યુલેશન માય બેબી..! ચાલ હવે પાર્ટી જોઈએ હા.

રિની- હા, હા કેમ નહીં પણ પહેલી સેલેરી આવે પછી.... હીહીહી..! ચાલો સાંજે ઘરે મળીએ.. બાય..!

રિની ઘરે પહોંચે છે. તેની મમ્મી નથી હોતી. તે કંઈક ખાયને તેના રૂમમાં જઈને સૂઈ જાય છે.

સાંજે બધા ઘરે આવે છે. આશાબેન ઘરમાં આવતા જ રિની બોલી ઊઠે છે..

રિની- મમ્મી... મને જોબ મળી ગઈ. જો આ જોઈનીંગ લેટર, કાલે સવારે નવ વાગે રિપોર્ટીંગ છે મારે.. ધ્યાનથી વાંચજે મારૂં નામ લખ્યું છે લેટરમાં અને સેલેરી પણ વધારે છે.

આશાબેન- આ કેવી પોસ્ટ છે? આસ્સિટન્ટની આસ્સિટન્ટ??

રિની- પોસ્ટ નું નામ આ છે પરંતુ મારે મારા બોસની

આસ્સિટન્ટ બનીને કામ કરવાનું છે. તું ઈચ્છે તો કાલે પૂછવા આવી શકે છે.

આશાબેન- હા હવે.. તને જોબ મળી ગઈ છે તો તું રહી શકે છે અહીંયા... પરંતુ હા કોઈ સારો છોકરો મળી જાય એટલે તને પરણાવી જ દઈએ..!

રિની- હા, કોઈ મળે તો ને..!🤪

રાત્રે જમીને રિની, એશા અને નિશા ત્રણેય તેમના રૂમમાં બેઠા હોય છે.

રિની- કાલે મારો પહેલો દિવસ છે ઓફીસમાં અને મારી પાસે ઢંગના કપડા પણ નથી..! મોઢું ઉદાસ કરતા રિની બોલે છે.

એશા- બસ આટલી વાત..?! કપડાં તો થઈ જશે.

નિશા- ચંપલ પણ થઈ જશે.. ડોન્ટ વરી ડાર્લિગ.

એશા- નિશી એને ઓફીસ સારા ચંપલ પહેરીને જવાનું છે તારી નર્સની સ્લિપર પહેરીને નઈ..!

નિશા- એક મિનિટ હા.. હુ હમણાં જ આવું

થોડી વાર પછી નિશા એક મોટી બેગ લાવે છે અને પછી પંદર થી વીસ જેવા શુ(shoe) બોક્સ લાવે છે. બધા બોક્સ તે ખોલીને મૂકે છે જેમાં હિલ્સ, ફ્લેટ ચંપલ, સ્નીકર્સ, મોજડીઓ હોય છે.

એશા- ઓહોહો.... નિશા આ ખજાનો ક્યાં છુપાવીને રાખ્યો હતો તે..?

નિશા- આ બધા નવા જ છે.. મને બહુ ઓછો ચાન્સ મળે છે પહેરવાનો.. હોસ્પિટલમાં તો પહેરીને જવાયના ને..! જ્યારે પણ શોપિંગ કરવા જઈએ ત્યારે ગમે તો લઈ લઉં છું.

અને આ બેગમાં કપડાં છે, વનપીસ છે, ફ્લોરલ ડ્રેસ છે, ટોપ- જીન્સ જે જોઈએ તે મળશે તેને..!😉

ત્રણેય કાલે પહેરવાના કપડાં અને ચંપલ નક્કી કરી સૂઈ જાય છે.


***********

સમર જબરદસ્તી થી પરાગને ડિસ્કો ક્લબમાં લઈ જાય છે. પરાગને ડ્રિન્ક કરવું નથી પસંદ તેથી તે જ્યુસ લે છે. સમર બધી છોકરી સાથે ફર્લ્ટ કરવામાં બિઝી છે. સમરને સહેજ પણ ગમતું નહોતું.

પરાગ સમર પાસે આવીને હું ઘરે જાઉં છું મને નઈ ફાવે..

સમર- અરે ભાઈ... વેઈટ.. તમારા માટે કોઈ આવે છે.

ત્યાં જ સામેથી ટીયા આવતી દેખાય છે..

પરાગ- ઓહ ગોડ..! આ હંમેશા આપડે જ્યાં હોય તેયાં આવી જ જાય છે.

સમર- (હસતાં હસતાં) કેમ ભાઈ? મે એને ફોન કરીને બોલાવી.. તમે બોર થતા હતા તો મેં વિચાર્યુ કે ટીયાને બોલાવી લઉં તમને કંપની રહેશે.

પરાગ- (ગુસ્સામાં) સમર તું મારો ભાઈ ના હોત તો અત્યારે તને મે બહુ જ માર્યો હોત...! યાર, આને શું કામ બોલાવી એક નંબરની ચિપકુ છે. મને સહેજ પણ નથી ગમતી આ છોકરી.

એટલાં માં ટીયા આવે છે.

ટીયા- હાય સમર, હાય પરાગ..! સમર તારો ભાઈ પણ ક્લબમાં આવે છે.. મને કહેજે હું પણ રોજ આવીશ.

પરાગ સમર સામે જોઈ કાતરીયાં ખાય છે અને આંખો કાઢે છે. સમરને મજા આવે તેના ભાઈના આ હાલત જોઈને.

પરાગ- હું ઘરે જાઉં છું તું આવીશ સમર?

સમર- ના, ભાઈ.. હું તો મોડેથી જઈશ ઘરે..!

ટીયા- હું પણ ઘરે જ જઈશ કાલે કામ પર જવાનું છે.

તે પરાગ સાથે ચાલવા લાગે છે.. બહાર નીકળતા જ પરાગ જોઈ છે કે મીડિયા વાળા બહાર ઊભા હોય છે અને તેને ટીયાને ફેસ જોઈને ખબર પડી જાય છે કે આ હરકત ટીયાની છે. પરાગ ટેક્સી બોલાવી ડ્રાઈવરને કહે છે, આ મેડમને તેમના ઘરે મૂકી આવજો એડ્રેસ તે તમને કહી દેશે.

ટીયા- કેમ તું મને મૂકવા નહીં આવે?

પરાગ- ટીયા, તું મારી માટે મારી કંપનીમાં કામ કરતી મોડલ છે એના થી વધારે કંઈ નહીં. સો પ્લીઝ બી હેવ યોર સેલ્ફ..!

ટીયા મોં બગાડી ટેક્સીમાં જતી રહે છે.

પરાગ પણ તેની ગાડી માં બેસે છે અને માનવને કહે છે, ચાલો મારા ઘરે જવા દે, પપ્પાના નહીં.

પરાગ અલગ રહેતો હોય છે. તેના દાદી અને પપ્પા ઘણી વખત તેને કહે છે કે અમારી સાથે રહેવા આવી જા.. પણ તે શાલિનીમાઁ ના લીધે અલગ રહેતો હોય છે.

રિનીનો ઓફીસનો પહેલો દિવસ કેવો રહેશે?

પરાગ અને રિની કેવી રીતે મળશે એકબીજાને?

ટીયા પરાગની લાઈફમાં શું તોફાન લાવશે?

જાણવા માટે વાંચતા રહો પરાગિની નો ભાગ-૩.