પરાગિની – ૧૧
(ગયાં ભાગમાં થોડી ભૂલ થઈ હતી રિનીની જગ્યાએ ટીયાનું નામ લખાય ગયું હતું તે મેં સુધારી ફરી લખ્યું છે.)
ટીયા- તારે રિનીની આજુબાજુ ફર્યા કરવાનું.. ફલર્ટ કરવાનું.. તારે બસ એ રિનીને પરાગથી દૂર રાખવાની.. અને મેં એની વ્યવસ્થા કરી દીધી છે.
રાજ- સારું તું કહીશ એવું જ થશે..!
ટીયા- મેં એક ગેમ રમવાની વ્યવસ્થા કરી છે.. જે કપલ ગેમ હશે અને એમાં હું અને પરાગ કપલ બનીશું અને તારે અને રિનીએ કપલ બનવાનું છે. તું ચાલ અંદર તને બધું ખબર પડી જશે.
રિસોર્ટના હોલમાં ટીયાના બધા ફ્રેન્ડ્સ અને ઓફીસનો સ્ટાફ હોય છે. રાજ જે રીતે રિનીને જોતો હોય છે તે પરાગ નોટીસ કરે છે. તેને આ જોઈને ગુસ્સો આવે છે પણ તે કંઈ બોલતો નથી.
ટીયા- બધાને થેન્ક યુ મારી બર્થ ડે પાર્ટીમાં આવવા માટે..! એક પઝલ ગેમ રમવાંની છે. આ લાકડાનું બોક્સ છે જેમાં ગીફ્ટ છે, આ બોક્સ લોક છે એની ચાવી શોધવાની છે. ચાવી શોધવા માટે તમારે રિસોર્ટની આજુબાજુ ફરવાનું જ્યાં તમને ક્લૂ મળશે.. એમાં જે લાઈન્સ લખી હોય એનો મતલબ સમજીને આગળ વધવાનું અને ચાવી શોધી જે પણ પહેલા બોક્સ ખોલશે તે વિનર અને અંદરની ગીફ્ટ પણ તેની આ ગેમ કપલમાં રમવાની રહેશે. બે બાઉલમાં બધાનાં નામની ચિઠ્ઠી છે એક બાઉલમાં બોય્સનાં નામ અને બીજા બાઉલમાં ગર્લ્સનાં નામ. એક સાથે બંને બાઉલમાંથી ચિઠ્ઠી ઉપાડવાની.. જેનું નામ આવે તે કપલ...!
ટીયા બાઉલમાંથી ચિઠ્ઠી કાઢવા જતી હોય છે પણ જૈનિકા બાઉલ લઈ લે છે અને બંને બાઉલ માંથી ચિઠ્ઠી કાઢે છે, પહેલું જ નામ પરાગ અને રિનીનું આવે છે. ટીયાની બાજી ઊંધી પડી જાય છે. બધા હોય છે એટલે તે કંઈ કરી નથી શકતી. ટીયા અને રાજ, જૈનિકા અને ટીયાનો એક દોસ્ત એવી રીતે કપલ બને છે.
પરાગ અને રિની બંને ક્લૂ શોધી બીજો ક્લૂ શોધવા નીકળે છે. તે પણ તેમને મળી જાય છે. ત્રીજો ક્લૂ મળી જાય છે જે એક ઝાડ પર હોય છે.
રિની- લાસ્ટ ક્લૂ મળી ગયો પણ આ અક્કલના ઓથમીરોને એ પણ ખબર નથી પડતી કે આટલી ઊંચી જગ્યા પર ક્લૂ કોણ મૂકે?
પરાગ રિની બાજુ જોતો હોય છે. રિનીને મનમાં થાય છે કે કંઈ વધારે તે નથી બોલીને?
રિની- સોરી સર કંઈ વધારે જ બોલી ગઈ હું..!
પરાગ- સાચી વાત છે..આટલી ઊંચી જગ્યા પર કોણ ક્લૂ મૂકે? હવે ઊતારીશું કેવી રીતે?
રિની આમતેમ જોઈ છે તો તેને એક લાંબી લાકડી દેખાય છે, રિની તે લઈ ક્લૂને નીચે પાડવાની કોશિશ કરે છે પણ લાકડી ત્યાં સુધી પહોંચતી નથી.
પરાગ- જો તને કંઈ વાંધો ના હોય તે હું તને ઊંચકી લઉં તું લાકડીથી નીચે પાડી દેજે.
રિની ડોકું હલાવી હા કહે છે.
પરાગ રિનીને તેના પગે થી ઊંચી કરે છે અને રિની ક્લૂ તેના હાથેથી જ લઈ લે છે. પરાગ રિનીને નીચે ઊતારે છે પણ રિની થોડી ડગી જાય છે અને તે નીચે પડવા જ જતી હોય છે કે પરાગ તેને પકડી લે છે. બંને એકબીજાને જોઈ છે.
પરાગ- હંમેશા હું જ હોઉં છું તને બચાવવા માટે..!
રિની- હા.. થેન્ક યુ..! (સ્માઈલ આપે છે)
રિની ઊભી થઈને ક્લૂ વાંચે છે. તેઓ રિસોર્ટ તરફ જાય છે.
રિની- સર, તમારા માટે સરપ્રાઈઝ છે.. સામે જુઓ...!
પરાગ જોઈ છે તો સમર ગાડી લઈને આવ્યો હોય છે. પરાગ સમર બાજુ જાય છે. બંને એકબીજાને જોઈ રહે છે. પછી બંને હસીને એકબીજાને ગળે મળે છે અને એકબીજાને સોરી કહે છે.
સમર- તમે ક્યાંથી આવો છો?
પરાગ- આ ટીયાની બકવાસ ગેમએ બધાને હેરાન કરી દીધા છે.
રિની સમરને ગેમનું બધુ કહે છે.. ક્લૂ બતાવે છે અને કહે છે સાથે આ બોક્સ પણ આપ્યું છે જેમાં રિસોર્ટનો નકશો છે. સમર બોક્સ ઊંચુ નીચું કરીને જોઈ છે. બોક્સ ઊંધું કરે છે ત્યાં નાનું ખાનું હોય છે તે ખોલે છે તો એમાં ચાવી હોય છે જે લાકડાંના મોટા બોક્સની ચાવી હોય છે.
રિની- વાહ..! તે તો એક જ વખતમાં પઝલ સોલ્વ કરી દીધીને..!
પરાગ- ચાવી આપડી પાસે જ હતી તો આટલું બધું ગોળ ગોળ ફેરવવાની શું જરૂર હતી? ટીયા અને તેની બકવાસ ગેમ..!
તેઓ અંદર હોલમાં જાય છે. થોડીવાર પછી ટીયા જૈનિકા અને રાજ પણ આવે છે.
જૈનિકા- આટલી બકવાસ ગેમ આજ પછી ક્યારેય નહીં રમું..!
ટીયા- કોણ જીત્યું?
પરાગ- હું અને રિની..!
ટીયાનું મોં બગડી જાય છે.
રિની- થેન્ક યુ ટીયા.. પાર્ટી માટે..😉
થોડી સમય બાદ ટીયા કેક કટ કરે છે.. બધા તેને વિશ કરે છે અને પાર્ટી એન્જોય કરે છે. ટીયા રાજ પાસે આવે છે અને કહે છે, રાજ તુ તારૂં કામ ચાલું કરી દે.
રાજ રિની પાસે જાય છે.
રાજ- હાય.. રિની કેમ છે?
રિની- હાય.. કંઈ કામ હતું?
રાજ- (જૂઠ્ઠું બોલતા) હા, પરાગ તને બહાર બોલાવતો હતો... એ જ તને કહેવા આવ્યો છું. એ ત્યાં પુલ પાસે છે.
રિની- હા, હું જાઉં છું.
રિની નીકળે છે રાજ પણ પાછળ પાછળ જાય છે.
આ બાજુ પરાગ રિનીને શોધતો હોય છે.
રિની બહાર જઈને જોઈ છે તો પરાગ નથી હોતો.. તે પુલ સાઈડ જાય છે... ત્યાં પણ પરાગ નથી હોતો. રિની ત્યાં ઊભી હોય છેને રાજ ત્યાં આવે છે.
રિની- અહીં તો સર નથી..!
રાજ- મેં તને ખોટું કીધું હતું.. મારે તારી સાથે વાત કરવી હતી.. તું બહુ જ સુંદર છે.. મને તું પહેલી નજરમાં જ ગમી ગઈ હતી.
આ બાજુ ટીયા જાણી જોઈને પરાગને બહાર લઈ જાય છે, પછી તે અંદર જતી રહે છે.
રિની- (ગુસ્સામાં) તને તો હું પહેલા દિવસથી જ ઓળખી ગઈ હતી.. અહીં પણ તું મને ખોટું બોલીને લાવ્યો.. સાઈડ પર ખસી જા મારે અંદર જવું છે.
રાજ રિનીનો હાથ પકડી લે છે અને તેને નજીક લાવે છે અને આ દ્રશ્ય પરાગ જોઈ જાય છે. પરાગ ઊંધું સમજી બેસે છે અને તેને ખૂબ લાગી આવે છે તે અંદરની તરફ જતો રહે છે. રાજ રિનીને કિસ કરવા જતો હતો ને રિની તેને લાફો મારી દે છે અને રાજને ધક્કો મારી પરાગને કહેવા અંદર તરફ જાય છે.
પરાગને ઉદાસ જોઈ ટીયા સમજી જાય છે કે તેનું કામ થઈ ગયું છે. તેથી તે ભોળી બની પરાગ પાસે જાય છે.
ટીયા- શું થયું પરાગ?
પરાગ- કંઈ નહીં માથું દુખે છે થોડો આરામ કરવો છે.
ટીયા- હા, ચાલ તને રૂમમાં લઈ જઉં.. મેં મારી માટે રૂમ બૂક કરાવી હતી પણ તું આરામ કર..
રિની પરાગ પાસે આવે છે, રિનીને જોઈ પરાગને રાજ સાથે ઊભી હોય છે તે યાદ આવે છે અને તે ગુસ્સામાં રિનીની સામે જ ટીયાનો હાથ પકડી ઉપર રૂમમાં જાય છે. રિનીને નથી ખબર કે પરાગે રાજે તેની સાથે જે કર્યુ તે પરાગ જોઈ ગયો છે અને પરાગ તેને ઊંધું સમજી લે છે. રિનીને હર્ટ થાય છે આમ ટીયા સાથે જોતા.. તો કંઈ બોલતી નથી અને બહાર જતી રહે છે અને તે રડી પડે છે, એટલાંમાં જ સમર આવે છે.
સમર- શું થયું રિની કેમ રડે છે?
રિની- કંઈ નહીં... તબિયત સારી નથી લાગતી.. !
સમર- ડોક્ટર પાસે લઈ જઉં ચાલ..
રિની- ના, મારે ઘરે જવું છે.. પ્લીઝ તું મને મૂકી જઈશ?
સમર- હા, ચાલ એમાં પૂછવાનું શું.!
બંને ઘર તરફ જતાં હોય છે.. રિની સતત રડ્યાં જ કરતી હોય છે.
સમર- રિની શું થયું છે? ક્યારની રડ્યાં જ કરે છે.. મને સાચું કે કંઈક તો થયું જ છે.
રિની- સાઈડમાં ગાડી ઊભી રાખને.. મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
સમર ગાડી ઊભી રાખે છે.. રિની બહાર જઈ ઊભી રહે છે અને નીચે બેસી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.
સમર ફટાફટ ગાડીમાંથી બહાર આવે છે. રિનીને શાંત કરાવે છે અને પૂછે છે, રિની હવે તો કહે મને શું થયું?
રિની શાંત થાય છે અને કહે છે, રાજ છેને એને મને ખોટું કીધું કે પરાગ સર મને બહાર બોલાવે છે.. અને પછી એ મારી પાછળ પાછળ આવ્યો.. પછી મારી સાથે કિસ કરવાની કોશિશ કરી એને..!
આટલું કહી રિની ફરી રડી પડે છે.
સમર તેને શાંત કરે છે અને પાણી પીવા આપે છે.
સમર- ત્યારે જ તે કોઈને કીધું કેમ ના?
રિની- હું પરાગ સર પાસે ગઈ હતી પણ તેઓ ટીયા સાથે હતા.
સમર- (ગુસ્સામાં) ચાલ, પાછા જઈએ અને હું પછી એનો ક્લાસ લઈશ.
રિની- ના, સમર મારે કોઈ તમાસો નથી કરવો.. પ્લીઝ મને ઘરે મૂકી જા..
સમર- પણ રિની...
રિની વચ્ચે જ બોલે છે.. પ્લીઝ સમર.. મારે કોઈને કંઈ નથી કહેવું.. તું પણ પરાગ સરને કંઈ ના કહેતો..પ્રોમિસ કર તું કોઈને કંઈ નહીં કહે.. મને ઘરે મૂકી જા બસ..!
સમર રિનીને ઊભી કરે છે અને ગાડીમાં બેસાડી તેને ઘરે મૂકી જાય છે.
રિની ઘરે આવે છે. એશા અને નિશા તેને બેસાડે છે અને પૂછે છે, ચાલ ફટાફટ બોલવા માંડ પરાગ સર સાથે કેટલી મજા કરી?
રિની કંઈ નથી બોલતી અને રડવાં લાગે છે. એશા અને નિશાને શોક લાગે છે કે રિની કેમ રડે છે. તેઓ રિનીને પૂછે છે, શું થયું કેમ રડે છે તું?
રિની તેમને બધું જણાવે છે. એશા અને નિશા તેને શાંત કરે છે અને તેને સુવડાવી દે છે.
**********
રિનીને આજે રજા હોવાથી તે મોડી ઊઠે છે. ઊઠીને કીચનમાં જાય છે તો જોઈ છે કે તેની મમ્મી આવી ગઈ હોય છે.
રિની- મમ્મી.. તુ અહીંયા? ક્યારે આવી?
આશાબેન- સવારે જ આવી તું સૂતી હતી ત્યારે,.. તારા પપ્પાએ કીધું, ત્યાં રિની એકલી હશે..! તેની સંભાળ રાખજે અને છોકરા જોવાનું પણ ચાલું કરી દેજે.
રિનીનું મોં બગડી જાય છે.
આ બાજુ પરાગ તેની દાદીને મળવા જાય છે.
સમર અને દાદી બ્રેકફાસ્ટ કરતાં હોય છે.
પરાગ- દાદી, કેમ છો?
દાદી- તે લગ્ન માટે છોકરી શોધી લીધી અને કીધું પણ નહીં?
પરાગ- મેં કોઈ છોકરી પસંદ નથી કરી હજી..!
દાદી- ન્યૂઝપેપર જો.. પહેલા પેજ પર જ તારા ન્યૂઝ છે.
પરાગ ન્યૂઝપેપરમાં જોઈ છે તો તેની અને ટીયાની ફોટો હોય છે અને લખ્યું હોય છે, બ્રેકીંગ ન્યૂઝ : ન્યૂ લવ બર્ડઝ ઈન ટાઉન- પરાગ શાહ એન્ડ ટીયા મહેતા..! પરાગ આ જોઈને ખૂબ ગુસ્સામાં આવી જાય છે.
આ તરફ રિનીના ઘરે તેની ઓનર રીટાદીદી ન્યૂઝ જોતા હોય છે, જેમાં પરાગ અને ટીયાનું અફેર ચાલે છે તેવું બતાવે છે. રિની આ ન્યૂઝ જોઈને તૂટી જાય છે. તે ફટાફટ બાથરૂમમાં જતી રહે છે. એશા અને નિશા સમજી જાય છે કે રિનીને આ ન્યૂઝ જોઈને નથી સારૂં લાગ્યું.
શું પરાગને સચ્ચાઈની જાણ થશે?
પરાગ અને રિની વચ્ચેની ગેરસમજણ દૂર થશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૧૨