જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૩ Pinky Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૩

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ભાગીને મુંબઈ પહોંચી જાય છે અને વિચારે છે કે હું શું કરું? અહીં રહુ કેપાછો ભાગી જાવ? હવે આગળ
***હું આગળ ચાલતો જ રહ્યો ચાલતાં ચાલતાં થાકી ગયો, મારી મંઝિલ ક્યાં? ભૂખ તો પેટ ને દઝાડતી જ હતી અને સાથે ધીરે ધીરેમાથા ઉપર આવી રહેલો સૂરજનો તડકો, ગરમીથી અકળાઈ ઉઠ્યો મારું માથું ભમવા લાગ્યું, હજુ તો મુંબઈ પહોંચ્યો અડધો દિવસ થયો હતો .અને દિવસે ""તારા દેખાઈ ગયા" જાણે ચક્કર આવવા લાગ્યા બધું ગોળ ગોળ ફરવા લાગ્યું કંઈખબર જ ન પડી અને એક દિવાલ પકડી ને ફસડાઈ પડ્યો મુંબઈ તો દોડતું શહેર બસ બધા લોકો દોડતા જાય કોઈ ની સામું કોઇ જૂએ નહી..
** કોઇની કોઇની ફિકર નહીં બસ બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત પણ શું આ દુનિયામાં માનવતા ક્યાં મરી પરવારી છે?
કે કોઈ ના મા માનવતા હશે? એમ વિચારતો વિચારતો પાછો દીવાલના ટેકે ઉભો થયો, અને થોડું ચાલ્યો. ત્યાં નજીકમાં ઝૂંપડપટ્ટી જેવું દેખાયું.. થોડી કોશિશ કરી ત્યાં જવાની અને ખબર નહીં, પણ માથું ચકરાયુ અનેબેહોશ થઈ ઢળી પડયો,
પણ એ દિવસે કોઇ ની મદદ ન મળી હોત તો શું થાત મારુ?
પણ કહ્યું છે ને "મારો વાલો તો ઝૂંપડીઓમા પણ રહે છે" અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે એક તૂટ્યા ફૂટ્યા ખાટલામાં પડ્યો હતો, મારા મોઢા પર એક દૂબળો પાતળો ભાઈ પાણી છટકોળતો હતો....
તે પાણીના બે-ત્રણ ટીપાં મોમા જવાને લીધે થોડું સારું લાગી રહ્યું હતું, તેથી મેંઉભા થવાની કોશિશ કરી પણ મારાથી ઊભું થવાયુ નહીં એટલે એ ભાઈએ મને કહ્યું તમે થોડીવાર ઊંઘો, મે તેમને પૂછ્યું મને અહીં કેવી રીતે લાવ્યા, તે ભાઇએ કીધું કે હું લારી લઈ ને આવતો હતો ,ત્યારે તું રસ્તામાં બેહોશ પડ્યો હતો અને બાજુમાં આ થેલો મારું ઝુપડુ નજીક હોવાથી તને ઉચકીને અહીં લાવ્યા,
શું થયું છે, તને? હવે હું શો જવાબ આપું ? એમને શું ખબર કે મારી હાલત ભૂખના કારણે જ આવીથઈ છે , મે કીધુંઆ તડકા ના લીધે ચક્કર આવી ગયા,
હવે એને તો મારો જીવ બચાવ્યો તેજ ઘણુ હતુ, તેની ઝુપડી અને તેની હાલત જોઇ ને હું કંઈ બોલી ન શક્યો, અને હા
એને હું ઝૂપડી તો નહીં જ કહું નાકારણકે તે, મારો
પહેલો આશરો હતો , તેની હાલત જોઈ ખાવાનું તો ના જ માગી શક્યો અને મારા સ્વાભિમાને ત્યાં મને ટકવા નાદીધો,
*** થોડું પાણી પીધું અને હું ત્યાંથી ચાલ્યો પેલા ભાઈએ કહ્યું પણ ખરું કે તડકામાં પાછા ચક્કર આવી જશે તેથી સંભાળીને ચાલજો, પણ ક્યાંથી અને કેવી રીતે સમજાવું !!કેવી રીતે તેને કહું !જીભ પર આવી ગયેલું વાક્ય પાછું ફરી ગયું, અને ત્યાંથી પાછો મારી મંઝિલ શોધવા ચાલી નીકળ્યો, ચાલતાં ચાલતાં થાકી ગયો,ક્યો વિસ્તાર છે હવે શું આવશે , તે પણ મને તો ખબર નહી..
પણ ત્યાં એક મોટું મંદિર જોયું અને એવું થયું કે અહીં જવુ તો કદાચ પ્રસાદ રૂપે કંઈ ક મળી જાય..
અને તે મહાલક્ષ્મી નું મંદિર હતું ત્યાં જતાની સાથે જ મનને ઠંડક લાગી, અને ત્યાં દર્શન કરવા ગયો, અને માં આગળ બે હાથ જોડયા,ત્યાં તો પૂજારી બોલ્યા કે ભાઈ પ્રસાદી લઈને જજો ,અને મારું મન તો ખૂબજ ખુશ થઈ ગયું..
એક ઉદ્યોગપતિ ના દીકરા નો જન્મદિવસ હોવાથી ત્યાં ગરીબ લોકોને ભોજન જમાડવામાં આવી રહ્યું હતું,
મને પણ કદાચ ગરીબ સમજાયો હશે! હા હું ગરીબ જ ને જેની પાસે કંઈ નથી તે ગરીબ ઉપર આભ ને નીચે ધરતી છે બીજો કયો આસરો છે...
અને હું એ ગરીબોની લાઈનમાં ગોઠવાઈ ગયો, ભોજન અંદર પડતા ની સાથે પેટ ની આગ ઠરી અને મનમાં વિચાર ઝળક્યા .....
જો હું આ રીતે ખાવાનું શોધતો ફરીશ તો,તો સાચું જ એક દિવસ ભિખારીઓની લાઈન માં જ આવી જઈશ..
હું શું કરવા આવ્યો છું અહીં?
અને હું શું કરી રહ્યો છું ?
પાછું ગામ યાદ આવ્યું ,નમતો દિવસ છે, ઘરે શું થયું હશે?
**************************************

**** આ બાજુ અહીં ગામમાં તો ખબર પડી કે મહેશ ઘર છોડીને ભાગ્યો છે, તે સાથે જ આખું ગામ તેમના ઘરે કેમ ગયો ?શું થયું? તેના અને તેના બાપુ સાથે બોલાચાલી થઈ કે!
પછી કોઈની દીકરી લઈને ભાગી ગયો,
અને ગયો તો ક્યાં ગયો હશે, સગાસંબંધીઓ બધે શોધખોળ શરૂ થઈ ગઈ ,મહેશભાઈ ની મા તો રડી રડીને અડધા થઈ ગયા, મહેશ પાછો ફરે તો સવા શેર સુખડી ધરાવીશું, આવી આવી તો કેટલીયે બાધાઓ માનતાઓ અને આખડી રાખી,
કોની ટેક ફરે છે, તેના બાપુ એ મનોમન પસ્તાવો કરવા લાગ્યા કે લગ્ન ના કીધું હોત તો , પણ ક્યાં ખબર હતી, કે તે આ રીતે ઘર છોડીને ભાગી જશે...

હવે શું બધે જ શોધ ખોળ ચાલુ છે, સવારથી ઘરે ચૂલો નથી સળગ્યો , બધા મહેશ ક્યાં ગયો હશે તેની ચિંતામાં છે...
**************************************

હવે હું તો મંદિરેથી નીકળીને આગળ ચાલતો થયો રાત ક્યાં વિતાવી તેની ચિંતા માં અત્યારે પેટની આગ તો ઠરી હતી એટલે રાતે તો ચાલશે, "પણ કાલ સવાર નું શું"? એવું વિચારતા વિચારતા આગળ વધતો ગયો, હવે સૂરજે પણ વિદાય લીધી હતી, પાછો અંધકાર છવાયો,
મુબઇ નગરી એટલે રાત તો વધારે ઝગારા મારતી પણ અહીં તો અંધકાર ઉતરવા લાગ્યો રાત વધુ ગહેરી થવા લાગી પાછો અંધકાર ચિરાતો હતો , કુતરા રડવાનો અવાજ સંભળાતો હતો..

હું ચાલી ચાલી ને થાકી ગયો હતો એટલે એક નાની હોટલના બહાર પાટીયા પાસે બેસી ગયો, આખી રાતનો જાગેલો ત્યાંને ત્યાં જ આડો પડ્યો અને કયારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ના પડી ,
રાતે કુતરા આવી થોડી થોડી વારે ઝઘાડતા હતા, પણ શરીર એવું થાક્યું હતું કે કૂતરાને હોર કહેવાની પણ તાકાત નહોતી એમ ને એમ રાત વીતી ગઈ, સવાર થવા આવી ઊંઘ ઉડીને વિચારો એ ઘેરો લીધો.. કે હું શું કરીશ ? અંદર થી અવાજ આવ્યો કે...
પહેલા તો મારે ક્યાંક કામે લાગવું પડશે, પણ કામ કરીશ તો શું કરીશ? અને મને કામ આપશેકોણ?
( શું મહેશભાઈ કામ શોધી શકશે? મુંબઈ જેવા શહેરમાં તે શું કરશે ?તે માટે વાંચતા રહો આગળનો ભાગ)