કોરોના – હકારત્મક પ્રસંગો - 6 VIJAY THAKKAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના – હકારત્મક પ્રસંગો - 6

કોરોના – હકારત્મક પ્રસંગો-

સંપાદન-વિજય ઠક્કર

(6)

કોરોના ૮ અમર આશા પ્રવીણા કડકિયા

કોરોનાએ કાળો કેર વરતાવ્યો. ઉપરથી ઘરમાં પૂરાઈ રહેવાનું ! એવી નોકરી ન હતી કે ઘરે બેસીને કામ થાય. આમ પણ બાર સાંધતા તેર ટૂટે એવી હાલતમાં ઘર ખર્ચ કેવી રીતે કાઢવું.

અનિકેત ખૂબ ગુંચવાયો હતો. અવનિ બધું જાણતી પણ શું કરી શકે ? તે જાણતી હતી ત્રેવડ ત્રીજો ભાઈ છે. કરક્સર કરવું કઇ અવનિથી શિખે. છતાં પણ મુખ પરથી સ્મિત ગાયબ થયું ન હતું. જેને કારણે અનિકેત ટકી રહ્યો હતો.

પંદર દિવસ,, પાછાં બીજા પંદર દિવસ, વળી પાછું લંબાયું આમ કરતાં બે મહિના નિકળી ગયા. હવે અનિકેત ભાંગી પડ્યો હતો. મોદી સરકાર તેના ખાતામાં પૈસા જમા કરવાની ન હતી. બહાર નિકળી બેંકમંથી પણ પૈસા કઢાવવાની સગવડ ન હતી.

અવનિ એ દુધ નો ખર્ચ બચાવવા બાળકોને ઉકાળો પીવડાવવાનું શરું કર્યું જેને કારણે દુધમાં અડધું પાણી નાખી શકાય. ભલું થજો “બંધ” હોવાને કારણે મહેમાનો સદંતર આવતાં બંધ થયા હતા.

આખો દિવસ કામ પણ જાતે કરવાનું અનિકેત બને તેટલી મદદ કરતો. બાળકો સમજુ હતા, મોટેભાગે પોતાનું કામ જાતે કરતા. ખબર હતી મમ્મી આખો દિવસ કામ કરીને થાકી જાય છે અવનિ દરરોજ બે કલાક બાળકો સાથે શાંતિથી પસાર કરતી. ઘરમાં કબાટમાં ખોસાયેલી બધી રમતો કાઢી તેમની સાથે રમતી. અમી અને આસી જોડિયા હતા. સાત વર્ષના હતા એટલે એટલા બધા નાના પણ ન હતાં. બન્નેના શોખ સંપૂર્ણ અલગ. માત્ર ‘પઝલ’ સાથે બેસીને બનાવતા.

એક ખાનામાંથી ૧૦૦૦ ટુકડાવાળું પઝલ નિકળ્યું અવનિને થયું હાશ ઓછામાં ઓછું અઠવાડિયુ નિકળી જશે. બન્ને ભાઈ બહેને આંખ મિચકારી અને ચાર દિવસમાં પુરું કર્યું. અનિકેત અને અવનિ અચંબો પામ્યા.

કોણ જાણે હજુ કેટલા દિવસ આ ‘બંધ” ચાલશે? અનિકેત આડે પડખે થયો હતો. અવનિ હતી બાળકો સાથે પણ મગજ સોમાઈલની ઝડપે વિચાર કરતં હતું. અવનિની આવડતને કારણે કટોકટીનો સમય પસાર થઈ રહ્યો હતો. અવનિને કાયમ આદત હતી, અનિકેત દર મહિને ઘરખર્ચના પૈસા આપે તેમાંથી થોડા બચાવીને રાખતી. ક્યારેય આવી કટોકટી આવી ન હોવાને કારણે સારો એવો દલ્લો ભેગો કર્યો હતો.

કંજૂસાઈ અને કરકસરમાં આસમાન જમીનનો ફર છે તે અવનિ બરાબર જાણતી હતી. બાળકોને કારણે કમાવા જવાનું શક્ય ન હતું. બાળકોનો ઉછેર એ જાન દઈને કરતી. અનિકેત ખૂબ પ્રભાવિત થયો હતો. અવનિ ઘરમાં હોવાને કારણે તેની માતાનું પણ ધ્યાન રખાતું. પિતા તો અનિકેતને દસ વર્ષનો મૂકીને વિદાય થયા હતા. એની માએ અનિકેતને ખૂબ પ્યારથી મોટો કર્યો હતો.

અનિકેતને ક્યારેય ઓછું આવવા દીધું ન હતું.. માની પાસે પણ પોતાના પૈસા હતા. અનિકેતને જરા પણ દર્દ ન સહેવું પડે તેનું મા અને પત્ની ધ્યાન રાખતા. એક ફાયદો થયો, કોઈ બહાર જઈ ના શકે. એક પણ પૈસાનો ખોટો ખર્ચ ન હતો. અધુરામાં પુરું બાઈ પણ આવતી હતી. જો કે તેનો પગાર , અવનિ અને અનિકેતે મળી નક્કી કર્યું હતું કે આવશે ત્યારે આપી દઈશું . એના પેટ પર પાટુ મારવા બેમાંથી કોઈ રાજી ન હતા.આમ દિવસો, અઠવાડિયા, બે મહિના પસાર થયા. અવનિનું ગુપ્ત ધન ધીરે ધીરે ઓછું થતું જણાયું . મમ્મીએ એક દિવસ બપોરે અવનિને બોલાવી, ‘બેટા તું ચિંતા નહી કરતી. મારા કબાટમાં પણ ખજાનો છે ‘. અવનિ એ ઉંડો શ્વાસ લીધો. હાશ.

કોરોના (૯) બ્લેક લાઇફ મેટર વિજય શાહ

શીકાગોનાં એક કન્વીનીયંટ સ્ટોરમાં ખોટી ૨૦ ડોલરની નોટ ચલાવવાનો પ્રયત્ન કરતા ૭ ફુટ ઉંચા અશ્વેત જણનાં પૈસા પરત કરતી વખતે સ્ટોરનાં કેશિયરને તે ગ્રાહક નશામાં ધુત લાગ્યો. તેણે પૈસા પરત આપેલા ગાહકની હીલચાલ પર નજર રાખી અને થોડા સમય પછી ૯૧૧ પર ફોન કરી તે ગ્રાહક વિશે પોલિસ ને જાણ કરી.પાંચજ મિનિટમાં ત્રણ પોલિસ કાર આવી અને શાંતિ થી બેઠેલા તે ગ્રાહક્ને બેડીઓ પહેરાવીને પકડીને લઈ ગઈ.

કોઇ પ્રતિકાર નહીં અને ગુનો એક માત્ર તે ગ્રાહક નશામાં ધુત હતો.સાંજનાં સમયે આટલી મોટી માત્રામાં નશો કરનાર જો ધમાલે ચઢે તો કાબુમાં લાવવો અશક્ય થઈ શકે.તેની પાસે પણ તે દવા પુરી માત્રામાં હતી. થોડા સમયમાં તે વિશાળ કેદી કાળી સ્પોર્ટ્સ કાર પાસે પડી ગયો અને ત્રણે પોલિસ એ કારની ત્રણે બાજુએ એવીરીતે ગોઠવાઈ ગયા કે તેની સાથે થતી મારા મારી કોઇને ન દેખાય અને એક પોલિસ ઈંસ્પેક્ટર તેના ગળા પર ગોઠણ ગોઠવીને એવી રીતે ગોઠવાઇ ગયા કે તેને કોઇ પણ બાજુ થી જોઇ ન શકે. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી.કુલ નવ મીનીટ ચાલેલી આ કવાયતમાં તે મૃત્યુ પામ્યો.

બ્લેક લાઇફ મેટર નાં અશ્વેત માણસોનાં ટોળા ઉભરાવા માંડ્યા.

પેલા ગ્રાહકનાં મૃતદેહને સ્પીટલમાં દાખલ કર્યો અને ત્રણે પોલિસની ગાડીઓ ઘટના સ્થળેથી હટી ગઈ. કરફ્યુ શરુ થઇ ગયો હતો..ટીવી નાં એક પત્રકાર ની નજર આ ત્રણે પોલિસ ઉપર હતી અને તેના સેલ્ફોન થી તેણે આ વીડીયો ઉતારી લીધી હતી અને તેણે તે વિડિયો હેડ ઓફીસ પર મોકલી દીધીં નીલીંગથી મૃત્યુ પામેલ તે યુવાન ૪૬ વર્ષનો જ્યોર્જ ફ્લોય્ડ હતો.લગભગ ૧૫ થી ૧૮ જેટલા ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર હતો. અને સૌથી મોટો ગુનો તે નશો કરીને આજે બહાર નીકળ્યો હતો..

અમેરિકામાં મીડીયાને આવી માહીતિ મળે એટલે તરત જ તે વાઇરલ થઈ જાય..અને ઇલેક્શન નાં વાતાવરણ માં દરેક જણ પોત પોતાની રીતે અર્થઘટન કરી મોકાનો ફાયદો ઉઠાવવા માંડે.ટોળુ બેકાબુ બને અને લુંટ્ફાટ શરુ થઈ ગઈ. કોરોના ની બીક ગૌણ બની ગઈ અને જેઓ લૂંટ ફાટ ઉપર જીવતા હતા તે રોડ ઉપર હતા…પોલિસો ઓછા અને રોડ ઉપર રહેતા સૌ હો હા કરતા લૂંટ ફાટ માં સક્રિય હતા.દિવસો વિતતા જતા હતા..જ્યોર્જ ફ્લોઈડ ને હીરો બનાવી બ્લેક લાઈફ મેટર આવા તોફાનો સમગ્ર અમેરિકામાં ફેલાવી રહી હતી.જોકે લંડન અને સીડનીમાં પણ આ ધમાલો પ્રસરી રહી હતી.કોરોના ગૌણ બની રહ્યો હતો અને લૂંટ ફાટ બેધડક રીતે વધી રહી હતી..

રાજકીય પાર્ટીઓ આવે વખતે પોતાની વગ વાપરી વાપરી ને પોતાનું ધાર્યુ નિશાન પાડી રહ્યા હતા. આમેય બે પાર્ટીનું રાજ્કરણ આવે વખત સ્પષ્ટ દેખાય…

કોરોના (૧૦) વૃધ્ધાશ્રમ પ્રવીણા કડફિયા

ડોક્ટરની વાત સાંભળીને સહુ વયોવૃદ્ધ લોકો વિચારમાં પડી ગયા. ૭૦નો આંકડો વટાવી ચૂકેલા આમ તો ‘કોરોના’થી ડરતા ન હતા. કિંતુ પીડા દાયક મૃત્યુ કબૂલ ન હતું. બાકી જે થવાનું છે તે થઈને રહેશે એમાં શંકા ન હતી. ડો.શિરિષ ભટ્ટ, આવી જાતના દર્દના ખાસ ડોક્ટર અને અભ્યાસુ હતા.ચેપી રોગના દર્દીઓની સારવાર કરતાં કરતાં આખી જીંદગી પસાર કરી હતી. ચીવટ પૂર્વક રહેવાને ટેવાયેલા હતા. એમના સંપર્કમાં જે કોઈ વ્યક્તિ આવે તો ચોખ્ખાઈ અને ચોકસાઈના આગ્રહી પણ હતા. ખોટાને ખોટા કહેતા કદી ઝિઝક ન થતી.નિવૃત્ત જીવન ખૂબ શાંતિથી અને વૃદ્ધ લોકોને ઉપયોગી નિવડે તેમ પસાર કરવું હતું. આ વૃદ્ધાશ્રમ આમ જોવા જઈએ તો મોટેભાગે ખૂબ શ્રિમંત વર્ગવાળા વડિલો માટે બંધાવ્યો હતો. રાજાશાહીની જેમ તેમની સરભરા થતી હતી. જેમની પાસે પૈસાની રેલમછેલ હોય તેમને વધારે શું જોઈએ ?

આ તો કુદરતનો કોપ હતો. સહુ જાણતા હતા. કુદરત આગળ દરેક મનુષ્યના સઘળા હથિયાર નકામા છે. કોરોનાના સમાચાર સાંભળીને આંચકો જરુર લાગ્યો હતો. ભલે ઉપરથી બહાદૂરી બતાવે પણ અંતરાત્મા અસત્ય નથી બોલતો ! મુખ પર ભયની રેખા વાંચવા ડો. શિરિષને સફળતા પ્રાપ્ત થઈ હતી.દરેકને ચોખ્ખાઈ વર્તવા ઉપર ખૂબ ભાર મૂકતા. મિત્રો રોજ સાજે મજાક મશ્કરૂરી માટે ભેગા થતાં ત્યારે ‘માસ્ક’નો આગ્રહ રાખતા.

આજે નાનજી પટેલને જરા ઠીક ન હતું. ડો.દોડીને ગયા. સહુ પહેલા શરીરનું તાપમાન લીધું. બરાબર હતું. એ તો શરદી હતી અને રાતના લસ્સી પીધી એનું પરિણામ હતું. સહુનો શ્વાસ હેઠો બેઠો. ડોક્ટરે આરામ કરવાની અને રાતના માત્ર ઘીવાળી ખિચડી ખાવાની રજા આપી. બસ બીજે દિવસે નાનજીભાઈ, તાજા માજા દેખાયા.જોકે ચારેયમાં સહુથી સારી તબિયતવાળા નાનજીભાઈ હતા. બાકી પેલા બે ગેસ સ્ટેશનવાળાને તો હ્રદયના હુમલા આવી ચૂક્યા હતા. ભલે ને સાધારણ હોય પણ હુમલો તો હુમલો કહેવાય. જેને કારણે થયેલી ઈજા ને નકારી શકાય નહી.ડોક્ટર પોતે દસ વર્ષ પહેલાં બાય પાસ કરાવી ચૂક્યા હતા. આમ સમ દુખિયાઓની ટોળી સારી જામી હતી. આ કોરાનાએ જે કહેર મચાવ્યો હતો તેણે રોજીંદી જીવન પ્રક્રિયામાં હલચલ મચાવી હતી. ચારે બાજુ મૃત્યુનું તાંડવ જોઈ આંખો વિસ્મયથી પહોળી થઈ જતી. કુદરતનું વિફરવું આ ઉંમરે જોવું પડશે તે માનવામાં આવતું ન હતું.તેઓ રહેતા હતા તે શહેરમાં મૃત્યુનો આંક્ડો ખૂબ ઉંચો હતો. જે પ્રમાણે મૃત શરીરના ઢગલા ખડકવામાં આવ્યા હતા તે હ્રદયને દ્રવિત કરતા હતા.

અમેરિકા જેવા દેશમાં કોરોના પર કાબૂ પામવો અશક્ય જણાતો હતો. રોજ રોજ વધતા જતા આંકડા ભય પમાડે તેવા હતા.ડોક્ટર શિરિષ સહુને હૈયે ધારણા આપતા. સહુ ચોકસાઈ રાખતા. બાળકોને પણ મળવા આવવા જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વયોવૃદ્ધ લોકોને કોરોના થવાનો ભય સહુથી વધુ પ્રમાણમાં સતાવતો.આ ચાંડાળ ચોકડી આશ્રમમાં ખૂબ મશહૂર હતી. બાકી બીજા દસેક જણા હતાં પણ પૈસાપાત્ર હોવાને કારણે અભિમાનમાં ચકઊર હતા.

ઘણા લોકો માત્ર ઉંમરમાં વધતા હોય છે. સમજણમાં નહી. પછી ભલેને વૃદ્ધાશ્રમમાં કેમ ન રહેતાં હોય.જો કે ડોક્ટર હોવાને નાતે શિરિષ સહુની સાથે એક સરખું વર્તન કરતા. તેમના જીવનનો ઉદ્દેશ બનાવ્યો હતો. ‘પૈસા માટે ઘણું જીવ્યો હવે સેવા કરવા માટે જીવવું છે.

‘એક વસ્તુ સારી રીતે ડોક્ટર જાણતા હતા, ‘પેલા ઉપરવાળાના રાજ્યમાં બેંક નથી, પૈસા ત્યાં ખાતામાં નહી મોકલાવાય. ‘. બધું અંહીનું અંહી રહેવાનું છે. પત્ની વિદાય થયા પછી અંહી આવ્યા હતા. બાળકો ભગવાને આપ્યા ન હતા !મૃત્યુ આવવાનું ચોક્કસ છે. સમય ખૂબ નજીક સરતો જાય છે. કિંતુ આ કુદરતી હોય! આરામદાયક હોય! હોઠ પર હરિના નામનું અવિરત સ્મરણ હોય ! એવા મૃત્યુની અપેક્ષા વધુ પડતી નહી ગણાય.ડોક્ટર સહુને સમજાવવામાં સફળ રહ્યા. છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતા હતા. મિત્રતાની ગાંઠ મજબૂત હતી. ચાલો ‘આજે સાંજે પાછા બ્રિજ રમવાનું છે ‘ યાદ છે ને ?જમીને છૂટા પડતાં સાંજના મળવાનું નક્કી કર્યું .