Corona - 3 books and stories free download online pdf in Gujarati

કોરોના – હકારત્મક પ્રસંગો - 3

કોરોના – હકારત્મક પ્રસંગો-

સંપાદન-વિજય ઠક્કર

(3)

કોરોના સામેની લડતમાં આયુર્વેદની સફળતા વધી રહી છે,વાત વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા અને તેમની ટીમની પ્રતિબદ્ધતાની…આલેખનઃ રમેશ તન્ના

આજે વાત કરવી છે વૈદ્યરાજ ભવદીપ ગણાત્રાની. તેઓ સજ્જ અને પ્રતિબદ્ધ વૈદ્યરાજ છે. અમદાવાદ અને ગુજરાતમાં કોરોના દર્દીઓને આયુર્વેદનો મોટો ફાયદો થઈ રહ્યો છે. જે કામ કેરલ રાજ્યમાં થયું તે ગુજરાતમાં પહેલાં જ થઈ શક્યું હોત, પણ દેર આએ દુરસ્ત આયે. આયુર્વેદમાં શ્વાસ-ફેફસાંના રોગોને નિયંત્રિત કરવાની અને મટાડવાની મોટી શક્તિ છે, જે સાબિત થઈ રહ્યું છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પર આયુર્વેદનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. 213માંથી 203 દર્દીઓ માત્ર સાત દિવસમાં જ અહીં આયુર્વેદની મદદથી નેગેટિવ થઈ ગયા હતા

અમદાવાદની પાદરમાં, એસજી રોડ પર આવેલી SGVP HOLISTIC HOSPITAL (નિરમા યુનિવર્સિટીની બરાબર સામે)માં ડો. ભવદીપ ગણાત્રા કોરોનાની સારવારમાં ફરજનિષ્ઠ છે. સારી બાબત એ છે કે સરકારમાં કોવિડ -19 ના દર્દીઓમાં આયુર્વેદની દવાના ક્લિનિકલ ટ્રાયલ તરીકે ખૂબ જ પ્રોત્સાહક સંશોધન કાર્ય ચાલી રહ્યું છે.

એસ.જી.વી. મેડિકલ હોસ્પિટલ (જૂની વી.એસ. હોસ્પિટલ), અમદાવાદમાં ભવદીપભાઈ આ પ્રોજેક્ટના co PRINCIPAL INVESTIGATOR સહયોગી પ્રિન્સિપલ ઇન્વેસ્ટર છે. તેઓ કોરોના સામે આયુર્વેદનો ઉપયોગ અંગે ચાલી રહેલા સંશોધનના સંદર્ભમમાં એસવીપી (પાલડી) સાથે અને કોરોના સારવારના સંદર્ભમાં એસજીવીપી સાથે સંકળાયેલા છે. એક જ જેવાં નામો હોવાથી ગૂંચવણ થાય તેમ છે, પણ આયુર્વેદ ભલભલી ગૂંચવણ-મૂંઝવણ ઉકેલી શકે તેમ છે.

તેઓ કહે છે કે દરરોજ PPE suit પહેરીને સારવાર કરવાનું પડકારજનક છે, પરંતુ હવે કેટલાક અઠવાડિયાના નિત્યક્રમની પ્રેક્ટિસથી ટેવાઈ જવાયું છે. તેઓ ઉમેરે છે, દર્દીઓમાં આયુર્વેદ માટે ખૂબ જ શ્રદ્ધા છે અને ઘણી અપેક્ષાઓ પણ છે, જે પૂરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી આખી ટીમ દ્વારા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં દર્દીઓમાં આયુર્વેદની વ્યક્તિગત સારવાર પણ આપવામાં આવી રહી છે.ભવદીપભાઈ કહે છે આયુર્વેદ પોતાની શક્તિ બતાવશે અને હજારો વર્ષો જૂની આ આયુર્વેદ ઉપચાર પ્રત્યે લોકો સન્માનથી જોતા થશે. આયુર્વેદમાં મૂળભૂત રીતે શાશ્વત શક્તિ છે જે આજના આધુનિક યુગમાં અસરકારક છે જ. કોરોના કે અન્ય કોઈ પણ નવી બિમારી સામે આયુર્વેદનો અસરકારક અને સફળ ઉપયોગ થઈ જ શકે અને થઈ પણ રહ્યો છે. તેઓ કહે છે કે આયુર્વેદની સરળ અને અસરકાર પદ્ધતિની અસર અંગે ભલે આજની દુનિયામાં ઓછું સંશોધન અને અમલ થયાં હોય, પણ હવે વૈશ્વિક સ્તરે સમજાયું છે કે તંદુરસ્ત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ જોઈશે અને તેમાં સમગ્ર વિશ્વને આયુર્વેદ ખૂબ જ મદદ કરશે.

ડો. ભવદીપ ગણાત્રાની જેમ જ ભારતભરમાં મોટી સંખ્યામાં આયુર્વેદ ડોકટરો-પ્રેક્ટિશનર કોવિડ -19 દર્દીઓની નિષ્ઠા સાથે સારવાર કરી રહ્યા છે અને બધે જ સુંદર પરિણામો આવી રહ્યાં છે.ખરેખર, આપણે, ભારતે આયુર્વેદ તરફ પાછા વળવાની જરૂર છે. આપણા જેવા ગરીબ દેશને મોંઘીદાટ આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ ના જ પોષાય. જેને પોષાય તેવા સીમિત સાધન-સંપન્ન લોકો ભલે તેનો ઉપયોગ કરે, આપણે પણ જ્યાં તેની અનિવાર્યતા હોય ત્યાં તેનો ચોક્કસ ઉપયોગ કરીએ પણ રોજબરોજના જીવનમાં આયુર્વેદને સ્થાન આપવાનો સમય હવે આવી ગયો છે.

ડો.ભવદીપ ગણાત્રા જાણીતાં હાસ્યલેખિકા ડો. નીલિની ગણાત્રાના સુપુત્ર છે. નલિનીબહેન અમદાવાદની આયુર્વેદિક હોસ્પિટલ-કોલેજમાં પ્રોફેસર હતાં. તેમના પિતા પણ ડોકટર હતા. ડો. ગણાત્રા વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાનું ક્લિનક ધરાવે છે. લોકોમાં આયુર્વેદનો મહત્તમ પ્રસાર થાય તે માટે વર્ષોથી તેઓ થાક્યા વિના પ્રયાસો કરી રહ્યા છે. સામા પ્રવાહે તરીને તેઓ નવા નવા અખતરા કરીને લોકોને આયુર્વેદ તરફ વાળવા મથી રહ્યા છે તેનો હું સાક્ષી રહ્યો છું. તેમની આયુર્વેદ માટેની પ્રતિબદ્ધતા માત્ર વ્યવસાયિક નથી પણ હૃદયની છે તે મોટી વાત છે. સમાજને સ્વસ્થ બનાવવો હશે તો આયુર્વેદનો મોટો ઉપયોગ કરવો પડશે તેવું તેઓ માને છે અને તે દિશામાં સતત કાર્યરત છે. તેમને દિલથી અભિનંદન. (તેમનો સંપર્ક Dr Bhavdeep Ganatra, Ganatra Ayurveda, 9825497588 છે.)(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)

મોતનો ફરિશ્તો રાહ જોઇને તો નહિ બેઠો હોય…???

વિજય ઠક્કર

કપરો સમય છે… ડરામણું વાતાવરણ છે સહેજ ચૂક પણ દર્દનાક પરિણામ આપી જાય એવો બિહામણો માહોલ છે. સતત એમ્બ્યુલન્સોની સાયરનોની ચિચિયારીઓ ઘરમાં બેઠાય કંપાવી જાય છે. એક અદ્રશ્ય રાક્ષસના મૃત્યુપ્રહારથી બચવા માટે ફાંફે ચડેલો માણસ જીવ બચાવવા હવાતિયાં મારે છે. છાતી કાઢીને ફરતો ઉંચો પહોળો ખડતલ પહેલવાન પણ સલામત એકલવાસ શોધે છે. સ્પર્શસુખ માટે હંમેશાં તલસતો માણસ આજે ભૂલથીય સ્પર્શ ના થઈ જાય એની સાવચેતી રાખે છે. અન્યોન્યના શ્વાસથી હૂંફ પામતો જીવ પણ આજકાલ એ હૂંફ મેળવવાથી અળગો રહેવા મથે છે.

આ તો કેવી વિડંબના હેં…?

અમારા જૂના પાડોશી અને જાણીતા પટેલ પરિવારનો પડછંદ યુવાન દીકરો પાંચ છ કલાકમાં તો હતો નહતો થઈ ગયો. ૨૬મી માર્ચે હજુ દિવસ ઊગતા તો એ સ્ત્રી એના થનગનતા પતિને પડખે બેઠી હતી અને સાંજ પડતાં તો કોરોનાએ એને ગ્રસી લીધો. એનો થનગનાટ કાયમ માટે શમી ગયો. પતિનું છેલ્લુછેલ્લું મુખદર્શન કરવાની પરવાનગી પણ એ સ્ત્રીને ન મળી કે એ જુવાનજોધ દીકરાને અગ્નિદાહ દેવાથી ય બાપને ફરજિયાત અળગાં રહેવું પડ્યું…. એ તો કેવી કરુણતા..?? છ ફૂટ નો ઉંચો પહોળો જુવાન બે મુઠ્ઠી રાખ થઈ જાય અને નાનકડા બૉક્સમાં એ રાખ ભરીને ફ્યુનરલ ડાયરેક્ટર આવીને એ બૉક્સ પરિવારને સોંપી જાય. કેવી દર્દનાક પરિસ્થિતિ..?? આવાં તો અસંખ્ય પીડાદાયક કિસ્સાઓ અહીં ઠેરઠેર જોવા મળે છે. કોરોનાનાં ચેપનો કોરડો જેના પર વીંઝાયો છે એવા અસંખ્ય મૃત લોકોને મોર્ગને બદલે પ્લાસ્ટિકની સીલબંધ બેગોમાં પેક કરીને ફૂડ ફ્રોઝન કરવાની ટ્રકોમાં સંગ્રહવામાં આવે. કમકમા આવી જાય એવાં દ્ગશ્યો જોયા પછી ગમે એવા બહાદુર અને સ્વસ્થ માણસની પણ ઊંઘ અને ભૂખ બધું જ હરામ થઈ જાય જ ને..?

અમેરિકાના સૌથી વધારે અસરગ્રસ્ત બે રાજ્યો ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી છે જ્યાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ન્યૂયોર્કથી ચાલીસેક માઈલ દૂર અમે ન્યૂ જર્સીમાં સીનીયર હોમ કોમ્પ્લેક્સમાં વન બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. સીનીયર સિટીઝન્સ હોવાથી આમ પણ અમે હાઇરિસ્ક ઝોનમાં તો છીએ જ…. વળી પાછાં અમારા કોમ્પ્લેક્સમાં બધાં જ ૬૫ વર્ષથી ઉપરની ઉંમરના લોકો રહે અને એ બધાં વયસ્ક લોકોને કોઈક ને કોઈક શારીરિક વ્યાધિ તો હોય જ એટલે અહીં સંક્રમણની પણ પૂરેપૂરી શક્યતા રહે. અધૂરાંમાં પૂરું અમારા જ ફ્લોર પર રહેતા અમારા પાડોશી ગુજરાતી વૃદ્ધ સદગૃહસ્થ કોરોનામાં ઝપટાયા અને ગયા સપ્તાહે જ સ્વધામ શરણ થયા એટલે મનમાં બધાંને એક છૂપો ભય સતાવે… હવે કોનો વારો આવશે ??? ભયના ઓથાર નીચે જીવતાં દિવસો પસાર કરવાનું કેટલું કપરું છે એની કલ્પના થઈ શકે છે…??? ન્યૂ જર્સી કે જ્યાં અમે રહીએ છીએ એમાં દરરોજ કોરોનાના સંક્રમિતો અને મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધતી અને વધતી જ જાય છે એટલે ન્યૂ જર્સીયન્સ બધાં ભયથી ત્રસ્ત છે. સૌને સતત એવી ભ્રમણા થાય કે જાણે આપણા બારણાની બહાર મોતનો ફરિશ્તો રાહ જોઇને તો નહિ બેઠો હાય…??? છેલ્લા ૨૨ દિવસથી અમે સ્વયમ એકલવાસ સ્વીકારી લઈને અમારા એપાર્ટમેન્ટમાં નજરબંધ થઈ ગયાં છીએ. એપાર્ટમેન્ટનો દરવાજો બે દિવસે એકવાર બે મિનીટ માટે ગાર્બેજ નાખવા અને અઠવાડિયે એકાદ વખત પાંચ સાત મિનીટ માટે અમારા ડે કેર સેન્ટરમાંથી શાકભાજી અને દૂધ દહીં નાસ્તા વગેરેનો પુરવઠો આપવા આવે ત્યારે જ ખોલ્યો હોય. એ બધો જ સામાન લઈને આવ્યા પછી તરતજ શેમ્પુ અને બોડીવોશથી બે-ત્રણ વાર માથાબોળ સ્નાન કરી લેવાનું.

અમારા સીનીયર હોમમાં લગભગ 00થી વધારે ફેમીલીનો વસવાટ છે અને એમાં મોટા ભાગે દંપતીઓ અને કેટલાંક લોકો એકલવાયાં રહેતાં હોય અને એ બધાનાં સંતાનો કે

સીનીયરોનો જ અહીં વસવાટ હોવાને લઈને લીઝ મૅનેજમેન્ટ તરફથી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રખાય છે સતત ફ્યુમીગેશન્સ કરવા ઉપરાંત રહીશો માટે પણ ઘણાં નિયંત્રણ મૂકાયા છે.

એમના અન્ય પરિવારજનો એમનાંથી દૂર જ રહેતા હોય.

બીજા રસપ્રદ વિકલ્પો