મેલું પછેડું - ભાગ ૧૬ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

મેલું પછેડું - ભાગ ૧૬

અજયભાઈ ની અનિચ્છા છતાં તેમને સરપંચ ને ત્યાં સપરિવાર રાત્રી ભોજન માટે જવું પડ્યું. સરપંચ ને જોતા જ હેલી ની આંખો પહોળી થઈ ગઈ ‘પરબત’ તે સ્વગત બોલી જાણે તેને જોઈ ને પોતાનું શારીરિક સંતુલન ગુમાવતી હોય એવું લાગતા રાખીબહેન નો હાથ હેલી એ પકડ્યો .
સરપંચ બધા ને રામ – રામ કરી કંઇક કામે આઘોપાછો થયો ત્યારે હેલી એ કહ્યું, ‘આ સરપંચ જ પરબત જેને મારૂં જીવન રગદોળ્યું ને હવે ગામ નો મોભી બની બેઠો છે’.
હેલી ની વાત સાંભળી અજયભાઈ અને રાખીબહેન એલટૅ થઈ ગયા . તેમને સમજાઇ ગયું કે તેનો પનારો જે વ્યક્તિ સાથે પડ્યો છે તે ગામ ની હસ્તી છે અને તે પણ સમજાઇ ગયું કે હવે આગળ ની તેમની લડાઈ ઓર મુશ્કેલ બનશે.
સરપંચ ને આવતો જોઈ તે ત્રણેય નોમૅલ થઈ ગયા. ‘જમવાનું તૈયાર સે સાયબ હાલો વાળુ કરવા, ઇ ને તમે શું કો … હા ડિનર હા ડિનર તૈયાર સે આ તમારા ઘરવાળા ને તમારી દિકરી આપણી હારે બેહશે કે ઘર નાં બૈરા જોડે ? તો અંદર વ્યવસ્થા કરાવું’ બોલતા-બોલતા પરબતે બે ત્રણ વાર હેલી તરફ નજર કરી લીધી.
‘ના….. ના અમે ત્રણેય સાથે જ બેસીશું કોઈ અલગ વ્યવસ્થા કરવાની જરૂર નથી, અહીં બહાર જ મજા આવે છે અહીં જ બેસી જઈએ’ રાખીબહેને જવાબ આપ્યો.
તેઓ કોઈ રીતે હેલી ને ઘર માં લઈ જવા ઈચ્છતા ન હતા તેથી બહાર જ વ્યવસ્થા કરાવી . જમવાનું તૈયાર થઈ ને આવી ગયું જમતાં જમતાં પરબત બોલ્યો, ‘ સાયબ તમે આ ગામમાં સો ત્યાં લગણ જમવાની વ્યવસ્થા મારા ઘેર હમજો , તમારા જેવા વિદેશ ના લોકો ને ગામ લોક થોડું હાસવી શકે? ક્યાં એમનું લુખું સુકું ભાણું ને ક્યાં તમે’
ના ……….ના સરપંચ સાહેબ તમારે હેરાન થવાની કોઈ જરૂર નથી, આ તો જેસંગભાઈ ની લાગણી જ એવી હતી કે અમે એમને ના ન કહી શક્યા . અને સાહેબ ભોજન ની થાળી ભરેલી હોય, લાખ માવા મિઠાઈ હોય પણ મન નો ભાવ મેલો હોય ને તો એ ભોજન ની મિઠાશ ન હોય.
અને સાહેબ મારી દિકરી અહીં ના સામાન્ય લોકો ના જીવન પર આધારિત ભણવા આવી છે તો ગામ લોકો ની લાગણી થોડી દુભાવાય ? માટે તમે અમારી ચિંતા ન કરશો. અમારી દિકરી ખુશ એમાં અમે પણ ખુશ’ રાખીબહેન ના જવાબ થી પરબત નું મોં થોડું બગડ્યું.
જમી ને ત્યાં થી નીકળ્યા ત્યારે રામભાઈ સાથે અલપ - ઝલપ વાતો કરતાં હેલી એ જાણ્યુ કે પરબત ને કોઈ સંતાન નથી. ગામમાં તેની ધાક છે . હેલી ને પણ સમજાયું કે પરબત સામે પડતા પહેલા તેને પોતાની જાત ને મજબૂત બનાવવી પડશે. ગામ લોકો નો પરબત માટે નો ડર દૂર કરી પોતાની તરફેણ માં કરી ને જ તે પોતાનો બદલો લઈ શકશે .
હેલી ને એક તરફ પરબત જેવા મજબૂત માણસ સામે લડવાની ચિંતા હતી તો બીજી તરફ એ શાંતિ થઈ કે કાળી ના જીવન ના બે વ્યક્તિ ઓ તેને મળી ચૂક્યા છે હવે ફક્ત નાથા ની ભાળ મેળવવાની બાકી હતી.
સૌથી પહેલા તો તેને કાળી રૂપે તેના પિતા સમક્ષ રજૂ થવું જરૂરી હતું , પણ કઇ રીતે? કઇ રીતે? હેલી વિચારતી વિચારતી ઊંઘી ગઈ.
વહેલી સવારે તે જાગી અને રામભાઈ ને ફોન કરી બોલાવી લીધા. તેના માતા-પિતા ને ઉંઘતા મૂકી પોતાના ગામ જવા નીકળી. ગામ પહોંચતા રામભાઈ ને જવાનું કહી પોતે જેસંગભાઈ ના ઘર તરફ આગળ વધી.
વહેલી સવાર હોવાથી મોટાભાગના ઘરો માં રોજીંદુ કાયૅ થવાનું શરૂ જ થયું હતું, ક્યાંક ગાયો દોવાતી હતી, તો ક્યાંક સ્નાનાદિ કાયૅ, તો ક્યાંક સ્ત્રીઓ પાણી ભરવા જતી હતી.આ બધા ની સાથે લોકો આ છોકરી ને સવાર સવાર માં જોઈ અચરજ પામ્યા પણ કોઈ સાથે કંઈ બોલ્યા વિના હેલી જેસંગબાપુ ને ડેલે પહોંચી.
(ક્રમશઃ)