મહિલા સશક્તિકરણ:
આજ સુધી એક દિવસ પણ એવો સંદેશો નથી આવ્યો કે સંપૂર્ણ રીતે મહિલા સુરક્ષીત છે. ક્યાંક મહિલા સેહમી છે તો ક્યાંક દબાયેલી,સ્ત્રીનું સ્થાન હંમેશા પુરુષો થી નીચે જ રહ્યું છે. આપણે સમજીએ છીએ કે ભારત એક પુરુષ પ્રધાન દેશ છે.
સમાજ માં 1% મહિલા વર્ગ પોતાના હક માટે લડતી જોવા મળે છે. બાકી ની હાલત તો કયાંક પંખે લટકી ને કે આગ જની મા જોવા મળે છે.
હા એટલું થયું છે કે મહિલા પોતે સજાગ બની છે, આજે શાળા ઓ માં જ બાળકી ઓને કરાટે સ્પર્ધામાં ને કલાસ કરાવવા માં આવે છે. છતાં પણ ઘર ના લોકો એને એટલા પ્રોત્સાહિત નથી કરતા હોતા.
"નારી તું નારાયણી છે,
જગ માં તું કલ્યાણી છે.
શક્તિ નું તું રૂપ છે,
વિરાટ તારી સહનશીલતા છે."
ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરતી હોય છે અત્યાર ની મહિલા.તો પણ એ સ્વતંત્રતા મેળવવા મહિલા એ ઘણું ઘણું બધું ગુમાવ્યું હોય છે.
એવાં ઘણાં બધાં ઉદાહરણ છે કે જેમાં મહિલા બહાદુર હોય અને સમાજ ની ખરાબ માનસિકતા નો ભોગ બની નાં હોય!
બિહાર ની અરુણિમા નો જ દાખલો લો.આજે એણે એક પગ હોવાં છતાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા નો એવોર્ડ એનાયત થયો..પણ ત્યાં સુધી પહોંચવા એને કેટલો સંઘર્ષ કર્યો. ચાલતી ટ્રેન માંથી અસમાજિક તત્વો દ્વારા એને ફેંકી દેવામાં આવી અને એ મહિલા જે ક્યારેય અબળા નથી , મહિલા છે તો પણ એ સબળા છે એનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. અને સમાજ કેવો છે એનો પણ પરિચય થાય છે.
ઈશ્વરે સ્ત્રી ઓનું નિર્માણ એટલું સુંદર કર્યુ છે પણ સ્ત્રી પોતે એના થી અજાણ રહે છે તેમને ખબર છે કે એમના માં રહેલી શક્તિ થી એ કેટલી આગળ વધી શકે છે. એ ધારે તો મંગળ પર પોહચી શકે છે.. પણ ,,,,,તો પણ એ બિચારી બની ને કેમ જીવે છે, વગર વાંકે કેમ દંડાય છે?? સ્ત્રી જલ્દી થી વિશ્વાસ મૂકી દે છે ને છેતરાય જાય છે. મહિલા માટે પુરી દુનિયા માટે પ્રેમ છે, કરુણા છે, તેનામાં દયા નો સાગર ઉમટે છે ને એ બધું જાણતી હોવા છતાં પણ લેટ ગો ની ભાવના થી પોતાના લોકો નું સહન કરી રહી હોય છે.
આજે મહિલા ક્યાં ક્યાં પોહચી શકે છે એનો ખ્યાલ આપણા ગુજરાત ના મહિલા મુખ્યમંત્રી , અવકાશ માં પણ સફર કરી આવનાર ગુજરાતી જ મહિલા છે. આજ ની નારી શું કરી શકે છે એના જીવંત ઉદાહરણ છે.. તો પછી આવો દરેક મહિલા એક સાથે સપથ લઈ એ કે ,,, અમે કોઈ થી કમ નથી,. અમે પુરુષો થી પણ આગળ નિકળી શકીએ છીએ અને મારા મતે તો નિકળ્યા છે.
તું હર જન્મે પૂજ્ય છું,
વરસો થી તું વંદનીય છું.
તું દેવી છું, તું કરુણા છું,
હર યુગે તું સન્માન માટે હકદાર છું,
ના જુકીશ તું અન્યાય સામે,
સામનો કરીશ તું દરિંદો સામે,
તારું રક્ષણ તું ખુદ કર,
બરહ્મા, વિષ્ણુ,મહેશ ભગવાન ને પણ
વિદ્યા માટે જરૂર હર પળ પડે છે,
જીવન ના હર ક્ષેત્રોમાં ઝળહળી ઉઠશે તું.
"लडकी पूछ रही हैं"
मेरा कोनसा कर्म होगा?
जो इस जन्म में,
मेरी ये हालत हो रही है।
में तो बस खुशियां,
बाटने आई हु,
फिर क्यूं लोगोंको,
समझ नहीं आता है।
सदियों पहले से ही मुझे,
क्यों अच्छे से देखा नहीं जाता?
ये मत करो, ये मत पहनो,
क्या ये सब तकलीफ,
हमको ही उठानी है!
हम लडकी है तो क्या हुआ,
पर तुम लड़के होकर,
क्यू अपना संस्कार लजाते हो।
रूप✍️
©
રૂપ✍️