હોકીમેન ધ્યાનચંદ સ્મરણાંજલિ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોકીમેન ધ્યાનચંદ સ્મરણાંજલિ

રાષ્ટ્રીય ખેલ દિવસ : હોકીમેનને સ્મરણ અંજલિ

ખેલ રત્નોને યાદ કરી એમના જીવન સંઘર્ષને અંતે તથા તેમની અથાક મહેનત અને નિષ્ઠાને પરિણામે તેમણે મેળવેલ સિધ્ધિઓનું સન્માન કરવાનો દિવસ..એટલે રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ એટલે હોકીના યુગપુરુષ ગણાતા એવા મેજર ધ્યાનચંદનો જન્મદિન ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવાય છે॰

રમત ગમતને દુનિયામાં ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કરનાર હોકી ખેલના માસ્ટર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના અલહાબાદ ખાતે રાજપૂત પરિવારમાં થયો હતો.બાદ તેમનો પરિવાર ઝાસીમાં આવી વસ્યા હતા.તેમના પિતા આર્મીમાં સૂબેદાર હતા. 16 વર્ષની ઉમરે તેઓ આર્મીમાં જોડાઈ ગયા હતા. ધ્યાનચંદને નાનપણથી કુસ્તીબાજ બનવું હતું.પણ સૂબેદાર મેજર તિવારીએ ધ્યાનચંદમાં હોકીના મહારથીના દર્શન થતાં તેમને ગંભીરતાપૂર્વક હોકી ખેલવાની સલાહ આપી. જેથી ધ્યાન ચંદ કુશ્તીબાજનું એસવીપીએન છોડી, હોકી રમવા લાગ્યા.તબક્કાવાર પ્રગતિ કરતાં 1928માં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધ્ત્વ કરી ટીમને સુવર્ણ ચંદ્રક અપાવ્યો,બાદ 1932માં લોસ એન્જ્લ્સમાં પણ સુવર્ણ ચંદ્રક આપવી ભારતનું નામ રોશન કર્યું તો.. હોકીને સાતમા આસમાને લઈ જવાનું માન અને ગૌરવ દંતકથા સમાન જાદુગર ધ્યાનચંદ દ્વારા 1936માં બર્લિનમાં યોજાયેલ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કપ્તાન પડે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.ફાઇનલ મેચમાં જર્મનીની ટીમને 8-1 થી જોરદાર હાર આપી,જેમાં 3 ગોલ “મેજિક મેન” ધ્યાનચંદએ કર્યા હતા. ભારતને ભાવિ વિજય અપાવી,ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.આ મેચમાં ભારતે કરેલ કુલ 38 ગોલમાં 11 ગોલ માત્ર એકલા ધ્યાન ચંદના હતા. ત્યારે એમના આ અદ ભૂત જાદુઇ પરાક્રમથી અંજાયેલા જર્મનીના ચાન્સેલર હિટલરે તેમને સામાની સિપાહીમાથી જર્મનીમાં ફિલ્ડ માર્શલ તરીકે આવી જવા ઓફર કરી હતી. ત્યારે દેશપ્રેમી એવ આ મહાન કલાકારે નમ્રતાથી આટલી મોટી ઓફર ઠુકરાવી દેતા રાષ્ટ્ર સ્વમાન સાથે કહ્યું હતું કે,: “હું સામાનય સિપાહી ભલે કહેવાઉ, પણ મારા વતનનો સિપાહી છુ એ જ મારા માટે ગર્વ છે અને મારો દેશ જ મારા માટે સર્વસ્વ છે.!”

અદભૂત રીતે રમતા એવા ધ્યાનચંદના હોકી સ્ટિક પર જાપાનમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી કે તેમાં ગુંદર ચોટવામાં આવે છે,પણ ચકાસણી કરતાં જે શંકા ખોટી ઠરી. બીજી એક શંકા મુજબ એવું પણ કહેવામા આવ્યું કે તેમની હોકી સ્ટીકમાં લોહચુંબક છે.જર્મનીમાં આ શંકાને આધારે તેમની હોકી સ્ટીક તોડી નાખવામાં આવી. પણ એવું કઈ જ જોવા મળ્યું ન હતું. જેના કારણે આખરે આખા વિશ્વએ તેમને હોકીના જાદુગર તરીકે સ્વીકારી લીધા હતા.ભારતીય હોકી ટીમ દ્વારા ઓલિમ્પિકમાં 1928,1932,1963માં સળંગ ગોલ્ડન હેટ્રીક નોંધાવી હતી. જેનું મુખ્ય શ્રેય મેજર ધ્યાનચંદની ‘મેજીકલ’ રમતને આભારી છે. હોકી જાદુગર ધ્યાનચંદએ તેમની કારકિર્દીમાં કુલ 300થી વધુ ગોલ નોંધાવ્યા હતા. 1930-1940ના દાયકામાં વિશ્વને પ્રભાવિત કરનારા ધ્યાનચંદ ક્રિકેટ લીજેન્ડ એસઆર ડોન બ્રેડમેન સમકક્ષ હતા. મેજરને હોકી રમતા જોવા બ્રેડમેન 1935માં એડીલેડમાં ખાસ એમની મેચ જોવા ગયા.મેચ જોયા પછી તેમના રમતની અનોખી આવડત થી પ્રભાવિત થયેલ બ્રેડમેનએ ધ્યાનચંદને કહ્યું : “તમે તો ક્રિકેટમાં રન ફટકારતાં હો એમ ગોલ ફટકારો છો!!” નિવૃત થયા પછી વિદેશી ટીમને કોચિંગ આપવાની ઓફર દેશપ્રેમી એવા આ હોકીમેને નકારી હતી.

ફેફસાના કેન્સરને કારણે 3 ડિસેમ્બર,1979ના રોજ તેમનું અવસાન થયું હતું.જે પછી તેમના અંતિમ સંસ્કાર ઝાસીના ઘાટ પર ન કરતાં તેઓ જે હોકીના મેદાનમાં રમતા હતા ત્યાં કરવામાં આવ્યા.જે વિશ્વના ખેલ ઈતિહાસમાં બનેલી અદ્ભુત અનોખી ઘટના કહી શકાય.

આવા મહાન ખેલાડીની યાદમાં અને આની ખેલાડીઓને પ્રેરણા મળે એ હેતુથી દર વર્ષે દેશના આવા જ વર્તમાન મહાન ખેલરત્નને પસંદ કરી, 29 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ જેવા કે ખેલ રત્નમાં 7 લાખ, અર્જુન,દ્રોણઆચાર્ય અને ધ્યાનચંદ એવોર્ડમાં 5 – 5 લાખ રૂપિયાના પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવે છે.

મહાન હોકીમેન મેજર ધ્યાનચંદને તેમની કારકિર્દી દરમ્યાનની વિશિષ્ટ સિધ્ધી બદલ 1956માં ‘પદ્મભૂષણ’ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તે પછી તેમની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.જે કોઈ પણ હોકી ખેલાડીને મળેલું સર્વોચ્ચ સન્માન કહી શકાય. આવા મહાન ખેલાડીને તેમના જન્મદિને શત શત વંદન.મેજર ધ્યાનચંદના સ્વપ્નને આગળ વધારી, ખેલ જગતમાં ભારતનું નામ હમેશ સર્વોપરી રાખીએ એ જ એમના જન્મદિને એમને સાચી સ્મરણ અંજલિ!