મેલું પછેડું - ભાગ ૧૫ Shital દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેલું પછેડું - ભાગ ૧૫

જેસંગભાઈ એ જ્યારે કાળી ના મોત ને કુદરત ની ઈચ્છા કહી ત્યારે હેલી ને સત્ય કહેવાનું ઘણું મન થયું પણ તે સમય જોઇ ચૂપ રહી.
જમી ને જેસંગભાઈ ને ફરી મળવાનું વચન આપી ,રામ રામ કરી તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે રામભાઈ બોલ્યા, ‘ગામ ના સરપંચે કીધું કે તમે સરપંચ ની મે’માનગતિ છોડી લોકો ના ઘરે મે’માન થયા ઈ સરપંચ ને ના ગમ્યું એને ફરી રાત માટે નોંતરૂ મોકલ્યું સે’.
‘ અરે રામભાઈ તમે એમને ન કહ્યું કે આ તો જેસંગભાઈ નું ઘર જોવા હેલી અંદર જતી રહી એટલે અમારે ત્યાં જમવું પડ્યું અને તમે જોયું ને કે જેસંગભાઈ ને કોઈ ખાસ વાનગી બનાવવાનું પણ નહોતું કહ્યું ફક્ત દૂધની સાથે જ જમ્યું છે .હેલી ને તો આમ ફરવાનું થશે જ ફરી ક્યારેક ત્યાં જમીશું. અમારા વતી આભાર માની એમને વાત સમજાવો’. અજયભાઈ ને સરપંચ ને ત્યાં હેલી ને લઈ ને જવાનું મન ન હતું એટલે રામભાઈ ને આ રીતે વાત સમજાવી.
‘સાહેબ આ સરપંચ નું નોંતરૂ સે એમને માઠું લાગે એવું ન કરો કેમકે આ માણા થોડો ફરેલ સે અને બોન ને ગામમાં ફરવું પડશે ને એટલે તમને જેટલું ફાવે એટલું લેજો સાહેબ આ સરપંચ ને નારાજ ન કરો તમે હમજો સો ને’. રામભાઈ એ મોભમ માં વાત સમજાવી.
‘સારૂં આપણે સાંજે એમને ત્યાં જઈશું પણ હેલી નહીં આવે અમે બંને આવીશું હેલી થાકી ગઈ છે’. અજયભાઈ એ શરત મૂકી
‘સાહેબ એ ભૂલ ના કરતા નય તો બુન ને બીજી વાર લય ને જવા પડશે ઈના કરતા એમને હારે લય લેજો માફ કરજો પણ હું આંયા બધા ને ઓળખું સુ’ રામભાઈ એ કહ્યું. અને અજયભાઈ ને પણ બીજો કોઈ ઓપ્શન ન મળતા માની ગયા.
હેલી જેસંગભાઈ ના ઘરે થી નીકળી ત્યાર થી વિચારમગ્ન હતી તેને તેના પિતા અને રામભાઈ વચ્ચે ની વાત માં પણ ધ્યાન ન હતું . રાખીબહેન અને અજયભાઈ જાણતા હતા કે હેલી ની શું સ્થિતિ છે તેથી જલ્દી રિસોર્ટ પહોંચી તેમને હેલી સાથે વાત કરવી હતી.
રિસોર્ટ પર ડ્રોપ કરી રામભાઈ ગયા તે પછી ત્રણેય જણા ફ્રેશ થઈ વાતે વળગ્યા. અજયભાઈ એ જ કહ્યું, ‘મને લાગે છે કાળી ની ડેથ ને નેચરલ બતાવી પેલા લોકો એ ભીનું સંકેલી લીધું છે . હવે આપણે ગામમાં અને જેસંગભાઈ પાસેથી તે ઘટના ની ઝીણા માં ઝીણી વાત જાણી ચોક્કસ સમયે સચ્ચાઈ સામે મૂકવી પડે . લોકો ને એ વિશ્વાસ અપાવવો પડે કે કાળી ની સાથે રેપ જેવું ક્રાઈમ થયો હતો.’
‘હેલી ……. કાળી ની કોઈ એવી વાતો , આદતો કે કાળી સાથે જોડાયેલી એવી ઘટનાઓ જે જેસંગભાઈ અને પેલા નપાવટો સામે તું મૂકે અને તેમને વિશ્વાસ કરવો જ પડે કે તું જ કાળી છે . બેટા યાદ કર’ રાખીબહેને હેલી ને કહ્યું.
‘મોમ જેમ આજ રોટલા ની વાત મેં કરી એમ જ સમયે સમયે એક એક વાત સામે લાવીશ મને બધું યાદ જ છે’. હેલી ની આંખ માં એક આગ રાખીબહેને અનુભવી.
સાંજ સુધી રિસોર્ટ પર આરામ કરી હેલી અને અજયભાઈ સાંજે રિસોર્ટ ના ગાડૅન માં વાતે વળગ્યા.’હેલી આ સરપંચ મને સારો માણસ નથી લાગતો બેટા મારે તો તને ત્યાં લઈ ને પણ નથી જવું પણ રામભાઈ નું કહેવું માની ને આપણે ત્યાં જઈશું. બેટા ધ્યાન રાખજે અને શક્ય એટલી તારી મમ્મી સાથે જ રહેજે . આપણે એક ફોમૅાલીટી પૂરી કરવા જઈશું’.અજયભાઈ એ હેલી ને સમજાવી.
સાંજે સાડા છ સાતે તેઓ સરપંચ ને ત્યાં જમવા પહોંચ્યા .ઘર ખૂબ સરસ હતું , દેખાવ પરથી જ ખબર પડી જાય કે સરપંચ શ્રીમંત માણસ હશે . ઘર માં બે ત્રણ સ્ત્રીઓ આંટા મારતી હતી . જેમને તેમને આવકાર આપ્યો એ સરપંચ નો કોઈ ચાકર લાગ્યો. થોડી વાર માં સરપંચ આવ્યો અને અજયભાઈ ,રાખીબહેન અને હેલી ને રામ રામ કહ્યા. હેલી આંખો ફાડી ને સરપંચ ને જોતી રહી ગઈ.
(ક્રમશઃ)