safadtani chavi mahenat books and stories free download online pdf in Gujarati

સફળતા ની ચાવી મહેનત

જીવનમાં દરેક માણસ નાનું કે મોટું કામ કરે છે. માત્ર પોતાના સારા ધ્યેય ને પ્રાપ્ત કરવા નહિ, પણ પોતાની જીંદગીને સારી બનાવવા, પોતાના જીવનમાં પોતાની જરૂરિયાતોને પૂરી કરવા

એક સુખીમય જીવન ગુજારવા.

પણ આ બધુ તો ત્યારે જ પૂરુ થાય ને કે જ્યારે આ કામ કરવાની શરૂઆત કરીએ.

જે લોકો પાસે બધુ જ છે. એ તો સરળતાથી થી પોતાના ધ્યેય સુધી પહોચી જશે.તેમને કંઇ કરવાનું છે તો એ છે મહેનત.

પણ જે લોકો પાસે આથિઁક સગવડ નથી,  જેમને પોતાનું ગુજરાન ચલાવવા મજુરી કામ કરવું પડે છે તે લોકોનું જીવન કેટલી મુશ્કેલી થી ભર્યુ હોય છે, તે આપણે ક્યારે વિચાયુઁ છે??

આજે હું એવીજ એક વાતૉ તમારી સમક્ષ મૂકવા માગું છું .

એક શહેરમાં મોહન તેના માતા પિતા સાથે રહેતો હતો,

મોહનના માતા પિતા શિક્ષક હતા તેથી મોહન નું જીવન ખૂબ જ સારુ હતું. સાથે સાથે મોહન એક સારો છોકરો હતો  તે નિયમનો ખૂબ જ પાક્કો અને સ્વભાવે પણ એટલોજ દયા -વાન.

મોહનના માતા-પિતા શિક્ષક એટલે મોહનને શહેરની સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું, મોહન ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો. અને સાથે-સાથે બધાની મદદ પણ કરે ,

મોહનના વગૅમા એક રોહન કરીને છોકરો હતો, તેના માતા -પિતા મજૂરી કરતા હતા. તેથી રોહનના ખાસ કોઈ મિત્ર ન હતા. રોહન  પોતાના માતા -પિતાના ને સારુ જીવન આપી શકે તે માટે તે પોતાની પુરે પુરી કોશિષ કરતો હતો, સાથે સાથે રોહનના માતા પિતા પણ તેને પુરો સપોટ કરતા તેથી તો ભલે મજુરી કરતા છતા પણ રોહન ને એક સારી એવી સ્કુલમાં અભ્યાસ માટે મૂક્યો હતો.

હવે ટુંક જ સમયમાં પરીક્ષા આવવાની હતી.તેથી રોહન અને મોહન બંન્ને તૈયારી કરવા લાગી ગયા, મોહન આથિઁક રીતે સજ્જ હતો તેથી તે તો શાળા એ થી આવીને જમીને ભણવા બેસી જતો.

પણ રોહનને તો શાળા આવે એવોજ મજુરી કામે જાય અને તે પુરુ થયા પછી જ તેને પોતાનુ ભણવાનું કામ કરે, જોકે રોહન તો માતા પિતાની મદદ કરવા માંગતો હતો.

આમને આમ દિવસો વિતવા લાગ્યા અને પરીક્ષા લેવાઈ ગઈ .અને જ્યારે પરિણામ આવ્યું તો નવાઈ ની વાત એ હતી કે!! રોહનએ પ્રથમ નંબરે હતો. તો અહી નવાઈએ છે કે મોહન જે ખૂબ જ વાચંતો હતો છતા,, પણ તે બીજા ક્રમે હતો. અને રોહનએ પ્રથમ તો મોહનએ રોહન પુછ્યું કે હવે બીજી પરીક્ષામાં આપણે બંન્ને સાથે વાંચીશું ??

રોહનએ વિનમ્ર ભાવે જવાબ આપતા કહ્યુ કે, મને માફ કરજે મિત્ર કે મારી પાસે એટલો સમય નથી.

મોહને કારણ પુછ્યું?

રોહન પોતાની બધી પરિસ્થિતિ ની વાત તેને કરી કે મારે તો દિવસે મજુરી કરી, પછી રાત્રે ભણવ બેસવાન  હોય છે

આવી છે મારી જીંદગી,છતા પણ મને વિશ્વાસ છે કે કાલે હું સારો માણસ બની અને મારી આજ ની પરિસ્થિતિ ને બદલીશ.

મોહને પણ એમ જ કહ્યું હા કેમ નહી. ત્યારે પછી બંને છુટા

પડ્યા.

મોહન પણ ઘરે આવ્યો અને તેના મમ્મી પપ્પાને બધી વાત કરી અને તેને એટલું જ કહ્યું કે હું તો જીવન ને ખૂબ જ આસાન સમજતો હતો કેમ કે મારી જોડે બધી જ સગવડ છે, પણ ખરેખર જીવનમાં ધણી મુશકેલી છે .એમા મજુરી વગૅ ને તો કેટલી બધી મુશ્કેલીઓ પછી એક સારી રોજગારી પ્રાપ્ત થાય છે.મને તો આજે જ સમજાણું. ત્યારે પછી રાત પડતા બધા સુઈ જાય છે.

આમ ને આમ ઘણા વષૉ વિતી ગયા.. મોહન હવે શિક્ષક છે.

જ્યારે રોહન કોલેજમાં પ્રોફેસર છે. રોહન ની મહેનત અને પોતાની જીવનને બદવાની ઈચ્છાએ તેને આજે પોતાની મજૂરી ની રોજગારી ને એક પ્રોફેસર રીતે પરીવતૅન કરી છે તેને કેટલી મુશ્કેલી પડી હશે ,પણ રોહન હાર્યા જ નથી. અને પોતાના ધ્યેય સુધી પહોચી ગયો છે. તે હવે પોતાના માતાપિતા સાથે એક સુખી જીવન વિતાવે છે.

મિત્રો આ વાતો પરથી હું તમને એટલું કહેવા માંગુ છું કે દરેક નું જીવન સરળ નથી હોતું, અમીર હોય કે ગરીબ પણ જે મહેનત અને સંઘર્ષ કરે છે તે જ આગળ આવે છે.રોહન ભલે ગરીબ હતો પણ તેની પોતાના જીવન સુધારવા માટે ના સંઘષૅ એ જ તેને એક સારી રોજગારી અપાવી છે.

મીત્રો શરુઆત ભલે નાની મજૂરીથી જ કેમ ન હોય પણ તેને મોટા પાયે લઇ કેવી રીતે જવું એ આપણા હાથમાં છે. મહેનત અને સંઘર્ષ એવી મુડી છે, ને જે આપણ ને નાની રોજગારી માથી મોટી રોજગારી તો આપે જ છે, પણ સાથોસાથ નફો પણ એટલોજ આપે છે જેથી આપણું ગુજરાન સારી રીતે થઈ શકે.

આભાર..

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED