Mahenat books and stories free download online pdf in Gujarati

મહેનત

આપણે બધા ને ખબર છે કે આપણા જીવનમાં કોઇ પણ તક હાસીલ કરવી હોય ,તો આપણે મહેનત થી કરી શકીએ છીએ. કેટલાક લોકો હોય છે જે નસીબ ના આધારે બેસી રે છે .પણ શું પોતાના સ્વપ્નો ને પુરા કરવા ખાલી નસીબ જ કાફી છે? હા અમુક નસીબથી મળે છે .પણ મહેનત થી કરેલું કામ,અને તેના થી મળેલું ફળ અમૃત થી પણ મીઠું હોય છે.
પણ શું આપણેે જે મહેનત કરીએ છીએ તે બરાબર છે? જો મહેનત યોગ્ય રીતે ન કરવામા આવે તો તેનુ ફળ પણ આપણનેે નિરાશ કરી દે છે.

આપણા જીવનમાં એવુ બનેેે જ છે કેટલી વાર કે તમે કોઈ પણ કાયૅ માટે બહુ જ મહેનત કરી હોય પણ કેટલી વાર તમને સંતોષકારક પરિણામ ન પણ મળ્યુુ હોય. તમે ક્યારેય વિચારયુ છે કેમ ન યોગ્યયફળ? ન મળ્યુ .એનો એક માત્ર જવાબ છેે .કે તમારી મહેેેનત મા ક્યાક હજુુ ખોટ છે,ક્યાક હજુુ ભુલ થાય છે, ક્યાક હજુ યોગ્યતા નથી. આ બધી ભુલો જેમ જેમ સુધારતા જશો તેમ તેમ તમારી મહેનત રંંગ લાવતી જશે.

એક નાનુ પરિવાર હંતુ. તેમા યશ તેના માતા પિતા સાથે રહેતા હતો. યશ ખુબ જ મસ્તી-ખોર અને સ્વભાવે સારો છોકરો હતો. યશ ને નાનપણ થી જ ચિત્રો બનાવાનો ખુબ જ શોખ હતો. તે જ્યારે પણ નવરો પડે ત્યારે તે જુદા જુદા ચિત્રો બનાવતો હતો. અને તે ચિત્રો ખરેખર ખૂબજ સુંદર ,અને આંખને ગમી જાય તેવા હતા.

પણ આ ચિત્રો યશ ખાલી પોતાના શોખ માટે બનવતો હતો. એક દિવસ એવું બંન્યુ કે યશ ના સ્કૂલ મા ચિત્ર સ્પધાઁ નુ આયોજન કરવામાં આવ્યું, પણ યશ કઈ પણ બોલ્યો નહી. પણ તેના ચિત્ર ના ટીચર ને તો ખબર જ હતી કે ,યશ ખુબજ સરસ ચિત્રો બનાવે છે.તેથી યશને તો અભિમાન થયું કે ટીચર ને ખબર છે કે હુ જ ઈનામ લાવીશ,હુજ વિજેતા બનવાનો છું. આમ વિચારતા વિચારતા ઘરે ગયો.અને તેના મમ્મી અને પપ્પા ને આ સ્પધાઁ વિશે વાત કરી તેઆે ખૂબજ ખુશ થયા. કાલ સ્પધાઁ છે અેમ એમ વિચારતા વિચારતા યશ તો સૂઈ ગયો .

બીજા દિવસે સ્કુલમાં ચિત્ર સ્પધાઁ હતી તે સ્પધાઁ મા બીજી મોટી મોટી સ્કુલ ના પણ સ્ટુડન્ટ પણ ભાગ લેવાના હતા. અને કેમ ન લે વિજેતાને 1000 રૂપિયાનું ઇનામ હતુ. તેથી યશ પણ સવારે પોતાની તૈયારી સાથે સ્કૂલ પહોચી ગયો,અને થોડાક જ સમય મા સ્પધાઁ શરૂ થઈ,અને યશ પણ સરસ પ્રાકૃતિક ચિત્ર બનાવ્યું અને તે સ્પધાઁ ના બે કલાક પછી પરિણામ જાહેર કરવામાં આવ્યુ. પણ એમા યશ ન જીત્યો, અને તે નિરાશ થઈ અને ઘરે આવ્યો, તરત પોતાના રૂમમાં જતો રહ્યો, તે વિચારતો હતો કે ,હૂં ખરેખર ખૂબજ સારુ ચિત્ર બનાવ્યુ હંતુ ,તો પણ હૂ કેમ ન જીત્યો? એટલા મા યશ ના પપ્પા આવ્યા, યશ એ બધી પોતાના મન ની વાત તેના પપ્પા ને કહી.અને ,તેના પપ્પા ને પુછ્યું ,એવું કેમ બન્યું.?
હું કેમ ન જીત્યો ત્યારે યશ ના પપ્પાએ તેને સમજાવતા કહ્યુ. કે જો બેટા જ્યારે પણ તૂ ઘરે ચિત્રો બનાવે છે,ત્યારે તૂ ખુબ જ રસ અને મહેનત કરે છે.પણ કાલે તે જ્યારે ચિત્ર બનાવ્યું એ માત્ર અને માત્ર તુ ઇનામ અને પ્રથમ નંબર મેળવવા બનાવ્યુ હતું , પણ જો તે તે જ ચિત્ર માટે આવીને થોડી વધારે મહેનત કરી હોત તો અને રસ પૂવૅક તે ચિત્ર બનાવ્યુ હોત તો તુજ વિજેતા હોત, પણ તે મહેનત તો કરી પણ એ પૂરેપૂરી ન હતી, તેમા કઈક મેળવવા નો સ્વાથૅ હતો.
કોઈ પણ વસ્તુ મેળવા હંમેશા રસ પૂવૅક અને દિલ થી મહેનત કરવામાં આવે એજ સાચી મહેનત છે તેથી તૂ પણ હવે આ વાતનુ ધ્યાન રાખીને મહેનત કરીશ તો અવશ્ય સફળ થઈશ .અને આ વાત યશ સમજી ગયો અને તેને બીજી વાર રસ પૂવૅક મહેનત કરવાનુ તેના પપ્પા ને કહ્યુ.

બોધ
તો મિત્રો આ વાત પરથી હું તમને એજ સમજાવા માંગુ છું કે રસ અને ઉત્સાહ થી કરેલી મહેનત હંમેશા સાથૅક હોય છે,
જ્યારે ઉતાવળ અને કંઈક મેળવવા ની લાલચ થી કરેલી મહેનત હંમેશા નિરથૅક નિવડે છે ,
એટલે જેટલી પણ મહેનત કરો એ દિલ , લગન અને નીશ્ચાથૅ ભાવનાથી કરો.
ફળ ની ચિંતા ન કરો એતો તમારી મહેનત સાચી હશે તો અવશ્ય મળવાનું જ છે .

Jumani Bhagvati 😊
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED