dharti parna bhagwan books and stories free download online pdf in Gujarati

ધરતી પરના ભગવાન

કહેવાય છે ને,જીવનમાં માતા-પિતા ને ભગવાન ની સમાન ગણવામાં આવ્યા છેં. શાયદ ભગવાન આખી દુનિયામાં પુરે પુરી નજર નઈ રાખી શક્યો હોય ,એટલે જ તેને આ ધરતી પર માતા-પિતા ની અદભુત રચના કરી હશે. કેમ કે એક માતા-પિતા જ છે બાળક ને નિશ્ચાથૅ પ્રેમ કરે છે.

બાળકને જન્મ આપીને ખાલી માતા પિતા પોતાની ફરજ નથી પુરી કરી દેતા ,પણ જ્યા સુધી બાળક સમજે નહી પોતે કઇક બની ના જાય ત્યા સુધી માતાાપિતા બાળક નો હાથ નથી છોડતા.

એટલું જ નહી પણ એક માઁ
બાળક ને જન્મ આપે છે.ત્યાર થી જ તે પોતાના બાળક ની નાની-નાની જરૂરીયાત નું ધ્યાન રાખે છે, એ જ એની ખુશી બની જાય છેે.તે પોતાના સુખોને છોડી દે છે.એટલે તો
"માઁ ને કોઈ કવિ એ સુખ નું ઝરણું કહ્યુ છેેં."

માતા જેટલું જ મહત્ત્વ પિતા નું છે જે બહાર થી ખુબ જ કઠોર હોય છે પણ અંદર થી એકદમ નરમ હોય છે. જેે દિવસ અને રાત એક કરે છે અને પોતાાની ઇચ્છા ને દબાવી પોતાના બાળક ની ઇચ્છા પુરી કરેે છે ,પોતાના બાળક ના સારા ભવિષ્ય માટે તેન સારુ શિક્ષણ આપેે છે.એક પિતા જ એવા વ્યક્તિ છે જે પોતાના થી પણ વધારે પોતાના બાાળકનેે ઊંચે ઉઠતા જોવા માંગે છે.

જેને માતાપિતા હોય છે તેે બાળક ખરેખર ખૂૂબ જ ખુશનસીબ હોય છે.
"વંદન છે એવા માતા પિતા નેે જે પોતાની ખુશીઓ માત્ર પોતાના બાળક મા જ શોધે છે. 🙏

આપણા જીવનમા માતાપિતા નુ સ્થાન શું છેે એ આપણે આજે ભુલી ગયા છીએ. એક પિતા કોઈપણ વાત તેના દીકરા ના સારા માટે જ કહેતા હોય છે પણ આપણે તેને સમજતા નથી ને સામે જવાબ આપી દઈએ છીએ ને એમ સમજીએ છીએ કે પિતા બધું નકામું બોલ બોલ કરે છે. હવે હું માતા-પિતા નું મહત્વ સમજાવતી એક વાર્તા કહીશ.
રાધન પુર નામનું એક ગામ હતુ. એમા કુંજ નામનો બાળક તેના નાના પરિવાર સાથે રહેતો હતો. તેની ઘરની બહાર જ એક સફરજન નું ઝાડ હતું. કુંજ નાનો હતો તેથી તે રોજ તે ઝાડ સાથે રમતો અને ઝાડ પર ચડતો ઉતરતો જેમાં એને ખૂબ જ મઝા આવતી. જેથી કુંજ અને પેલું ઝાડ થોડાક જ સમય મા સારા મિત્ર બની ગયા. સફરજન ના ઝાડ ને પણ કુંજ જોડે મઝા આવતી હતી.

એક દિવસ એવું બન્યુ કે કુંજ ના પિતાનું બીજા મોટા શહેર માં નોકરી લાગી ગઈ. તેથી તેઆેને ગામ છોડીને જવું પડયું. હવે પેલું સફરજન નું ઝાડ એકલું પડી ગયું,તે કુંજને ખુબ જ યાદ કરતું હતું.

સમય પસાર થવા લાગ્યો અને એક દિવસ ફરી કુંજ તેના ગામમા આવ્યો, અને હવે તે થોડો મોટો થઈ ગયો હતો. તે રડતો રડતો પેલા ઝાડ જોડે આવ્યો,
સફરજના ઝાડે પુછ્યું મિત્ર શું થયું ? તું આમ કેમ રડે છે,
તો કુંજે કહ્યુ ,કે મારા સ્કૂલ ના બધાંજ મીત્રો પાસે રીમોટ વાડી ગાડી છે, ખાલી મારી જોડે જ નથી.તો
પેલા ઝાડ હસીને બોલ્યો બસ એટલું જ તું મારા ફળો લઇ જા એને વહેચી જે પૈસા આવે એના થી તૂ કાર લઇ લેજે, આ સાંભળી કુંજ તો ખુશ ખુશ થઇ ગયો ને જતો રહ્યો.

પછી તો શૂં હતુ સફરજન નું ઝાડ ફરી એકલું થઇ ગયું, એને કુંજ ની યાદ આવતી હતી. ઘણા વર્ષો વિતી ગયા ત્યાર પછી ફરી એક વાર કૂંજ ગામડે આવ્યો. પણ તે ગણો દુઃખી જોવા મળ્યો,
તો સફરજન ના ઝાડે પુછ્યું શું થયું કેમ આટલો દુઃખી છે?
તો કુંજ બોલ્યો જોને યાર ,હું હવે મોટો થઈ ગયો છું ,મારા લગ્ન પણ થઇ ગયા, પણ હૂં હજી સુધી બેરોજગાર છું, નવા ધંધા ની શરૂઆત માટે પૈસા નથી મારી જોડે હું શૂં કરુ?
સફરજન નું ઝાડ ફરી હસી ને બોલ્યુ ,હું છું ને તું શું કામ ચિંતા કરે છે, મારી આ ડાળીઆે છે એ તું લઇ જા તું વહેચી અને ધંધો શરૂ કરજે,
કુંજ તો ફરી હસતો હસતો જતો રહ્યો.

ફરી ઝાડ એકલું પડી ગયું, સમય પણ વીતવા લાગ્યો, હવે સફરજન નું ઝાડ પણ ઘરડું થયુ હતુ. અને કુંજ વિશે વિચાર કરતું હતું,
એટલા મા કુંજ ત્યાં આવ્યો.હવે કુંજ પણ વૃધ્ધ અને અશક્ત થઈ ગયો હતો,આ જોઇ,
સફરજન ના ઝાડે પુછ્યું શું થયું કુંજ કેમ આટલો અશક્ત છે
કુંજે જવાબ આપ્યો કે હવે મારી જોડે કોઈ નથી હું એકલોજ છું ,તેના જીવનમાં કેટલીય ઘટના બની હતી. તેથી પેલા ઝાડે કીધું કે મિત્ર હવે તો મારી જોડે પણ કંઈ છે નહીં, કેમકે હું ઘરડો થયો છું ,પણ હા તું મારી શિતળ છાયા મા રહી શકે છે. અને કુંજ પણ રહેવા લાગ્યો.
બોધ
તો મિત્રો આ વાતૉ પર થી હું તમને એટલૂં જ કહેવા માંગુ છું કે આપણા જીવનમાં સફરજન નું ઝાડ છે એ આપણા માતાપિતા છે.જે આપણે નાના હોઇએ ત્યાર થી જ આપણી જરૂરિયાત પૂરી કરે છે પણ આપણે આપણો સ્વાથૅ પુરો થતા એમને ભુલી જ જઈએ છીએ પણ આપણે એવું ન કરી ઘડપણ માં એમનો આધાર બનવું જોઇએ.

પરંતુ આજ ની પરિસ્થિતિ એવી છે કે ના બાળક ના માતાપિતા ને સમજે છે કે ના માતાપિતા બાળક ને.. ક્યારેક માતાપિતા એ પણ બાળક ને સમજવો જરૂરી છે. અને બાળકે પણ એ કદી ન ભુલવું જોઇએ કે તેના માતાપિતા એ આખી જીંદગી તેની પાછળ સ્વાથૅ વગર મહેનત કરી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED