અંત કે આરંભ? Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંત કે આરંભ?


અંત કે આરંભ??

2055 નું વર્ષ ચાલી રહ્યું હતું. પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું. પ્રાણીઓ માત્ર નામશેષ રહ્યા હતાં, રહે પણ તો ક્યાંથી માનવજાતિએ એમનો પણ પોતાની આંતરિક ભૂખ માટે ઉપયોગ કરી લીધો હતો. સમગ્ર પૃથ્વીમાં અનાજ જેવા ધાન અને ફળફળાદિનું અસ્તિત્વ મટી ગયું હતું. ગ્લોબલ વોર્મિગનાં લીધે તાપમાનમાં ખૂબજ વધારો થઇ ગયો હતો જેનાં લીધે લીલી વનસ્પતિઓની વૃધ્ધિ અટકી પડી હતી.

દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિનો નિકાલ લાવવા મથ્યા હતાં , જેમાં તેમને સફળતા પણ હાંસિલ થઇ ચૂકી હતી. સૂર્યમંડળની ગેલેક્ષી મિલ્કીવેની બાજુમાં સુચિયાતા નામક ગેલેક્ષીમાં વેદિક ગ્રહ આવેલો હતો. જ્યાંનું તાપમાન અને આબોહવા પૃથ્વીનાં પહેલાંના સમય જેવું જ હતું. ત્યાંની આબોહવામાં 97% ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડ માત્ર બે ટકા જ આવેલો હતો. તે પૃથ્વીથી 2.3 પ્રકાશવર્ષ દૂર આવેલ છે. અંતરિક્ષ વૈજ્ઞાનિકો આ માટે બે ખૂબજ મોટા સ્પેસશીપનું નિર્માણ કરી રહ્યા હતાં. પૃથ્વીથી વેદિક ગ્રહ સુધી પહોંચવામાં માત્ર 2.5 મહિના જેટલો સમય લાગવાનો હતો એવું સ્પેસશીપ તૈયાર થઇ ચૂક્યું હતું.

ટેલિવિઝન મારફતે લોકોને આ બાબતે જાણકારી આપી દેવાઈ હતી કે દરેક કુટુંબનાં વૃદ્ધો જેવા કે પચાસ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિઓને વેદિક ગ્રહ ઉપર નહીં લઇ જવામાં આવે તેમજ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે એમને પણ આમાં સામેલ નહીં થવા દેવામાં આવે. આ સાંભળીને લોકોનાં હૃદય બેસી ગયાં. વૃદ્ધો કરતાં માણસોને પોતાનાં રોગપ્રતિકારક શક્તિની પડી હતી. દુનિયાની વસ્તી માત્ર સો કરોડ બચી હતી. ગરીબીનું નામોનિશાન નહોતું રહ્યું કારણકે તેઓ ગરીબીથી ત્રસ્ત થઈને પોતાનાં સંતાનોને ભૂખ માટે અમીરોને ધરવી દેતાં હતાં.

જોતજોતામાં એ દિવસ આવી ગયો જેની સૌ કોઈ આતુરતાસહ રાહ જોતાં હતાં. સ્પેસશીપનો એક કાફલો પહેલી જાન્યુઆરી 2057 એ નીકળવાનો હતો. બીજો કાફલો અઢી મહિના બાદ એટલે કે પ્રથમ સ્પેસશીપનાં વેદિક ગ્રહ પરનાં ઉતરાણ બાદ નીકળવાનું હતું. બધી તૈયારીઓ થઇ ચૂકી હતી. પ્રથમ સ્પેસશીપ આજે વેદિક ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવાનું હતું. પ્રથમ સ્પેસશીપ ઉતરાણ કરે એ પહેલાં જ તેનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો. બાકીનાં લોકોને આ જાણીને ચિંતા ઉપસી હતી.

સંપર્ક તૂટી જવાથી પૃથ્વી પર બીજું સ્પેસશીપ 17 માર્ચ 2057માં નીકળવાનું હતું. લોકો નક્કી નહોતાં કરી શકતા કે આ બાબતે શું નિર્ણય લે! પ્રથમ સ્પેસશીપમાં અમેરિકાની નાસા સંસ્થાએ ચૂંટેલા લોકોને લઇ જવામાં આવ્યા હતાં. બીજા સ્પેસશીપમાં ભારતનાં ઈસરો દ્વારા નક્કી કરેલા લોકોને ચૂંટ્યા હતાં. બીજું સ્પેસશીપ ભારતના ચેન્નાઇમાંથી ઉડાન ભરવાનું હતું. સ્પેસશીપનો બીજો કાફલો નીકળવાની તૈયારી કરે છે ત્યાંજ અચાનક માર્ચમાં ભારતમાં આવેલ ચેન્નાઇમાં વરસાદનું ટીપુંય ના પડે એવામાં અચાનક ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. પૃથ્વી ઉપર વરસાદ જોઈને સ્પેસશીપમાં રહેલાં લોકોનું મન ડગમગાઈ રહ્યું હતું. દસ વર્ષથી વરસાદ ન પડવાના લીધે તેઓ પૃથ્વીને છોડીને જઈ રહ્યા હતાં પણ અણધાર્યા વરસાદને જોઈને તેમનાં મગજમાં વિચારોનું વંટોળ રચાતું હતું. ધીરે ધીરે સ્પેસશીપમાંથી લોકો ઉતરતા ગયાં. ઉતરનાર દરેક ભારતીય જ હતો. તેઓએ પૃથ્વીને પોતાની ધરતીમાતા સમજી હોવાથી ત્યાંજ રહેવાનું મન બનાવ્યું. ચીન, લંકા જેવા બીજા એશિયાનાં લોકોએ વેદિક ઉપર જવાનું મન મનાવી લીધું હતું. તેઓ પોતાની નિર્ણયશક્તિ ઉપર અડગ રહ્યા. ભારતીયોએ ઉતરીને વેદિક ગ્રહ પર જતાં સ્પેસશીપનાં બાકીનાં લોકોને નવી ઝીંદગી મુબારક કહીને અલવિદા કર્યા.

પૃથ્વી પર માત્ર ભારતની આબોહવા સુધરી હતી જાણે ધરતીમાતા પોતાનાં ભારતીય સંતાનોને પોતાની નિકટ રાખવા માંગતી હોય. બીજું સ્પેસશીપ મિલ્કીવેની બહાર નીકળી ચૂક્યું હતું ત્યાં જ વેદિક ગ્રહ પરથી સંપર્ક થયો જેમાં એક વિડીયો જોવા મળ્યો.

હું છું જેક ક્રુઝ. નાસાનો હેડ! મારી હાલત જોતાં તમે સમજી ગયાં હશો કે અનિષ્ટ થઇ ચૂક્યું છે. પ્રથમ સ્પેસશીપનાં લોકોનો નાશ થઇ ગયો કારણકે વેદિક ગ્રહ ઉપર એલિયનોએ એટેક કર્યો જેનાં લીધે અમારો સંપર્ક પૃથ્વી સાથે તૂટી ગયો. આ વાતને મહિનો થઇ ગયો. હું નથી જાણતો કે આ વિડીયો તમને પહોંચશે ત્યાં સુધી હું જીવિત પણ હોઈશ કે નહીં! બસ બીજા સ્પેસશીપના લોકોને પાછા વળવાનું જ કહેવા માંગીશ. આટલું કહી એણે આસપાસ થયેલી તબાહીનાં દ્રશ્યો દેખાડ્યા. એક પણ માણસ નહોતો દેખાતો કેમકે તેમને આ એલિટ નામક એલિયનો આળોગી ગયા હતાં.

આટલું બોલતો જેક નીચે ઢળી પડે છે. પૃથ્વી પર વસતાં માત્ર ભારતીયોને પોતાની નિર્ણયશક્તિ પર ગર્વ ઉપડ્યો હતો. બીજા સ્પેસશીપનાં લોકોનાં જીવ અધ્ધર થઇ ગયા હતાં. તેઓ પોતાનો રસ્તો ફંટાઈને યાનને ફરી પૃથ્વી તરફ લાવવાના અથાગ પ્રયત્નો કરતા હતાં પણ સ્પેસશીપની રચના જ એ પ્રકારે થઇ હતી કે એને ફરીથી પૃથ્વી ઉપર ન લાવવામાં આવે. ત્યાંજ અચાનક સ્પેસશીપમાં કાંઈક ગરબડ થવા લાગી. તે જોરજજોરથી હલવા લાગ્યું. હજુ તો સાયન્ટિસ્ટ કાંઈ સમજે એ પહેલાં વિચિત્ર ચાર કાંટાળા લાંબા એલિયન જેવા જીવ સ્પેસશીપ ઉપર હુમલો કરી દે છે. પ્રથમ સ્પેસશીપનો સુકાની એલેક્સ ઈચ્છે છે કે હવે એલિયનના પ્રથમ સ્પેસશીપમાં આવી ગયા બાદ તેમને પૃથ્વીનો રસ્તો જણાવવાની જરૂર નથી માટે તે સ્પેસશીપને ડીપ સાયન્સમાં ધકેલી દેવાનું વિચારે છે.

આ બધાથી અજાણ પૃથ્વીવાસીઓ નવી જીવનશૈલીનો આરંભ કરે છે. ત્યાંજ આકાશમાં એક મોટો લિસોટો દરેકનાં ચહેરા ઉપર આશ્ચર્યભાવ પ્રકટ કરે છે. બીજું સ્પેસશીપ જોતાં જ ભારતીયો ગેલમાં આવી જાય છે કે આખરે તેમનાં બાકીનાં સાથીદારો આવી જ પહોંચ્યા. સ્પેસશીપની બહાર લાલ બલ્બથી ડેન્જરની સાયરન વાગતી હોય છે જેને એલેક્સે જ ચાલું કરી હતી. સાયરન વાગવાં છતાં લોકો દરવાજો ખોલે છે અને પૃથ્વી ઉપર આવેલ નવાં જીવને જોઈને અચંબો પામે એ સ્થિતિને પણ અનુભવી નથી શકતા કેમકે એ પહેલાં જ.....

(આ માત્ર કાલ્પનિક વાર્તા છે. સાયન્સનું નોલેજ ઝાઝું ન હોવાથી ભૂલચૂક માફ કરવી. )