ગઝલ :_૧
#####
પહેલા હતો જે આંખ નો તારો
એવો ક્યાં રહ્યો છે સબંધ મારો.
ગાતાં તા સૌ કોઈ ગુણગાન મારા,
વખાણ કરતા રહેતા હજારો,
બન્યો થોડો શું સ્વાર્થી જાણે,
મારા માં રહ્યો ના એકેય ગુણ સારો?
જોઇજ રહ્યા છો તો જોવો આ ભીતર,
જોવા મળશે કઈક અલગ નજારો.
હતો પહેલા જે ઇજ હું છું,
થોડો તો લો ' મન' નો સહારો.
#################################
ગીત:_૨
####
ગાવું છે રે ગાવું છે,
એક ગીત મજાનું ગાવું છે.
મન મોર બની ને જુમ્યા કરે,
જાણે ધરતી ગોળ ગોળ ઘૂમ્યા કરે.
જાવું છે રે , જાવું છે,
મારે આંગણિયે રમવા જાવું છે.
એકડો , બગાડો ને તગડો રે બોલે,
હું રે ડોલું ને મારો ડગલો રે ડોલે,
જાવું છે રે, જાવું છે,
મારે નિશાળે ભણવા જાવું છે.
સરખી સહેલિયું ના સંગાથ કાજે,
લઈ ઈંઢોણી ને , ગાગર માથે,
જાવું છે રે, જાવું છે,
મારે પાણીડાં ભરવા જાવું છે.
#################################
ગઝલ:_૩
######
દુઃખની ઘડી.
###########
કોણ જાણે એ ક્યાં મરી છે?,
ઉદાસીઓ અહીંયા જ ક્યાંક પડી છે.
ડુબાડી દીધી હતી જે પ્રયત્ન કરીને,
એ જાણે મને જ મારવા તરી છે.
નાક તો કાપી લીધું તું પહેલેથીજ એનું,
તો આ સુગંધ ક્યાંથી પ્રસરી છે?.
હોય ઈચ્છા તો ટેકોય આપીએ;
અમને ક્યાં દુનિયાની પડી છે..
જીવતા તો કોઈએ પૂછ્યું નહિ ' મન' ,
તારે તે વળી શું દુઃખની ઘડી છે?.
#################################
ગઝલ :_૪
************
રાખડી છું.
#########
બહેન નાં હેતની લાગણી છું;
હા હું એક નાની રાખડી છું.
હોય ભલે ને સાદો દોરો,
બહેન ના પ્રેમ ની ચાસણી છું.
રાહ જોતો તો જે દિ' ની તું?
એ પૂનમ ની બાંધણી છું.
કંકુ, ચોખા, દીપ, મીઠાઈ,
થાળી સજાવી આરતી છું.
હોય જેની નાં એકેય વીરા,
એ ભાઈઓ ની પારકી છું.
#################################
કવિતા :૫
***********
આ કોણ સર્જનહારો છે.
***********************
રાત પછી એ દિવસ કરતો,
ચાંદો, સુરજ, તારા બનતો,
આ કોણ બદલનારો છે?
આ કોણ સર્જનહારો છે?
કાળા, ધોળાં વાદળ કરતો,
મેઘધનુષ માં રંગો ભરતો,
આ કોણ રંગ ભરનારો છે?
આ કોણ સર્જનહારો છે?
ઝાડ, પાન ને કાંટા બનતો,
ફળ,ફૂલ માં સઘળે વસતો,
આ કોણ બનાવનારો છે?
આ કોણ સર્જનહારો છે?.
નદીઓ,સાગર , ખીણો બનતો,
એમાં એ પાણીડાં ભરતો,
આ તે કેવો પણીયારો છે?
આ કોણ સર્જનહારો છે?.
શિયાળે ઠંડી થઇ પડતો,
ઉનાળે એ તાપ બનતો,
ચોમાસે તારણહારો છે;
આ કોણ સર્જનહારો છે?.
માણસ એને ગોતવા ને મથતો,
ક્યાં ગોતે? , જડે નહી રસ્તો,
એ ક્યાંનો વસનારો છે?
આ કોણ સર્જનહારો છે.
#################################
પધારો :_૬
####₹######
હોય આંખ તો ઉઘાડો,
દ્વાર ખુલ્લાં છે પધારો.
ગોતે છે ક્યાં આમ તેમ?
એ અંદર છે જગાડો.
જે હોય તે જટ પતાવો,
દુઃખ ની લાંબી છે કતારો.
પામી શકો તો પામજો.
અંદર અલગજ છે નજારો.
ડુસકા ઓ થઈ ડૂમો આવ્યો,
"મન 'થાય છે હવે મૂંઝારો.
***********************************************
ગઝલ _:ઘર ઘર ની કહાણી છે.
*****************************
૭
****
નદી,સરોવર, બધા માં પાણી છે,
બસ એનેજ મે જીંદગી જાણી છે.
ઈચ્છાઓ ક્યાં મરેછે કોઈ દિવસ,
એતો માણસથી પણ શાણી છે.
ફરો બારે તો કે 'ફરતા રામ,
રહો ઘરમાં તો ઘાણી છે.
જીવવાવનું ઘણું બાકી છે હજી!
હજી જિંદગી જ ક્યાં માણી છે.?
જરા ધીરે વપરજે દીકરા!
મારી જિંદગીની કમાણી છે.
કોણ કહે છે ,તું અગલ છે મારા થી,?
જો આ મારા દિલ માં સમાણી છે.
પૂછવુજ શુ રહ્યું કોઈને હવે "મન',
આતો ઘર ઘર ની કહાણી છે.
#################################
નજરથી નજર શુ મળી, કમાલ થઈ ગઈ,
જાણે રગે રગમાં ધમાલ થઈ ગઈ;
બોલવું નહોતું એક પણ શબ્દ,
છતાં મને મનમા બબાલ થઈ ગઈ.
જેની સાથે થયો હતો ઝગડો?
એની જ સાથે ઇશ્કમાં પાયમાલ થઈ ગઈ.
જીવવી હતી જેની સાથે જિંદગી,
એ જીંદગી જ જાણે ખયાલ થઈ ગઈ.
કોઈ તો પુછો આ જમાના ને ' મન ',
મારી જ જીંદગી કેમ સવાલ થઈ ગઈ.?
#############################₹#₹#
આપનો અમૂલ્ય સમય ફાળવીને મારી બુક વાંચિ એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનુ સુચન સદા આવકાર્ય છે.આપનો પ્રતિભાવ આપવાનું ભુલતા નહીં.આ સિવાય આપ મારી બીજી બુકો પણ માતૃ ભારતી એપ માં ફ્રિ માં વાંચી શકો છો.
આભાર.👏👏
_મુકેશ રાઠોડ