કોરોના એક સત્ય ઘટના મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના એક સત્ય ઘટના

કોરોના એક સત્ય ઘટના.
*************""""
_મુકેશ રાઠોડ


" તો કેવો ગયો આજનો દિવસ રાજ ? ".ડોક્ટર પત્ની એના ડોક્ટર પતિ સાથે બેડ પર સૂતા સૂતા વાતો કરે છે.
"ખુબ જ સરસ , કહેતા રાજે તરત દિશા ને પોતાની પહોપાશ માં જકડી લીધી.".
"બસ - બસ હવે આટલો બધો પ્રેમ સારો નહિ , કાલ સવારે મને કંઇક થઈ ગયું તો"?... દિશા એ રાજ ને માથે હળવે ચુંબન કરતા કહ્યું.

"તારા વગર તો હું એક પળ પણ ના રહી શકું હો .અને એમ થોડો હું તને કંઈ થવા દઈશ! આપણે સાત ફેરા ફર્યા ત્યારે યાદ છે ? સાથે જીવવા મારવા ના કૉલ પણ દીધા હતા. " રાજ બોલ્યો.

બસ - બસ હવે આમ ઘડીયાળ સામુ જોવો .હવેતો એ પણ આપણને સુવા નું કહી રહી છે . જોવો રાત ના અગિયાર વાગવા આવ્યા છે " દિશા બોલી.
કૂતરઓ પણ જાણે સુઈ ગયા હોય એમ શહેર સાવ શાંત પડી ગયું હતું .આજુ બાજુ ના ઘરો ની લાઈટો પણ બંધ થઈ ગઈ હતી . ચો તરફ નીરવ શાંતિ ફેલાઈ ગઈ હતી.તેઓ એ પણ એના બેડરૂમ ની લાઈટ બંધ કરીને સુઈગયા.

**********
" આ કોરોના મહામારી આખા વિશ્વમાં ફાટી નીકળી છે.આપડે થોડી સાવચેતી રાખવી જોઈએ." રાજે દિશા ને કીધું. દિશા તું થોડી ઈમોશનલ વધારે છે, તારું ધ્યાન રાખજે હો. સેફ્ટી ફાસ્ટ .

" હા - હા મને કંઈ નહિ થાય ,પણ આ માણસો ને આમ મારતા હું નથી જોઈ સકતી યાર." દિશા બોલી.અને દર્દીઓ ની સારવાર કરવી એ આપડી પ્રાથમિક ફરજ છે.ડોકટરો જ ઘરમાં પુરાઈ રહશે તો બિચારા દર્દીઓ ક્યાં જાસે . આપણે એ ના ભૂલવું જોઈએ કે ભગવાને આપણને માનવ સેવા નો મોકો આપ્યો છે."

" હા , પણ એ ના ભૂલવું જોઈએ કે તારે પણ એક ઘર પરિવાર છે.તારી વગર મારું શું થશે તે વિચાર્યું છે કદી ?.તને કંઈ થઈજસે તો હું તો જીવતે જીવ મરી જઈશ. " રાજ બોલ્યો.
" અરે ,એમ કાઈ મને કંઈ નથી થવાનું.તું ચિંતા ના કર". દિશા બોલી .
*********

દર્દીઓની સારવાર કરવામાં દિશા ક્યારે કોરોના પોઝીટીવ થઈ ગઈ ખબરજ ના પડી.ધીરે ધીરે સ્થિતિ એવી વરવી થઈ ગઈ કે કોરોના વધતો જ ગયો.હવે તો ખાવા પીવામાં અને ચાલવામાં પણ તકલીફ પાડવા લાગી.
દિશા ને હોસ્પિટલ માં અડમિટ કરવા ની ફરજ પડી. દિશા વેન્ટિલેટર પર સૂતા સૂતા હાથ થી ઈશારો કરી રાજ ને એનાથી દૂર રહેવા જણાવી રહી હતી.દિશા હોસ્પિટલ માં બેડ પર જ છે . અને આજે એને શ્વાસ લેવાના બહુ તકલીફ પડી રહી છે. રાજ ને ના પાડવા છતાં તે દિશા ની પાસેજ છે. તે એક પળ માટે પણ દિશા ને એકલી મૂકવા માંગતો નથી.
બસ હવે તો દિશા ના થોડા શ્વાસો જ બાકી રહ્યા હોય એમ લાગી રહ્યું હતું .

ઓય , હું તને આમ એકલી નહિ જવા દવ.તારા વગર જીવીને હું શું કરીશ.તું જ મારી દુનિયા છો. તું જ ના હોય તો આ દુનિયા માં મારું પણ શું કામ છે ?.કહેતા રાજે દિશા ને પોતાના આલિંગનમાં લઈ લીધી. કઈ પણ વધારે બોલ્યા વિના રાજે દિશા ને લાંબી લિપ કિસ કરી, ને કોરોના બંને ના રગે રગમાં સમાઈ ગયો.બંને એ તેમના છેલ્લા શ્વાસ સાથે જ લીધા.
કોરોના ડોક્ટર દંપતિ ને ભરખી ગયો.
###############################

આપ સૌ ને મારી આ મારી વાર્તા કેવી લાગી એ જરૂર થી જણાવશો.આપના પ્રતિભાવ જણાવવા નું ભૂલતા નહિ.આપનું સુચન સદા આવકાર્ય છે.આપનો કિમતી સમય ફાળવીને મારી વાર્તા વાચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.

મારી બીજી વાર્તાઓ પણ વાંચવાનું ભૂલતા નહિ.