wrong number books and stories free download online pdf in Gujarati

રોંગ નંબર

હજી થોડાક દિવસો પહેલા જ એક દંપતિ એ એમની પાંચ મી વર્ષગાંઠ મનાવી. બહુ પ્રેમ છે પતિ પત્ની વચ્ચે બન્ને એક બીજાના સાથ થી ઘણા ખુશ હતા. પત્ની તો તન, મન, ધન થી પતિ ને વરેલિ, પતિના સુખે સુખી ને પતિ ના દુખે દુખી. ધર્મ પરાયણ ને કર્તવ્ય નિષ્ઠ..
પતિ ના નબળા સમય માં પણ ખભે થી ખભો મિલાવીને પતિ નું મનોબળ વધારતી.સામે પતિ પણ પત્ની ને ખુશ રાખતો. એની દરેક જરૂરિયાાત નું ખ્યાલ રાખતો. તેને ખૂબ પ્રેમ પણ કરતો.
એક દિવસ ની વાત છે, સૂર્ય પોતાની સોળે કળા સંકેલી ને ઘરે જવાની તૈયારી માં હતો. પંખી પોત પોતાના માળા માં પાછાં ફરવા લાગ્યા હતા. મંદિર ના જલાર નો મિઠો રણકાર વાગતો હતો. આજુ બાજુ ના સહુ બૈયરાઓ ઓટલે ભેગા મળી ને અલક મલકની વાતો કરતા હતા. દાંત ને ખીખીરિયા કાઢતા હતા,ત્યાજ ફોન ની રિંગ વાગી પત્ની એ ફોન ઉપાડ્યો જેવું હલ્લો બોલ્યું કે સામેથી જાણે બંધુક માંથી ગોળી છૂટે એમ ધડા ધડ સામેનો માણસ બોલવા લાગ્યો. એ એવું તે સું બોલતો તો કે પત્ની ના હાથ કાપવા લાગ્યા. કપાળે પરસેવો છૂટવા લાગ્યો. કઈ આગળ બોલી પણ ના શકી.ને જાણે આંખ માંથી જેમ મેહુલો મુશળધાર વરસાદ વરસતો હોય એમ શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો.ને પેટમાં જાણે ધ્રાસકો પડ્યો.
ફોન માં સામે થી કોક ભાઇ બોલતો હતો કે તમારો પતિ પરસ્ત્રી સાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે અને ઘરમાં થી પચાસ હજાર રૂપિયા પણ લઇને ફરાર થઈ ગયો છે
આ સાંભળ્યું કે તરત રોકકળ ચલું થઈ ગઈ .પેટમાં ધ્રાસકો પડ્યો . એના ઉપર જાણે દુઃખ નો પહાડ તૂટી પડ્યો. ઘડી ભર તો એમ વિચારવા લગી કે ધરતી માં મારગ દેય તો હું સમાઈ જાવ આવી હાલત થઈ ગઇ. જાણે કે જીવતી જાગતી લાશ જોઈલો.
એ દિવસે બન્યું તું પણ એવું બરોબર ફોન આવ્યો એજ દિવસે એનો પતિ કોઈ કામ માટે બહારગામ ગયો હતો.
તેથી પત્ની ને પેટમાં ફાળ પડી કે સાચે તો એ નહિ હોય ને.?
હમણાં થોડા દિવસ થી એ મારાથી થોડા નારાજ પણ રહે છે તો ક્યાંક સાચે જ એ હસે તો? દિલ માનવા તૈયાર નથી પણ દિમાગ માં ક્યાંક ઊંડે ઊંડે પણ એવું લાગતું કે કદાચ સાચું હસે તો?
પછી તો આ વાત એના ઘરના બીજા સભ્યો ને પડી ઘરમાં દેકારો થવા માંડ્યો પત્ની ને એની સાસુ રોકકળ કરવા લાગ્યા. વાત ધીમે ધીમે આખી શેરી માં પ્રસરી ગઈ.
પત્ની ને થયું મારે તો હવે કોને મોઢું બતાવું?. મારે તો મારવા નો વારો આવ્યો. હું જીવીને શું કરીશ. બધા માણસો ને શું જવાબ દઈશ. બધા મારી વાતું કરશે, કેવી બાઈ છે એક પતિ ને નો સાચવી શકી?. મને જીવવાનો કોઈ અધિકાર નથી મારે મરી જ જવુ છે. એવું રોતી જાય ને કેતી જાય. મારા માં સુ ખોટ હતી. હૂતો ક્યાઈની નો રહી. મારા તો ભાગ્ ફુટી ગયા. હુ દુનિયા ને શું જવાબ દઈશ એવું રોતી જાય ને બોલતી જાય.
એટલી વાર માં જ ફારી વાર ફોન ની રિંગ વાગી. તમે સુરત થી બોલો છો? તમારા પતિ નું નામ પ્રજ્ઞેશ છે? . ત્યાજ જ પત્ની ઘર ના બીજા સભ્ય પત્ની ના દિયરે એ ફોન હાથમાંથી લઇ લીધો અને બોલ્યો તમે કોણ? તો પેલો સામે વારો ભાઈ બોલ્યો સોરી મે તમને હેરાન કર્યા . મે જ હમણાં થોડી વાર પહેલા કોલ કર્યો તો.એક આંકડા ની મિસ્ટેકે ફોન તમને લગી ગયો.સો સોરી હું જે વાત કરતો હતો એ તમે નથી.
એટલીવાર માં એનો પતિ પણ બહાર ગામ થી ઘરે આવ્યો. એટલે પત્ની થોડી શાંત થઈ ને એના જીવ માં જીવ આવ્યો. ને પતિ સામુ એકીટસે જોઇ રહી. પતિ એ પૂછ્યુ શું થયું?ઘરમાં બધા ની આવી સ્થિતિ જોઈ ને ભાઈ ને પૂછ્યુ છું થયું છે કેમ બધા આપણા ઘર પાસે ભેગા થાય છે.ત્યારે એનો ભાઈ માંડીને વાત કરે છે કે એક રોંગ નંબર પરથી ફોન આવ્યો તો ને ફૉન માં એવી વાત કરી કે, ભાભી ને એમ કે એ તમારા વિશે વાત કરે છે. ને ભાભી સાચું માની બેસ્ય ને રોકકળ કરવા લાગ્યા તો બધા ભેગા થાય છે.
િિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિ
પતિ એ તેની પત્ની ને બથ ભરી ને શાંત પાડી.
પછી બોલ્યો ગાંડી તને આટલો પણ વિશ્વાસ નથી મારા પર?.સુ હું સાવ એવો માણસ છું?. પત્ની બોલી પણ હું શું કરું? તમારો ફોન પણ નોતો લાગતો ને બહારગામ પણ હતા તો બે ઘડી હુ એવું જ વિચારવા લગી કે કદાચ સાચું હસે. પતિ બોલ્યો અરે ગાંડી મોબાઈલ માં બેટરી સાવ ઉતરી ગઈ છે એટલે મોબાઈલ જ બંધ છે. પત્ની બોલી ઓહ તમે તો મને બિવડવી જ દીધી તિ. ઘડીવાર માં તો મે મારવા નુ પણ વિચારી લીધેલું. પણ તમે મને બચાવી લીધી. એમ કહીને એ પણ પતિ ને ભેટી પડી.
બસ તે દિવસ થી આજે પણ જ્યારે કોઇ નો રોંગ નંબર પરથી કોલ આવે છે એ બેબાકળી બની જાય છે. હાથ ધુજવા લાગે છે. ચહેરા પર તરતજ ગમગીની છવાઇ જાય છે. પણ બીજી જ ક્ષણે એ સ્વસ્થ થઈ ને મનોમન પસ્તાય છે. એક અધૂરી સાંભળેલી વાત થી એના જીવતર માં કેટલો મોટો અનર્થ થઈ જાત, એની ભૂલ સમજાય છે.

મુકેશ "મન" રાઠોડ.
તારીખ :૨૧/૪/૨૦૨૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED