NIRVIGHNAM KURUMEDEV SARV KARYESHU SARVDA books and stories free download online pdf in Gujarati

નિર્વિઘ્નમ કુરુમેદેવ સર્વ કાર્યેષુ સર્વદા

નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

આજથી શરૂ થતાં ગણેશચતુર્થીના ઉત્સવ સંદર્ભે ધર્મ સાથે સંકળાયેલ આધ્યાત્મ,વિજ્ઞાન અને જીવન ફિલોસોફીની વાત કરવી છે. દરેક વિધિની શરૂઆત “પ્રથમ સમરીએ સ્વામી તમને દુંદાળા....” સાથે શ્રી ગણેશજીના જયઘોષથી થતી હોય છે..મારી પ્રથમ ebook ની શરૂઆત પણ મેગણેશજી અંગેના લેખથી કરી હતી! વિઘ્નહર્તા,દુંદાળાદેવ,ગજાનન,લંબોદર,મૂષક સ્વામી જેવા અનેક વિધ નામથી જેમને આપણે પુજીએ છીએ એ ગણેશદેવા દેવોની યાદીમાં પ્રથમ દેવ તરીકે જાણીતા હોવા સાથે સાથે તેમના વિશિષ્ટ શારીરિક સ્વરૂપથી વધુ પ્રખ્યાત છે.ગજનું મોઢું અને માનવ શરીરનું ધડનું સમિશ્રણ ધરાવતા ગણપતિની આવી શારીરિક સ્વરૂપ અંગેની પુરાણ ધાર્મિક કથા આપણે સહુ જાણીએ છીએ.પિતા શિવના ક્રોધાગ્નિનો ભોગ બનેલ બાળકનું માથું ધડથી અલગ કરી દેવાયા પછી,તે બાળક પોતાનો જ પુત્ર ગણેશ છે એ જાણતા અને પસ્તાવા સાથે પત્ની પાર્વતીના હઠ અને રૂદનથી પીગળી ગયેલ શિવજી દ્વારા માનવ બાળકના દેહ પર ગજરાજનું મુખ લગાવી ફરી જીવિત કર્યા પણ એના વિચિત્ર રૂપથી ડરેલા પર્વતીના વિલાપને શાંત કરવા અને અને પોતાના ખોટા કોધનો પસ્તાવો કરવા શિવજીએ ગણપતિને સૃષ્ટિના પ્રથમ દેવ નું વરદાન આપ્યુ, અને વિઘ્નહર્તાનામ આપ્યું. ઋષિમુનિઓએ આપેલ વ્રત ધર્મ પાછળનું વૈજ્ઞાનિક હાર્દ સમજીએ તો ખરેખર એમને દીર્ઘદ્રષ્ટા સાથે સાચા અર્થમાં વૈજ્ઞાનિકો કહી શકાય આઅર્થમાં વિઘ્નહર્તા શબ્દનો અર્થ સમજીએ તો જીવન સંકટોથી ભરેલું છે.વિઘ્નો જેવા કે કામ,ક્રોધ,લોભ,મોહ,મત્સર સ્વરૂપે આવે છે પણ તેના પ્રત્યે મન મજબૂત રાખી જીવીએ તો કાર્ય જરૂર સફળ થાય.

નામની જેમ વ્યવ્હારિક રીતે જોતાં વિશિષ્ટ શરીર રચના ધરાવતા દુંદાળા દેવના એક એક અંગો કે પ્રતીકો કઈ ને કઈ સંદેશ આપે છે. લંબોદર એટલે કે મોટું પેટ ધરાવતા ગણેશજી સૂચવે છે કે જીવનમાં મોટું પેટ એટલેકે સુખ દુખને પચાવતા શીખો.,મોટું માથું એટલે મસ્તિષ્કમાં હમેશા મહાન,ભાવિ હકારાત્મક વિચારો રાખવાથી કોઈ પણ કાર્ય સુપેરે પાર પડે છે. મોટા કાન અને નાનું મોઢું ---ખૂબ જ સૂચક અને ખાસ અપનાવવા જેવી વાત સૂચવે છે કે સાંભળો ઘણું અને બોલો ઓછું. ખાસ કરીને નિંદા કૂથલીથી દૂર રહી,ખોટું ન બોલીએ અને સાચી તથા સારી બાબતો જ ગ્રહણ કરીએ. ઝીણી આંખો—જીવન પ્રત્યેની સૂક્ષ્મ દ્રષ્ટિ કેદ્વ્વનો સંદેશ આપે છે.જીવનમાં અને સફળતા મેળવવા માટે દરેક કાર્યમાં નાનામાં નાની બાબતોની ચોકસાઇ રાખવાથી જરૂર સફળતા મળે જ છે.ઉપરાંત નાનો પણ દોષ જીવનમાં ન પ્રવેશે તે ખાસ તકેદારી રાખવાની સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવા સૂચવે છે. લાંબુ નાક અને સૂંઢ –આજુબાજુની પરિસ્થિતી સૂંઘીને ચાલવાનું સૂકહવે છે, તો નાક પ્રતિષ્ઠાનું પ્રતિક છે..આપણી પાસે જે વૈભવ છે એ શાંતિથી ભોગવીએ અને આની પાસે નથી તેને પણ ભોગવવા આપી સ્વમાન પૂર્વક જીવવાનું સૂચવે છે.

આ વાત કરી ગજાનનના વિશિષ્ટ અંગો દ્વારા મળતા જીવન સંદેશની.. હવે એ જ રીતે ગણેશજીના પ્રિય નૈવેધ લાડુ અને તેમણે ચડાવવામાં આવતી પ્રિય દુર્ગાનું સૂચક શું છે એ સમજીએ તો લાડુ એટલે મોદક જેનો અર્થ થાય આનંદ. ચણાના લોટમાં ટોપરાનું ખમણ નાખી,મીઠાશવાડા ગોળા વાડી,તેની પર કોપરનું ખમણ ચડાવવામાં આવે છે. જે સૂચ્વે છે કે લોટના કેવીઆરમાં રહેલું લાડુનું પુરાણ આનંદદાયક હોય છે તેમ એક પૂર્ણબ્રહ્મ માયાના પડથી ઢંકાયેલું હોવાથી દેખાતું નથી અને તેને પ્રાપ્ત કર્યા બાદ પરમ આનંદની અનુભૂતિ થાય છે. દુર્ગા ઘાસનું નાનું તણખલું કેટલું અલ્પજીવી છે,જીવન પણ એટલુ જ અલ્પજીવી છે, એને ગણેશના માથે ચડાવતા એટલે કે જીવન ગણેશજીને સમર્પિત કરતા જરૂર મોક્ષ પ્રાપ્તિ થાય છે.

તો મોટા શરીર વાળા ગણેશ નાનકડા એવા મૂષકની પર સવારી કરે એ એક નજરે હાસ્યાસ્પદ લાગી,પણ એનો ગર્ભિત અર્થ સમજીએ તો.. ઘરમાં ઘૂસેલો નાનો મૂષક દેખાય નહીં પણ ઘરની તમામ નાની મોટી વસ્તુઓ કાતરી ખાય છે, તેમ માયાવી શક્તિને કારણે મનુષ્ય ન દેખાતા એવા ભોગો ચૂપચાપ ભોગવટો રહે છે.મોહ,અજ્ઞાનને કારણે તેને ન પારખી શકતા અકારણ પરેશાન રહે છે. ઉપરાંત ઉંદર કામવૃતિ અને અંધકારનું પ્રતિક છે ગણપતિની જેમ તેના પર સવાર થઈ, સતત જાગૃત રહી,જ્ઞાનપૂર્ણ પ્રકાશ પાથરતા રહેવાનો સંકેત આપે છે. ગણેશ આસપાસ ગોઠવાયેલ તેમના પત્ની રિદ્ધિ સિદ્ધિનો અર્થ છે કે જ્યાં ગણેશ છે (એટલે કે ઉપરોક્ત તમામ બાબતો જીવનમાં અપનાવી છે) ત્યાં વૈભવ અને સફળતા રહેવાના જ છે. તેમના પુત્રો ક્ષેમ અને લાભ છે જેનો સંકેત સાધના ક્ષેત્રમાં સનાતન ક્ષેમ અને લાભ પ્રાપ્ત કરવા માટે અને શિવપુત્ર ગણેશની ઉપાસના (એટલેકે જીવનમાં આટલી બાબતોનું આચરણ) કરવાથી શિવત્વ પ્રાપ્ત થાય.

સાચો ધર્મ એ જ કહેવાય કે જે દેવને પૂજીએ,તેના સંદેશને આપણે આપણા જીવનમાં ઉતારી, એનું આચરણ કરીએ. તો ચાલો કોઈ પણ કાર્ય કરવું એટલે આજે અત્યારથી જ સુયોગ્ય શ્રવણ, હાથીનું ઔદાર્ય, જીવન દોષો પ્રત્યે સૂક્ષ્મ દ્રષ્ટિ, અનાસક્તિ,રાગ,દ્વેષ,ક્રોધ જેવા વિઘ્નોથી દૂર રહી,સાચું જીવન જીવવાની પૂર્ણ દ્રષ્ટિ કેળવવાની ક્રિયાના કરીએ શ્રી ગણેશ ..!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED