સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-5) Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-5)

સ્પંદન-૫
એ રાત્રે રજતને સરસ ઊંઘ આવી. ઊંઘમાં પણ એના ચેહરા પર પેલી મસ્ત સ્માઈલ અકબંધ હતી. કદાચ સપનામાં પણ પીન્કી દેખાતી હશે.. સવારે ૫.૦૦ વાગ્યે જયારે એલાર્મ વાગ્યું ત્યારે પેલો વિચાર આવ્યો કે આજે તો સોમવાર થઇ ગયો, કોલેજ જવું પડશે. હવે પીન્કી છેક શનિવારે મળશે.
लम्बी जुदाई..... चार दिनों का प्यार, और जुदाई हो रब्बा... जुदाई जुदाई ...
નો પ્રોબ્લેમ,હવે તો નંબર છે ને આપની પાસે..ને સરસ ફ્રેન્ડશીપ પણ થઇ ગઈ છે.. એટલે મેસેજ તો કરી જ શકાય, ફોન કરીશ તો પણ વાંધો નહિ આવે. આવા વિચારથી રજતના દિલમાં ખુશીની એક નાનકડી લેહરખી દોડી ગઈ. એ જલ્દીથી ઘરે ગયો. તૈયાર થઈને બસ સ્ટેન્ડ પહોચી ગયો. રજતની કોલેજ બાજુના શહેરમાં હતી. અઠવાડિયું આખું પીન્કીની યાદોમાં ક્યાં જતું રહ્યું ખબર પણ ના પડી. વચ્ચે વચ્ચે એક બે વખત પીન્કીના મેસેજ આવ્યા, ને રજતે પણ એક બે વખત મેસેજ કર્યા’તા. ફરી આજે શનિવાર આવી ગયો. શનિવારની સાંજે રજત સ્પંદન હોસ્પિટલમાં હાજર થઇ ગયો. હોસ્પિટલ પહોચ્યો ત્યારે રજતે પાર્કિંગમાં પડેલી પેલી બ્લેક કલરની એસ્ટીમ ગાડી જોયી તરત એનો આનંદ થોડો ઓસરી ગયો. કેમકે એ ગાડી પેલી હિટલરની હતી, પેલી હોસ્પીટલની માલિક સ્ત્રીની. રજત ઉપર આઈ.સી.યુ. માં ગયો. ત્યાં જઈને બેઠો તો. વિચારી રહ્યો હતો કે આજે પીન્કી ને કેમ મળવું. કેમકે આજે એનું પીન્કીને મળવાનું લગભગ અશક્ય જ હતું. પીન્કીની ચેમ્બરની થોડા ક્રોસ માંજ એડમીન ઓફીસ આવેલી હતી. ને પેલી હિટલર ત્યાં બેસીને આખી હોસ્પીટલની હિલચાલ પર નજર રાખતી. પોતે પીન્કીની ચેમ્બરમાં કેવી રીતે જશે..? ત્યાં જઈને શું કેહ્શે? પેલી હિટલર જોઈ જશે તો...!! ને એ પૂછશે કે શું કામ હતું તો શું કેવાનું? આવા બધા વિચારોમાં જ 8.૦૦ વાગી ગયા. અચાનક રજતને કઇક સુજ્યું. એને હેડ નર્સને ઇનફોર્મ કર્યું કે હું હમણાં આવું થોડું કામ છે એટલે નીચે જાવ છું. ને પોતે નીચે પાર્કિંગમાં આવીને પીન્કીના આવવાની રાહ જોવા લાગ્યો.
થોડીવારમાં પીન્કી પાર્કિંગ માં આવી, એ ફોન પર કોઈ સાથે વાત કરી રહી હતી. “ઓકે મોમ લઇ આવીશ. નહિ ભૂલું....હા મને ખબર છે કે બે ફરસાણ ને બે સ્વીટ લાવવાનું છે. મને યાદ છે મોમ...હા તાજું જ લાવીશને ચાખીને જ લાવીશ. હવે ફોન મુકું મારી માં...? તમે ફોન મુકશો તો હું જઈશને લેવા.. હા હવે હું હોસ્પિટલ થી નીકળું છું. થોડીવાર લાગશે આ બધું લઈને ઘરે આવતા. હવે હું મુકું છું. બાય.. જય શ્રી કૃષ્ણ...” વાત કરતા કરતા પીન્કી પોતાના વ્હીકલ પાસે આવી. રજત બાજુના બાઈકમાં સ્ટેન્ડ લગાવીને એની ઉપર બેઠો હતો. રજતને પીન્કીની બધી વાત સાંભળી હતી.
“HI, RAJAT… HOW ARE YOU ?ક્યારે આવ્યો ?”
“HI... મજામાં છું. ક્યારનો આવ્યો છું.પણ...”
“અહિયાં કેમ બેઠો છે? અહિયાં શું કરે છે? કઈ કામ નથી તારે આજે?”
“તારી રાહ જોવ છું. આજે આપણી વાતના થઈને એટલે અહિયાં તારી રાહ જોઇને બેઠો હતો, તારી સાથે વાત કરવા.. શું પ્રોગ્રામ છે કાલનો?”
“જોવાનો..”
“જોવાનો ..?? કોને જોવાનો ..?”
“કાલે મારા ઘરે જોવાવાળા આવવાના છે, એમને જોવાનો... હા હા હા..”
“કોને જોવા આવવાના છે?” રજતના ધબકારા વધી ગયા... એ હળવેથી બોલ્યો કે “તને જોવાવાળા??”
“ના રે ના... મારી કઝીનને. બોસ મારે તો પરણવાને હજુ ઘણીવાર છે. હમણાં મારો પરણવાનો કોઈ મુડ નથી.”
“તો...?”
“હજુ તો બહુ બધું કામ કરવાનું છે, પ્રેક્ટીસમાં સેટલ થવાનું છે. મારે તો દિલ ખોલીને કોઈને પ્રેમ કરવો છે.. અઢળક ને અનહદ.. હું કઈ આમ અડધા કલાક કોઈને મળીને, એની સાથે જિંદગીભર રેહવાનું નક્કી ના કરી શકું. I NEED TIME. આમ એક મુલાકાતમાં શું ખબર પડે?”
“તો તું શું કરીશ? તારે કેમ કરવું છે?”
“પ્રેમ કરવો છે મારે.”
“તો કરને સામે જ ઉભો છું” રજત મનમાં જ બોલ્યો.
“શું..?”
“કઈ નહી.. તું બોલને શું કેહતી હતી તું.. પ્રેમ વિશે...ક્યાં મળશે તને આ તારો પ્રેમ?”
“મળશે ક્યાંક તો મળશે... કોઈક તો હશે ને જેને ઉપરવાળા એ મારા માટે જ બનાવ્યો હશે..”
“પણ તને કેમ ખબર પડશે? ઘંટીઓ વાગશે પિક્ચરની જેમ... હા..હા...હા..”
“ઘંટીઓ નહિ વાગે, એ તો ખાલી પિકચરમાં જ વાગે. પણ મને ખબર પડી જશે. નહી ખબર પડે તો KRRISHU તો છે જ ને મારી સાથે, મારી પાસે..”
TRING... TRING... CALLING MOM...
“અરે ફરી મોમનો ફોન..!! રજત મારે જવું પડશે. BYE BYE... SEE YOU LATER”
“OK BYE... SEE YOU SOON...”
“થેંક ગોડ..” પીન્કીના ગયા પછી રજત મનમાં જ બોલ્યો. “સારું છે તને કોઈ જોવા નથી આવવાનું નહિ તો મારું શું થાત..? આમ તો ડાર્લિંગ તારી વાત સાચી છે કે એક મુલાકતમાં જિંદગીભરના સાથનો નિર્ણય કેમ લેવાય.? પણ પીન્કી ક્યારેક કોઈના ગમી જવા માટે એક ક્ષણ પણ પુરતી હોય છે. મારે તો એ ક્ષણ આવી ગયી છે. પણ તને સમય જોઈતો હોય તો લઇ લે.. જેટલો જોઈતો હોય એટલો સમય લઇ લે.. હું અહિયાં જ છું. જેવો છું એવો તારી સામે જ છું, જોઇલે મને... સમજી લે મને... આમ પણ એક-બે મહિનામાં ઇન્ટર્ન પૂરી થશે એટલે અહીં જ આવી જવાનો છું. સ્પંદન હોસ્પિટલ માં તારી પાસે... તારા હૃદયના સ્પંદનોમાં સમાવા માટે... તારા માટે..
રાત્રે હોસ્પીટલમાં કઈ કામના હોવાથી રજત ઘરે જતો રહ્યો હતો. પોતાના રૂમમાં, પથારીમાં સુતા સુતા પડખા બદલ્યા કરતો હતો. એને ઊંઘ જ નહોતી આવતી આજે. છેવટે કંટાળીનેએ બહાર ફળિયામાં આવ્યોને હીચકા પર બેઠો. પછી એને ત્યાં હીચકા પર જ ખુલ્લા આકાશ નીચે જ લંબાવ્યું. ફળિયામાં મસ્ત ઠંડી હવા આવી રહી હતી. ઠંડી હવા ના ઝોંકા એને પીન્કીની યાદ અપાવી ગયા. પીન્કી.. એની વાતો... આજ ની પાર્કિંગમાં થયેલી એ બંને ની મુલાકાત...
PINKU... TAKE YOUR OWN TIME... પણ મારે તો ઓળખવી નથી, તું જેવી છો એવી જ મને ગમે છે. I AM IN LOVE WITH YOU SWEET HEART. મને ખબર છે, તને પણ મારી સાથે પ્રેમ થઇ જશે. એક મિનીટ... WHAT ABOUT THAT KRISHU? પીન્કી એ એવું કીધું તું કે KRISHU મારી સાથે છે. કોણ છે આ KRISHU? શું સમજવું આને? બોસ આ તો ઉપાધી થઇ ગયી. હવે તો પહેલા આ KRISHU ને શોધવો જ પડશે.
રજતે યાદ કરવાની બહુ કોશિશ કરી કે ક્યારેય પીન્કી એ KRISHU વિશે એને કાઈ કીધું હતું? કોઈ વાત કરી હતી એની..? કઈ જ ખબર નહોતી પડતી કે શું કરવુ? રજત શરૂઆતથી બધું વિચારવા લાગ્યો. પીન્કી મેં પેલીવાર મળ્યો ત્યારથી આજે છેલ્લે પાર્કિંગમાં મળ્યો ત્યાં સુધીનું બધું. રજતને પીન્કીની પેલી ડાયરી યાદ આવી એને મુકેલી ‘જલ્દી મળીશું’ વાળી ચિઠ્ઠી યાદ આવી. એ ડાયરી માં પણ પીન્કી એ KRRISHU માટે જ લખ્યું હતું. પેલા દિવસે ચા લઈને એની ચેમ્બરમાં ગયો હતો ત્યારે પણ ડાયરી માં KRRISHU જ લખેલું હતું. કોણ હશે એ....?
BOYFRIEND...???
FRIEND...???
COUSIN...???
ના બોય ફ્રેન્ડ તો ના જ હોવો જોઈએ. એવું ના ચાલે... COUSIN હશે.. FRIEND હશે તો પણ ચાલશે...પણ BOYFRIEND તો નહિ જ... અને જો KRRISHU તું BOYFRIEND હશે ને તો... તારું... તારે મારી પીન્કી થી દુર થવું જ પડશે. પણ આ KRRISHU છે કોણ? શું છે? એ બધું કોણ કેહશે? પેલી ડાયરી વાંચી જોઉં તો ખબર પડે...પણ કયારે..? કેવી રીતે..? કાલે સન્ડે છે એટલે પીન્કી હોસ્પિટલ નહી આવે. કંઈક તો સેટિંગ કરવું પડશે બોસ. એ ડાયરી ત્યાં જ મુકીને જતી હશે કે ઘરે લઇ જતી હશે? પણ કાલે સાંજે જયારે એ ઘરે જતી હતી, ત્યારે એના હાથમાં પર્સ સિવાય બીજું કઈ નહોતું એટલે એ ડાયરી ત્યાં ચેમ્બરમાં જ હોવી જોઈએ. કાલે હોસ્પિટલ જઈને ગમે તેમ કરીને એ ડાયરી વાંચવી જ પડશે.