સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-2) Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-2)

સ્પંદન-૨
સ્પંદન હોસ્પિટલ
ગ્રાઉન્ડ ફલોર..
બરાબર સવારે 8.45 વાગ્યે રજત હોસ્પિટલમાં હાજર થઈ ગયો. થોડું કામ હતું એ પતાવી ને ઓપીડી ડેસ્ક પર ગોઠવાઈ ગયો. એ જગ્યા એવી હતી કે જ્યાં થી હોસ્પિટલમાં દાખલ થતા દરેક વ્યક્તિ ને જોઈ શકાય. રજત આજુબાજુ બીજા વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યો તો પણ એનું ધ્યાન તો મેઈન ગેઈટ ની સામે જ હતું...
Digital time machine મતલબ કે digital wall clock... 9.00 AM સમય બતાવી રહી હતી. એક ટાઈમ મશીન રજતના દિમાગમાં પણ ચાલતું હતું. આ wall clock થી પણ ફાસ્ટ... 9.20 AM
એક બે દર્દીઓ આવ્યા. એક નું ડ્રેસિંગ કરવાનું હતું. રજત એ કરીને.. ડ્રેસિંગ રૂમ માંથી બહાર આવી ને સમય જોયો તો.. 9.45 AM
હવે રજત ની ધીરજ ખુટી રહી હતી.. પુછવું પણ કોને... ને શું પૂછવું..?
क्या करें क्या ना करें
ये कैसी मुश्किल हाय...
कोई तो बताए
इसका हल ओ मेरे भाई....
આટલું વિચારતો હતો ત્યાં જ તેનું ધ્યાન સફાઈ વાળા કાકા પર ગયું.. મળી ગયો ભાઈને મુશ્કિલનો ઉપાય પણ... રજત ઓપીડી ડેસ્ક પાસે જઈને બેસી ગયો.. સફાઈ વાળા કાકા જ્યારે dentist chamber પાસે થઈ ને આગળ સફાઈ કરવા લાગ્યા... એટલે રજત તરત બોલ્યો...
"કાકા આ રૂમ કેમ સાફ ના કર્યો...?"
"રજતભાઈ આજે દાંતવાળા મેડમની રજા હોય એટલે મારે પણ રૂમ સાફ કરવાની રજા... હા હા..."
રજત ને એમનું હસવું જરાય ના ગમ્યું... થઈ ગયું કલ્યાણ હવે તો આવતા Saturday સુધી રાહ જોવી પડશે... રજત મન માં જ બબડ્યો...
રજત આ હોસ્પિટલમાં શનિ-રવિ જ આવતો બાકીના દિવસોમાં એને કૉલેજ જવાનું હોય છે. અઠવાડિયું તો બહુ જલદી જતું રહ્યું. આખરે રજત નો ઇંતજાર પૂરો થયો. શનિવાર આવી ગયો.. આજે તો રજત કોલેજથી જલ્દી નીકળી ગયો. રજત બાજુના શહેરની કોલેજમાં ભણતો હતો. આજે તો એ બસ સ્ટોપથી ઉતરી ને સીધો જ હોસ્પિટલ ગયો. સ્પંદન હોસ્પિટલ- એ જ હોસ્પિટલ જ્યાં ગયા અઠવાડીયે ગયા શનિવારે કોઈ ને જોઈને રજત ના સ્પંદનો વધી ગયા હતા.
હોસ્પિટલ પહોંચતાં જ નજર સીધી પેલા દરવાજા તરફ ગઈ, દરવાજો ખુલ્લો જોઈ ને રજત ના મનમાં હાશ થઈ. ફરી એક વાર રજતના સ્પંદનો વધી ગયા. દિમાગ બહુ ઝડપથી ચાલવા લાગ્યું. આજે તો એનું નામ જાણી જ લેવું છે.. એને જોવી છે... એની સાથે વાત કરવી છે... મુલાકાત કરવી છે.. અને બીજું ઘણું બધું... વિચારો રોકાતા જ નહોતા. એ જલ્દી થી કાઉન્ટર પાસે ગયો. પાણી પીધું, કાઉન્ટર પર બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈ કંઈ બોલતું નહોતું. રજતની હાજરીની નોંધ તો લીધી બધા એ પણ કોઈ પ્રતિસાદ ના આપ્યો.
રજત બોલ્યો- અલ્યા કેમ બધા આટલા શાંત છો? કઈ થયું છે? હોસ્પિટલમાં બધું બરાબર તો છે ને...?
ધીરેથી રિસેપ્શન પર બેઠેલી છોકરી બોલી- ધીમે બોલો... કઈ નથી થયું... એ તો મેડમ આવ્યા છે ને એટલે બધા શાંત છે...
મેડમ એટલે હોસ્પિટલની માલિક સ્ત્રી. બહુજ સખત સ્વભાવની છે. એ આવે ત્યારે હોસ્પિટલ માં આવો જ સન્નાટો રહે. બાકી ના દિવસોમાં હોસ્પિટલમાં મજાક મસ્તી ચાલતા રેહતા.. પણ એ આવે ત્યારે તો કોઈ કામ વગર વાત પણ ના કરે..
"લો થઈ ગઈ મુલાકાત આજ તો..."- રજત મનમાં જ બોલ્યો.
"કેટલા દિવસ રોકવાની છે આ હિટલર..?"-રજત એ પેલી છોકરીને પૂછ્યું. “ખબર નહિ..” એવો જવાબ મળ્યો.
ચાલ રજત કામ પર લાગી જા આજે તો તારો મેળ નહિ પડે.. એમ વિચારીને રજત કામ કરવા લાગ્યો.. મન મારીને કામ તો કરી રહ્યો તો પણ રહી રહી ને એક જ વિચાર આવતો હતો કે At least જોવા મળી જાય તો પણ ઘણું..
આજે દર્દીઓ વધારે હતા. બે મેજર સર્જરી હતી. એટલે રજત નવરો જ ના પડ્યો. રાત્રે જ્યારે છેલ્લી સર્જરી પૂરી કરીને ઓર્થોપેડીક ડૉક્ટર અને રજત બહાર નીકળ્યા ત્યારે ઓપરેશન થિયેટરની ઘડિયાળમાં 9.20 PM થયાં હતા. રજતે વિચાર્યું કે જતી રહી હશે. આજે રજતને હોસ્પિટલ માં ખાસ કંઇ કામ નહોતું. નાઇટ ડયુટી વાળા સિસ્ટરએ પણ કીધું તું કે રજતભાઈ તમારે ઘરે જવું હોય તો જજો, હું સંભાળી લઈશ. ને આમ પણ આજે હોસ્પિટલમાં મન નહી લાગે એવું વિચારીને રજત ઘરે જતો રહ્યો. આખા દિવસ ના થાક ને લીધે જમીને તરત સૂઈ ગયો.
સવારે ઉઠીને વિચાર્યું આજે તો રવિવાર છે. Dental OPD બંધ હશે એટલે વહેલા જવાનો કોઈ ફાયદો નહીં થાય, નિરાંતે જઈશ. 11.00 વાગ્યે જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડેન્ટલ ચેમ્બરનું બારણું ખુલ્લું જોઈને રજતના મનમાં નાનકડું ખુશી નું મોજુ ફરી વળ્યુ. અને મન ગાઈ ઉઠ્યું –
आज उनसे मुलाकात होगी
कुछ तो यारों बात होगी...
રજતે જલ્દીથી બધા કામ પુરા કરીને કાઉન્ટર પર અડ્ડો જમવાનો વિચાર કર્યો. એ ગીત ગણગણતો જલ્દીથી ફર્સ્ટ ફ્લોર પર ગયો. બધા પેશન્ટોને જોઈ લીધા. ડોક્ટરની ઈન્સ્ટ્રકશન પ્રમાણેની બધી દવાઓ અને એના ડોઝ બરાબર જોઈ લીધા. હવે ફરીથી નીચે કાઉન્ટર પર જઈને આસન લીધું. અને મનમાં નક્કી કરી લીધું કે જેવી ડેન્ટીસ્ટ રૂમમાંથી મદદ માટે કોઈ બેલ વાગે તો આપને જ ઘુસી જવું. આમ વિચાર કરતો એ કાઉન્ટર પર બેસીને એ દરવાજા તરફ જોવા લાગ્યો.
બરાબર પંદર મિનીટ પછી એ રૂમમાંથી બેલ વાગી. TRING.. TRING.. TRING… અને ત્રીજી બેલના અવાજ પર તો રજત દરવાજા પર ઉભો હતો...
“STOP IT…”
“ફરીથી STOP IT... સાલ્લુ આપને કંઈ કરીએ નહિ તોય STOP IT..”રજત મનમાં જ વિચારતો હતો.
“STOP IT.. બેટા.. બહુ રડ્યું. બસ હવે દાંત નીકળી ગયો છે.. રડવાનું બંધ કરો..”
“ઓકે બોસ.. આ તો પેલા નાનકડાં પેશન્ટ માટે STOP IT હતું. મારા માટે નહિ. બચી ગયો.”- રજત બોલ્યો.
“પલટ..”- રજત મનમાં જ બોલ્યો. અને સામેનું ડેન્ટલ સ્ટૂલ ફર્યું.. અને ફરીથી પેલી બે કજરારી આંખો દેખાઈ.. માસ્કની પાછળ રહેલા હોઠ કંઈક બોલી રહ્યા હતા, પણ રજતને કંઈ જ સંભળાતું નહોતું.
“થોડું પાણી આઆઃઆઆ પેશન્ટને..?”
“ના મેડમ ચાલશે. પાણી તો અમે લાવ્યા છીએ.” –પેલા નાનાં પેશન્ટની મમ્મી એને પાણીની બોટલમાંથી પાણી આપે છે ને એ બાળક રડવાનું બંધ કરે છે.
ડોક્ટર જરૂરી દવાઓ લખી આપી, સૂચનોઓ અને દાંત પડાવ્યા પછી રાખવાની તકેદારીઓ વિષે સમજાવે છે.
TRING.. TRING.. TRING… બાજુના ચેમ્બરની બેલ વાગી.. ત્યારે રજતને ખ્યાલ આવ્યો કે પોતે ક્યારનો આ ડેન્ટલ ચેમ્બરના દરવાજાને પકડીને ઉભો છે. એ જલ્દીથી કાઉન્ટર પાસે જઈને બેસી ગયો. ઘડિયાળ 1.10 નો સમય બતાવતી હતી.. રજતને લાગ્યું કે એ હમણાં ઘરે જવા નીકળશે.. બંદા ખુરશી પર બરાબર આસન જમાવીને બેસી ગયા.. પેલી હવાની લહેરખીને જતી જોવા માટે, નીરખવા માટે, મન ભરીને માનવા માટે.. થોડીવારમાં જ પેલો સુગંધનો દરિયો નજીક આવતો હોય એવું લાગ્યું. પેલી ડોકટર ચેમ્બરને લોક કરીને ચાવી આપવા કાઉન્ટર પાસે આવી..
સફેદ કુર્તા અને બ્લુ ધોતી સ્ટાઇલ સલવારમાં સુંદર લાગતી હતી.. ખભા સુધીના એના વાળ હતા... ના કદાચ ખભાથી ઉપર હતા. કાનથી થોડા નીચે સુધી.. ખુલ્લા જ હતા.. ચાવી આપવા જતાં એના પર્સમાંથી કંઈ નીચે પડ્યું. એ લેવા એ નીચે નમી.. તો એના ખુલ્લા વાળ એના ચેહરા પર આવી ગયા.. ને ચહેરો ઢંકાઈ ગયો.. તરત એણે ડાબા હાથને વાળમાં ભરાવીને વાળ સરખા કર્યા... રજતને લાગ્યું કે જાણે એ હાથ એના માથામાં ફરી રહ્યો હતો.
એ એના ટુ-વ્હીલરની ચાવી જે નીચે પડી’તી એ લઈને ચાલવા લાગી... જતા જતા કહેતી ગઈ કે સાંજે પેશન્ટ હોય તો inform કરજો.. પણ રજતને કંઈ જ સમજાયું નહિ. એ બસ એને જતો જોઈ રહ્યો.. ને ફરી પેલી પરફ્યુમની સુગંધ એને અંદર સુધી મેહસૂસ થઇ.
“ઓ તારી...” એ દેખાતી બંધ થઇ પછી રજતને યાદ આવ્યું.. સલ્લુ કંઈ વાત જ ના થઇ.. “ખબર નહિ કેમ એ સામે આવે છે ત્યારે રજત તારી બોલતી કેમ બંધ થઇ જાય છે. હવે જો રાહ.. જો આવતા શનિવારની...”
ઇન્તઝાર... ઇન્તઝાર.... અગલે શનિવાર કા ઇન્તઝાર......