સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-4) Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ-4)

સ્પંદન-૪
સ્પંદન હોસ્પિટલ
1st ફ્લોર
નર્સિંગ રૂમ...
3.00 PM
રજત નર્સિંગરૂમમાં એટલે કે સ્ટાફરૂમમાં આમતેમ આંટા મારી રહ્યો’તો.. ક્યારે ૭ વાગે એની રાહ જોઈ રહ્યો’તો... મનમાં ને મનમાં જીગરને ગાળો આપી રહ્યો’તો.. ૭.૦૦ વાગે છેક OT રાખ્યું, એને ક્યાં Anesthesia વાળા ડોક્ટરની જરૂર હતી... વહેલું રખાયને.. ૭.૦૦ વાગે OT start થશે... ૮.૦૦ વાગે OT ખતમ કરીને પેલી ઘરે જતી રહેશે... શું કરું..? કંઈક તો કરવું પડશે.. મગજની સાથે એટલે વિચારોની ઝડપની સાથે પગના ચાલવાની ઝડપ પણ વધી રહી હતી..
Tring … Tring… 1st ફલોરનો ઇન્ટરકોમ ફોન વાગી રહ્યો હતો.. રજતે ફોન રિસીવ કર્યો. નીચેથી રીશેપ્શનીસ્ટ બોલી કે Dr. PINKY ની ફોને છે તમારા માટે... “Connect કરો.” –રજતે કહ્યું.
“Hello… Mr. Rajat..”
“હા મેડમ... મેડમ રજત કહેશો તો પણ ચાલશે..”
“ઓકે રજત... OT સાંજે સાત વાગ્યે છે..”
“અત્યારે OT માં કોઈની સર્જરી ચાલે છે..?”
“ના મેડમ...”
“તમે અત્યારે Free છો..?”
“હા બોલોને મેડમ...”
“તો અત્યારે OT Possible થશે..?”
“મારે સાંજે બહાર જવાનું છે... જો Possible હોય તો અત્યારે OT કરી દઈશું..”
“ઓકે મેડમ..”
“સરસ... Thank You…”
“પેશન્ટને નાસ્તો કરી લેવાનું કેજો...”
“ઓકે મેડમ..”
“સારું તો હું થોડીવારમાં આવું છું...”
ફોન મુકીને પછી રજત Yes.. Yes… કરતા કરતા હવામાં મુક્કા મારવા લાગ્યો... “Thank You Pinky” –મનમાં જ બોલ્યો ને હસવા લાગ્યો.. “Pinky..” ફરી મનમાં જ બોલ્યો..
ઘડિયાળમાં 3.50 PM થયા ત્યાં Dr. PINKY આવી ગયા...
ઉપર નર્સિંગરૂમમાં આવ્યા.. રજત એમની જ રાહ જોઇને બેઠો’તો...
“Hi, RAJATT…”
“બધું તૈયાર છે..?”
“જુઓ આમ તો.. આ કોઈ મેજર સર્જરી નથી. મારી ચેમ્બરમાં પણ થઇ શકે.. But, મેનેજર insist કરે છે કે OT માં જ કરવું. અને આમ પણ હજુ સુધી મારી ડેન્ટલ ચેર ફુલ્લી working પણ નથી. હજુ એમણે repair નથી કરાવી... Anyways leave it.. પેશન્ટ તૈયાર છે..? તમે તૈયાર છો..?”
“હા, મેડમ..”
“ઓકે... પેશન્ટને OT માં શિફ્ટ કરો. હું change કરીને આવું...”
રજત... ઓરેન્જ ટોપને વ્હાઈટ જીન્સમાં સજ્જ થઈને આવેલી. આ underweight Teenager જેવી લગતી લેડી ડોક્ટરને Dressing Room તરફ જતા જોઈ રહ્યો...
“ચલ રજત કામ પે લગ જા...” –મનમાં જ બોલ્યો ને કામ પર લાગી ગયો... Patient ને OT માં શિફ્ટ કર્યું... જીગરભાઈએ પહેલેથી જ Oral Surgery માં જરૂરી સાધનોની ટ્રોલી તૈયારી કરી દીધી’તી. એટલે કોઈ ટેન્શન નહોતું. નહીતર રજતને Oral Surgeryની કંઈ સમજ નહોતી...
રજત ટ્રોલીમાં પડેલા સાધનોની સામે જોતો’તો... ત્યાં જ Dr. PINKY આવ્યા.. ઓવરસાઈઝડ OT dress માં થોડા funny લાગી રહ્યા’તા.. રજત કંઈ બોલે એ પહેલા જ Dr. PINKY એ કહ્યું..- “Rajat, Don’t laugh at me…. I know I’m looking like a cartoon. But I don’t have any option. This hospital OT shelf is not having any small or medium size OT suit… I have already told them to make one for me… but nobody cares…”
“Anyway leave it. Let me tell you something about this surgery. Surgery will be done under local anesthesia…. So I’ll prefer that we will talk in our father language… Ha ha ha… I mean in this language (English), Rajat…”
રજત પણ સાથે હસ્યો...
“Rajat give me that LA syringe.”
પીન્કી local anesthesia આપતા પહેલાં પેશન્ટને- “જુઓ રમણભાઈ... હું હમણાં તમને ઇન્જેક્શન આપું છું... તમારા જડબામાં ડાબી બાજુ ફ્રેકચર છે. આ ફ્રેકચરમાં આપને કોઈ પ્લાસ્ટર કે પાટો ના બાંધી શકાય... એટલે આપણે ઉપર નીચેનાજદ્બને આ તારથી બંધ કરી દઈશું.. અંદાજે એકાદ મહિના પછી આપણે તમારો બીજો એક્ષ-રે કરાવીશું... જો ફ્રેકચર લાઈન બંધ થઇ ગઈ હશે.. એટલે કે હાડકું જોડાઈ ગયું હશે એટલે આ બધા તાર કાઢી દઈશું.. જેમ પ્લાસ્ટરમાં કેવું કે જે અંગ ઉપર પ્લાસ્ટર જોય એનું હલનચલન નહીં કરવાનું કે શક્ય એટલું ઓછુ કરવાનું.. એટલે હાડકું કુદરતી રીતે જોડાઈ જાય. એમ આમાં પણ એવું જ છે.. પણ આ સર્જરી થોડી અઘરી છે. કરવામાં તો ખાસ નહિ પણ સજારી થઇ ગયા પછી તમારા માટે અઘરું થશે.. તમે બોલી નહિ શકો... જમવા માટે નાકમાંથી એક ટ્યુબ મૂકી દઈશું.. એન દ્વારા લીક્વીડ કે સેમી-લીક્વીડ જમવાનું રહેશે.. જેટલું તમે વધારે સાચવશો એટલી જલદી તાર ખોલી દઈશું...”
“હવે હું તમને ઇન્જેક્શન આપુ છું. ઇન્જેક્શન આપ્યા પછી તમારા બંને હોઠ જીભ બધું ભારે ભારે લાગશે... તમને સર્જરી દરમ્યાન કોઈ તકલીફ લાગે તો હાથ ઉપર કરીને જણાવજો.. મોઢામાં સાધન હોવાથી તરત બોલશો કે હલશો નહીં.. નહિતર વાગી જશે...”
“Rajat, shall we start..? Rajat… Rajat…. Rajat…”
લગભગ ત્રીજી વખત પીન્કી એ રજતનું નામ લીધું ત્યારે રજતની તંદ્રા તૂટી... રજત પોતાની દુનિયામાં બીજે જ ક્યાંક ખોવાઈ ગયો હતો.. એની નજર સામેથી પેલી સવાર વાળી પીન્કી હટતી જ નહોતી.. એને અહિયાં OT માં પણ પેલી વ્હાઈટ ટીશર્ટને બ્લુ શોર્ટ્સવાળી પીન્કી જ દેખાતી’તી.
“Rajat, give me that needle holder and wire..” રજતે જોયું કે જીગરે એક સરખી સાઈઝના wires કાપીને રાખ્યા’તા... એણે તે આપ્યા.. પીન્કી એ પોતાનું કામ સ્ટાર્ટ કરી દીધું..
“Rajat just hold this cheek retractor… Rajat..” ફરી ક્યાંક ખોવાઈ ગયો’તો... એ પીન્કીની આંખો સામે જ જોઈ રહ્યો’તો.. ને પીન્કી પેશન્ટ સામે જોઇને કામ કરી રહી હતી...
“Rajat.. Rajat…” પીન્કી એ ઊંચું જોયા વગર જ બોલી...
પણ રજત તો.. પીન્કીની આંખોમાં, હેડ કેપમાંથી ડોક્યુકારતી એના વાળની લટમાં.. એમાં કપાળ પરનાં કાળા તલમાં... ગળામાં લટકતા પેલા હાર્ટવાળા પેડન્ટમાં, કાનમાં પહેરેલી નાની બુટ્ટીમાં જ ખોવાયેલો હતો...
પેશન્ટને ખબર ના પડે એમ પીન્કીએ રજત સામે જોયું... રજત હજુ પણ ક્યાંય દૂર ખોવાયેલો હતો... પીન્કીએ હળવેથી રજતના પગ પર પગ મુક્યો.. કોઈ જ અસર નહિ.. હવે એણે ત્યાં સર્જરી માટે પડેલા તારના ટુકડાને ઉપાડ્યો ને રજતના હાથમાં થોડું વધારે ઊંડો પીંચ કર્યો...
“Oooouchhhh…..” રજતે તરત જ હાથ લઇ લીધો...
પીન્કી ને હસવું આવી ગયું.. ને રજત એને હસતી જોઈ રહ્યો..
“Rajat, please give me some gauze pieces..”
રજતે આપી દીધા.. આમ, બહારથી નોર્મલ દેખાતો રજત અંદરથી હલી ગયો’તો... ડરી ગાતો’તો.. “બોસ આણે જોયું તો નહિ હોય ને.. એને ખબર હશે કે હું એની સામે જ જોતો’તો..”
“Stop it.. Rajatiyaa……” રજતની અંદરથી આવાજ આવ્યો..
રજતને હસવું આવી ગયું... સાલ્લુ મારું દિમાગ પણ પીન્કીની STOP IT બોલવા લાગ્યું...
“Ok now concentrate on work U r in OT… Rajat.” મનમાં જ બોલ્યો..
પછી આખી સર્જરી પતી ગઈ ત્યાં સુધી કોઈ કંઈ જ ના બોલ્યું.. રજતે જોયું કે પીન્કી બહુ ચીવટથી કામ કરતી’તી.. ને વચ્ચે વચ્ચે દર્દીને બધુ સમજાવતી જતી’તી..
સર્જરી પૂરી થયા પછી પીન્કીએ રજતને જરૂરી સૂચનાઓ આપીને.. પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કરવાનું કહ્યું... ને પોતે dressing room તરફ ગઈ.. પછી change કરીને નીચે પોતાની chamber તરફ જવા લાગી...
રજત જલદી જલદી બધું કામ ખતમ કરવા લાગ્યો. એને પીન્કી જતી રહે એ પેલા એની સાથે વાત કરવી’તી... આમ તો અંદરથી એ બહુ ડરેલો હતો... ખબર નહિ પીન્કી એને શું કહેશે.? શું પૂછશે..? પોતે કેમ એને જોતો’તો.. કેમ કામમાં ધ્યાન નહોતું એમ પૂછશે તો શું કહીશ..?? તેમ છતાંય આજે એને એની સાથે વાત કરવી’તી...
એનું કામ પતાવી એ dressing roomમાં ગયો OT dress change કરવા. “યાર, એ જતી ના રહે તો સારું.. એ રોકી જાય તો કેવું સારું.. એવું કંઇક થાય તો.. કે ઘરે ના જઈ શકે.. શું કરું..?” કંઈ સૂઝતું નહોતું..
વિચારોથી ઘેરાયેલો રજત જયારે નીચે જતો’તો ત્યારે સીડીની સાઈડમાં આવેલા મંદિર તરફ ધ્યાન ગયું.. તો અનાયાસે જ બોલાઈ ગયું કે તમે જ કંઈક કરો પ્રભુ...
નીચે પહોચ્યો ત્યારે એને જોયું કે બહાર ધોધમાર વરસાદ આવી રહ્યો,તો ને હોસ્પીટલની બહાર બહુ પાણી ભરાઈ ગયું હતું...
વરસાદ જોઇને રજતને બહુ જ ખુશી થઇ- “વાહ પ્રભુ ક્યાં બાત હે...!! Thank you…” હસતા હસતા એ મનમાં જ બોલ્યો.. ને વિચારવા લાગ્યો કે હવે શું કરશું.. પીન્કી હવે તો ઘરે નહિ જાય.. કદાચ વરસાદ ધીમો થાય પછી જશે.. ત્યાં જ એના મનમાં એક સરસ idea આવ્યો – ચાયે પે ચર્ચા..
એ કેન્ટીન તરફ જવા લાગ્યો.. હોસ્પીટલની અંદર જ એક નાની કેન્ટીન હતી. ચા ને સુકો નાસ્તો.. કોફી વગેરે મળતું ત્યાં...
“રહીમ ચાચા.. બે મસ્ત મસાલેદાર ચા બનાવી આપોને..”-રજત
“ભાઈ તું ક્યારથી ચા પીવા લાગ્યો..? તું તો Bournvita વાળો માણસ છે ને..!!”
“આજથી જ પીવા લાગ્યો... આજે ચા પીવાનો મૂડછે.. મસ્ત બનાવજો...”
પછી રજત કોઈનું ધ્યાન ના પડે એમ ફટાફટ ચા લઈને dentist chamber તરફ જવા લાગ્યો... આમ તો વરસાદ ચાલુ હોવાથી નવા પેશન્ટ નહોતા.. એટલે કોઈ કામ નહોતું.. પણ કોઈ જોઈ જાયને કબાબમાં હડ્ડી બનવા આઈ જાય તો..
રજત જયારે ચેમ્બરના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે એ પાછળ ફરીને કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી કે “અહિયાં પાણી વધારે ભરાયું છે ને વરસાદ પણ ચાલુ છે.. તો હું વરસાદ ધીમો થશે ત્યારે અહીંથી નીકળીશ.” રજતે ટેબલ પર પડેલી ડાયરી જોઈ એ ખુલ્લી હતી..
“Dear Krishh..
You know what…”
કદાચ લખાવનું હજુ ચાલુ જ કરું હશે.. રજતે ચાના કપ ટેબલ પર મુક્યા ને બારણા પર ટકોરા માર્યા... “અંદર આવું કે મેડમ..”
“રજત Mr. Rajat તમે already અંદર આવી ગયા છો... Wel come..”
ફરીથી રજતની બોલતી બંધ થઇ ગઈ.. રીવોલ્વીંગ ચેર રજત સામે ફરી.. ને રજતનું દિલ બહુ જોરથી ધક ધક કરવા લાગ્યું.. આ વખતે એની સામે જોવાની રજતને હિંમત ના થઇ.
“What’s your birth date Mr. Rajat..?”
“ok.. So મારાથી એકાદ વર્ષ નાનાં છો...”
“Hmm… Madam..”
“Ok… તો હું રજત કહું તો ચાલશે...?”
“Ok... Madam..”
“અરે... Madam નહિ કો તો ચાલશે... પીન્કી... Pinky is enough for me.. તમે મેને પીન્કી કહી શકો..”
“અને તમે મને રજત...”
“હા... હા... હા..”
“હા.. હા.. હા..”
બંને હસી પડ્યા..
“Friends….???” રજતે હાથ લંબાવીને કહ્યું. Pinky એ પણ હાથ લંબાવીને shake hand કર્યું... ને “Sorry for this…” તેના હાથ પરના લોહીના ટપકાને જોઇને કહ્યું.
રજતની ફાટી રહી.. સાલ્લુ Boss આ તો એ જ topic ચાલુ કર્યો આણે તો.. હવે તો લાગી વાટ... આપણી...
“અરે ક્યાં ખોવાઈ ગયા ફરીથી... Hellooo…” પીન્કીએ હાથ હલાવીને પૂછ્યું.
“કંઈ નહીં... એમ જ...”
“ના રજત બોસ કંઈક તો છે... OT માં પણ ખોવાયેલા ખોવાયેલા લગતા’તા... Girlfriend સાથે લડાઈ થઇ છે..?”
“થઈ નથી કદાચ હમણાં થઇ જશે...” રજતે મનમાં વિચાર્યું.
“ફરી ખોવાઈ ગયો... તું કહું તો ચાલશે રજત..? Girlfriend છે..? નારાજ છે? શું થયું..? Any problem..?”
“કશું નહીં...”
“Ok. Let’s not discuss this topic... maybe you are not comfortable about this.. leave it… બીજું કે શુ ચાલે છે...?”
“અરે હજુ સુધી કેમ ઉભા છો... બેસોને...”
રજત સાઇડમાં પડેલા સ્ટુલને લઈને બેસી ગયો... ચા ના કપ નજીક લીધા.. એક પિન્કીને આપ્યો...
“Oh that’s good.. Thanks for the tea & company… Tell me something about you… તમે weekend માં જ અહીંયા આવો છો.. બાકીના દિવસો શું કરો છો.? ક્યાં ભણો છો..? N all...”
હવે રજત પણ મુડમાં આવી ગયો’તો.. પેલો ડર પણ જતો રહ્યો’તો.. બંને આ ખુબ વાતો કરી.. Collageની... Hospitalની… રજતના MBBS internshipની... સર્જરી માટેના એના passionની... Hospital ના બીજા સ્ટાફની… Doctorsની... પેલી હિટલરની.. ઘણી બધી વાતો...

9.00PM
રજતનું ધ્યાન ધડીયાળ તરફ ગયું... “પીન્કી ૯.૦૦ વાગ્યા ને વરસાદ પણ હવે બંધ થઇ ગયો હશે.. તારે ઘરે જવું છે...??”
“Yup I should leave now… Anyways nice to meet you Dr. Rajat..”
પીન્કીએ જવાની તૈયારી કરી... ચાવી હાથમાં લીધી એટલે રજત પણ ઉભો થયો જવા માટે... બંને બહાર નીકળ્યા.. પીન્કીએ લોક કરીને ચાવી કાઉન્ટર પર આપી...
“See you soon… probably next weekend Right…?”
“Ha… Yaar….”
પીન્કીએ હાથ લંબાવ્યો... shake hand કરવા.. રજતે પણ હાથ લંબાવ્યો...
“Bye… Take care..” કહીને પીન્કી ઘરે જવા નીકળી.