Spandan books and stories free download online pdf in Gujarati

સ્પંદન - પ્રેમનો ધબકાર

સ્પંદન-૧
સ્પંદન હોસ્પિટલ
ઓપરેશન થિયેટર
ફર્સ્ટ ફલોર
ઓપરેશન ટેબલ પર એક દર્દી સૂતો હતો. એના મોં ની કોઇ સર્જરી ચાલુ હતી. એક લેડી ડોક્ટર હતા ને એક ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ હતા. કોઈ જ વાતચીત વગર સર્જરી ચાલતી હતી. ઓપરેશન થિયેટર માં દર્દી ના ઉહકરા સિવાય કોઈ જ અવાજ નહોતો આવતો.
અચાનક શાંતિ ભંગ કરતો એક અવાજ આવ્યો.ઓપરેશન રૂમનો દરવાજો ખૂલવાનો કર્કશ અવાજ આવ્યો. દરવાજામાંથી એક વ્યક્તિ અંદર આવી. યંગ એન્ડ હન્ડસમ સ્પેક્ટાક્યુલર બોય ઓર I can say young man.
આવતાની સાથે જ એને આસિસ્ટન્ટની પાસે આવીને જોરથી પીઠમાં એક ધબ્બો માર્યો અને કહયું “શું જીગર શું ચાલે છે?”
જીગર- “જો તો નથી ભાઈ સર્જરી ચાલુ છે..”
ડોક્ટર પોતાના કામ માં વ્યસ્ત છે એને આ બંનેની વાતમાં કોઈ રસના હોય એવું લાગ્યું. દર્દી એ હાથ ઉપર કર્યો કંઈક કેહવા માટે.....
ડોક્ટર- “શું થયું ભાઈ.. દુખે છે?”
દર્દીએ હકારમાં માથું હલાવ્યું....
"સર્જરીમાં પેશન્ટ જવાબપણ આપે છે.... જીગર એનેસ્થએસિયાની અસર નથી થઈ... હા.. હા... હા.... "-યંગ મેન
“જીગરભાઈ તમારા મિત્ર ને કહો કે આ Oral surgery છે ને local anesthesia (LA) માં થઈ રહી છે.... So stop laughing and give me a syringe loaded with LA.”
જીગર એ જોયું કે LA Vial ખાલી છે.
"મેડમ LA નો બલ્બ ખાલી છે..." -જીગર
"Ok... No Problem... Get it from my chamber... જુઓ બહાર મારૂ એપ્રોન પડ્યું છે. એના પોકેટમાં ચાવી છે."
કોઈ જવાબ ન આવતા ડોક્ટરે નજર ઉપર કરી પેલા Handsome સામે જોયુ.. એ જીગર સાથે કંઈક વાત કરતો હશે.. ને જીગર ઇન્ટરકોમ પર ફોન કરતો હોય એવું લાગ્યું...
"Excuse me, what’s your name?"
RAJAT
"Ok Rajat, can you please bring Local anesthesia vial from my chamber? થોડું જલ્દી લાવશો. please... Patient is in pain... so...."
"નીચે થી કોઈ ને આવતાં વાર લાગશે ને પ્લસ ચાવી અહીંયા છે..."
"ક્યાં છે ચાવી? હું લઈ આવું છું..."
"બહાર મારૂ ઍપ્રોન પડ્યું છે એના પોકેટ માં..."
"Helloooo.... તમે જાવ છો??? Mr. Rajat... "
"જીગર ભાઈ તમે ક્યાં જતા રહ્યાં...?"
રજત નું ધ્યાન Mouth mask ને Head cap ની વચ્ચે દેખાતી પેલી બે કાળી આંખોમાં હતું. ત્યાં એની પીઠ માં જોરથી ધબ્બો વાગ્યો એટલે એનું ધ્યાન ભંગ થયું. પાછળ જીગરભાઈ હતા.
"એલા રજત જા ને જલ્દી LA લઇ આવ ને... ઇન્ટરકોમ પર કોઈ જવાબ નથી આપતું... તારે જ જવું પડશે..."
"ઓકે હમણાં લઈ ને આવું..."
થોડીવાર માં LA આવી ગયું, દર્દી ને બીજું ઈન્જેકશન આપવામાં આવ્યું ને સર્જરી ફરી ચાલુ થઈ ગઈ. પણ LA આપવા રજત નહોતો આવ્યો બીજું કોઈ આવ્યું હતું. ડૉક્ટર ને LA થી મતલબ હતો, કોણ લાવ્યું તું એ બાબતે એમનું ધ્યાન ગયું નહી.
રજત ફટાફટ પગથિયાં ઉતરીને નીચે ગયો હતો. ડેન્ટિસ્ટની ચેમ્બર ખોલીને LA ની બોટલ લઈ ને નીકળતો હતો ત્યાં તેનું ધ્યાન ટેબલ પર રાખેલી બુક પર ગયું. ઉંધી રાખેલી બુક જોઈ ને એને કઈ બુક છે એ જોવા નું મન થયું.. એટલે તેણે બોટલ બીજા કોઈ ને આપી ને જલદી ઉપર OT માં આપવા કહ્યું. રજત ટેબલ પાસે પડેલા પેશન્ટ સ્ટૂલ પર ગોઠવાઈ ગયો. ને બુક જોવા લાગ્યો.
'પ્રિયજન' વીનેશ અંતાણી નામ ની બુક ઊંધી રાખેલી હતી. કદાચ કોઈ વાંચતા વાંચતા એમ જ મૂકીને જતું રહ્યું હશે. રજત એ જોયું કે બુક નીચે એક સરસ ડાયરી હતી. Red and Green cover page વાળી સુંદર ડાયરી હતી.
"કોઈ ની personal diary લાગે છે...
મૂકી દઉં... કોઈ જોઈ જશે તો...???
કોઈ ની personal diary ના વંચાય...
જરાક તો જોઈ લઉ...
કોની હશે... પેલી ડોક્ટર ની ...??"
છેવટે દિમાગ ની દલીલો પર દિલ નો વિજય થયો..ને રજત ડાયરી હાથ માં લઇ ને જોવા લાગ્યો. બધા પાનાઓ પર અલગ અલગ રંગની પેનથી કંઈક લખેલું હતું. ક્યાંક નાના કાર્ટૂન પણ બનાવેલા હતા... રજતનું ધ્યાન ડાયરી ની વચ્ચે રહેલી પેન પર ગયું.... “Okk.. તો આ પેજ આજે લખાયેલું હશે કદાચ...” મન માં જ તે બબડ્યો...
Hi Krrishu...
You know Krrish... Life is so boring nowadays...
Missing my college days and friends. I have joined “Spandan Hospital” last week. Hospital is good n patient flow is also good. Still missing something...!!! Maybe I don't have any friend here... that's why...???
कुछ तो करो यार‌...Hope so I'll make good friends here....
I have to go now… Bye...
રજત નું તોફાની દિમાગ ચાલવા માંડ્યું એને chit pad માંથી એક કાગળ લઈને લખ્યું-“જલ્દી મળશું...”
અને એ કાગળ ડાયરી નીચે મૂકી દીધું. ને પછી કોઈ જુએ નહીં એ રીતે ચેમ્બર બંધ કરી ને ચાવી કાઉન્ટર પર આપી દીધી. પછી એ ઉપર જવા લાગ્યો. અચાનક કોઈએ પાછળથી એને બોલાવ્યો... રજત એમની સાથે વાત કરતા કરતા પાછળ જોતા જોતા આગળ જઈ રહ્યો તો... અચાનક જોર થી કોઈ નો અવાજ આવ્યો....
"STOP IT...."
અરે સાલું આપણે તો કઈ નથી કર્યું, તો પણ STOP IT... શું છે આ બધું...કોણ છે...રજત મન માં જ બોલ્યો...ને સામે ની બાજુ જોયું તો...પેલી બે કાલી આંખો...એક ક્ષણ માટે એ ત્યાં જ ખોડાઈ ગયો... થીજી ગયો. હજુ એ કઈ બોલે એ પેલા પેલી હવા ની લેહરની જેમ પોતાની સુગંધ છોડીને જતી રહી.. રજતની એકદમ નજીક થી પસાર થઈ ગઈ. એના પરફ્યુમ ની મહેક રજતની અંદર સુધી ઉતરી ગઈ. રજત બંધ આંખે આ બધું માણતો રહ્યો.આંખો ખુલી ત્યારે ખબર પડી કે ત્યાં કોઈ જ નહોતું. પેલી જતી રહી તી.
એ સાંજે રજતને કોઈ જ કામ સુઝ્યું નહીં. રાત્રે જ્યારે એ હોસ્પિટલના મેઈન કાઉન્ટર પર બેઠો હતો ત્યારે પણ કઈ સુઝતું નહોતું. કઈ એવું નહોતું કે રજત ની જિંદગી માં કોઈ છોકરી નહોતી. ક્લાસ માં ઘણી છોકરીઓ એની ફ્રેન્ડ્સ હતી. અહીં હોસ્પિટલ માં પણ બધા ફિમેલ સ્ટાફ જોડે એને સારું બનતું. હંમેશા બોલતો રહેતો, હસતો ને હસાવતો રજત આજે બહાર થી શાંત લાગતો હતો..પણ એના હર્દય માં બહુ ઉથલ પાથલમચી ગઈ હતી. એ આંખો બંધ કરી ને ટેબલ પર પગ ચડાવીને બેઠો તો. આંખો બંધ કરીને મનમાં મલકાતો તો...
કંઇક લાગણી હતી.પેલી બે કાલી આંખો એને ઊંઘવા જ નહોતી દેતી.આવું તો પેલા ક્યારેય નથી બન્યું. એવું લાગતું હતું કે હજી સીડીઓ પાસેથી પેલી મહેક આવે છે, જે એને અંદર સુધી મહેકાવી જાય છે...
RAJAT –“The Handsome young man”
ચાંદી જેસા રંગ હે તેરા... સોને જેસે બાલ...
એક તું હી ધનવાન બાકી સબ કંગાલ.... - આવું કહી ને મિત્રો એને ચિડાવતા.
રૂપાળો, નાજુક નમણા નાક નક્ષ વાળો, સુરેખ બત્રીશી ને સુંદર સ્માઈલ... મેજિકલ સ્માઈલ સાથે રજત બધે છવાઈ જતો... એટલે મિત્રો એને..RAJAT-“THE MAGICIAN” એવું કહેતા... હોસ્પિટલમાં પણ એ બધાનો ફેવરીટ હતો.. કૉલેજમાં રજત હંમેશા છોકરીઓથી ઘેરાયેલો રહેતો પણ હજુ સુધી એના દિલના રસ્તા સુધી કોઈ છોકરી નહોતી પહોંચી.
પણ આજે આ handsome ના હોશ ઉડી ગયા હતા. એને ખબર નહોતી પડતી કે આ શું છે? કેવી ફીલિંગ્સ છે? આ ને શુ કહેવાય...? કોણ હતી એ છોકરી...? શુ નામ હશે ..? ક્યાં ની હશે...? પેલી ડાયરી માં krrishu લખ્યું તું એ કોણ હશે....? એને મારી લખેલી પેલી ચિઠ્ઠી વાંચી હશે કે ત્યાં જ પડી હશે...? એક વખત એવો વિચાર પણ આવ્યો કે એની ચેમ્બર ખોલીને જોઈ લઉં...? પણ કોઈ જોઈ જશે તો શું કહીશ.?? એ વિચાર આવતા તેને આ વિચાર પડતો મુકયો..
રજત હજી પણ આંખો બંધ કરીને ટેબલ પર પગ લંબાવીને સૂતો હતો... પણ ઊંઘ તો દૂર દૂર સુધી ક્યાંય નહોતી... થોડી થોડી વારે પેલી બે કજરારી આંખો જ નજર સામે આવી જતી... અને એવું લાગતું જાણે હમણાં ઊડીને એની પાસે પહોંચી જાઉં... એની સાથે વાતો કરું.. એના વિશે બધું જ જાણી લઉં.... પણ શું કરે હજી તો રજત ને એનું નામ પણ નહોતી ખબર.
न जानु नाम न पता
क्या अजब हो गरी ये क्या
क्या करूं मैं ओ खुदा
अब तु ही मुझ को दे बता__
અરે આ શું થયું રજત તું તો Rajat-“The Poet“ થઇ ગયો...!!!! રજત ગીત ગાવા લાગ્યો
मैं शायर तो नहीं मगर ए हसी जब से देखा तुझको शायरी आ गई मुझको.....
મોડી રાતે રજત ની આંખો મીંચાઈ ને એ સુઈ ગયો.. હોઠો પર મસ્ત સ્મિત સાથે....
સવારે 5.45 વાગ્યે અલાર્મ વાગ્યું એટલે રજત ઉઠ્યો... મોં ધોઈને ફ્રેશ થઈને ઘડિયાળમાં જોયું તો 6.00 વાગ્યા હતા. પેલા દરવાજા સામે જોયું તો- દાંત ના ડૉક્ટર ને મળવાનો સમય- સવારે: 9 થી 1 અને સાંજે: 5 થી 8એવું લખ્યું હતું. અચ્છા એટલે નવ વાગ્યે આવશે. જલ્દી થી વોર્ડમાં રાઉન્ડ લઈ લઉંને ઘરે જઈને ફ્રેશ થઈને નાસ્તો કરીને આવું. એવું વિચારીને રજત જલ્દીથી કામે વળગ્યો. પણ ઘરે જતા જતા એક વખત તો પેલા દરવાજા સામે નજર જતી જ રહી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED