સ્પંદન - પ્રેમનો ધબકાર - (ભાગ-6) Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પંદન - પ્રેમનો ધબકાર - (ભાગ-6)

સ્પંદન-૬
બીજા દિવસે સવારથી જ રજતએ ડાયરી કેમ કરીને લેવી એવું વિચારતો તો.. પણ કઈ ખબર નહોતી પડતી...કે શું કરવું? પીન્કી ની ચેમ્બર તો બંધ હતી. રજત પાસે તો આજ સાંજ સુધીનો જ સમય હતો. સાંજે તો એને જતું રેહવાનું હતું. રજતની ડયુટી આજે 8 થી 8 ની હતી. ૧૧.૦૦ તો વાગી ગયા, હવે શું કરવું એને સમજાતું નહોતું. કામ માં પણ રજતનું મન નહોતું લાગતું. જો આજે ડાયરી નહી મળે તો પેલા KRRISHU ની કેમ ખબર પડશે? ને જો આજે નહી ખબર પડે તો આખું અઠવાડિયું એના જ વિચારો આવ્યા રાખશે....
સર્જન સાથેના વોર્ડના રાઉન્ડમાં હતો ત્યારે પણ એનું મન ક્યાય જ નહોતું લાગતું. રજત...રજત... સર્જનના અવાજથી રજત ચોંકી ગયો.. પછી રજતે મગજ પર કાબુ મેળવી લીધો ને કામ કરવા લાગ્યો. ડોક્ટરની બધી જરૂરી સૂચનાઓ સાંભળી... હવે પછી પેશન્ટને કયું ઇન્જેક્શન આપવાનું છે, કેટલા વાગે ને કેવી રીતે આપવાનું છે એ બધું સમજી લીધું. પછી એ પોતાના કામમાં પરોવાઈ ગયો. જયારે બે વાગ્યે રજત જમવા જતો હતો ત્યારે નીચે DENTIST ROOM નો દરવાજો ખુલ્લો જોયો ત્યારે એની આંખો ચમકી.. એણે મેનેજર કાકા ને ત્યાં જોયા. રજત એમની સાથે વાત કરવાના બહાને ત્યાં ગયો. કદાચ ડાયરી વાંચવાનો મોકો મળી જાય..!!
“કેમ છો કાકા? શું ચાલે છે? દાંત દુખે છે કે શું?” રજત હસતા હસતા બોલ્યો
“બસ મજામાં હો રજત. દાંત નથી દુઃખતો ભાઈ.. આ DENTIST ના ROOM માં AC ફીટ કરવું છું. બધા ડોકટરના રૂમ માં છે, અહિયાં એક જ જગ્યા એ નહોતું. એટલે હવે કરાવી દઈએ ને. વરસાદની સીઝન માં સારું ડિસ્કાઉંટ મળતું તું એટલે લઇ લીધું.”
“તું જમવા જાય છે?”
“હા કાકા...ના કાકા...” રજતનું ધ્યાન પેલી ડાયરીની શોધમાં જ હતું. ટેબલ પર તો નહોતી દેખાતી.
“રજત તું થોડીવાર અહિયાં ધ્યાન આપીશ? હું હમણાં જમીને આવું?”
રજત હોસ્પિટલમાં સૌનો લાડકો હતો. એ બધાના કામ કરતો. ક્યારેય કોઈ કામ માટે કોઈને ના ન પાડતો. અને એમ પણ આતો એને ગમતું કામ મળી ગયું. એટલે ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો.
“હા ભલે કાકા..તમે જમીને આવો. તમતમારે નિરાતે જમી આવો હું અહિયાં જ છું.”
મેનેજરના ગયા પછી રજતે એની શોધખોળ ચાલુ કરી. ડાયરી માટેની શોધ.. પીન્કીની પેલી રેડ ને ગ્રીન ડાયરીની શોધ.. રજત ટેબલના બધા ખાના તપાસવા લાગ્યો. સૌથી નીચેના ખાનામાંથી ડાયરી મળી. રજતનું દિમાગ પેલા KRRISHU માં જ ચાલતું હતું. એવું ના હોત તો રજતે ક્યાય સુધી એ ડાયરીને જોયા રાખ્યું હોત અથવા તો ડાયરીને હાથ થી પંપાળયા કર્યું હોત... પણ પેલો KRRISH નામનો કીડો એના દિમાગમા ફર્યા રાખતો હતો, હટતો જ નહોતો. એને જલ્દીથી ડાયરી ખોલીને વાંચવા લાગ્યો.
“DEAR KRRISH...
આજે સ્પંદન હોસ્પિટલમાં પેહલો દિવસ છે. બપોર થવા આવી.. હજુ સુધી એક પણ પેશન્ટ ના આવ્યું. કઈક કરો ને યાર તમે. હમણાં લંચ ટાઇમ થઇ જશે.. I HOPE કે EVENING માં પેશન્ટ આવે...
IT’S TIME TO GO HOME NOW...
BYE KRRISHU...
=======
HI... KRRISH...
YOU KNOW WHAT આજે તો સવારમાં એક ફ્રેકચર કેસ હતો–MANDIBULAR FRACTURE. મેનેજરને મેં વાત કરી કે આ કેસમાં IMF કરવું પડશે. અહિયાં ઓરલ સર્જન કોણ આવશે? તો મેનેજર કાકા મને કે – તમે નહી કરી શકો? એમને કેમ સમજાવું કે આ ઓરલ સર્જનનું કામ છે. કોલેજમાં પણ ક્યારેય કર્યું નથી, ખાલી જોયું છે એક વાર.. ફરી મેં પૂછ્યું કે “મેનેજર કાકા ડેન્ટલ વીંગ તો છ મહિના થી બંધ હતું, મારા આવ્યા પહેલા આવો કેસ આવે તો કોણ કરતુ હતું?” તો એમને મને બાજુની હોસ્પીટલના ENT SURGEON નું નામ આપ્યું. એટલે મેં મેનેજર કાકાને કીધું કે “કાકા આ વખતે એ ડોક્ટરને બોલાવી લઈએ NEXT TIME થી હું કરી લઈશ”. મેનેજર કાકા એ કીધું કે “સારું એવું કરીએ હું તમને એમનો નંબર આપું છું.. તમે એમની સાથે વાત કરી લો મેડમ.”
પછી મેં એ ડોક્ટર સાથે વાત કરી. KRRISHU, આજે સાંજે IMF નું સર્જરી છે.
I AM EXCITED AND AFFRAID TOO.
=======
HI KRRISH...
FEELING ANGRY... DO NOT WANT TO TALK TO YOU... તને ખબર છે કે મને અમુક વસ્તુઓ નથી ગમતી તોય કેમ તું એવું બધું થવા દે છે. જાવ વાત જ નહી કરું તમારી સાથે...
=======
HI KRRISH...
હજુ સુધી ગુસ્સો તો છે.. થોડોક હજુ બાકી છે... પણ તારી સાથે વાત કર્યા વગર મને નહિ ચાલે... એટલે આપની બુચ્ચા.. કિટ્ટા નહિ ચાલે બહુ..
SORRY.
પણ વાંક તારો જ હતો...
=======
Hi Krrishu...
You know Krrish... Life is so boring nowadays...
Missing my college days and friends. I have joined “Spandan Hospital” last week. Hospital is good n patient flow is also good. Still missing something...!!! Maybe I don't have any friend here... that's why...???
कुछ तो करो यार‌...Hope so I'll make good friends here....
I have to go now… Bye...
=======
અત્યાર સુધીમાં જેટલા પેજીસ વાંચ્યા, બધામાં શરૂઆત તો KRRISH થી જ થતી હતી. બધું એને જ મતલબ KRRISH ને ઉદેશીને જ લખ્યું હતું. પણ ક્યાય એ કોણ છે...ક્યાં છે...કે શું કરે છે ...? એવું કશું લખ્યું જ નહોતું. રજતે જલ્દી જલ્દી ડાયરી ના પન્નાઓ ફેરવવા માંડ્યા..કેમ કે બધું વાંચવાનો સમય નહોતો. હમણાં પેલા મેનેજરકાકા આવી જશે જમીને. રજતે ડાયરી આડી કરીને હલાવી થોડીવાર. કદાચ કોઈ ફોટો કે બીજું કશું મળી જાય.. ડાયરીમાંથી એક નાનું મોરપીંછ, સુકાયેલું ગુલાબ, ચોકોલેટના રેપર એવું બધું નીકળ્યું. રજત ને થોડો ગુસ્સો આવવા લાગ્યો ને અકળામણ પણ થવા લાગી. આખરે રજતને થયું કે લાવ હજુ થોડું વાંચી જોવ કદાચ ક્યાંક કઈક લખ્યું હોય...

HELLO KRRISHU...
ક્ર્રીશું, આજે હું રજતને મળી હતી. થોડો કન્ફ્યુઝ્ડ માણસ હોય એવું લાગ્યું પેલા તો.ઓટી માં ખબર નહિ એ ક્યાં ખોવાઈ ગયો હતો.
અમે આજે સાથે ચા પીધી હતી. બહુ બધી વાતો કરી. YOU KNOW એ ભી ડોક્ટર છે. મને પેહલા નહોતી ખબર એ વાતની. એ વિકેન્ડ માં જ અહિયાં આવે છે. મને એની EARN WHILE YOU LEARN વાડી વાત બહુ ગમી. એ પણ ગમી જાય એવો છે. હોસ્પીટલમાં બધા એને બહુ પસંદ કરે છે.
THANKS KRRISHU.... BYE...
=======
આ પેઈજ વાંચીને રજતના ચેહરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ. એને બહુ મજા મજ્જા પડી ગઈ. પણ એક મિનીટ ચા મેં પીવડાવી, વાતો મેં કરી ને થેંક યુ આ ક્ર્રીશું ને!!!! રજત વિચારવા લાગ્યો. છેવટે રજતે ડાયરી બંધ કરી દીધી. હવે એને બીજું કશું નહોતું વાંચવું. પીન્કી એ લખ્યું હતું ને કે રજત ગમી જાય એવો છે, એ વાંચ્યા પછી રજત ને બીજું કશું જ નહોતું વાંચવું.
KRRISH, BOSS તું જે કોઈ હશે, પીન્કી સાથે તારે જે ભી સંબંધ હોય એ પણ તું પીન્કી ને મારા જેટલો પ્રેમ તો નહી જ કરતો હોય, એ મને ખબર છે. એક દિવસ પીન્કી પણ મને એટલો જ પ્રેમ કરશે.
BY THE WAY, THANK YOU KRRISH. તું ના હોત તો મને ખબર જ ના પડેત કે રજત ગમી જાય એવો છે. પાછી રજત ના ચેહરા પર પેલી મસ્ત મસ્ત સ્માઇલ આવી ગઈ.
રજતે જલ્દી જલ્દી ડાયરી જ્યાં હતી ત્યાં જ સરખી રીતે મૂકી દીધી. છેલ્લા ખાનામાં.... પેલું મોરપીંછ, ગુલાબ ને ચોકોલેટ ના રેપરસ પણ અંદર મૂકી દીધા...ડાયરીમાં.. રજત મેનેજરકાકાના આવવાની રાહ જોવા લાગ્યો. બહુ ભૂખ લાગી હતી એને, આજે તો આ KRRISH ના ચક્કરમાં એને સરખો નાસ્તો પણ નહોતો કર્યો.
MONDAY થી ફરી એ જ ROUTINE... પણ આ વિકેન્ડમાં રજતને કોલેજમાં કામ હોવાથી રજત ઘરે ના જઈ શક્યો. PERIPHERAL POSTING ચાલુ હોવાથી SUNDAY પણ ડ્યુટી હતી. આખું અઠવાડિયું તો કામમાં ક્યાં જતું રહ્યું ખબર પણ ના પડી. પણ SATURDAYની સાંજ રજત માટે ઉદાસીન હતી. આજે પીન્કીને નહી મળી શકાય એટેલે. રજતે પીન્કીને ફોન કર્યો પણ પીન્કી એ RECEIVE ના કર્યો. કદાચ કોઈ કામ કામ માં હશે, MISSCALL જોશે એટલે મને ફોન કરશે એમ વિચારીને રજત પીન્કીના ફોન ની રાહ જોતો હતો. પણ એ દિવસે પીન્કીનો ફોનના આવ્યો. બીજા દિવસે પણ રજતે પીન્કીના ફોનની બહુ રાહ જોઈ. છેવટે કંટાળીને સાંજે રજતે પીન્કીને ફરી ફોન કર્યો. બહુ રીંગ વાગ્યા પછી પીન્કી એ ફોન ઉપાડ્યો.. “રજત થોડું કામ માં છું, પછી ફોન કરીશ તને.” બહુ ધીમા અવાજે પીન્કી આટલું જ બોલી ને ફોન કટ કરી દીધો. “હમમ” રજત એટલું જ બોલ્યો ત્યાં ફોન કટ થઇ ગયો.
રજત ફરી પીન્કીના ફોનની રાહ જોવા લાગ્યો. પણ એનો ફોન ના આવ્યો. સોમવાર પૂરો થયો... મંગળવાર પણ... ને બુધવાર પણ ગયો... ગુરુવાર પણ પૂરો થવા આવ્યો, હવે રજતથી ના રેહવાયું એટલે રજતે ફરી પિન્કીને ફોન કર્યો. બહુ રીંગ ગઈ... બહુ વાર સુધી રીંગ વાગ્યા રાખી પણ પીન્કીએ ફોન ના ઉપાડ્યો. રજતે ફરી ફોન કર્યો... આ વખતે પણ ના ઉપાડ્યો... હજુ એક વખત ફોન કર્યો આ વખતે પણ બહુ રીંગ વાગી પણ કોઈએ ફોન ના ઉપાડ્યો..
રજતે હોસ્પિટલ પર ફોન કર્યો. પોતે આ અઠવાડીયે પણ નહિ આવી શકે એ જણાવ્યું. ને પછી પીન્કી વિશે પૂછ્યું. રીસેપ્શનીસ્ટ એ કહ્યું કે “DR. PINKY ચાર દિવસ થી હોસ્પિટલ નથી આવ્યા .ને ફોન પણ નથી ઉપાડતા.” હા ભલે કહીને રજતે ફોન મૂકી દીધો. ફોન મુક્યા પછી રજત વિચારવા લાગ્યો કે શું થયું હશે? ફોન કેમ નહી ઉપાડતી હોય? હોસ્પિટલ પણ નથી આવતી.. શું હશે કોઈ પ્રોબ્લેમ માં તો નહિ હોય ને? મારા થી નારાજ હોય તો મારો ફોન ના ઉપાડે, હોસ્પિટલ તો જાય ને. નક્કી કઈક તો થયું છે. પણ કેમ ખબર પડે. હવે એના ફોનની રાહ જોવા સિવાય કોઈ ઓપ્શન જ નથી.
इंतेहा... हो गयी इंतजार की ....
आयी न कुछ खबर मेरे यार की....
इंतेहा.... हो गयी इंतजार की...
आयी न कुछ खबर मेरे यार की...
રજતને ક્યાંય જ ચેન નહોતું પડતું. પણ એ કઈ જ કરી શકે એમ નહોતો. રજતને પીન્કીની બહુ જ યાદ આવતી હતી, ને એની ચિંતા પણ થતી હતી. પેહલા ક્યારેય રજતને આવી અજીબ બેચેની નહોતી થઇ. પણ પેહલા ક્યારેય પ્રેમ પણ નહોતો થયો.



INTERNSHIP ના છેલ્લા દિવસો ચાલતા હતા.રજતINTERNSHIPCOMPLETIONCERTIFICATE,RESULTS ને બીજા બધા DOCUMENTS ને PAPERWORK માં બીઝી હતો.વચ્ચે વચ્ચે પીન્કી ની યાદ આવી જતી હતી.પણ રજત ને વિશ્વાસ હતો કે પીન્કી એને જરૂર ફોન કરશે ફ્રી થશે એટલે. હજુ સુધી પીન્કી નો ફોન ના આવ્યો એ વાત ની ચિંતા જરૂર થતી હતી.પણ હવે એ બહુ વિચારવાનું ટાળતો.થોડા દિવસ માં ઘરે જ જવાનું છે ને કાયમી માટે પછી જાતે જ જઈને જોઇસ કે શું થયું છે એમ વિચારીને મન ને મનાવી લેતો.
બધા મિત્રો હવે અલગ થવાના છે.બધા ના અલગ સપનાઓ છે,અલગ મંઝીલ છે ને એની અલગ અલગ રાહો છે.બધા ખુશ હતા ને સાથે અલગ થવાનું થોડું દુઃખ પણ હતું.એ અઠવાડિયે બધા મિત્રો બહુ ફર્યા, રખડ્યા..એ બધી જ જગ્યા એ એ લોકો ગયા જયા એ બધા આ પાંચ વર્ષો માં બહુ બધી વખત ગયા હશે.એ બધી જગ્યાઓ જે એમના સુખ દુઃખ ની સાક્ષી હતી. એવી બધી જ જગ્યાઓ જેની સાથે એમની અઢળક યાદો જોડાયેલી હતી.ને એ બધી યાદો ને સમેટીને સાથે લઇ જવા એ બધા મિત્રો બહુ ફર્યા ને મસ્તી કરી.આ મજાક મસ્તીઓ ની વચ્ચે પણ રજત ને ઘણીવાર પીન્કી ની યાદ આવી જતી.પણ હવે તો થોડા જ દિવસો છે પછી તો કાયમ માટે પીન્કી ની પાસે જ રેહવાનું છે એ વિચારીને રજત ના ચેહરા પર પેલી મસ્ત મસ્ત મુશ્કાન આવી જતી.
પીન્કી સાથે વાત કર્યા ને બહુ દિવસો થઇ ગયા.એનો કોઈ ફોન ના આવ્યો..ના કોઈ મેસેજ...શું થયું હશે? કેમ પીન્કી ના હજુ કોઈ સમાચાર નથી.કાલ હોસ્પિટલ ફોન કર્યો તો ખબર પડી કે હજુ સુધી એ આવી નથી.કેમ નહી આવી હોય...?પણ ફોન તો કરાય ને.. હવે ઘરે જઇશ ત્યારે એ મળશે એટલે હું બહુ ખીજાઇશ એને..બહુ લડીશ એની સાથે....ગાંડું જ છે સાવ..એને ખબર ના પડે ફોન કરવાની..?એકેય મેસેજ પણ ના કર્યો...મળવા દે વાત છે એની..
સાવ ગાંડું જ છે મારું પીંકુ...
જલ્દી મળીશું...