સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૫) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૫)

" સૌદર્યા "-એક રહસ્ય (ભાગ-૫). ચાર મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ જોવા ટુર પર જાય છે.. જબલપુર થી પાછા વળતાં જબલપુર પાસે ભેડાઘાટ રોડ પર આવેલા ત્રિપુરા સુંદરી માતા જી ના દર્શન કરે છે........ હવે આગળ............. સૌરભ ના કપાળ અને માથા પર ' માં' ત્રિપુરા સુંદરી માતાજી નું કંકુ પડે છે.. સૌરભ દર્શન કરી ને જુએ છે. મંદિર ના ગર્ભગૃહ માં થી બહાર નીકળતા ત્રણે મિત્રો આ જુએ છે... આ જોઈ ને વિજય બોલ્યો," અરે સૌરભ આ તો તારા પર તો કંકુ વર્ષા થઇ હોય એવું લાગે છે." પાયલ બોલી," લે મારો રૂમાલ આપું તું લુછી નાખ.પણ આ તો જો કંકુ એવી રીતે લહેર ની જેમ...છે.કે...." સૌરભે એને રોકતા બોલ્યો," પુજારી કહેતા હતા કે આ માતાજીના આશીર્વાદ છે.. તું ગમે તેમ ના બોલ.". સૌરભ પોતાનો હાથ રૂમાલ થી એ કંકુ કાઢવાનો પ્રયત્ન કરતો મંદિર ના ગર્ભગૃહ માં થી બહાર નીકળે છે. પાયલ ને ટીખળ કરવાનું મન થયું બોલી," સૌરભ તેં તો જમણા કાન તો વીંધવ્યો છે.. હવે ડાબો કાન.. પછી..ફિલ્મો ના હીરો ની જેમ કાન માં કુંડળ પહેરીશ તો મસ્ત લાગશે." સૌરભ બોલ્યો," હા હું નાનો હતો ત્યારે મારી મમ્મી એ મારો જમણો હાથ વીંધાવ્યો હતો.મારી મમ્મી કહેતી હતી કે આયુર્વેદમાં એને કર્ણવેધ કહેવાય છે. પૌ‌રાણિક કાળમાં મનાતું હતું કે નાના બાળકમાં આસપાસના પવિત્ર અવાજનાં સ્પંદનો સાંભળવાની શક્તિ ખીલે એ માટે આ પ્રક્રિયા જરૂરી છે." "તો છોકરીઓ ના કર્ણ વેધ કેમ કરે છે એ ખબર છે? પાયલ બોલી.. " સ્રી ના શણગાર માટે જરૂરી છે.. સૌંદર્યખીલી ઉઠે છે....અને....." સૌરભ અટકી ગયો... " અને શું ? " ....... "તું ય પાયલ, ..માસી ને પુછી જોજે." સૌરભ બોલ્યો..... "કોની માસી? મારી કે તારી?". " પાયલ તું હવે મજાક બંધ કરો.. તારી મમ્મી ને.....આ પાયલે તો માથું ચઢાવ્યું. આપણે હવે જઈએ.".સૌરભ બોલ્યો. મંદિર ના બહાર ના પરિસર માં સૌરભ ને પેલું કપલ મલ્યું.. સૌરભ ને જોઈ ને એમની પાસે આવ્યા એ બહેન બોલ્યા," ભાઈ ,જો તેં કોઈ માનતા માની હોય તો એક શ્રીફળ લાલ કાપડના માં મુકી ને અહીં રાખ..બધા આવી રીતે માનતા માને તો પુરી થાય છે.. મેં પણ બીજું શ્રી ફળ માનતા નું રાખ્યું છે.ઈશ્વર તારી માનતા પુરી કરે.". સૌરભ બોલ્યો," હા,દીદી.." સૌરભે એક શ્રીફળ ને લાલ કાપડ ખરીદી ને માનતા ની જગ્યા એ રાખ્યું. ચારે મિત્રો ગાડી પાસે આવ્યા... પાયલ બોલી," સૌરભ તેં ત્રિપુરા સુંદરી માતા પાસે એવું શું માગ્યું કે આવી રીતે કંકુ ..??". સૌરભ બોલ્યો," માતાજી ને પગે લાગી ને મેં બધાના કલ્યાણ ની માંગણી કરી.. એમાં તારી પણ...અને મનમાં હું બોલ્યો કે મને સંસ્કારી, સુશીલ..અને સૌંદર્ય... બોલું એટલા માં આ કંકુ ની લહેર પડી..જેથી..યા.... બોલાયું.સાથે એક પરાક્રમી પુત્ર પણ પ્રાપ્ત થાય એવી ઈચ્છા વ્યક્ત કરી....ને આ માટે માનતા નું શ્રી ફળ રાખ્યું. બસ આટલું જ." પાયલ બોલી," શું આટલું જ.. તેં તો ઘણું માંગી લીધું... એટલે તું મારા થી જુદો પડવા માંગે છે.. હું સંસ્કારી નથી?". "જો પાયલ પાછી રીસાઈ ગઈ... ઈશ્વર પાસે માંગીએ એટલે આપે એવું થોડું છે.. ઈશ્વર કૃપા હોય તો..જ...માનતા ફળે." આ પછી બધા કાર માં બેઠા.. ડ્રાઈવર બોલ્યો," સાહેબ.. આપણે કચનર થઇ ને ધુંઆધાર ફોલ્સ જોવા જઈએ..આમ તો ઘણા છે..પણ આ ધુંઆધાર ફોલ્સ જોવાલાયક છે..ને ત્યાં થી ચોસઠ જોગણી માતા નું મંદિર..". વિજય બોલ્યો," કચનર માં શું જોવાનું છે?" "સાહેબ ત્યાં શીવજી ની મોટી મૂર્તિ છે..આપણી પાસે સમય ઓછો છે ત્યા થઈને ફોલ્સ જોવા." થોડીવાર માં કચનર સીટી આવ્યા... શંકર ભગવાન ની બહુ જ મોટી ૭૨ ફુટ ની મૂર્તિ..અને પિકનિક પ્લેસ.. સમય હતો નહીં એટલે ચારેય મિત્રો તરતજ જોઈ ને પાછા આવ્યા... અને થોડી વારમાં ભેડાઘાટ ના ધુંઆધાર ફોલ્સ પાસે પહોંચ્યા. કાર નો ડ્રાઈવર બોલ્યો," સાહેબ,જબલપુરમાં આવેલો ભેડાઘાટ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીં ફેલાયેલાં ઝરણાં મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત ૧૦૦ ફીટ ઊંચો માર્બલનો માઉન્ટન સુપર્બ છે. ધુંઆધાર ફોલ્સ જોવા ચાલતા એક કીલોમીટર દુર જવું પડશે..આ ફોલ્સ માં ફીણ ફીણ થાય છે.. ગાડી અહીં પાર્કિંગ માં રાખી ને તમારી રાહ જોઈશ.લગભગ બે કલાક થશે જોતા...જો ચાલતા ના જવું હોય તો રોપ વે છે..રોપ વે થી તમને ફોલ્સ જોવાની મજા આવશે. હું તો મહિને બે વાર આવું છું.". ચારે મિત્રો ધુંઆધાર ફોલ્સ જોવા રોપ વે માં બેઠા... નર્મદા જી ના સુંદર દર્શન... ફીણ પડતા ફોલ્સ ...જોવા નો અનેરો આનંદ લીધો... સાથે સાથે સેલ્ફી અને સુંદર દ્રશ્યો ના ફોટા પાડ્યા... પાયલ બોલી," આટલું રમણિય હશે એ ખબર જ નહોતી..વિદેશ જવાની જરૂર જ નથી.. વિજય તને થેંક્યું..આ ટુર માટે." વિજય સાંભળી ને હસ્યો. નર્મદા ના આ અલૌકિક દ્રશ્ય જોઈ ને સૌરભ કવિતા ગણગણવા લાગ્યો.. ખળ ખળ વહેતી નર્મદા,
મસ્તી માં વહેતી નર્મદા,
અમરકંટક છે ઉદગમ સ્થાન,
સાગર સાથે થાય મિલાપ,

શંકર પુત્રી એ કહેવાય,
જગ ની એ માતા કહેવાય,
આ સાંભળી ને ત્રણે મિત્રો બોલ્યા.. વાહ.. ખૂબ સરસ... સૌરભ બોલ્યો," માં નર્મદા એ ભગવાન શંકર ની પુત્રી ગણાય છે.. એવું કહેવાય છે કે ગંગા માં ડુબકી મારવાથી પાપ ધોવાય છે.. જ્યારે નર્મદા ના દર્શન માત્ર થી.." આ સાંભળી ને મુકુંદ બોલ્યો.. આપણા ગુજરાતમાં ચાણોદ નર્મદા કાંઠે છે. એનું મહત્વ છે.ચાણોદ ને છોટે કાશી પણ કહે છે.. સંસ્કૃત પાઠશાળા છે.. નારાયણ બલિ થાય છે." "અરે વાહ.. માહિતી અધિકારી ઓ એ સરસ માહિતી આપી." વિજય હસતા હસતા બોલ્યો. સૌરભ નું મન આનંદિત થયું અને પાછું ગણગણ્યો.. ભવ્ય દ્રશ્ય આ જોઈ ને,મન મારું હરખાય છે,
કુદરત ના ખોળા માં બેસી, શાંતિ જરૂર જણાય છે,

સૌનું કલ્યાણ કરનારા ને,વંદન અહીં થાય છે,
રેવા ના કિનારે તો,પિતા શંકર પણ હરખાય છે,

શત શત વંદન શિવ પાર્વતી ને,જગ નો આધાર થાય છે,
આ દુનિયા ના અસ્તિત્વ નો,આધાર પણ એ જ જણાય છે..... 'વાહ વાહ... બોલો નર્મદા મૈયા કી જય.હર હર મહાદેવ...' ત્રણેય મિત્રો એક સાથે બોલ્યા.
રોપ વે થી પાછા આવતા નાનકડા બજાર માં માર્બલ સ્ટોન પર લોકો નામ લખાવતા હતા... સૌરભ,મુકુદે અને પાયલે જબલપુર ની ટુર ની યાદગીરી માટે એક નાનકડા સ્ટોન પર ચારે ના નામ , જબલપુર ટુર અને તારિખ લખાવી ને એ ત્રણેય જણાએ વિજય ને માર્બલ સ્ટોન યાદગીરી રૂપે આપ્યો.... વિજય બોલ્યો ,"તમારા ત્રણેય નો આભાર..પણ હવે તો ભુખ લાગી છે.બપોરના બાર પણ થયા....ચાલો જમવા." સૌરભ બોલ્યો," હું તો આજે એક ટાઇમ જ જમવાનો છું રાત્રે જમવાનો નથી..અને આજે જૈન ભાણું જ." પાયલ બોલી," કેમ કેમ? કોઈ વ્રત રાખ્યું છે?" "ના..પણ મારી મમ્મી એ કહ્યું હતું કે જે દિવસે નર્મદા મૈયા ના દર્શન કરે એ દિવસે એક ટાઈમ જૈન, સ્વામિનારાયણ ભાણું જ જમજે.. એટલે." મુકુંદ બોલ્યો.," તો હું પણ જૈન થાળી જમીશ." આ સાંભળી ને પાયલ બોલી," તો હું પણ જૈન..પણ રાત્રે તો જમવાની છું આપણા થી ઉપવાસ થતો નથી." વિજય હસ્યો બોલ્યો," જો બધા જૈન થાળી લેશે તો મારે પણ જૈન..થાળી." ચારેય મિત્રો ગાડી પાસે આવ્યા ને વિજય ડ્રાઈવર ને પુછે છે," બોસ.. અહીં સારી જૈન થાળી મલશે?" "હા,સરસ મલશે..અહીં નજીક માં જ સારી vegetarian હોટલ છે. ત્યાં જૈન થાળી મલશે..". આમ પાંચેય જમવા ગયા... જમ્યા પછી વિજય બોલ્યો," મિત્રો હું તો થાકી ગયો છું આપણે અહીં ની હોટલ માં એક મોટો રૂમ બે ત્રણ કલાક માટે લઈ ને ફ્રેશ થઈ ને આરામ કરીએ.... સાંજે ત્રણ વાગે નીકળીશું." બધા સહમત થયા... ડ્રાઈવર બોલ્યો," સર,..સરસ, પણ મોડા માં મોડું ત્રણ વાગે નીકળી ને નજીક ચોસઠ જોગણી મંદિર જોવાનુ છે.નજીક ના ઘાટ પર નાવ માં એક કલાક boating કરજો..માર્બલ રોક, સંગેમરમર ના રોક છે.. તમને મજા આવશે.. પછી આપણે નજીક માં જ સરસ્વતી ઘાટ છે..એમ કહેવાય છે કે નર્મદા મૈયા ને ત્યાં સરસ્વતી નદી મલે છે.. હવે તમે આરામ કરો.. હું કાર માં જ આરામ કરીશ.". ત્રણ વાગે ચોસઠ જોગણી મંદિર જોવા ગયા.. ત્યાં એક tourist એ ક્હ્યું કે આ મંદિર એક હજાર વર્ષ જુનું છે..ચોસઠ જોગણી ઓ સાક્ષાત આવે છે..એક વખત જ્યારે વિધર્મીઓ એ આ મંદિર પર આક્રમણ કરી મૂર્તિ ઓ તોડતા હતા એ વખતે મધમાખીઓ નું મોટું ઝુંડ આવ્યું..અને એમને ભગાડ્યા..આ આસ્થા નો વિષય છે.... મંદિર ના વાતાવરણ માં પાયલ મોજ માં આવી એણે વિજય સામે સ્મિત કરી આભાર વ્યક્ત કર્યો.. પછી ફ્લાઇગ કીસ આપી..જે વિજયે પણ સ્મિત સાથે પરત કરી... આ જોઈ ને સૌરભે મુકુંદ ને કહ્યું.. સમાધાન થયું.. ચાલો.સારુ થયું. ત્યાં થી તેઓ પંચવટી ઘાટ આવ્યા .. બોટિંગ માટે..જ તો..... એક કલાક ના એક જણ ના રૂપિયા ૧૦૦ નક્કી કરી ને ચારે મિત્રો નાવ માં બેઠા..નાવ માં બીજા પંદર જણા હતા.... નાવ ચલાવનાર..નાવ ચલાવતા મિમિક્રી કરતો.. અને જોવાલાયક સ્થળો ની Running કોમેન્ટરી આપતો. यहां बोली वुड की शुटिंग होती,
दिखाते मानो विदेश में होती,

यहां रेखा ने जलवें दिखाये,
प्रेमनाथ की बुरी नज़र जो जाती,
बचाने सुनिल दत्त आता,
प्राण जाय पर वचन ना जाये बनती,

यहां धर्मेन्द्र भी आया,
साथ में शत्रु को भी लाया,

शुटिंग करने करीना भी आती,
बोली वुड में अपने जलवे दिखाती,
रितिक भी यहां आया, नाम रोशन किया, मोहे जो दरों में, अपना साहस दिखाया,
देखो संग मर-मर के चट्टान,
धुप जब सुरज की आती,
सोने जैसी चमकिले दिखती,

देखो स्लेट सा चट्टान,
लिखने की स्लेट बनती,

यहां ना कोई अनजाना तैरता,
मगरमच्छ यहां भी दिखते,

नर्मदा मैया की पुरानी कहानी,
हमें वो जीवन देती,
महादेव की नर्मदा प्यारी बेटी,
हर कंकर में शंकर दिखती,,,, એક કલાક ની નાવ ની સફર રોમાંચક રહી. આ બોટિંગ કરી ને તેઓ કાર માં આવ્યા... કાર ને હવે સરસ્વતી ઘાટ તરફ લઈ ગયા.... ડ્રાઈવરે કહ્યું," સાહેબ.. અહીં સરસ્વતી નદી નો ભુગર્ભ સ્ત્રોત્ર નર્મદા ને મલે છે..જેને સ્નાન કરવું હોય તો સાવચેતી રાખજો.ડુબી જવાનો ભય રહે છે..જેને ના નહાવું હોય એ નર્મદા મૈયા ના પવિત્ર જળ થી શુધ્ધ થાય..". કોઈ નહાવા તૈયાર થયું નહીં.. પણ સૌરભ કહે," મારી મમ્મી એ કહ્યું છે કે નર્મદા માં સ્નાન જરૂર કરજે." સૌરભે સ્નાન કરી ને બ્લ્યુ જીન્સ અને બ્લેક જર્શી પહેરી.... આ જોઈ ને પાયલ બોલી," અલા તું તો મસ્ત લાગશે છે..આ જર્શી પર તો હર હર મહાદેવ.. સફેદ રંગ માં..વાહ..સરસ.." સૌરભ હસ્યો..મારી મમ્મી લાવી છે.. સ્હેજ ખુલતી છે..પણ સારી છે.. વિજયે આ ઘાટ ની સામે બાજુ રમણીય દ્રશ્યો જોયા.. એટલે એ જોવા લલચાયો.. બોલ્યો," મિત્રો આપણે નાવ કરી ને સામે ના કિનારે કલાક જેવો સમય પસાર કરીએ.. પિકનિક થશે.. પાછું ભુખે લાગી છે.. સાથે નાસ્તા ના પેકેટો છે એ.. અને એક ચાદર લેતા જઈશુ." બધા સહમત થયા....... ડ્રાઈવરે કહ્યું..,''સર આપણ ને મોડું થશે..પાંચ તો વાગ્યા છે..જો નાવ માં જવું હોય તો સામે કિનારે ધ્યાન રાખજો.. એવું કહેવાય છે કે સંધ્યા સમયે એક વાઘ આંટા મારતો હોય છે.. સાવચેત રહેજો..જલ્દી આવજો. હું રાહ જોઇશ.". વિજયે એક નાવ એક કલાક માટે એક હજાર રૂપિયા માં નક્કી કરી... ચારે મિત્રો નાવ માં એક કી.મી.ગયા ..સામે કિનારે સરસ જગ્યા જોઈ ને ઉતર્યા.. નાવિક ને રાહ જોવાનું કહ્યું... સારી જગ્યા જોઈ ને સ્હેજ ઉંચાઈ પર તેઓ પિકનિક મનાવવા માંડ્યા... સૌરભ ને તો નાસ્તો કરવાનો નહોતો.. એટલે સૌરભ બોલ્યો," તમે નાસ્તો કરો ત્યાં સુધી દસ મિનિટ માં જ આવું થોડા સાઈડ સીન અને પ્રકૃતિ ની મોજ માણું.". એમ કહી ને સૌરભ વધુ ઊંચાઈ ટેકરી પર ગયો........ એટલામાં..એક ત્રાડ વિજય, મુકુંદ અને પાયલે સાંભળી.. ત્રણેય ગભરાઈ ગયા..ઓહ્ આતો વાઘ નો અવાજ!! એમણે સૌરભ ને બુમ પાડી .. પણ સૌરભ ને અવાજ સંભળાયો નહીં.. સૌરભ એની મસ્તીમાં હતો... એટલામાં વિજયે દૂર વાઘ ને જોયો... એટલે બોલ્યો..ભાગો......ભાગો......પાયલ સૌરભ ના નામ ની બુમો પાડતી રહી..વિજય અને મુકુદે પાયલ નો હાથ ખેંચી ને નાવ તરફ દોડ્યા..... વિજયે સૌરભ ને ફોન કરવાની કોશિશ કરી........પણ.. નેટવર્ક પકડાતું નહોતું... ગભરાયેલા. ત્રણ મિત્રો.. દોડતા દોડતા નાવ માં બેસી ગયા..ત્રણે ની આંખો ભીની થઈ ગઈ હતી.. અફસોસ...કે એક મિત્ર..હવે જુદો રહી જશે કે શું???......... આ બાજુ સૌરભે વાઘ નો અવાજ સાંભળ્યો.. એ ગભરાયો.. એણે જોયું તો એના મિત્રો નદી તરફ ભાગતા બુમો પાડતા હતા... વાઘ સૌરભ તરફ ધીમે ધીમે આવતો હતો... સૌરભ ઉંચી જગ્યાએ પહોંચ્યો. ત્યાં એ થોડો લપસ્યો.. એનો મોબાઈલ છટકી ને પડી ગયો.. ‌જીવ બચાવવા માટે મોબાઇલ લીધા વગર પાછો દોડ્યો.. ત્યાં એને ઠેસ વાગી ને એ ઉભો થઇ ને સંતાઇ જવાની જગ્યા શોધતો હતો.. એનું પાકીટ જીન્સ ના પાછલા પોકેટમાં હતું એ ક્યાં પડી ગયું એ ખબર પડી નહીં.
.....સૌરભ ઝડપી ચાલે..નાની ઝાડી ઓ પાસે પહોંચ્યો..પાછળ જોયું તો વાઘ બહુ દુર નહોતો... સૌરભ ની નજર ટેકરી પર એક નાનકડી ઝુંપડી પર પડી.. એ દોડતો એ કુટીર પાસે આવ્યો.. ઝુંપડી ની બહાર નાનકડું બોર્ડ હતું... "तपोभूमि " " भगवान शिव जी द्वारा रक्षित। केवल महिलाओं के लिए प्रवेश। कृपया पुरुष गण यहां प्रवेश ना करे,हानि होने की आशंकाएं हैं।" સૌરભે આ બોર્ડ જોયું....પાછળ મોત...આગળ જોખમ.... શું કરવું... સૌરભે વિચાર્યું...જે થવાનું હોય એ થાય...પણ વાઘ ના હાથે મરવું નથી... સૌરભ ને ઝુંપડી ની અંદર થી કોઈ મંત્ર ધ્વનિ સંભળાયો...........એણે જમણો કાન સરવો કર્યો............તો ઝુંપડી માં થી ઓમ્ ધ્વનિ સંભળાયો. ઓહહ..કોઈ તપસ્વી લાગે છે.. ચિંતા નહીં.... સૌરભે ઝુંપડી ના વાંસ અને ઘાસ ના દરવાજા ને ધક્કો મારી ને અંદર પ્રવેશ કર્યો... અંદર એક નાનો દિવો પ્રજ્વલિત હતો............ *** મિત્રો આ ધારાવાહિક વાર્તા પસંદ આવી હોય તો પ્રતિભાવ આપવા વિનંતી છે..... ******** શું સૌરભ એના મિત્રો થી કાયમ માટે વિખુટો પડશે? ઝુંપડી માં સૌરભ નો પ્રવેશ કયું પરિણામ લાવશે? આવતી વખતે (ભાગ-૬) માં આપણે સૌંદર્યા ને જાણીશું..??.જેમ બાળક ના વિધી ના લેખ છઠ્ઠી ના દિવસે લખાય છે..એમ..... સૌંદર્યા- એક રહસ્ય ના ભાગ -૬ માં સૌરભ ના ભાગ્ય માં શું લખાયેલું હશે? જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા સૌદર્યા-એક રહસ્ય... @ કૌશિક દવે