ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-2

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-2

નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં લોકલ ટ્રેઇનમાં કાંદીવલીથી નીલાંગી બેઠી ત્યાથી દરવાજા પાસે ઉભા રહીને વાતોજ કરતાં રહ્યાં બંન્ને જણાં પોતાનાં લક્ષ્ય અને સ્વપ્નની વાતો કરી રહેલાં વાતો વાતોમાં અને એકમેકનાં સાંનિધ્યમાં ખબરજ ના પડી કે મુંબઇ સેન્ટ્રલ ક્યારે આવી ગયું.
નીલાંગીને ટ્રેઇનમાં સતત સાંભળી રહેલો નીંલાગ સ્ટેશન પર ઉતરીને બોલ્યો "નીલો તારી બધીજ વાત સર આંખો પર હવે બીજી વાતો પાછાં ફરતાં કરીશું હું તને મારાં મનની વાત કરી તારી વાત હું વાગોળીને અભિપ્રાય પણ આપીશ. આમ વાતો કરતાં બંન્ને જણાં સ્ટેશળન બહાર નીકળ્યાં. નીલાંગે કહ્યું "નીલો હું ચાલતો ચાલતો આજે મારું થોડું કામ પતાવીને પહોચું છું ત્યાં સુધી તું કોલેજ પહોચી જા... નીલાંગીએ કહ્યું પણ અત્યારે શું કામ ? મોડું થશે તો ? પાછા ફરતાં કહીશને સાથેજ જઇશું જ્યાં જવું હોય ત્યાં પછી લોકલ પકડી લઇશું.
નીલાંગે એની સામે જોતાં કહ્યું ઓકે ડન ચાલ હવે આ એકકામ પતેને પછી હાંશકારો કરું અને માટે જર્નાલીઝમ નો કોર્સ ચાલુ કરવો છે સાથે સાથે ક્યાંક પાર્ટ ટાઇમ જોબ કોઇ મીડીયા હાઉસમાં મળી જાય એવાં પ્રયત્ન કરું છું.
નીલાંગીએ કહ્યું સાચી વાત છે આપણે આપણાં લક્ષ્ય તરફ આગળ વધવુ જ પડશે હું વિચારું છું ક્યાં એપલાય કરું ગમે ત્યાં જોબ નથી લેવી અને સારી કંપનીમાં મોટી મોટી ડીગ્રી અને ઓળખાણ જોઇશે ખબર નથી મારું શું થશે ?
નીલાંગે કહ્યું યા હોમ કરીને કૂદી પડવાનું ફતેહ છે આગે ચિંતા શું કામ કરે છે સારુંજ થશે.
આમ વાત પૂરી થતાંજ કોલેજ આવી ગઇ અને બંન્ને જણાં અંદર પ્રવેશ્યાં....
*************
મુંબઇ સેન્ટ્રલથી લોકલમાં નીલાંગ અને નીલાંગી બેઠાં અને ચર્ચ રોડ સ્ટેશન ઉતરી ગયાં. નીલાંગીએ કહ્યું "યાર આજે એટલી મનમાં શાંતિ લાગે છે કે ના પૂછો વાત પરીક્ષા પતી ગઇ રીઝલ્ટ પણ આવી ગયું આજે સવારે ઘરેથી નીકળતાં જ નક્કી કરેલુ કે આજનું રીઝલ્ટ ખૂબ સારું આવે અને કોલેજથી સીધાંજ બાબુલનાથનાં દર્શન કરવા જઇશું અને બાબાનાં ચરણોમાં શ્રીફળ ધરાવીશું નીલાંગે કહ્યું સાચી વાત છે બાબાનાં આશીર્વાદથી આપણે બંન્ને ડીસ્ટીક્શનમાં પાસ થયાં છીએ. હવે શાંતિથી ચાલતાં ચાલતાં જઇએ માંડ 2 કિમી નો રસ્તો છે વાતોમાં ક્યાં નીકળી જશે ખબર પણ નહીં પડે.
નીલાંગી એ હસ્તાં હસ્તાં નીલાંગ તરફ બે હોઠ ભેગાં કરીને કીસ્સીની સાઈન કરી અને બોલી લવ યુ નીલુ પણ મારાં કરતાં તારાં 5% વધારે છે તું વધારે હોંશિયાર છે પણ તને એક પ્રશ્ન પૂછું તું આખો વખત ટીવી-ન્યૂઝ જોયાં કરે, પેપરની ખાલ કાઢે તો વાંચતો ક્યારે હતો ? કે આટલાં બધાં 87% માર્કસ આવ્યાં ? મને તો નવાઇ લાગે છે યાર તું માણસ છે તારાં મગજમાં કમ્પુટર લાગેલું છે ?
નીલાંગે હસ્તાં હસ્તાં કહ્યું "એક સીક્રેટની વાત છે સાંભળ હું એકવાર જે પાનું વાંચી લઊ પછી ભૂલતો નથી કઇ લીટીમાં કયો શબ્દ છે હું તને કહી શકું તું ભલે ગમે ત્યારે પૂછે તને ખબર છે મારી તો મહત્વકાંક્ષા જ મોટાં જર્નાલીસ્ટ બનવાની છે માટે પોતાનો ન્યૂઝ સ્ટુડીયો અને ચેનલ હશે આખો દેશની પરદેશની ખુફીયા વાતો હું જાણતો હોઇશ.
હું ન્યૂઝ જોઉ મોટાં મોટાં જર્નાલીસ્ટને સાંભળું એ લોકોની કામ કરવાની સ્ટાઇલ ફુટ વર્ક એટલું બારીકાઇથી જોઇ પેપરમાં એ લોકો કેવાં શબ્દોનો ઉપયોગ કરે ? ઇન્ટરવ્યુ કેવી રીતે લે ? કેવાં કેવાં પ્રશ્નો પૂછે ? સામેવાળાને કેવી રીતે બોટલમાં ઉતારી પોપટની જેમ બોલાવે... મને એ જાણવું ખૂબ ગમે....
નીલાંગી ખડખડાટ હસ્તી હસતી બોલી... તું શું બોલ્યો ? બોટલમાં ઉતારીને પછી.. નીલાંગે કહ્યું.. કેમ ? બોટલમાં ઉતારી પોપટની જેમ બોલાવે છે ? નીલાંગી ફરીથી ખડખડાટ જોર જોરથી હસવા લાગી રસ્તા પરનાં ફેરીયા અને રાહદારી બધાં આ બે જણાં તરફ જોવા લાગ્યાં નીલાંગીનું હસવું માતું નહોતું એણે રીપીટ કરીને ચીપી ચીપીને બોલી પોપટની જેમ હા હા હા પોપટ.. આ એક એવો શબ્દ છે ને ? તારે એવું કહેવુ જોઇએ કે સામે વાળાને "પોપટ" બનાવી દે.. પછી બંન્ને જણાં ખડખડાટ હસવા લાગ્યાં.
બંન્ને જણાં હસતાં હસતા મંદિર પરીસરમાં આવ્યાં અને નીલાંગી બોલી, નીલું શ્રીફળ અને ફૂલ લઇ લઇએ ? નીલાંગે કહ્યું હાં હાં લઇ લઇએ લે આ પૈસા એમ કહીને ખીસામાં હાથ નાંખ્યો નીલાંગીએ કહ્યું "ના ના રહેવા દે છે મારી પાસે એમ કહીને એનાં પર્સમાં હાથ નાંખ્યો તો હાથમાં પરચુરણજ આવ્યું એ થોડી સહેમાઇ ગઇ નીલાંગ એની સામેજ જોઇ રહેલો. નીલાંગીનાં ચહેરા પરથી સ્મિત ગાયબ થઇ ગયું એ ઉદાસ થઇ ગઇ.
નીલાંગ બધીજ પરીસ્થિતિ પામી ગયો એણે નીલાંગીનાં હાથમાં પૈસા પકડાવ્યા અને કહ્યું જા લઇ આવ બધું સરખું જ છેને તું કાઢે કે હું ... જા લઇ આવ પછી બાબા પાસે અંદર જઇએ મૌન થઇ ગયેલી નીલાંગી ત્યાં સ્ટોલમાંથી શ્રીફળ અને ફૂલ લઇ આવી અને બોલી નીલું બધાંજ પુરા થઇ ગયાં છે મેં સાથે સાથે દોરાં પણ લીધાં છે એટલે..
નીલાંગે કહ્યું "અરે વાહ સારું કર્યું ને તેં દોરા લીધાં હું તો ભૂલી જ ગયેલો.... પછી નીલાંગીની આંખમાં આંખ પરોવીને બોલ્યો. સોરી મને તો આ વિચારજ નહોતો આવ્યો કંઇ નહીં ચિંતા ના કર કાલનાં ખીસામાં 70/- રા. હતાં હવે 20 રહ્યાં ઘણાં છે હવે અહીંથી ચોપાટી ફરીનેજ જઇશું.
નીલાંગીએ મ્લાન સ્મિત આપ્યુ અને બંન્ને જણાં બાબાનાં મંદિરમાં ગયાં ત્યાં ગર્ભગૃહનાં કઠેડા પાસે ઉભા રહીને બંન્ને જણાં સાથે પ્રાર્થના કરતો હતાં અને નીલાંગની નજર પ્રાર્થન કરતાં કરતાં નીલાંગી તરફ પડી એણે જોયું નીલાંગી આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી આંખો બંધ હતી છતાં કાર્યરત હતી એની આંખોમાંથી આંસુની ધાર બંન્ને ગાલ પર વહી રહી હતી. ક્યાંય સુધી મૌન રહ્યાં મનની વાતો ભગવાન સુધી પહોચાડી ત્યાંજ મોટો ઘંટારવનો અવાજ થયો અને બંન્ને સજાગ થયાં નીલાંગે નીલાંગીની આંખો લૂછી ગાલ પર હળવી ટપલી મારીને કહ્યું "નીલો ચાલ બહાર થોડીવાર બાબાનાં આંગણમાં બેસીએ..
બંન્ને જણાં બહાર આવ્યાં અને ત્યાં બેઠક પર બેઠાં બંન્ને જણાં બાજુ બાજુમાં બેઠાં હતાં. નીલાંગ અને નીલાંગી બંન્ને સાવ ચૂપ હતાં. મૌનમાં જાણે વાત ચાલતી હતી.
નીલાંગી નીલાંગની બરોબર સટીને એને અડીને ફીટ બેઠી અને નીલાંગની આંખોમાં આંખો પરોવીને બોલી "મને ખબર છે તારી પાસે પણ આપૈસા ક્યાંથી આવેલા છે ? હવે 20/- જ રહ્યાં ને ? તું પેલાં રઘુભાઇ પાસેથી લાવેલો ને ?
નીલાંગે હકારમાં ડોકુ ધુણાવ્યું પછી બોલ્યો અરે તને ખબર છે. હજી 20/- બચ્યાં છે ઐયાસી માટે ઘણાં છે હવે અહીંથી ચાલતાં ચાલતાં ચોપાટી જઇએ ત્યાં થોડીવાર બેસીશું ઐયાશી કરીશુ પછી લોકલમાં એય.. આપણી એજ લહેજત.
નીલાંગી નીલાંગને બોલતો સાંભળી હસી પડી. નીલાંગે કહ્યું "હાં આવુ હસ્તાં ખીલતાં રહેવાનું પૈસો તો હાથનો મેલ છે નીલાંગીએ કહ્યું પણ જેને મેલ કહે છે ને એનો મેળ નથી પડતો એનું શું ?
નીલાંગે કહ્યું "મને ખબર હતી તારાં પર્સમાં પૈસા નથી માત્ર થોડું પરચુરણ અને કચુકા જ છે તારે મારી સામે એવો વિવેક કરવાની ક્યાં જરૂર હતી ? આપણે બંન્ન એક નંબરનાં કડકા છીએ એ બંન્નેને ખબર છે.. આપણો સમય આવવા દે આ ચર્ચરોડનું આગળનું સ્ટેશન છે ને ત્યાં મરીન લાઇન્સમાં આપણી ઓફીસ હશે આપણી પોતાની..
નીલાંગી નીલાંગની અદાકારી જોઇને ફરીથી હસી પડી અને બોલી એય મારાં સપનોનાં સૌદાગર બસ કર આમ તું મુંગેરીલાલ કે હસીન સપને જેવી વાતો ના કર.... અરે એવી ઓફીસમાં નોકરી મળી જાય ને તોય ઘણું.
નીલાંગ થોડો ગંભીર થઇ ગયો. થોડીવાર નીલાંગી સામે જોઇ રહ્યો પછી બોલ્યો "એય મારી નીલો મને સપના તો જોવા દે દેખાડવા દે... એમાં ક્યાં પૈસા ચૂકવવાનાં છે એ તો આપણા મનની જ ઉપજ છે ને.. પણ હું તને પ્રોમીસ કરુ છું મને મારાં બાબુલનાથબાબા પર ખૂબ જ ભરોસો છે આ મારો ભોળાનાથ મારો ભરોસો નહીં. જ તોડે જોજોને આપણે થોડાંક વરસમાં એવી હરણફળ ભરીશું કે આપણી કારમાં અહીં આવીશું આજ જગ્યાએ બેસીને હું તને કહીશ એમ "નીલો લે આ બે હજાર રૂપીયા શ્રીફળ એટલાં ખરીદી આવ કે મારાં ભોળાને હું આખો ઢાંકી દઊં.. અને બંન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં....
વધુ આવતાં અંકે -- પ્રકરણ-3