KRISHNA KARMYOG books and stories free download online pdf in Gujarati

ક્રુષ્ણનો કર્મયોગ

કૃષ્ણનો કર્મયોગ

સાચું કર્મ એ બ્રોડગેજનો રસ્તો છે,નેશનલ હાઈવે છે કે જેના પર જ્ઞાની-અજ્ઞાની,બનેલા-અભણ, ગમે તે સડસડાટ ચાલીને પુણ્યનો ભંડાર એકઠો કરી જીવન ચરિતાર્થ કરી શકે છે...સાચું કર્મ કોને કહેવાય એ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે:

“યસ્ત્વઇન્દ્રિયાતિ માનસ નિયમ્યારભતેડર્જુન,કર્મેન્દ્રિયે: કર્મયોગમસક્ત:સવિશેષ્ય્તે”

અર્થાત મનથી,ઇન્દ્રિયોથી,આસક્તિ વિણ આચરે, કર્મેન્દ્રિયે,કર્મયોગ,તે મનુષ્ય વિશેષ છે. આસક્તિ વગરનું કર્મ એટલે જ કર્મયોગ.અર્થાત એ માટે બે રસ્તા છે...એક તો કર્મને વૈતરું ગણી ઢસડબોળાની કક્ષાએ લાવી મુકવું જ્વ રસ્તો પતન કે અવમુલ્યનનો છે.અથવા તો બીજું જે પણ કર્મ કરીએ તેમાં હૃદય રેડીને વળગણ વગરના રહી તેને કર્મયોગની કક્ષાએ લઇ જવું,જે રસ્તો ઉન્નતિનો છે...આપને જ નક્કી કરવાનું છે કે આપણે કયા રસ્તે ચાલવાનું છે...આપણા સર્વ કર્મોને જયારે હૃદયની ભાવનાનો રંગ ચડી જાય ત્યારે જાણવું કે કર્મને કળાનો દરજ્જો પ્રાપ્ત થયો. વળી જયારે કળાની કક્ષાએ પહોચેલ કર્મના ફળની આકાંક્ષા ખરી પડે ત્યારે કર્મયોગ સિદ્ધ થાય..તેથી જ શ્રીકૃષ્ણ કહે છે:

“ મુક્તસંગ: સમાચર:” અર્થાત આસક્તિ છોડીને યજ્ઞાર્થે કર્મ કર.

કુલ ૧૮ અધ્યાયની બનેલી જીવનની વિકિપીડિયા જેવી ગીતામાં ખાસ કરીને ૩જો અધ્યાય “કર્મયોગ”ખુબ અગત્યનો છે જેના ૧ થી ૮ શ્લોકમાં જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્ત ભાવે નિત્યકર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરૂપણ છે. ૯ થી ૧૬ શ્લોકમાં યજ્ઞ આદિ કર્મોની આવશ્યકતાનું નિરૂપણ છે, ૧૭ થી ૨૪ શ્લોકમાં જ્ઞાનવાન અને ભગવાનને માટે પણ લોક સંગ્રહ અર્થે કર્મોની આવશ્યકતા સમજાવી છે.તો ૨૫ થી ૩૫ શ્લોકમાં અજ્ઞાની અને જ્ઞાનવાનના લક્ષણો તથા રાગદ્વેષથી રહિત થઈને કર્મ કરવા માટે પ્રેરણા આપી છે અને છેલ્લે ૩૬ થી ૪૩ શ્લોકોમાં કામને નિરુદ્ધ કરવાનો વિષય સમજાવે છે.

શરવાન માસમાં આવતા અનેક તહેવારોમાં આબાલવૃધ્ધ સહુ કોઈને પ્રિય તહેવાર જન્મઅષ્ટમીઅને નંદોત્સવ ઉજવણી પાછળની પૌરાણિક કથા આપણા સહુ માટે જાણીતી છે.કંસની બેનનું આઠમું સંતાન પોતાના નાશનું કારણ બનશે એ જાણવા મળતા કંસ દ્વારા બેન બનેવીને જેલમાં પૂરી દીધા.દેવકી અને વાસુદેવના પ્રથમ 7 સંતાનોને જન્મતાની સાથે મોતને ઘાટ ઉતાર્યા.નંદ અને યશોદાની પુત્રી યોગમાયા અને વાસુદેવ દેવકીના આઠમા સંતાનની અદલાબદલી મેઘલી રાતની આઠમના ભયંકર તોફાન વચ્ચે કરવામાં આવી અને અસૂરોના નાશ તથા અસત્યની સામે સત્યની લડતના મહા ઇતિહાસના મંડાણ થયા.જીવન સંઘર્ષ જીવતા શીખવવા ગીતાજી રચનાર સ્વયં કૃષ્ણના (જન્મતા વેટ જ ) જીવનભર સંઘર્ષ આખી જિંદગી ચાલ્યો.જે આપણે સહુ જાણીએ છીએ.કર્મને જ જીવન બનાવી જીવી જનાર દુનિયાના લોકોને ખાસ કર્મયોગનો સંદેશ સ્વયં જીવીને આપ્યો.

આમ તો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતા રૂપી એક અનુપમ શાસ્ત્ર કહ્યું છે કે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વગરનો નથી.આજથી આશરે પાંચેક હજાર વર્ષો પહેલા શ્રીકૃષ્ણે ગીતામાં જ્ઞાનયોગ,કર્મયોગ અને ભક્તિયોગનો સમન્વય પ્રગટ કરી જીવનયોગની કળા સમજાવેલ છે. આ ૩ યોગ મળીને જીવનયોગનું જે સૌન્દર્ય પ્રગટ થાય છે તેમાં શ્રીકૃષ્ણની મૌલિક જીવન મીમાંસાનો સાર આવી જાય છે. એવું કર્મ કરીએ અને એવું જીવન જીવીએ કે જેમાં શાંતિપૂર્ણ રીતે જીવી શકાય અને પુણ્યકર્મ બંધાય! કોઈ પણ કાર્ય કરતી વખતે કે કાર્ય પછી તેની સાથે આસક્તિ ન રાખીએ,સુખમાં છકી ન જઈએ અને દુઃખમાં હારી ન જઈએ,’જળકમળવત’ જીવન જીવીએ,સ્થિતપ્રજ્ઞ બનીએ.આટલું જરૂર યાદ રાખીએ: “સુખસ્ય દ્રશ્ય ન કોડ્પિ દાતા,પરોદદાનાતિ કુબુદ્ધિ રેશા:

અહંકારોનીતિ મિથ્યાભિમાન:સ્વકર્મ સુત્રત ગ્રથીતોત લોક:”

ભાવાર્થ એ છે કે આપણા સુખ દુખ માટે કોઈ જ જવાબદાર નથી, અને અન્યને મદદરૂપ થયા હોવાનું મિથ્યાભિમાન ન કરીએ.કેમકે દરેક વ્યક્તિ કે વસ્તુ નિમિત માત્ર છે,બાકી બધો દોરીસંચાર કુદરતના હાથમાં છે.

આમ જોવા જઈએ તો કર્મની શોભા અકર્મમાં રહેલી છે!! એટલે કે કર્મ કરતા રહીએ પણ કર્મનો ભાર ન પહોચે... ટુકમાં જે પણ કરીએ તે શ્રેષ્ઠ કરીએ,ફળની અપેક્ષ વગર કરેલું શ્રેષ્ઠ કર્મ સફળતા પામવાનું જ છે.શ્રેષ્ઠ્ત્વને વરીએ એ જ ગીતાના કર્મયોગનો સાર છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED