વિજ્ઞાન ઉત્સવ -ડો.વિક્રમ સારાભાઇ જન્મદિન
ગરવી ગુજરાતના ગૌરવવંત સપૂત અને ભારતીય અંતરીક્ષ સંશોધનના પ્રણેતા ડો.વિક્રમ સારાભાઇનો જન્મ ૧૨મી ઓગસ્ટ ૧૯૧૯ ના થયો હતો. તેઓ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ અને સનિષ્ઠ પ્રગતિશીલ,સમાજસેવિકા સરલા દેવી સારાભાઈના આઠ સંતાનોમાં એક હતા.
નાનપણથી જ મેઘાવી અને કુતુહુલવૃતિના તેઓને ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં બહુ રસ હતો.પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકોની મદદથી ઘરે જ મેળવ્યું.૧૨ થી ૧૪ વર્ષની વયે સ્ટીમ એન્જીન બનાવી એ બાબત સ્પષ્ટ કરી દીધી કે આ બાળક ભવિષ્યમાં મહાન ભૌતિકશાસ્ત્રી બનશે.મુંબઈ યુનિવર્સીટીમાં વિશેષ યોગ્યતા સાથે ઇન્ટર પાસ કરી,ભૌતિકશાસ્ત્ર સાથે ઈંગ્લેન્ડમાં ટ્રાપોઝ મેળવી.દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ શરુ થતા સ્વદેશ પરત આવી બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ પફ સાયન્સમાં પ્રોફેસર ડો.સી.વી.રામન સાથે કોસ્મિક કિરણોના સંશોધનમાં જોડાયા.જેનું પ્રાયોગિક કાર્ય પૂરું કરી પી.એચ.ડી.ની પદવી મેળવી,૧૯૪૭મા ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (પી.આર.એલ.)ની સ્થાપના કરી.જેમાં અનેક સંશોધનો થકી ડો.વિક્રમ અને પી.આર.એલ.બેયનું નામ આંતર્રાષ્ટ્રીય વિજ્ઞાન જગતમાં ખુબ ખ્યાતિ પામ્યું.
શાંત અને મૃદુ સ્વભાવના તેઓ નિયમિતતા અને લોકપ્રિય હતા.ઉચ્ચ કક્ષાના અનેક સંશોધન સંસ્થાઓની સ્થાપનામા અને સંચાલનમાં તેમનીદીર્ઘદ્રષ્ટિ અને દુરગામીભર્યું માર્ગદર્શનેકારણે તેમનો ફાળો અનેરો રહ્યો.ડો.હોમી ભાભાના અનુગામી તરીકે દેશમાં પરમાણુઉર્જા ક્ષેત્રે અનેક કાર્યક્રમો ઘડ્યા હતા.ઈસરો સંસ્થાની સ્થાપના માટે યોગદાન આપ્યું.વિજ્ઞાન્મ આટલો ઊંડો રસ હોવા છતાં વૈજ્ઞાનિક કર ક્ષેત્ર સાથે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધામાં પણ પૂરતું ધ્યાન આપ્યું હતું. અમદાવાદમાં કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા અટીરા કુશળ વહીવટકારોની તાલીમ માટેની સંસ્થા આઈ.ટી.એમ.વગેરેની સ્થાપનામાં પણ મહત્વનો ફાળો આપ્યો.
ડો.વિક્રમનું એક જ સ્વપ્ન હતું કે ભારતદેશને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વધુ ને વધુ આત્મનિર્ભર બનાવવું.દેશના અને સમાજના વિકાસ માટે અંતરીક્ષવિજ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરવો તેના પર તેઓ વિશેષ ધ્યાન આપતા.૧૯૬૧-૬૨માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં ભૌતિકવિભાગમાં પ્રમુખ તરીકે નિમણુંક પામ્યા.૧૯૬૫માં પી.આર.એલ.ના નિયામક તરીકે કાર્યભાર સંભાળ્યો.થુમ્બા ખાતે રોકેટ પરિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી.આ કેન્દ્ર ચુંબકીય વિષુવવૃતની પાસે હોવાથી વિશ્વના બીજા દેશોના વૈજ્ઞાનિકો આ કેન્દ્રમાંથી પરિક્ષણ કરી શકે તે હેતુથી આ કેન્દ્ર આંતર રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમાજને અર્પણ કરાયું.શ્રી હરિકોટા ખાતે બીજી એક રોકેટ માટેની સંસ્થા સ્થપાઈ. ૧૯૬૮માં યુનોના બાહ્ય અંતરીક્ષના શાંતિમય ઉપયોગો અંગેની કોન્ફરન્સમાં ઉપપ્રમુખ અને અધ્યક્ષસ્થાને વરણી થઇ.૧૯૭૦માં પરમાણુઉર્જા અંગેની ૧૪મી આંતરરાષ્ટ્રીય સામાન્ય સભામાં પ્રમુખસ્થાને રહી ભારતનું નામ રોશન કર્યું હતું. અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઇ સાથે થયા હતા.તેઓને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા સાથે નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાથી ખુશ હતા.
વિજ્ઞાન ક્ષેત્રે તેમણે મેળવેલ વિશેષ પુરસ્કારો/સન્માનની વાત કરીએ તો.. ભટનાગર પુરસ્કાર (૧૯૬૨),ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨),પદ્મભૂષણ (૧૯૬૬),ઇન્ટરનેશનલ એટમિક એઅજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦),'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧),પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર,ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. રોકેટ અંગેના પ્રયોગો અને મીટીંગો માટે સતત ૧૫ કલાક કામ કરતા.જેની કદર રૂપે ઈ.સ.૧૯૬૬માં પદ્મભૂષણનો ખિતાબ મેળવ્યો.
વૈજ્ઞાનિકશોધ અને સંશોધન અંગેની એક મીટીંગ માટે ૩૦ ડીસેમ્બર ઈ.સ.૧૯૭૧માં થુમ્બા ખાતે ગયા હતા જ્યાં વહેલી સવરે ઊંઘમાં જ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. ફક્ત બાવન વર્ષની વયે વિદાય લેનાર મહાન વૈજ્ઞાનિકે ઉપગ્રહ,રોકેટ ઈજનેરી,મોસમ વિજ્ઞાન,ખગોળશાસ્ત્ર,ભૌતિકશાસ્ત્ર,અંતરીક્ષ વિજ્ઞાન ઈત્યાદી વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સંશોધનો કરેલા હતા.તેમની સ્મૃતિમાં ઉપરોક્ત દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વૈજ્ઞાનિકોને પ્રતિવર્ષ ડો.વિક્રમ સારાભાઇ સ્મારક પુરસ્કાર આપવામાં આવે છે.
ગુજરાતના આ સપૂતે ભલે સદેહે વિદાય લીધી પણ તેમને સ્થાપેલી અનેક સંસ્થાઓમાં કાર્ય કરતા અનેક વૈજ્ઞાનિકોના સ્વરૂપે આજેય તેઓ વિજ્ઞાન જગતમાં જીવિત છે,અમર છે.જય વિજ્ઞાન.