" મીરા દી. હા. મીરાના દીના જમણા હાથમાં બિલકુલ તાપસીએ જે નાના ચોરસથી ત્રણ હાર્ટ બનાવ્યા હતાં એવા જ સેમ હતાં એ. જ્યારે મે એમને છેલ્લીવાર એ મરી ગયા એ વખતે
જોયા ત્યારે એ ટેટ્ટું હતું અને એની પહેલાં મારા લગ્ન વખતે આવ્યા હતાં ત્યારે તો એવું કોઈ ટેટ્ટું હતું જ નહી. "
" મીરાએ તો અભિનવના લાખ કહેવા છતાય ટેટ્ટું પડાવ્યું જ નહીં અને હવે કેવી રીતે પડાવે ? " પ્રિયંકાએ કીધું.
" કદાચ દેવેશને લીધે પડાવ્યું હોય શકે. હવે તમે એ બધુ છોડો અને સત્ય માની લો. મિશા મીરા હવે આપણી વચ્ચે નથી. સમજી જ મારી દીકરી. પ્લીઝ. પ્રિયંકા કેયાનું ધ્યાન રાખજે. હું
કોલ કરતી રહીશ. ઠીક છે. " વીરીમાં મક્કમ સ્વરે બોલ્યાં. મિશાલીનીએ પરાણે માની લીધું કે મીરા મૃત્યુ પામી છે એનું મર્ડર નથી થયું. અમરએ પણ એને સમજાવ્યું.
પ્રિયંકા અને મિશાલીની બેવ વિચારોમાં હતાં.પ્રિયંકાને અતીતના આકરા વાર યાદ આવતા હતાં,મિશાલીનીને આવતીકાલના
આકરા વારની ઝલક દેખાતી હતી. એ વ્યક્તિના મૃત્યુનું સત્ય શોધવાં જેના અઢળક સપનાઓ હતાં.જેને પાંખો ફેલાવી ખુલ્લા આસમાનમાં ઉડવું હતું. જેને પોતાના વિચારો, પોતાની પસંદ , પોતાની કમાઈ , પોતાની આઝાદી , પોતાની ઈચ્છા મુજબ જીવવું હતું. એ વ્યક્તિ જેને પોતાના સ્ત્રી હોવા પર ગર્વ હતો પણ આ સમાજે એ ગર્વને તોડી નાખ્યો. એ વ્યક્તિ જેને આ સમાજ , રિવાજ , પ્રથાઑ અને એના જીવનના ફેસલા બીજા લેવા એ બધાય તત્વોએ મળીને મારી નાખી. એને જીવતા નર્કમાં હોમી દીધી. તોય એ લડી , રોજ મરતા મરતા જીવતી એ વ્યક્તિને અંતે એને અનંતની સફરે મોકલી દેવાઈ.
ઘરે પહોંચીને પ્રિયંકાએ કેયાને સુવડાવી દીધી. એ સૂઈ ગઈ પછી બંને બહેનો સાથે બેઠી.
" આપણે ભૂલ કરી પ્રિયંકા. 5 વર્ષ પહેલા આ થયું ત્યારે જ મિશાલીની અને અમરને બધુ સાચું કહી દેવાનું હતું. મિશાલીનીને તો માત્ર અભિનવ અને મીરાના નાનકડા ઝગડા વિશે
જ ખબર છે. અમરને સાચું ખબર પડશે તો શું થશે ? " સ્નેહાના સ્વરમાં થોડો ભય હતો.
" સ્નેહા, એ સમયએ આપણને જે યોગ્ય લાગ્યું એ આપણે કર્યું. અને જો ના થયું હોત તો એનું પરિણામ શું આવશે એ કેમ ભૂલી જાય છે ? એતો સારું છે કે મોહીતે બધુ સાચવી લીધું
હતું પણ એ અચાનક કેમ બદલાય ગયો એ મને નથી સમજાતું. એના લગતી જે વાતો મને જાણવા મળે છે ત્યારે મારુ તો લોહી ઉકળી ઊઠે છે યાર. આ છેલ્લા પાંચ વર્ષમાં કેટલું બધુ
થઈ ગયું. "
" મોહિતે આપણને બચાવ્યા પણ અમર સાથે ઝગડો કેમ કર્યો ? અને એ પછી તો એ તને મળવા સુધ્ધાં આવ્યો નથી. જોકે આ બધુ તો આપણે ઘણા ટાઈમથી વિચારીએ જ છીએ પણ
તને તારો ઇગો નડતો હતો મોહિત સાથે વાત કરવામાં. તે જ એને સીધું પૂછ્યું હોત તો તને કહી દીધું હોત કે નહી ?!"
" સ્કૂલ પછી તો મારી લાઇફ પણ બદલાય ગઈને સ્નેહા.હું તો એમેય એને ભૂલી શકી નથી. મિશાલીનીને બધુ કહી દઇશું. કે માહિ એટલે મોહિત અને અમી એટલે સ્કૂલવાળી અમી જ.
અમરને મોહિત અમી કહીને બોલાવતો હતો. "
" હા, હવે એ જ બરાબર રહેશે. " સ્નેહા પોતાની ફાઇલમાં જ માથું રાખતાં બોલી.
પ્રિયંકાના ફોન પર કોઈ પ્રાઇવેટ નંબરથી કોલ આવ્યો.
" હેલ્લો , પ્રિયંકા બજાજ સ્પીકિંગ. "
" PC હું અભિનવ બોલું. મીરાને શું થયું હતું ? મીરા...મીરા આ દુનિયામાં હોવી જ જોઈએ. એ જીવે છે ને ? " પ્રિયંકાએ અભિનવના ઝડપી શ્વાસ અનુભવી શકતી હતી.
" અભિનવ મીરા હવે આ દુનિયામાં નથી. મીરા બીમાર હતી , એની સાસરીમાં પણ એને ઘણા પ્રોબ્લેમ્સ હતાં. સ્વીકારી લે સત્ય અભિનવ. મીરા ઇસ નો મોર. " પ્રિયંકાનો આવાજ ફાટી
ગયો. એ થોડી ગુસ્સા પણ હતી.
" હું નથી માનતો ઓહકે. દર વખતે ગુસ્સાથી વાત કરી એમ ના દેખાડ કે મીરા સાથે જે થયું એ મારે લીધે થયું. મારુ મગજ ચસ્કી નથી ગયું. મારી અને મોહિતની મજબૂરી છે આ બધી
તમને લોકોને જીવતાં રાખવા અને અમરની ઇજ્જત બચાવવા. શોખ નોહતો અમને આ બધુ કરવાનો કરવું પડ્યું છે. મને ખબર છે મારી મીરા ક્યાં છે હું શોધી લઇશ. "
" તમારી મજબૂરી શું હતી એ જણાવવાની કૃપા કરશો મિસ્ટર અભિનવ મિશ્રા. મારે પણ સાચું જાણવું છે કે એવું શું તારા રહસ્યો હતા જે પેલી જાણી ગઈ ?! "
" તને મેઇલ કરીશ વાચી લે જે. બાય. અને હા મોહિતે અમર સાથે આ બધુ કેમ કર્યું એ મને નથી ખબર. તું એને પૂછી લે જે." અભિનવએ ફોન મૂકી દીધો.
પ્રિયંકાનું મન બેચેન થઈ ગયું. એને અભિનવની વાત તો ખબર પડશે પણ મોહિત ? મોહિત વાત કરશે મારી જોડે ?
***
મિશાલીની અને મિલીની પેકિંગ પૂરી થઈ ગઈ હતી. સવારે એ ત્રણેય નીકળી જવાના હતા. જામીને બધા બેઠા હતા.
" મને લાગે જતાં જતાં એક કાંડ કરીને જવું જોઈએ. શું કહો છો તમે લોકો ? " મિશાલીનીએ અમરના હાથમાથી સિગારેટ લઈને એક કશ ભર્યો.
" હજી શું બાકી રહી ગયું છે મહારાણી હે ? " નિશિતએ મિશાલીનીની સિગારેટ ઝૂંટવી લેતાં કહ્યું.
" અમરભાઈ મારે રેવાના રૂમમાં જઈને એકવાર ચેક કરવું છે. બોલો તમે આવશો ? મારી જોડે ?"
" પણ મીશું, બહાનું શું કાઢીશું ? " અમરએ પૂછ્યું.
" જોવો આજે ગામમાં દાદાજીએ ડાયરો ગોઠવ્યો છે. એટલે રેવાભાભી અને અનિલભાઈ બંને આવશે. એ ટાઇમએ આપણે બને કોઈ બહાનું કાઢીને જઈશું. મીલી અને નિશિત થોડીવાર
સાંભળી લેશે. યાર ડરી ના જતાં હોકે. " મિશાલીની હસી પડી.
" સારું ડન ચાલ.મહારાણી ડરવાની વાત મને ના કરશો. તારો ભાઈ આવતા મહિનાથી જ જોઇન કરવાનો છે. પોલિસ ઇન્સ્પેક્ટર અમર શાહ. સમજીને " અમરએ ગર્વથી કહ્યું.
રાતના સમયએ ડાયરો બરાબર જામ્યો હતો. એ વાતનો ફાયદો ઉઠાવી મિશાલીની અને અમર એ લોકોના મોટાભાઈ અનિલના ઘરે જવા નીકળી ગયા. પાછળની બારીને કેમની ખોલવી
એ બંને ભાઈ-બહેનને ખબર હતી. એટલે પાછળની બારી ખોલી બંને રેવાના રૂમમાં આવી ગયાં.
" ભાઈ તમે બહાર પડેલી વસ્તુ ચેક કરો એમાં કઈ પણ મીરાદી કે મોહિતભાઈની લાઇફ સાથે લિંક થતું મળે છે કે નહીં અને હું કબાટ ચેક કરું છું. "
" હા, એમ જ કરીએ પણ પહેલાં આ ગ્લાવ્જ પેહરી લે. "
" ઓહ યસ. તો અત્યારથી તમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી એમ ને " મિશાલીની મલકાઈને બોલી. અમર હસી પડ્યો.
અમરએ બેડરૂમમાં વિખરાયેલી બધી જ વસ્તુઑ ચેક કરી કશું જ ખાસ એને ના દેખાયું. મિશાલીનીને કબાટમાં કપડાં , ઘરેણાં અને અમુક લીગલ કાગળિયા સિવાય શંકાજનક કશું જ હતું
નહીં. અચાનક અમરને ડ્રેસિંગ ટેબલ પાછળ કઈક ફસાઈ ગયેલું દેખાયું. કોઈ પ્રકારની ટેબલેટ હતી.
" આ કઈ ટેબલેટ છે જોવું પડશે..!"
" અરે અમરભાઈ આતો પ્રેગ્નેન્સી રોકવાની ગોળી છે. મને ખબર છે. " મિશાલીની તરત જ બોલી પડી.
" પણ, મિશા રેવાભાભી આ ટેબલેટ કેમ લે છે ? એમના મેરેજને તો છ વર્ષ થઈ ગયાં. ઉપરથી એતો મમ્મીને એમ કહેતાં કે એ માં બની શકે એમ નથી. મને માંએ કીધું હતું. "
" મને શક તો રેવાભાભી પર ત્યારે જ થઈ ગયો હતો જ્યારે એમણે મોહિતભાઈ પર મીરાદીના મૃત્યુંનો આક્ષેપ લગાવ્યો હતો. "
" તું મોહિતનું નામ લઇશ. પ્લીઝ. "
" ભાઈ સારું થયું આજે આ વાત નીકળી. એવું તો શું થયું કે તમારે અને મોહિતભાઈને જે એકબીજા વગર ચાલતું નોહતું અને આજે એકબીજાની હાજરી પણ સહેવાતી નથી ? "
" તું જ તારા ભાઈ મોહિતને પૂછી લે જે. ચલ હવે ભાગીએ આહિયાથી... "
મિશાલીનીને જાણવું હતું પણ અમરનો ચેહરો જોઈને એનો મૂડ જ ના રહ્યો. પણ એણે નક્કી કર્યું કે એ હવે ડાઇરેક્ટ મોહિતને જ પૂછી લેશે.
***