‘’ વિહાન , હું મારા ઘરે જાવ છું . તમે તમારું ધ્યાન રાખજો. કઈંક ના મળે તો ફોન કરી લેજો. અને હા રાતે પ્લીઝ વહેલા સૂઈ જજો . બહુ ઉજાગરા સારા નથી તમારા માટે.’’
‘’ થઈ ગયું હોય તારી સલાહ આપવાનું તો હું નિકળું. અને કઈક બાકી હોય તો કહી દે.’’
‘’ તમે સાથે આવો તો સારું ..... “ નીચે જોઈને બોલી ગઈ એ...
“ હું નવરો નથી બધે જ તારી સાથે આવવા માટે. ટાઇમ મળશે તો જોઈશ ચાલ.........." વિહાન આગળ ખબર નહી કેમ બોલી જ ન શક્યો. ઍ બસ મિશાલીની ની મોટી કથ્થાઈ નમી ભરેલ આંખો અને માસુમ ચહેરો જોઇ રહ્યો. પછી ઍ બોલ્યો,"સોરી મે તારું દિલ દુખાડ્યું અને તારી સાથે આવું વર્તન કર્યું..” કહેતા જ વિહાન મિશાલીની ને ભેટી પડ્યો.
મિશાલીનીને એવું લાગ્યું જાણે એની બધી જ ચિંતા દૂર થઈ ગઈ. એની આસપાસ ની દુનિયાને વિસરીને એ વિહાનમય થઈ ગઈ.એને મીરા નો અનુભવ વિહાન ભેટયો એમાં થયો. મીરા જાણે એની પાસે આવીને એના બધા દર્દ એની પાસેથી છીનવીને એની સાથે લઈ ગઈ. મીરા ના મૃત્યું નો ગમ એણે વિહાન ના શર્ટ ને પોતાના આંસુઓ થી પલાળી ને વ્યક્ત કર્યો. વિહાન એ ખરેખર એ દિવસે પોતે મિશાલીની નો પતિ એમ અનુભવ્યો.
એક પતિ - પત્ની નો સંબંધ માત્ર રાતે પથારીમાં ભજવતા નાટક સુધી સીમિત નથી હોતો. એના માટે તો એકબીજા ને સમજવા , જાણવા, એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખવો, એકબીજા ને સાથ આપવો , એકબીજા ના સુખ દુખ માં એકબીજા નો હાથ પકડી નવી પ્રેરણા આપવી, એકબીજા માટે ક્યારેક જતું કરી દેવું , તો જ ખરા અર્થમાં દામ્પત્ય જીવન જીવતા હોય એવું લાગે . તો જ પ્રેમ નામક તત્વ સંસારીક જીવન માં ટકી રહે છે.
વિહાન પણ એની સાથે આવવા તૈયાર થઈ ગયો. એ મિશાલીની ને લઈને પાછળ બેસી ગયો. મિશાલીની નું માથું વિહાન ના ખભે હતું. મિષા હજીય ડૂસકાં ભરતી હતી. વિહાન બારીની બહાર જોતા વિચારો માં સરી ગયો.
વિહાન ને કદાચ આજે એના લગ્નજીવન નો મર્મ સમજાયો , જ્યારે મિશાલીની ને એણે પોતાની બાહો સમાવી લીધી અને મિષા ના દર્દ ને પોતાના હદય માં મેહસુસ કર્યું.
આજ સુધી એ મિશાલીની ને એક પત્ની તરીકે એનું ધ્યાન રાખવા વાળી અને એને શારીરિક સુખ આપનાર સિવાય એ વધારે નોહતો સમજતો. એને એની અને મિશાલીની ની વાતો યાદ આવી , સાથે પસાર કરેલા લમહા યાદ આવ્યા, એની ઓફિસ ની ફિક્કી પાર્ટી યાદ આવી જે મિશાલીની ની આલ્તૂ-ફાલતુ વાતો ને લીધે એના માટે હાસ્યથી ભરપૂર હતી. સિનેમામાં ફિલ્મ જોતી વખતે એનું મિષા ને ચુંબન કરવું અને મિષા નું સંકોચાઇ જવું , હોટેલ માં પહેલીવાર મિષા નું જમવા માટે આવવું , અને એને ચાઇનીઝ ખાતા શિખવાડવું ... એ વાત યાદ આવતા જ એ હસી પડ્યો.
એને એ દિવસ યાદ આવ્યો... મિષા ને સ્ટિક થી નુડલ્સ ખાતા નોહતું ફાવતું અને એના પેટ માં ગયા એના કરતા તો વધારે નુડલ્સ હોટેલ માં ટેબલ નીચે પડ્યા હતા. અને પછી વિહાને એના માટે ઇટાલિયન પિત્ઝા ઓર્ડર કર્યા હતા. એ ખાધા પછી મિષા એ નિયમ લીધો હતો કે હવે એ ચાઇનીઝ ખાશે જ નય. મિશાલીની નો હાથ પકડી ને રિવરફ્રંટ જઈને બેઠો હતો જ્યાં રાતે મોડા સુધી બેવે વાતો કરી હતી.
એ જ સમયે મિશાલીની એ મને કહી દીધું હતું કે એ નિશિત ને પહેલે થી જાણતી હતી. એણે નિશિત ને ચુંબન પણ કર્યું હતું. મિષા નો ઘરે દૂર નો પહેલો પ્રવાસ હતો એ ...જ્યાં એને એના દોસ્તો સાથે ટ્રુથ એન્ડ ડેર ગેમ રમી હતી. જેમાં એણે નિશિત કિસ કરવી પડી હતી.
પણ કોઇ છોકરી લગ્ન પછી પોતાના જ પતિ સાથે પોતાના જ ભૂતકાળ ની વાત આટલી સરળતા અને નિખાલસતા થી કેવી રીતે કહી શકે??!!
તોય એણે મને કહી દિધેલું અને મે એને પૂછ્યું ત્યારે એણે જે જવાબ આપ્યો એ મારા દિલ ને સ્પર્શી ગયો ...
વિહાન આપણાં લગ્ન થયા છે એકબીજા સાથે , તો એકબીજા થી આમ વાતો છુપાવવા થી આપણને એમ લાગતું હોય કે એ નાહક નો દુખી થશે તો એ તદ્દન ખોટું છે. બીજા થી જ્યારે ભૂતકાળ ના પ્રસંગો ખબર પડે ત્યારે પ્રેમ તો કયાય રહી જાય અને સુખી સંસાર માં તિરાડો પડવા લાગે છે .મે એ કર્યું હતું એ વખતે હું નાસમજ હતી પણ ભૂલ નો સ્વીકાર કરી લઈએ તો ભૂલ કરી છે એ ડંખ ના માત્ર નિશાન રહી જાય અને ઝેર તરત ઉતરી જાય.મને નથી ખબર આ વાત પછી તમે મારી સાથે કેમ વર્તશો પણ મને એક સંતોષ જરૂર રહેશે કે મે તમારાથી આ વાત ને છુપાવી નથી . મે મારા ભૂતકાળ નો સામનો કર્યો છે .