Re jindagi - 11 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી !!!! - 11

ભાગ 11

Season 1

માનસી પટેલ "મેહ"

ગતાંકથી ચાલુ...

પ્રિયંકાએ ઘણા દિવસે પોતાના ફોનને ખોલ્યો હતો. ઇન્ટરનેટ ઓન કરતાં જ મેસેજોની ભરમાર આવવા લાગી. એણે જોયું એની બહેન સ્નેહાના 50થી વધારે મિસકોલ્સ હતાં. પ્રિયંકા સમજી ગઈ કે કોઈ તો ઇમરજન્સી હોવી જોઈએ બાકી સ્નેહા એને ક્યારેય આટલા બધા કોલ ના કરે. એણે ફોન લગાવ્યો.

" હલ્લો, પ્રિયંકા હું અવની બોલું છું. કઈ કામ છે સ્નેહાનું?" સામેથી આવાજ આવ્યો.

" ઑ , હાય અવની. એકચ્યુલી મારે સ્નેહાનું જ કામ છે? એ બિઝી છે કે શું ?"

" હા , સ્નેહા પેશન્ટ સાથે બેઠી છે. ચેક અપ ચાલે છે."

" ઓકે. તો એ ફ્રી થાય કે તરત જ એને કહેજે જે મારો કોલ હતો." પ્રિયંકાએ ફોને કટ કર્યો.મેસેજબોક્સ ખોલ્યું.

એની બહેન સ્નેહાનો મેસેજ વાચતા જ એના હોશકોશ ઊડી ગયાં. કામ પત્યાની ખુશી ઍક સેકંડમાં ઓગળી ગઈ. એની આંખોમાં પાણી આવી ગયાં. પ્રિયંકા એની ખાસ દોસ્ત મીરા મરી ગઈ એટલું વાચીને જ ધ્રુસકે ને ધુસકે રડવા લાગી. બીજું કઈ જ આગળ વાચવાને બદલે એણે ટિકિટ બૂક કરી અને ઈન્ડિયા આવવાં રેડી થવા લાગી. એને અત્યારે સૌથી મોટું ટેનશન એ લાગતું હતું કે જો મીરાને કઈ થયું હશે તો કેયાનું શું ??? એ નાનકડી છોકરીનું શું થયું હશે???

મિસ્ટર જોન અને એમની વાઇફ એલાને ઇન્ફોર્મ કરવાએ નીચે આવી. એલા એ મિસ્ટર જોનની સેકંડ વાઇફ હતી. એટલે એલાની ઉંમર અને પ્રિયંકાની ઉંમરમાં ખાસ કોઈ ફર્ક નોહતો.
એલા અને પ્રિયંકાને એકબીજા સાથે ફ્રેન્ડ જેવા સંબંધો હતાં. એલાને મીરા અને કેયા વિશે ખબર હતી.

" બટ , પ્રિયંકા ઇટ્સ નિયર્લી 10. યૂ શુડ ટેક આ ડિનર વિથ અસ. યોર ફ્લાઇટ ઇસ અલ્સો એટ 12. સો ડોન્ટ વરી. કીપ યોર સેલ્ફ કામ એન્ડ હેવ સમ ફૂડ. આઈ નો મીરા ઇસ વેરી ક્લોઝ ટુ યૂ. " એલાએ પ્રિયંકાના ખભા પસવારતા કહ્યું.

" બટ વ્હાય ધિસ હેપન્સ ટુ મી એલા. સી ઇસ અ ઈન્નોસેંટ સોલ. આઈ નેવર અંડરસ્ટેન્ડ ધિસ બ્લડી લાઇફ. " પ્રિયંકાએ પોતાના બંને હાથથી પોતાનો ચેહરો છુપાવ્યો અને રડી પડી.

પ્રિયંકાને એલાએ પાણી આપી આશ્વાસન આપતાં થોડું સારું ફીલ થયું. એલાએ એની સાથે ડિનર લીધું. એલા પ્રિયંકાને જાતે એરપોર્ટ પર મુકવા આવી.

પ્લેનમાં બેસીને પ્રિયંકાએ રડતી આંખે એલાને ગૂડબાય વેવ કર્યું... પણ એને જરાય અંદાજો નોહતો કે એ સમયે નીકળી હોવા છતાં સમયે પોહચી નહીં શકે. પ્લેન હજી વધારે આગળ નીકળે એ પહેલા એનું પ્રાગ શહેરમાં ઇમરજન્સી લેંડિંગ કરવામાં આવ્યું. પ્લેનના ફ્યુલ મશીનરીમાં કોઈ ખામી હતી. બધા જ પેસેન્જરો માટે ઈન્ડિયાની ફ્લાઇટ કાલ રાતની કરી દેવામાં આવી. બન્યું એવું કે મોટાભાગના મુસાફરોમાથી કોઈને તાત્કાલિક ઈન્ડિયા જવું પડે એમ નોહતું. એટલે એકલી પ્રિયંકા કશું કરી શકે એમ પણ નોહતી. રોઝ ગાર્ડન હોટેલના પોતાનાં રૂમમાં આવીને એ ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. પ્રિયંકા પોતાનો મૂડ ઠીક કરવાં માટે હોટેલમાથી બહાર નીકળી પ્રાગની સ્ટ્રીટમાં ચાલવા લાગી.

ચારેતરફ આંધરું હતું.એ અંધારાને ચીરતાં બલ્બ દરેક સ્ટ્રીટમાં હતાં.રાતના 2 વાગ્યાનું પ્રાગ સવારના પ્રાગ કરતાં અલગ હતું. પ્રિયંકા જ્યારે લંડન આવતી ત્યારે પાછાં ફરતી વખતે અચૂક પ્રાગ આવતી.આ શહેરથી એને એક લગાવ હતો. કાળા અંધારા વચ્ચે લબૂક ઝબુક કરતાં આછા પ્રકાશના ચોરસ ટુકડાઓ, એને મન આશાના નાના અમથાં કિરણપૂંજ હતાં.પાણીમાં પ્રિયંકા એનું પ્રતિબિંબ જોઈ રહી હતી. એના ચહેરાની બાજુમાં એને બીજો ચહેરો દેખાયો, મીરાનો...પ્રિયંકાનું ફેમેલી અમીર અને ઊંચું સ્ટેટસ વાળું હતું. પ્રિયંકા પાસે બધી જ સુખ શાહીબી હતી. સ્કૂલમાં હતી ત્યારથી જ ફોન , પોતાનું પર્સનલ વ્હીકલ , સ્વતંત્રતા , અને મોડર્ન રેહણી-કરણી. પ્રિયંકાને એના કાકાની જેમ જ વકીલ બનવું હતું. પહેલેથી જ સાચું બોલવા જોઈએ,એટલે ક્યારેક કોઈને એમ લાગતું કે એ બધા સાથે તુકારીને , નીચા પાડવા માટે વાત કરે છે. કોઈ એને મસ્કા મારે તો પણ એને ઉતારી પાડતી.

પ્રિયંકાના અતડા સ્વભાવને લીધે એનું કોઈ ખાસ દોસ્ત નોહતું. પૈસા અને રૂપ જોઈને તો ઘણા એની આગળ પાછળ ફરતાં હતાં પણ એ પોતાના નોહતાં. પણ જ્યારથી એ મીરાને મળી એને એવું લાગ્યું કે કોઈ નહીં પણ મીરા તો મારી સાથે જ રહેશે. મીરા હતી જ એવી એકદમ ભોળી , બધા જેમ દેખાડો ક્યારેય ના કરે. એને કઈક થાય તો એના ભાઈ બહેન બધાની છૂટી કરી દેતાં. એની નાની બહેન મીશાલીની , એના બે ખાસ ભાઈ અમર અને મોહિત , અને મીશાનો જુડવા મૃગેશ. મૃગેશ આમ બહુ બોલે નહીં અને કોઈ સાથે જલ્દી ભળે પણ નહીં. પણ અમર અને મોહિતની જુગલબંધી આખીય સ્કૂલમાં પ્રખ્યાત હતી. જોકે એ બંને જ્યારે એકબીજાના દુશ્મન બની ગયા ત્યારે પણ એટલા જ પ્રખ્યાત હતાં. એક માણસ ધારે તો બદલો લેવા શું ના કરી શકે ???! એનું જ પરિણામ હતું અમર અને મોહિતના છૂટા પડી જવું. પ્રિયંકા , મીરા અને મીશાલીની ઘણીવાર બઁક મારતાં. છોકરી હોવાના કારણે મીરા અને મીશા ક્યાય ઘરની બહાર નોહતાં નીકળી શકતા. પણ પ્રિયંકા એમને એ મોકો જરૂર આપતી. પ્રિયંકાના કાકા જે કેસ લડતા હોય એની માહિતી એ પ્રિયંકાને જરૂર આપતા અને સમજાવતા. પ્રિયંકા L.L.B પાસ કર્યા પેહલા જ કાયદા કાનૂન વિશેની જાણકારી મેળવી લીધી હતી. અમુક કેસ વિશે જ્યારે એ મીરા અને મીશાલીનીને કહેતી ત્યારે મીશાને થતું ખરેખર બહારથી દેખાતો સભ્ય , સંયમયુક્ત , સંસ્કૃતિ જાળવવાનો ઢોંગ કરતો પુરુષપ્રધાન સમાજ અંદરથી કેટલો ખોખલો , નકલી , નીચકક્ષાનો અને બીભત્સ હતો. બે વર્ષની બાળકી પર રેપ , 17 વર્ષની સગીરા પર ગેંગરેપ , પતિએ પોતાની પત્નીનું ખૂન કર્યું બીજા લગ્ન માટે , 15 વર્ષની દીકરી ના બાળલગ્ન 35 વર્ષના પુરુષ સાથે ,23 વર્ષની યુવતી પર એક તરફી પ્રેમ કરનાર યુવકે કર્યો ઍસિડ અટેક ,દારૂડિયા પતિએ પત્નીને મારી , અને આવા કેટલાય કેસ. જે કોઈની પણ આંખો પલાળવા કાફી છે. કોઈ આવા કૃત્ય આચરી પણ કેમ શકે ? માત્ર એટલાં માટે કે એ પુરુષ છે.શું સ્ત્રીને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર જ નથી ? જ્યાં પરિવાર જ ના સમજી શકતા હોય ત્યાં બીજાને શું સમજાવાનું ? મીશાલીની માટે આ પોતાના હાસુખદાદાને સમજાવું એ ભેંસ આગળ ભાગવત કર્યા બરાબર હતું.


મીશાલીની અને મીરા પ્રિયંકા સાથે જતાં હતાં એ હસમુખદાદાને ખબર પડી ગઈ હતી. એમણે મીરા અને મીશાલીનીનું પ્રિયંકાસાથે મળવાનું બંધ કરવી દીધું હતું. પણ દોસ્તી તો હજીય અતૂટ હતી.

પ્રિયંકા યાદ કરી જ રહી હતી કે એને જોયું એની બાજુમાં ચહેરો તો હતો પણ મીરાનો નહીં કોઈ બીજાનો. એ તરત પાછળ ફરી. એ ચોંકી જ ગઈ.

બંને એક સાથે બોલ્યા, " તું ??? અહિયાં ?!"

" ઓહ શીટ. વોટ ધ હેલ યાર PC. તું મારો પીછો કરે છે ?" એ છોકરો બોલ્યો.

પ્રિયંકા એમેય પોતાની સુધ બુધ ખોઈ બેઠી હતી જ્યારથી મીરા આ દુનિયામાં નથી એ વાચ્યુ ત્યારથી. અને પાછો નવો શોક લાગ્યો એને આ છોકરાને જોઈને. એ બસ જોઈ રહી હતી એને.
" ઑ PC કઈક તો બોલ યાર. કે મારે તારા જજસાહેબ બનવું પડશે. હે... " પ્રિયંકાએની સામે ઉભેલા એ છોકરાને બસ જોઇ રહી...
છ ફૂટ ઊંચો,સ્કૂલમાં હતું એવું જ સિક્સપેકવાળું બોડી, એના વાળની સ્ટાઇલ મારવેલના એક્ટર થોર જેવી જ,બ્લેક હૂડી જેના પર " મૂડી " લખ્યું હતું,નીચે આર્મી ટ્રેક,પુમાના બ્લેક શુઝ પહેરીને ઉભેલા એ યુવકે ખડખડાટ હસતાં કહ્યું. એના કાનમાં આજેય મીરાએ આપેલી પ્લેટીનિયમની બુટી હતી.એના ગળાંની ડાબી બાજુએ કેપિટલમા M એકદમ ઝીણાં અક્ષરે લખેલોદેખાઈ રહ્યો હતો.આટલાં વર્ષો પછી પણ એટલો જ બિન્દાસ,નિખાલસ અને મજાકીયાં માણસ હતો.પોતાની લાઈફમાં એનું પોતાનું કશું જ ના હોવાં છતાં...

" હ... અઉમમમ... હેલ્લો. નાઇસ ટુ મીટ યૂ. પણ મારે મોડુ થાય છે. કાલે મળીએ. ઓકે. બાય. " પ્રિયંકા એને જોઈને વધારે ઘભરાય ગઈ હતી. એ રીતસરના ત્યાંથી ભાગવા લાગી.

" પણ શું થયું. કેમ આવું વર્તન કરે છે ? PC. ઊભી રહે યાર. આટલા વર્ષે મળ્યાં અને તું છે કે ... " એ યુવક પ્રિયંકાની પાછળ ભાગવા લાગ્યો." PC નક્કી કઈક થયું છે યાર બાકી તું આવું ના કરે. હજી મીરા કરે પણ તું ના કરે યાર.દોડીશના રે, આપણે રેસના ઘોડાં નથી. "

મીરાનું નામ એના મોંથી સાંભળી પ્રિયંકા ઊભી રહી ગઈ. " ભાગું ના તો શું કરું પંડિત અભિનવ મિશ્રા... " પ્રિયંકાએ ચીસ પાડીને કહ્યું, એ રડી પડી. " તને બહુ શોધ્યા પછી તું મળ્યો પણ કેવા દિવસે?"

" કેમ શું થયું પ્રિયંકા ચિરાગ બજાજ તારા લગ્ન થવાના છે ? " બિન્દાસ હસી પડ્યો અભિનવ.

" હઉહ... જોકે તારા માટે બરાબર છે અભિનવ. તને મજાક બહુ સુજે છે ને તો સાંભળ. "

" હા , બોલને " મલકાઈને અભિનવ પોતાની સ્ટાઈલમાં ઊભો રહ્યો.

" અભિનવ મિશ્રા , તને , મને , અને મીરાના ખાસ લોકોનો આભાર, કે એ મીરા માટે કઈ જ કરી ના શક્યા.મીરાના દાદા ,એના નાલાયક પતિનો ધન્યવાદ, કે એમના આપેલા દુખોને લીધે આ ઘટના બની.અભિનવ હવે તું મીરાને ગમે ત્યારે મળી શકીશ. કોંગ્રેટ્સ. કેમ કે તારી મીરા હવે આકાશમાં દેખાતા હજારો તારાઑ માથી એક બની ગઈ છે હવે. દુનિયામાં રહી એ ત્રાસી ગઈ હતી બિચારી બધુ સહન કરીને. સારું થયું ... એ ... એ... મારી ગઈ ... " પ્રિયંકાએ અભિનવની હૂડી પકડીને કહ્યું. પ્રિયંકાનો અવાજ ફાટી ગયો એ બોલીને.

" ના. PC. એમ ના બોલીશ. ઑ વેટ હું હમેશા તારી જોડે મજાક કરું છું એટલે તું મારી જોડે મજાક કરે છે હે ને? " અભિનવના ચહેર પરનું હાસ્ય ગાયબ થઇ ગયું હતું.

" ના. અભિનવ મિશ્રા. મજાક મે નહીં આ જિંદગી એ કરી તારી સાથે. જે વ્યક્તિને મળવા તું તડપતો રહ્યો એને તું હવે છેલ્લીવાર જોઈ પણ નહીં શકે. એ તારી રાહ જોઈને થાકી ગઇ."

અભિનવ પ્રાગની સ્ટ્રીટ વચ્ચે જ ફસડાઈ પડ્યો. અભિનવ બીજું કઈ પૂછે એ પહેલાં એને કોઈનો ફોન આવ્યો. પ્રિયંકા સમજી ગઈ કે કોનો હોય શકે. અભિનવ ઊભો થયો એનો ચહેરો પીળો પડી ગયો હતો. એની આંખો ભરાઈ આવી હતી.

" અભિનવ મીરાને લાગતું હતું તું કે તું એના માટે કઈ પણ કરી શકે. પણ તું હીરો નહીં જીરો નીકળ્યો. તું ના તો મીરા સાથે પરણી શક્યો , ના તો મીરાને બચાવી શક્યો.હજીય એ નકામી ઓરતથી પોતાની જાતને બચાવી ના શક્યો, એની પાછળ બસ ભાગતો રહ્યો. ભૂલ કરી મે અને મોહિતે. ભૂલ કરી... " પ્રિયંકા ત્યાથી નીકળીને સીધી પોતાની હોટેલના રૂમમાં પોહચી ગઈ. જતાં જતાં એણે પોતાનું કાર્ડ અભિનવને આપ્યું હતું.

બાથરૂમમાં જઈને એ શાવર લેવાં લાગી. અરીસામાં પોતાનો ચહેરો જોઈને એ રડતાં આવજે બોલી ઉઠી , " કેમ? કેમ ?... કેઇઇઇ..મમમ ? મોહિત? તે કેમ કર્યું આ બધુ ? " અરીસા . પર જોરથી મુક્કો માર્યો. એના હાથમાં ચીરો પડી ગયો હતો. બાથટબનું પાણી લાલ રંગમાં ફેરવાઇ ગયું હતું. એ સીધી બેડ પર જઈને સૂઈ ગઈ.

સવારે રૂમ સર્વિસ કરવા આવનારે દરવાજો નોક કર્યો ત્યારે પ્રિયંકાની આંખ ખૂલી.એણે જોયું રાત્રે હાથમાં વાગ્યું હતું ત્યાં લોહી જામી ગયું હતું.એ ફ્રેશ થઈને બારી પાસે બેઠી. પ્રાગમાં વરસાદ પડતો હતો. બારી પાસે બેસીને એ સવારનો નાસ્તો લેવાં લાગી. ગમે તેમ કરીને એણે આખો દિવસ પસાર કર્યો. રાતે બે વાગ્યાની ફ્લાઇટમાં એ બેસી ગઈ. બીજે દિવસે સવારે પ્લૅન કતારમાં હાલ્ટ માટે લેન્ડ થયું. સાત કલાકના હાલ્ટ પછી ત્રીજા દિવસે સાંજે એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી.

આજનો દિવસ

એની બહેન સ્નેહા અને નિહાર એને લેવાં આવ્યા હતાં. નિહાર એની સાથે કામ કરતો હતો. નિહાર પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો. એવિડેન્સ , ક્રાઇમ સીન વગેરેની તસવીર એની પાસે મળી જ રહે. એ બહુ કામનો માણસ હતો.

" મીરાનું બેસણું તો પતી ગયું હશેને ?" ભીની આંખે પ્રિયંકા બોલી.

"હા. પણ તું મીશાલીનીને મળી શકીશ. એ આવી છે. " સ્નેહાએ એની હાથમાથી બેગ લેતા કહ્યું.

" અને... મારી કેયું ? મારી કેયા કોની પાસે છે ? " એના આવાજમાં ભય અને ચિતા હતી.

" ચિંતા ના કર. એ વીરીમાં આંટી પાસે છે.અને આ હાથે શું થયું છે ? "

" હમ્મ... કય નહિં. ઓહ હાય નિહાર. "

" હાય. PC. તું ઠીક છે ને ?" નિહારએ હળવી બાથ ભરતા પૂછ્યું.

" નિહાર કોઈ માણસનું હદય છીનવી લો અને આવું પૂછો તો એ શું કહેશે ? " એણે ધીમેથી હોઠ ફડફડાવ્યા.

નિહાર કશું બોલી જ ના શક્યો.

○●○□○●○

વીરીમાંબેન મીશાલીનીના રૂમના દરવાજે ઊભા રહી મીશાને પેકિંગ કરતાં જોઈ રહ્યાં. અચાનક મીશાનું ત્યાં ધ્યાન ગયું.

" મા, ચિંતા ના કરશો. હું જલ્દીથી પછી આવીશ મળવા. મારી કોલેજ શરૂ થવાની છે એટલે આવતા જતાં મળી જઈશ." બંને માં-દીકરી એકબીજાને ભેટી પડ્યાં.

વીરીમાંબેન નીચે જવાના જ હતાં કે કઈક યાદ આવતા પાછા આવ્યાં. " મીશું , ખબર નહીં કેમ પણ મારૂ મન નથી કરતું. મીરાના ફોટાને હાર ચડાવવાનું !!!" એક માં એની સંતાન આ દુનિયામાં નથી રહી એ માનવા કેમ કરીને તૈયાર થઈ જાય ?"

બંનેને રડવું હતું પણ એકબીજાની હાલતની દયા ખાઈ બેવ પોતાના આંસુ રોકી પોત પોતાના કામે લાગી ગયા.

અમરને થયું મીશાલીનીનો મૂડ ઠીક કરવા એને બજારમાં એક આંટો મારવા લઈ જઈએ તો સારું. એ વિચારતો જ હતો કે નિશિત રૂમમાં આવ્યો અને એણે મીશાને રડતી જોઈ.

" મીશા, શું થયું ? " નિશિતે એને પોતાના તરફ ફેરવીને પૂછ્યું. મીશા બસ નિશિતને બાથ ભરીને રડવા લાગી. નિશિતે એના માથે હાથ ફેરવતો રહ્યો.

થોડીવાર રહીને મિશાલીની શાંત થઈ.

"મીશું , ચાલ આપણે બધાં શોપિંગ કરવાં જઈએ. તને પાણીપુરી પણ ખવડાવીશ. " અમર મીશાલીનીના આંસુ લૂછતાં બોલ્યો.

" હા , ચાલો જઈએ. એમેય છેલ્લો દિવસ છે આજે અહિયાં રેહવાનો. કાલે પાછાં અમદાવાદ. " નિશિતએ મીશાનો હાથ પકડી કહ્યું.

" તો ચાલો તમે બંને કારમાં બેસો હું ભાભીને લઈને આવું છું. " મીલીએ કહ્યું.

બધાં કારમાં બેસીને બજારમાં ફરતાં હતાં. નિશિત કાર ચલાવતો હતો. મીલી અમર સાથે વાતો કરી રહી હતી. મીશાલીનીની નજર બારીની બહારના વાતાવરણને નિહાળી રહી હતી.

અચાનક મીશાલીનીએ જોરથી બૂમ મારી.

" PC " મીશાએ નિશિતને હાથથી ટપલી મારી , " નિશિત કાર ઊભી રાખ. નિશું યાર ? શું કરે છે કાર ઊભી રાખ.જલ્દીઇઇ " ચીસો પડતી એ ફટાફટ કારમાં ઉતરી અને પ્રિયંકા તરફ ભાગી ગઈ.

ડાબી બાજુએ આવેલા ટી સ્ટોલ પાસે પ્રિયંકા એની બહેન સ્નેહા અને નિહાર સાથે ઊભી હતી. શબ્દોની આપ-લે થાય એ પહેલાં પ્રિયંકા મીશાલીનીને જોઈને એને ભેટી જ પડી. એ બંનેની આંખો ભીની હતી. ત્યાં નિશિતે એના જિગરી દોસ્ત નિહારને જોયો.

" તું અહિયાં કેમનો હે ? " નિશિતએ પૂછ્યું.

" અરે, કિધુતું તો ખરું કે પ્રિયંકા બજાજ મારી ફ્રેન્ડ છે. એને લેવા જવાનો હતો. " નિહારએ કહ્યું.

" પણ તે પ્રિયંકા બજાજનો ફોટો બાતાયો હોય તો કેટલું સારું થાત યાર. આ મીશાનું વજન તો પ્રિયંકા ક્યાં હશે એ વિચારવામાં જ અડધું થઈ ગયું બોલ ? " નિહારને એક હાથે હાથતાળી
આપતાં બોલ્યો.

અમર તો સ્નેહાને જ જોઈ રહ્યો હતો. એની માંજરી આંખોમાં
ખોવાઈ જવાનું મન થાય એટલી અદ્બભુત હતી.
નાકમાં ઓક્સોડાઈઝની નથ હતી , કપાળમાં વચ્ચે નાનકડી લાલ બિન્દિ,એના અધરની સુંદરતા તો એ હસ્તી ત્યારે થઈ જતી.પિન્ક કલરની કુરતી જેની ઉપર સિલ્વર કલરનું ભરતકામ કરેલું હતું , ગળાની નીચેનાબટનના છેડે લાગેલા ઉનના પોમ-પોમ ફૂમતા એની કમર સુધી લાંબા હતાં. એના કર્લીવાળમાં એને કરાવેલ લાલ હાઇલાઇટસ એના વ્યક્તિવમાં નવો જ ઊભાર લાવતી હતી , નીચે સિલ્વર ટ્રેક પહેર્યું હતું , કાનમાં એને ગોલ્ડની ફિશ પેહરી હતી, સ્નેહાને માછલીઓથી બહુ જ લગાવ હતો. એણે ગળામાં પણ માછલી આકારનું પેન્ડન્ટ હતું ,એના હાથમાં આંગળીઓ લાંબા નખ કે વીંટીઓ વિનાની હતી. એના પગમાં આજેય રજવાડી મોજડી જ હતી. સ્નેહા પણ પ્રિયંકા અને મીશાલીની સાથે જ ભણતી હતી. એક જ સ્કૂલમાં હોવાને લીધે અમર એણે સારી રીતે ઓળખતો હતો. એની અને સ્નેહાની દોસ્તી બહુ અલગ હતી. સ્નેહા ગાયનેકોલોજિસ્ટ હતી. અમદાવાદમાં એના ક્લિનિકનું નામ બહુ માનથી લેવામાં આવતું હતું. સ્નેહા સારું એવું કમાઈ પણ લેતી હતી. જ્યારથી અમર અને મોહિત વચ્ચે ઝગડો થયો હતો ત્યારથી એ લોકોનું આખું ગ્રુપ તૂટી ગયું હતું. એ ઘટના પછી કદાચ આજે બંનેએ એકબીજાને શાંતિ જોયા હતાં. બંને એકસાથે જ હાય બોલ્યાં. ત્યાં જ પ્રિયંકા કઈક કહેવા લાગી એટલે બેવ છૂટાં પડી ગયાં.

" સોરી, મીશું હું મીરાને આવું થયું અને હું હાજર ના રહી શકી. કેટલું જલ્દી મૌત લખ્યું એના માટે ભગવાને. આ જિંદગીના ખેલમાં એને આ સમાજે , એના પતિના તિરસ્કારે હરાવી દીધી.
હું તો છેલ્લીવાર એને જોઈ પણ ના શકી. " પ્રિયંકાનો અવાજ તરડાઇ ગયો હતો.

" હું સમજી શકું છું. પણ મને ખબર નહીં કેમ એવું લાગ્યાં કરે છે કે મીરાદી નું મૃત્યું આકસ્મિક નોહતું. કોઈએ એમને મારી નાખ્યાં છે. એ ...એ ... આટલી જલ્દી હાર માની લે એમાના નોહતાં
તમને......ખબર છે, " મીશાલીની એકીશ્વાસે બોલી ગઈ.

" શું ? તને ખરેખર એવું લાગે છે ? એના શરીર પર કોઈ નિશાન હતાં ? ગળું દબાવવાના , માથા પર કોઈ વસ્તુ વાગવાના ? કઈક તો હશે ને? " પ્રિયંકાનું વકીલાત કરતું દિમાગ
ઝડપી કામ કરવાં લાગ્યું હતું. સત્યની જડો સુધી કેવી રીતે જવું એ એનું રોજનું કામ હતું.

" ના. એવા કોઈ નિશાન તો..નથી મળ્યાં."


" તો કોઈ દવાનો ઓવરડોઝ ? હાર્ટ એટેક ? કોઈ ઝેરી દવાની અસર ? શું હોય શકે ?!" પ્રિયંકા શક્ય એટલું નજીક જવાની કોશિશ કરતી હતી.

" પોસ્ટમોટર્મ તો થયું જ નથી. હું આવી ત્યારે એમનું બોડી પૂરેપૂરું કવર કરેલું જ હતું અને તરત જ બાળવ માટે લઈ જવામાં આવ્યું હતું. "

" શોધવાની કોશિશ જરૂર કરીશું આપણે. પ્રયત્ન કરીશું તો સફળતા મળશે. ઓહ હા, કેયા કયા છે ? એ બરાબર તો છેને ?"

" હા, એ ઠીક છે. પણ તું પેહલા એમ કે કેયાનો જન્મ કેમનો થયો ? મતલબ કે દેવેશનું કેહવું છે કે કેયા એની છોકરી નથી. તો ... આ બધુ કેમનું ? " અમરએ પૂછ્યું.

" હું તમને બધુ સમજવું છું... " PC એ સ્નેહા સામે જોયું અને
સ્નેહાએ આંખોથી બધું કહેવાની મંજૂરી આપી.

પ્રિયંકા એ સત્ય બહાર લાવવાની હતી જે માત્ર એના અને મીરા વચ્ચે હતાં.

કોણ હતો અભિનવ મિશ્રા ???

શું પ્રિયંકા કેયા કોણ છે એ કહી શકશે???

અભિનવ મિશ્રાને કોનો કોલ આવ્યો હતો???

આખરે શું ક્ર્યું હતું મોહિતે ???


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED