રે જિંદગી ... - 1 Patel Mansi મેહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રે જિંદગી ... - 1



રાતરાણી ના મનમોહક બાણ આ રમણીય ભારતભુમિ પર પથરાય ગયા હતા.

મોજીલા ગુજરાત રાજ્યના અમદાવાદ ના નાનકડા ગામ ની વાત..... અમદાવાદ ના દુર ના વિસ્તારમાં આવેલુ હતું. ગામ નું નામ આનંદનગર. હતુ તો આનંદનગર પણ હકીકત ખુબ અલગ હતી.

એ ગામ ની વચ્ચે આવેલી ભવ્ય ને દિવ્ય હવેલી. એનિ સામે મોટા મોટા આધુનિક બંગલા પણ ઝાંખા પડી જાય. પુરા સાત માળ , ઝીણી ને આકર્ષક કોતરણીઓ, આગળ મોટું ચોગાન જેની વચ્ચે તુલસી નો ક્યારો હવેલી મા રેહાનારા ની આધ્યાત્મિકતા પ્રદર્શિત કરતો હતો , 3 માળે પાછળ ના ભાગે ને 4 માળે આગળ માળે કઠેરો ( બાલ્કની ) હતી.

હવેલી પાછળ જમણી બાજુએ મોટી વાડી ને ડાબી બાજુ ખેતર હતા. એકદમ હરિયાળી , પ્રકૃતિ ના સાનિધ્ય મા જીવન ગુજારતા લોકો આખા આનંદનગર મા રહેતા હતા.
એમ નોહ્તુ કે બધા ખેડુત ને પશુપાલક હતા. ગામ મા પ્રાથમિક શિક્ષણ ને માધ્યમિક શિક્ષણ સાથે ની શાળા, હોસ્પિટલ , બેંક, જેવી દરેક સુવિધાઓ ને એમા સેવા કરતા લોકો ત્યાં નાં જ હતા.

હવેલી મા રહેનાર ગામ ના સરપંચ હતા. એ હવેલી ના 4 માળે આગળ ના ભાગે કઠેરા પર બેઠો હતો એક માસુમ ચહેરો , નિર્દોષતા ના ભાવ ને કામણગારી આંજળ આંજીલી વેધક આંખો માંથી નિકળતા આંસુ ધોઈ નાંખી એના ગળેથી નીચે સરી જતા હતા.

અપ્રતિમ સુંદરતા ને અગાધ જ્ઞાન નો સંગમ હતો મિશાલિની મા.
પગ શું ભર્યો એને જવાની મા એના અંગે અંગ મુગ્ધ કરી દેનાર બનવા લાગ્યા હતા. 15 વર્ષ ની હતી મિશાલિની , તોય ભગવદગીતા ના શ્લોકો કંઠસ્થ હતા. રામાયણ તેમજ મહાભારત જેવા ગ્રંથોમાં તો જાણે એણે P.H.D કરી હતી. ઘર ના કામકાજ પણ નિપુણતા થી સમેટી સકતી. સ્કૂલ મા પણ હંમેશા પ્રથમ રેહ્તી. એના નાના અમથા નયનો મા ઢગલાબંધ સ્વપ્નો હતા.પણ એને સમજનાર કોઇ નોહ્તુ કેમકે એ લોકો અંધવિશ્વાસ ના વંટોળમા ફસાયેલા હતા.

બાલ્કનિ મા બેઠી બેઠી સજેલા સાંજ શૃંગાર , રજવાડી ચણિયા-ચોળી , લાલ રંગ ને ઉપર મોરપિંછ આકાર ના ભરતકામ ને સોનેરી બોર્ડર વાડો અદાથી ફેલાયેલા ચણીયા સાથે મિશાલિની ચંદ્ર જોડે રૂપ ની હરિફાઈમા ઊતરી હતી.

શું સૌંદર્ય છે તારું જે આ હદય ને ક્ષણ માટે ધડક્તું બંધ કરી દે છે
અરે હિરા ઝવેરાત નો ચળકાટ ઝાંખો કરી દે છે,
જિંદગીમાં પહેલી વાર ચાંદ-સી ચાંદની નજીક થી નિહાળી,
આટલુંતો ઓછું હોય એમ તારા જ રૂપ વિષે વિચારવા મજબુર કરે દે છે........☺️❤


મિશાલીની ના મોટા પપ્પા સરપંચ હતા. એના પપ્પા એગ્રીકલ્ચર મા માસ્ટર થયેલા હતા. એનિ મોટી મમ્મી ને મમ્મી એકબીજા ની સગી બહેનો હતી. એના દાદા-દાદી પણ હતા.
મોટા પપ્પા ને 3 છોકરા ને 1 છોકરી.મિશાલીની ને 2 ભાઈ 1 બહેન. આમ કુલ 15 વ્યક્તિ નો પરિવાર. એમ્ને ત્યાં રહેતા હતા એમને ત્યાં કામ કરનાર માસી.

આજે એ થવાનું હતું જેને લઇ ને કેટલાય દિવસથી હવેલી મા
ચર્ચા ચાલતી હતી. મિશાલિની 15 વર્ષ ની થય એટલે એના લગ્ન કરાવી દેવા હતા દાદા હસમુખભાઈ ને એના મોટા પપ્પા ભરત ને.
આશ્ચર્યની વાત તો એ છે કે એના દાદી હિરાબા અલગ માનસ ધરાવતાં હતા. આ વાત વચ્ચે મિશાલિની ની મમ્મી ને એના જન્મ સમય ની ઘટના યાદ આવી ગઈ.
એનિ મમ્મી વિરિમા ને એના જન્મ સમય ની દર્દનાક ઘટના એમના હદય મા વેદનાના પુર લઇ આવી.જો એના પપ્પા વિરાજ ભાઈ ના હોત તો વિરિમાબેન ને કઇ થય જાત ને આઘાત નો ઝખ્મ વધારે ઉંડો થય જાત.....

મિશાલિની ત્યારે વિચારવા લાગી કે મે આજ સુધી જે કાંડ કર્યા એનુ કદાચ મને ફળ આપે છે મોટા ને દાદા.કાશ!! એ કાંડ પાછળ ના સત્યો સમજવાની કોશિશ કરી હોત... અફસોસ એ સમય મારા જીવનમા લખાયા જ નથી... મીરા દિદિ હોત તો મને સાથ તો આપત. ને ડુસકું ભરાય ગયું એનાથી. બિચારા દિદિ એ પણ એમના પિતાજી મોટા પપ્પા ના ગુસ્સા ને જબરજસ્તી ને લીધે પરણી ગયાં.

શું ભગવાને સ્ત્રીઓ માટે આજ જીવનક્રમ બનયો હસે??
જન્મ પણ પરાણે થવાં દે આ જમાનો,
ભણવાંનુ તો ??
બસ્સ ચુલાચોકી સિવાય સ્ત્રી ની ઔકાત ના હોય એમ શિખવવામાં જ ના આવે,
ને પછી પતિ ને બાળકો ની વચ્ચે સપનાઓ ચુંરચુંર થાય જાય!!!!

સ્ત્રી ને કેમ હમેશાં આમ અન્યાય થી વર્તન થાય છે !!!

_____________________________________________

21 મી સદી મા પણ અંધવિશ્વાસ મા માનતા ને સ્ત્રી પર હક કરતા એક માનસ પટ હજીય છે ઘણી જગ્યાએ આવી માનસિકતા ધરાવતાં લોકો જીવે છે. તો આ વિષય પર લખવાની ખુબ ઇચ્છા હતી તો આ મારી બીજી નવલકથા આપ સૌ સમક્ષ રજુ કરુ છું.

મિશાલિની નું આખુંય જીવન એ કેવીરીતે પસાર કરશે?
એના જન્મ સમયે શું થયું હતું ?
શું મિશાલીની વિવાહ કરશે?

જોડાઈ રહો........ નવા ભાગ સુધી......