રે જિંદગી... - 4 Patel Mansi મેહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રે જિંદગી... - 4




મિશાલીની ના લગ્ન વિહાન જોડે થઈ જાય છે...
હવે આગળ..

મિશાલીની ઘુંઘટ થી ચાંદ સમો ચહેરો છુપાવી, પોતના ચણિયા ને ફેલાવી વિહાન ની રાહ જોતી બેઠી હોય છે.
ઘણા સમય પછી પણ વિહાન આવતો નથી.. મિશાલીની પણ આ ભારે કપડાં પહેરીને કાંટાળી ગઈ હોય છે.

ત્યાં બાથરૂમ તરફ કંઈક અવાજ થાય છે. મિશાલીની જોવા ઉભી થાય છે. એ જેવો બાથરૂમ નો દરવાજો ખોલવા જાય છે સામેથી નિશિત આવે છે અને મિશાલીની એકદમ જ હેબતાઈ થઈ ને પાછળ તરફ લપશે છે.. નિશિત તરત એને કમર થી પકડે છે... બેવ ના ચહેરાં વચ્ચે એટલુંજ અંતર હતું જેટલું એ લોકો વચ્ચે પહેલાં ચુંબન વખતે હતું....

તરત મિશાલીની એને ધક્કો મારીને ને દુર કરે છે..

" ઓય...તું... મતલબ.. દિયર જી તમેં અહીયાં શું કરો છો... વિહાન આવતા જ હશે.. અને એ જોઇ ગયા તો.. એમને કેવું લાગશે.......!!?"

" એ જ કહેવા આવ્યો છું. કે ભાઈ નથી આવી શકે એમ. એમને કંપની ના કામ માટે તત્કાલીન દિલ્હી જવું પડ્યું.."

" ઓહ... તો હવે... "

" શું હવે.. ઓ પાગલ.. કપડાં બદલી ને સુઈ જા.. બીજું શું.. " નિશિત હસીને બોલ્યો.

" વેરી ફની... અને તમારે આ જ કહેવું હતું.. તો સામે દરવાજા થી ના અવાય.. આ આવી જગ્યા એ થી..કેમના આવ્યાં.. "

" પહેલા તો તું મને તમેં કહેવાનું બંધ કર. હું તારાથી એક જ વર્ષ મોટો છું.અને આ ખુફિયા દરવાજો છે... અત્યારે ક્યાં આટલું બધું ચાલી ને સામે થી આવું... મારી બહેન આવશે હમણાં તારાં માટે કપડાં છે એમાં... ભાઈ એ ખરીધ્યા છે.. "

" સાચે..."

" બવ ... ખુશ ના થઈશ.. ચોઈસ મારી હતી.. હો.."

" સારુ અવે... "

ત્યાં મિલી આવી... નિશિત અને વિહાન ની બહેન.. જે મિશાલીની જેટલી જ હતી...

મિલી એ મિશાલીની ની હેલ્પ કરી... મિશાલીની એ પહેલીવાર ટી-શર્ટ અને નીચે નાઈટ ડ્રેસ નો ખુલ્લો પાયજામો પહેર્યો હતો.

મિલી નિકળતી હ્તી, તો મિશા એ કીધું," થોડીવાર વાતો કરીએ...!! કેમ કે મને આટલી જલદી ઉંઘ નથી આવતી.

મિલી હા પાડે છે... ત્યાં નિશિત કે છે...," પણ જોડે કંઈ ખાવાનું હોય તો સારુ.. મઝા પડશે...

મિશાલીની," ચલો તમે કો એ બનાવી આપું.. "

મિલી ," રાતે તો શું ખાઈશું.. ચા બનાવીએ અને જોડે પાપડી શેકીએ... "

ત્રણેય ચા અને પાપડી ખાતાં ખાતાં લગ્ન ના ફોટોસ જોવાં લાગ્યાં..

થોડીવાર માં નિશિત ચાલ્યો ગયો એના રૂમ માં.. મિલી મિશાલીની સાથે જ સુઈ ગઈ..

મિશાલીની ડનલોક ના ગાદલા નાં પોચા બેડ પર પડી ને વિચારતી રહી... કે એની પહેલી રાત ધાર્યા કરતા વધુ મજેદાર નીકળી... એની થનારી નંણદ એની સારી એવી દોસ્ત બની ગઈ.. નિશિત જેને એ પહેલે થી જાણતી હતી એ જ એનો દિયર છે.. એટલે એને એકલું નય લાગે...

તોય એને ઉંઘ ના આવી તો એણે જોયું ટેબલ પર બ્લ્યુ લેબલ વ્હિસ્કી અને સિગાર હતી. એટલે એણે વિચાર્યું ચલો ઘુંટ મારીએ..એ ગેલેરી મા જઈને સિગાર ના કશ લેવા લાગી.. ત્યાં જ નિશિત પણ સિગાર પીતાં પીતાં એને જોતો રહ્યો..

" આદત છે કે ક્યારેક જ પીવે છે..?!"

ચોંકી ને મિશાલીની એ જોયું તો નિશિત હતો..," ના.. ના.. આતો ક્યારેક...જ.." હાશકારો પચાવી બોલી..

પછી બેવ ખાસી વાતો કરીને સુઈ ગયા..

સમય વિતતો ગયો મિશાલીની ઘર માં ગોઠવાતી ગઈ પણ મહેણાં તો એને સહન કરવા જ પડતાં... વિહાન તો ભાગ્યે જ ઘરે આવતો. અને આવતો તો પણ પૈસા લેવા અને બીજાં દિવસે નીકળી જતો... એણે મિશાલીની સાથે બેસીને વાત સુધ્ધાં નોહતી કરી... વિહાન નો ગુસ્સો પણ બહું ખરાબ હતો. એટલે મિશાલીની એની સાથે વાત પણ નોહતી કરી શકતી...મિશાલીની ને શું ખબર વિહાન માત્ર એના પુખ્ત થવાની રાહ જોઇ રહ્યો હતો.

વિહાન ને એની જ સેક્રેટરી સાથે લગ્નેતર સંબંધો હતાં. એટલે એ કંપની ના નામે બધે રખડ્યા કરતો. જેની કોઇનેય ખબર નોહ્તી.
વિહાન ના મતે એક છોકરી એ વધારે ભણવા કોઇ જરૂર નોહતી. એ એજ માનતો કે સ્ત્રી ને વધારે સ્વતંત્રતા આપીએ તો એ કહ્યાં માં ના રહે. પોતાની પત્ની બસ એનું ઘર સાંભાળે..અને પોતાનાં કહ્યાં મુજબ જ કરે..

કેમ.... સ્ત્રી ને પોતાની રિતે જીવવા નો અધિકાર નથી???
શું કોઇ સ્ત્રી પત્ની બને એટલે એણે પોતાનાં પતિ ના કહ્યાં માં રહેવું જરૂરી છે..!!? શું એ લગ્ન પછી પોતાનાં સપનાં પુરાં ના કરી શકે?? શું એક સ્ત્રી ભણી ને નોકરી ન કરી શકે...!!?

મિશાલીની ને ભલે એની સાસુ સાથે ઓછું બનતું પણ એની વડ સાસુ એટલે કે વિહાન અને નિશિત ના દાદી સાથે સારો એવો મેળ પડી ગયો હતો. દાદી સાથે એ બધી વાતો દિલ ખોલીને કરતી.. દાદી તો જાણે એના ખાસ દોસ્ત બની ગયાં હતાં.

સવાર - સાંજ ખાવા બનાયા પછી એ નવરી પડે એટલે મિલી ના રૂમ માં જઈને.. લાયબ્રેરી માંથી બૂક વાંચતી.

એટલે એક દિવસ નિશિતે પુછ્યું," ભણવું છે તારે આગળ.... "

" હા.. પણ વિહાન તો ભણવા જવા દે એમ નથી લાગતું. માફ કરજો પણ તમારા મમ્મી ને પપ્પા પણ નહિં માને.."

" તને હા કે ના પુછ્યું ને...એટલો જવાબ આપ.."

" હા.. ભણવું છે...."

એટલે નિશિતે મિલી ના જ ક્લાસ મા એક્સ- સ્ટુડન્ટ તરીકે એનું એડમિશન લઈ લીધું..

રોજ નિશિત મિલી અને મિશાલીની ને ભણાવતો. અને જ્યારે પરીક્ષા આવતી ત્યારે કોઇ ને કોઇ બહાનું કાઢીને ઘરમાંથી બહાર નીકળી અને પરીક્ષા આપતી... બહાના માં મિલી , નિશિત , નિશિત તો ફ્રેન્ડ નિહાર અને નિશિત ના દાદી પણ સાથ આપતાં...

મીરાં આ વાત થી ખુશ હતી.. કે મિશા ને ભણવા મળતું હતું..

--------

મિશાલીની ના 10 , 11 ,12 ભણયા ના ત્રણ વર્ષ દરમિયાન એની અને નિશિત ની દોસ્તી ગાઢ થાય છે. પરંતુ મિશાલીની વિહાન ની પત્ની હતી. એટલે જ એ ક્યારેય વધારે આગળ નોહતી વધતી.. નિશિત પણ રિયા સાથે કોમ્ફર્ટેબલ હતો.

--------

3 વર્ષ પછી...

મિશાલીની 93% સાથે અને મિલી 91 % સાથે 12th પુરું કરી દે છે.

મિશાલીની ને એ એકલી જ જીવતી હોય એમ લાગતું હતું.
પણ હવે વિહાન હવે ઘરે રહેવા લાગે છે.. એ હવે મિશાલીની તરફ આકર્ષિત થવા લાગે છે...

વિહાન મા આમ તો કોઇ ખરાબી નોહતી. પણ એના પોતાના અમુક આગવા સિધ્ધાંતો હતા. અને એ આ બાબતે થોડોક પણ જતું ના કરતો..

આ દરમિયાન જ નિશિત ને વિહાન ના અને એની સેક્રેટરી ના સંબધો વિશે ખબર પડે છે. પણ એ મિશાલીની અને વિહાન ને એકબીજા સાથે ખુબ ખુશ જોવે છે એટલે મિશાલીની ને કહેતો નથી...

એકદિવસ નિહાર નિશિત ને મળવાં આવે છે.. એ એક વિડીયો ક્લીપ બતાવે છે જેમાં રિયા એમ કહેતી હોય છે કે હું તો વિહાન સાથે ખાલી એની પ્રોપર્ટી માટે જ છું.. અને નિશિત ને અંદર કંઈક ઘવાયા હોવાનો અનુભવ થાય છે.. એને મિશાલીની ના વાક્યો યાદ આવે છે..

" નિશિત જો એ તમને આટલો જ પ્રેમ કરે છે તો આટલી બધી મોંઘી ભેટ શું કામ માંગે છે દર વખતે..!?"

" અરે આજકાલ એવું જ હોય...તું નહિં સમજે.."

" જેવી તમારી મરજી.... પણ મને આ રિયા મા કંઈક તો ઝોલ લાગે છે.."

-----


વિહાને પહેલાં તો મિશાલીની સાથે વાતો કરવાની શરૂ કરી. મિશાલીની પણ રોજ વિહાન સાથે ઢગલાબંધ વાતો કરીને એની બાહો માં પોતાને સુરક્ષીત મહેસુસ કરીને સુઈ જતી...... વિહાન એને સિનેમાઘર , હોટેલ , શોપિંગ મોલ બધે ફરવા લઈ જતો... ખરા અર્થમાં બંને પતિ પત્ની બને છે... એકબીજા સુખ: દુખ , પસંદ નાપસંદ , લાગણી , વિચારો , એકબીજા પ્રત્યે નો અતુટ વિશ્વાસ, પ્રેમ , સમજદારી અને સહનશીલતા જેના સંસાર માં ભળી જાય એનું લગ્ન જીવન સુખી થઈ જાય છે.

પરંતુ જ્યાં પ્રેમ વધારે પડતો થવા લાગે ત્યાં શંકા ની ઉત્પતિ થાય જ છે... વિશ્વાસ એક એવો શ્વાસ છે જે જીવન આપે છે.. જ્યાં વિશ્વાસ વધારે હોય ત્યાં ફલશ્રુતિ પ્રેમ હોય છે... લગ્ન જીવન નું બીજુ નામ પણ વિશ્વાસ છે. જે સમયે વિશ્વાસ ઓછો થાય એટલે લગ્ન જીવનની નૈયા કાં તો શંકા ના વમળ કાં તો અહંકાર ના દરિયા માં ડૂબી જાય છે...

વિહાન મિશાલીની ને પોતાની સાથે બધી પાર્ટી મા લઈ જવા લાગે છે.. મિશાલીની પોતાના રૂપ અને સમજદારી ભરી વાતો થી હમેશાં બધાનું દિલ જીતી લે. જે હવે વિહાન ને ડંખવા લાગે છે..

મિશાલીની કોલેજ ના પહેલા વર્ષ માં આવી જાય છે. હજીય એ એક્સ- સ્ટુડન્ટ તરીકે જ ભણતી હોય છે..

----

એક દિવસ મિશાલીની ના ઘરે અમર નો ફોન આવે છે .

" મિશુ , મીરાં દી મરી ગયા.........."

મિશાલીની ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.. એના હાથ માંથી ફોન છટકી ગયો....


જલદી થી મળીએ નવા ભાગ સાથે....