Re jindagi - 3 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી...- 3
મિશાલીની ના વિહાન સાથે લગ્ન લેવાના હોય છે. મિશાલીની શરત મુકે છે કે એની મોટી બહેન મીરાં ને બોલાવાય..... હવે આગળ..


મિશાલીની ની જીદ આગળ એના દાદા હસમુખ હારી જાય છે અને મીરાં ને બોલાવે છે. મોહિત મીરાં ને બોલાવવા નહોતો માંગતો પણ અમર ને લીધે તેનું કંઈ ચાલતું નથી..

મીરાં અને મિશાલીની ઘણાં સમય પછી ભેગા થાય છે. બેવ બહેનો એકબીજાને ભેટી ને ખુબ રડે છે.

" મીરાં દી કેટલાં સુકાય ગયા છો?!.. હજીય બધું કામ તમારી સાથે કરાવે છે ? "

" હા.... " આંસુ ને લૂછતાં મીરાં બોલી , હવે તું મુક ને મારી વાત. ચાલ તારા લગ્ન ના જોડાં ખરીદવા જઈએ. ઘણા સમયે તારી સાથે કયાંક જવા મળશે. આટલી ખુશી તો આપીશ ને મને... મારી લાડલી.."

" શું મીરાં દી તમે પણ. આપણે જઈશું. ચાલો પહેલા ખાઈ લો. તમે આવ્યા ત્યાર ના વિરિમા મા પાસે જ બેઠાં હતાં.. " મીરાં ના હાથ પર હાથ મુકીને કહ્યું.

જમીને મીરાં અને મિશાલીની અમર ને સાથે લઈને અમદાવાદ કપડાં લેવા નિકળે છે. અમર આગળ કાર ચલાવતો હોય છે અને બેવ બહેનો પાછળ બેઠી હોય છે

મિશાલીની બારી ની બહાર એને દેખાતી સ્વતંત્રતા ને નિહાળતી રહી ... અમદાવાદ ના લાલ દરવાજા પાસેથી પસાર થતા.. એ ત્યાં એકલી ફરતી છોકરીયોને જોઇ રહી..

ત્યાં જ એક શૉરૂમ આગળ અમરે કાર ને થોભાવી. બંને બહેનો વારાફરતી ઉતરી. પણ મિશાલીની ને ત્યાં કંઈ જ ના ગમ્યું. એટલે બીજા શૉ રૂમ માં ગયા..એમ કરતાં કરતાં દસ થી પંદર દુકાનો ફર્યા , પણ એને કોઇ જ જોડ ના ગમી.

" મિશા, આપણે હજી તારાં માટે ઘરેણાં અને મોજડી અને ઘણુંબધું લેવાનું છે. જો તું આમ જ કરીશ ને તો તારાં લગ્ન ની તારીખ સુધીમાં પણ તારી આ ખરીદી પુરી નહી થાય... " મીરાં અકળાય ને બોલી.

અમર હસી પડ્યો અને કહ્યું ," મીરાં, તને ખબર તો છે મિશા આવી જ છે. એણે આજે આ ખરીદી ના બહાને ફરવા મળ્યું છે ને એટલે જાણી જોઇ ને પસંદ નથી કરતી."

અને મિશા પણ મીરાં સામે જોઇ ને હસી..," અરે , આ હવા ને જરા મારા માં સમાય જવા દો , પેલી પાણીપુરી ની સુગંદ જરા લઈ લેવા દો, શું ઉતાવળ છે , આવતીકાલ ની છોડો આજ જીવી લેવા દો...."

મીરાં," ઓ , લેડી ગુલઝાર ... બસ હવે બસ... પણ પહેલા તું બધું ખરીદી લે પછી મોડાં સુધી રખડી ને જઈશું."

મિશા એ આંખ મારી ને હા પાડી.

" તો મારી પ્રિય બહેનો, તમે ફરો આટલું મોટું બજાર છે. હું જરા મારા દોસ્ત ને ત્યાં થતો આવું. આ ફોન રાખજો. કંઈ જરુર પડે તો કોલ કરજો. " અમર નિકળતા બોલ્યો.

" દી પહેલા પાણીપુરી ખાઈ લઈએ... યાદ છે આપણે આવી જ રીતે આવ્યાં હતાં.. સ્કૂલ થી બન્ક મારીને... "

" હા.. એ તો શું દિવસો... હતા...નય..."

મિશા એ પાણીપુરી મોં મા મુકી...." આહા... સાક્ષાત સ્વર્ગ ની પ્રાપ્તિ થઈ..."

ત્યાં જ કોઇ પાછળ થી આવીને મિશાલીની ની આંખો પર એના બેવ હાથ મુકે છે..

મિશાલીની પોતાનાં હાથ એ હાથ ને સ્પર્શી ઓળખવા ની કોશીશ કરે છે. મીરાં તો એ છોકરાં ને જોતી જ રહે છે.

" કેમ , ભુલી ગઈ ને મને .. !!? કિધુતું ને તૂ ભુલી જ જઈશ... " મિશાલીની ને થોડો પૌરુષિક અવાજ સંભળાયો.. અને એ તરત ઓળખી ગઈ.

" નિ.. નિશિત..." અને મિશાલીની ના ચહેરાં પર મીરાં એ મોટી સ્માઈલ જોઇ...

" તો યાદ છું ખરો એમ ને.." નિશિત બોલ્યો.

" હા. કેમ ના યાદ હોય તું." ..... મિશા મન માં બોલે છે... તો તું ભૂલાય એમ થોડો છે..

મીરાં એ એને ઇશારાથી પૂછ્યું. " અરે દી , આ નિશિત ... યાદ આવ્યું. મેં તમને નોહતું કીધું હું સ્પોર્ટસ કોમ્પીટીશન માટે ગઈ હતી. ત્યાં જ દોસ્ત બન્યાં હતાં અમે. " મીરાં સમજી ગઈ અને મિશા ને કોણી મારીને કહે છે કે ," તો આ નિશિત છે. એમ ને.. "

" તો તું અહીયાં કેમની ? " નિશિત પુછે છે.

" ઓહ , સોરી હું કહેવાનું જ ભુલી ગઈ. મારાં લગ્ન થવાનાં છે. તો બસ ખરીદી કરવા.. આવી છું. "

" તારાં લગ્ન... પણ .. " કહેતાં જ એ અટકી ગયો કેમ કે મિશા એ એને કીધું હતું એની ફેમિલી વિશે..

" ખરીદી જ કરવી છે તો મારી સાથે ચાલો. હું પણ મારાં ભાઈ ના લગ્ન છે તો ખરીદી કરવા જ નિકળ્યો છું. ચાલો મારી સાથે.. "

મીરાં, મિશાલીની અને નિશિત અને નિશિત નો ખાસ દોસ્ત નિહાર ખરીદી કરવા નીકળે છે.
મિશા ના કપડાં નિશિત પસંદ કરે છે અને નિશિત ના મિશા.

મોજડી ખરીદવા જાય ને ત્યાં મિશાલીની મોજડી જોતી હોય છે. ત્યારે નિશિત ઘુંટણીયે બેસી ને મિશા નો પગ ઊંચો કરી એને મોજડી પહેરાવતો હોય છે. નિહાર પોતાના કેમેરા માં આ તસવીર ને કેદ કરી લે છે..


ખરીદી માં સાંજ થઈ જાય છે. બધાં ને નિશિત ત્યાં ની પ્રખ્યાત જગ્યાએ જમવા લઈ જાય છે. અમર અને નિશિત પણ સારા એવાં દોસ્ત બની જાય છે.

મીરાં અને મિશાલીની ઘરે જઈને રૂમ માં એકલાં પડે છે. બે બહેનો ભેગી થાય એટલે વાતો તો અઢળક થાય જ.

" દી હવે તમારે ત્યાં કેવું છે? સાસરે ...!?"

" એજ રોજનું બધું." સાડી ના છેડાથી પોતાનાં કમર પરનાં દાઝયા ના નિશાન મિશાલીની ના જોવે એમ છુપાવતાં બોલી...

તોય મિશાલીની નજર પડી ગઈ. અને મીરાં રડી પડી.

" તારે સાંભળવું છે ત્યાં કેવું છે... સવારે ત્રણ વાગે ઉઠવાનું , બધાનું જમવાનું બનાવવાનું , કપડાં ધોવાના, વાસણ ઘસવાના, ઘર મા સાફ સફાઈ કરવાની.... બધું પતાવી ને ખાવા આવું... મારા પોતાના હાથે બનાવેલું ખાવાનું મારાં જ નસીબ માં ના હોય. મને બપોર નૂ ખાવાનું ક્યારેક જ ખાવાં મળે છે...... પાછું રાત સુધી એવું જ. અને રાતે મારો ખાલી નામનો જ પતિ પોતાની હવસ સંતોષી સુઈ જાય... ના કોઇ વાત.. ના હું કેમ છું !? મેં ખાધું કે નહી ?! એની એને કોઇ જ પરવા નથી... એને મારાં નામ સિવાય મારાં વીસે કંઈ જ ખબર નથી... ક્યારેક એમ લાગે છે કે હું એની પત્ની નહિ એક કામવાળી બાઈ છું જે રાત્રે એના માટે ખાલી પથારી ગરમ કરે છે... શું આવું જ હોય છે એક પત્ની નું જીવન.. આવા જીવતા જાગતાં નરક ને સંસાર કહેવામા આવે છે... !!?? ખરેખર..... ક્યારેક સમજાતું જ નથી... આ જિંદગી આવી કેમ છે... ફકત મારા માટે આવી છે કે પછી મારાં જેટલી કેટલીય છોકરીયો ના સપનાં ના બીજ ને આ વાહિયાત સંસાર ના નામેં દાટી દેવામાં આવે છે.. "

" મિશુ , સંસાર અને લગ્ન જીવન વિશે દરેક છોકરી ના સપનાં હોય. આપણે સ્ત્રી છે તો શું સપનાં ના હોય??!..
બધાં બસ માની જ લિધું છે કે સ્ત્રી ની ઔકાત ઘર ની ચાર દિવાલો સુધી જ છે.... બહાર ની દુનિયા જો જરા.. સ્ત્રી ની આઝાદી જો... હજીય આ આપણે ભોગવવું જ રહ્યું.... તને કહું છું મિશુ... તારા સપનાં ને પુરા કરવા જેટલું કરવું પડે એટલું કરજે.. બાકી મારી જેમ જ થશે.
આ અમુક લોકો ની માનસિકતા હજીય એવી જ છે. મોહિત ને જ જોઇ લે. એના માં બિલકુલ ભણવા ના લક્ષણ નથી તોય માથે ચડાવી ને રાખ્યો છે. અને આપણે બે છીએ જે ભણવાં મા કેટલા આગળ હતાં. તોય ભણવું એ સ્વપ્ન બની રહી ગયું... તારી સાસરી મા જો ભણવા દે તો જરૂર ભણજે.... બાકી સ્ત્રી તો સહનશક્તિની મુર્તિ છે એવું માની જ લિધું છે બધાયે... "

મિશાલીની મીરાં ની વાત સાંભળી એટલુ તો સમજી ગઈ કે હવે જ્યાં જવાની છે ત્યાં માતા પિતા ના સંસ્કાર અને પોતાનું આત્મસન્માન બેવ જાળવવા ના છે...

મીરાં ને અહીયાં નિરાંત ની ઉંઘ લેતા એ જોઇ રહી.. કેટલી ગોરી, એકદમ સુંદર હતી મીરાં દી.. હવે તો ઍમના હાડકાં દેખાવા લાગ્યાં છે. આટલી નાની ઉંમરે પણ ઉંમર વાળા લાગે છે.. કેટલું કામ કરાવતા હશે એમની જોડે...

બીજા દિવસે મિશાલીની ની પિઠી અને સાંજે મહેંદી હોય છે. મિશાલીની ના બેવ હાથ અને પગે પાની સુધી મહેંદી હતી... જે મીરાં એ જાતે જ મુકી આપી હતી..

આજે મિશાલીની ના લગ્ન હતા. એ તૈયાર થઈ રહી હતી. લાલ અને સફેદ રંગ નો ચણીયો જેમા ગ્રીન બોર્ડર હતી. આખાય લાલ બ્લાઉઝ મા સફેદ રંગનું ઝીણું ભરતકામ કર્યું હતું. માખણ જેવી લીસી ત્વચા પર ભારે ઘરેણાં લાદવા માં આવ્યાં હતાં. માથાં મા ઉંચો અંબોડો, આગળ વચ્ચે ટિકો જેની બે સેર બે બાજુ બાંધેલી હ્તી. નાક માં મોટી રાજસ્થાનિ નથ હતી. કોણી સુધી પહેરી એની ચૂડીયો.. પગ મા છમ..છમ.. અવાજ વાળી પાયલ.. કપાળ પર લાલ બિંદી.... મીરાં એ તરત એની નજર ઉતારી લીધી....

નિશિત તો મિશાલીની ને જોતાં ત્યાં જ ઉભો રહ્યો..ઉપર થી નીચે બસ મિશાલીની ને નિહાળી રહ્યો અને મિશા ની પાતળી નાજુક કમર પાસે એની નજર અટકી...ત્યાં જ
મિશાલીની એને જોતાં જ બોલી..." ઓય.. તું અહીયાં શું કરે છે.. ?"

" અરે શું કરે છે એટલે... હું તો મારી ભાભી ને બોલાવવા આવ્યો છું.... પણ મને શું ખબર મારી ભા.. છોડ એ બધું.. તને પરણવા માટે મારો ભાઈ વિહાન જ મળ્યો યાર.. હું તો તને બિલકુલ ભાભી.. નથી કહેવા નો... હોકે.. સારુ ચાલ તો ફોટા પડાવવા.. ભાઈ બોલાવે છે..." નિશિત હજીય એકીટશે એને જોતાં બોલ્યો...

મિશાલીની જવાબ આપે એ પહેલાં તો નિશિત એનો હાથ પકડીને એને ખેંચી ગયો. એટલે મીરાં પણ એની જોડે ચાલી....

એ લોકો જતાં હતાં ત્યાં જ નિશિત ની ગર્લફ્રેન્ડ મળી. નિશિતે રિયા ની ઓળખાણ આપી. પણ એ મિશા ને લઈને ને જ ચાલતો હતો. બિચારા ને ખબર જ ના રહી કે રિયા કેટલી બળી રહી હતી..

ફોટોગ્રાફી મા પોઝ આપવા હતાં.. વિહાન ને તો ફોટોગ્રાફી ની જ એલર્જી હતી. એતો ખુશ એટલાં માટે જ હતો કેમ કે એના નસીબ માં મિશાલીની હતી... એ ક્યારનોય મિશાલીની ને જોઇ પોતાની આંખો શેકી રહ્યો હતો. વિહાન ને પોઝ નોહતા ફાવતા એટલે નિશિતે મિશાલીની સાથે કરી ને બતાવ્યું. જ્યારે મિશાલીની ને ઉંચકી ને પોઝ આપવા નો હતો ત્યારે બેવ બસ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા... મિશાલીની ને એ પહેલું ચુંબન યાદ આવ્યું જે કેમ્પ માં ટ્રુથ અને ડેર માં નિશિતે એને કર્યુ હતું. નિશિત મિશા ના અધરો ને જોઇ રહ્યો. બેવ ને એકસાથે આ વાત યાદ આવી એટલે બેવ હસી પડ્યા.. નિહારે આ ક્ષણ ને પોતાના કેમેરા માં કેદ કરી લીધી.....


લગ્ન ધામધૂમથી સંપન્ન થયા.. મિશાલીની ની વિદાય સમયે એના મમ્મી ને પપ્પા વિરિમા અને વિરાજ ખુબ રડયા.. અમર અને મીરાં છેક સુધી એનો હાથ પકડીને રડયાં...

મિશાલીની પોતાની સાસરી નું ઘર જોઇ ને જ અંજાઈ ગઈ... મોટો બંગલો... અને નોકર ચાકર... એને થોડી ખુશી થઈ.. કે એને અહીયાં કોઇ જાત ના વૈત્રા નહિં કરવા પડે....

એની પ્રથમ રાત્રી હ્તી આજે... પણ ઘણો સમય વિતી ગયો હતો... એ એકલી જ હતી એ રૂમ માં.. ત્યાં જ બાથરૂમ માં થી કોઇ અવાજ આવ્યો..


કોણ હશે એ.....?
મિશાલીની અને નિશિત વચ્ચે ની કહાની....

વિચારતા રહો.....

જલદીથી મળીએ.........☺️

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED