Re jindagi - 12 books and stories free download online pdf in Gujarati

રે જિંદગી !!!! - 12


Season 1

ભાગ 12

માનસી પટેલ

ગતાંકથી ચાલુ...

"મીરાના લગ્ન કરાવી દીધાં તોય અમે એકબીજાના સંપર્કમાં હતાં. એ ઘરના કામ માટે કે બજારમાં કોઈ વસ્તુની ખરીદી માટે નીકળે ત્યારે અમે એકબીજાને મળી લેતાં હતાં.એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ મને કહેતી. હું એને એનાં પતિનો માર ખાતી જોઈ શકતી નોહતી. એની સાસરીમાં એનાં માટે કોઈ સન્માન નોહતું. મે એને ઘણીવાર કહ્યું કે તું ડાઈવોર્સ ફાઇલ કરી દે,પણ એ ના પાડતી. ડાઈવોર્સ ના આપવાના એના બેવ કારણ બહુ મજબૂત હતાં. પહેલું કે એનાં ઘરેથી એને એનાં ભાઈ-બહેન સિવાય સપોર્ટ કરનાર કોઈ નોહતું.મા-બાપ અને બાકીના દીકરીને એમ જ સમજાયા કરે છે કે એ છોકરી છે એટલે એણે બધું સહન કરવું જ પડે, એક છોકરીએ હંમેશાં પોતાની ગૃહસ્થીને સાચવી રાખવીએ જોઈએ. એવી વાતોને લીધે ક્યારે એ દુખી થઈ જતી કે એને કોઈ સમજી નહિ શકે. બીજું તો...

" હા, મને ખબર છે. એબીને લીધે. આઈ મીન અભિનવ મિશ્રા. ચોક્કસ તો નથી ખ્યાલ PC,પણ એ હોય શકે " એકદમ ધીમાં અવાજે મીશાલીની બોલી. "

"હા, ત...તારી વાત સાચી છે. એને હતું અભિનવ એને લેવા
આવશે અને ત્યારે જ એ જશે.એ સ્ટોરી તો તને ખબર છે.વાત રહી કેયાની તો, મીરાના લગ્નજીવનને ત્રીજુંવર્ષ બેઠું હોવાં છતાં એને સંતાન નોહતું. મીરાએ ઘણીવાર દેવેશને કહ્યું કે એ પણ ચેકઅપ કરાવી લે, એ આવવા જ નોહતો માંગતો. મીરાની સાસુ હંમેશા એને ટોણાં મારતી. એટલે મીરાએ મને કહ્યું અને મે એને એકવાર સ્નેહાને મળી લે એમ જણાવ્યું. સ્નેહાએ એનું ચેકઅપ કર્યું અને રિપોર્ટ બધાં નોર્મલ આવ્યાં. મીરા હવે સમજી ગઈ હતી કે ખામી દેવેશમાં હતી.એટલે એ જાણી જોઈને નોહતો આવતો. સાસરીવાળાનો માર મીરા વધારે સહન કરી શકે એમ નોહતી. એને લીધે સ્નેહાએ એને ક્લોનિગ વિશે જણાવ્યું.

ક્લોનિગએ નવાં જમાનાની પધ્ધતિ છે. ક્લોનિગ ધ્વારા સ્ત્રીના અંડકોષ અને સ્ત્રીશરીરના કોઈઅંગમાથી બીજો કોષ લેવામાં આવે છે, મોટેભાગે ગાલનો કોષ લેવામાં આવે છે. ગાલના કોષ અને અંડકોષને લેબોરેટરીમાં ભેગાં કરવામાં આવે છે, ત્યારબાદ તેના ફલન માટે થોડો સમય લાગે છે. ફલનબાદ એને માતાના ગર્ભમાં અથવા ટેસ્ટટ્યૂબમાં મૂકવામાં આવે છે. મીરાએ એની સાસરીમાં બધાંને આ કહ્યું પણ કોઈએ એના પર વિશ્વાસ ના કર્યો. એમને ઊંધું જ લાગ્યું. અને એ મીરા ઉપર શક કરવાં લાગ્યા. મીરાના ચરિત્ર પર સવાલ કરવાં આવતાં હતાં. મીરાની સાસુએ મીરાને એ દિવસે લાફો મારી દીધો. પણ ટેસ્ટટ્યૂબમાં અંડકોષનું ફલન થઈ ગયું હતું.મીરાએ વિચાર્યું જો હું એમને સમજાવાની કોશિશ કરું તો એ લોકો સમજી જશે.દિવસો વીતતા ગયા અને બાળક જન્મી પણ ગયું. નાનકડી દીકરી હતી બિલકુલ મીરા જેવી જ. મીરા જ્યારે કેયાને લઈને ઘરે આવી એ સાથે જ એના સાસુએ આખાય ઘરને માથે લઈ લીધું. મીરાના પતિ દેવેશ વિચાર્યા ; સમજ્યા વિના જ મીરાના હાથમાં રહેલ હમણાં જ જન્મેલી કેયાને મીરાના હાથમાં ખેંચી લીધી અને એ દાનવએ એને નજીકની કચરાપેટીમાં ફેકી દીધી હતી. મીરાને એક રૂમમાં બંધ કરી દીધી હતી. કેયાને રખડતા કુતરા જ ખાઈ ગયા હોત જો મીરાની બાજુમાં રહેતી મરાઠી બાઈ સાવિત્રીએ મને કીધું ના હોત. હું પછી રાત્રે કેયાને મારી પાસે લઈ આવી. ત્યારથી કેયા મારી સાથે જ છે. પણ થોડા દિવસ પેહલા સંજોગો એવા હતા કે હું કેયાને રાખી શકું એમ નોહતી. મારે લંડન જવાનું હતું અને સ્નેહાને મેડિકલ કેમ્પમાં. ના છૂટકે કેયાને મીરાની પાસે છોડવી પડી.

" બસ આટલી જ વાત હતી. " પ્રિયંકાએ પોતાની જગ્યાએથી ઊભા થતાં કહ્યું.

" હવે હું કઈક પૂછું તને PC ?" અમર થોડા ગુસ્સાથી બોલ્યો.

" હા, તો પુછ..પૂછને અમર " આંખો નીચી રાખીને જ એણે જવાબ આપ્યો.

" અભિનવ મિશ્રા આખીય સ્ટોરીમાં વચ્ચે કેમ આવ્યો ? કેમ મીરાએ એવું કહ્યું કે એબી એને લેવા આવશે તો જ જશે ? જવાબ આપશો પ્રિયંકા બજાજ અને મિશાલીની શાહ."અમરએ પૂછ્યું. ત્યાં જ કોઈક અમરને અથડાયું. દેખાવે સાવ મવાલી લાગતો હતો. એના કપડાં મેલાં હતાં , કેટલાય દિવસથી નાહયા વગર ફરતો હોય એવું લાગતું હતું. એ ક્યારનોય અમરની પાછળ જ બેઠો હતો. બધાને PCની વાતનો એટલો મોટો જટ્કો લાગ્યો હતો કે કોઈ બીજું એમની વાતો સંભાળે છે કે નઇ એના પર ધ્યાન જ ના ગયું.

" અ.બ... અમર કઈ ખાસ વાત નથી એ યાર. એ તારો અને માહીનો જગડો થયો પછી મીરા અને અભિનવ વચ્ચેની સ્ટોરી તો તને ખબર જ છેને. એટલે મીરાએ એવી જિદ્દ પકડી હતી."
PC ને બદલે સ્નેહાએ કહી નાખ્યું. પણ માહી નામ સાંભળીને મિશાલીની , મીલી , અને નિશિતના દિમાગમાં જબકારા થવાના ચાલુ થઈ ગયા હતાં.

" હું મા અને કેયાને લઈને આવું છું. પ્રિયંકા તું માને મળી લે એ કહે તો તું કેયાને લઈ જજે. " અમર કાર તરફ ચાલવા લાગ્યો.

મિશા તરત જ પ્રિયંકાની નજીક જઈને બોલી, " PC , હવે મને સાચું સાચું કહો હું પૂછું એના વિશે. આ " અમી અને માહી
એકબીજાના જિગરના ટુકડા " આમાં માહી એટલે મોહિત અને અમી એટલે અમરને લાગતું નામ , જેમાં કદાચ તમારા ક્લાસમાં ભણતી પેલી અમી હોય શકે ને ?"

પ્રિયંકાને અમી નામ સંભાળતા જ જાણે ઝટકો લાગ્યો. એ ત્વરાથી મિશા તરફ ફરી. થોડા સમય માટે હકકા-બક્કા રહી ગઈ. એકદમ મૌન. મિશાલીનીએ પોતાના બંને હાથથી PCને ખભા પર હાથ મૂકી ઠંઠોળી.પ્રિયંકા પાસે જવાબ હતો પણ કહેવો નોહતો.

બધાનું મૌન વીરીમા કેયા અને અમર સાથે આવ્યા ત્યારે તૂટ્યું. વીરીમા પ્રિયંકાને ઘણા વર્ષો જોયા પછી ભેટીને ખુબ રડ્યા.એમને કેયાને પ્રિયંકાને સોંપી દીધી. બધા છૂટા પડ્યા. પણ પ્રિયંકા
અતીતમાં કઈ ઝાંખી રહી હતી અને મિશાલીની અતીતના જવાબ ઝંખી રહી હતી. વાર હતો તો બસ એ અતીતની ઝાંખીને ઝંખનામાં ફેરવવાની...


○●○□○●○

થોડા સમય પેહલા...

રેવાએ મિશા , મીલી અને અમર , નિશિતને ઘરની બહાર જતાં જોઈ લીધા હતાં. એણે તરત કોઈએ કોલ કર્યો.

" રામુ , આજ અબાર ઇતિ કરાર દિન. આમી સુનેચ્યિ ? ગલ્પ સૂનુન. સૌંધ્યા સમોય ટાકા નીઓ. આમી રાખી. "રેવાએ બંગાળી ભાષામાં રામુ સાથે વાત કરી.

" જી મૈયડમ હોબેન. ચિંતા કોરબેન ના. આમી જાહ. " રામુએ સાંજે મળવાના પૈસાના સપના જોતાં જ પોતાની ચાલની ઝડપ વધારી દીધી.

અડધો કલાક પછી રેવાના ફોનમાં ફરી રિંગ વાગી.

" મૈયડમ આમી બોલી. "

" હા , તુમિ કી જાનતે ? " રેવાના આવાજમાં થોડો ઉત્સાહ અને થોડી તીખાશ હતી.

" લોકેરા મોહિતકે સંદેહો કોરેત્સે. આપની બેચે ગ્યાંછેન " રામુએ કીધું.

" ઠીક આછે. " રેવાએ ખુશી સાથે રામુનો ફોન કટ કર્યો અને બીજો નંબર ડાયલ કર્યો." AAA " એ નંબર પર વોઇસ મેસેજ મોકલ્યો.

" આમી સુસ્થે આચી.આપે સોપેલું કામ પૂરું થઈ ગયું છે. દિન્દુ સબી મોહિતે જનો. આમરા તોમરા ઇશારાએ અપેક્ષા આચી.આમરા શીઘ્ર આસબો. આપના છોટા બેન રેવા."

સાંજ પડવા આવી હતી. મિશાલીનીને પોતાના સાસરે પાછું જવાનું હતું. કેયા હવે પ્રિયંકા પાસે આવી ગઈ હતી. પ્રિયંકાએ પોતાનો નંબર મિશાલીનીને આપ્યો બીજા બધાએ એકબીજાનો
નંબરની આપ-લે કરી. બધા છૂટા પડતાં હતાં ત્યારે નિશિતે બધાને હસવા માટે એમ કહ્યું, "અરે PC તું અને મીશું મીરાની યાદમાં ટેટુ પડાવી દો. સાઉથની મૂવી " ગેમ ઓવર "માં તાપસી પન્નું ભૂલથી પડાવી દે છેને પેલું... "

ત્યાં જ મિશાને કઈક યાદ આવ્યું. " શું બોલ્યો તું નિશ ? "

" અરે યાર જસ્ટ મજાક કરું છું મારી મિશ. એતો તાપસીનું એ મૂવી સારું છે એટલે. " નિશિત મલકાઈને બોલ્યો.

"પણ નિશિત હું મજાક નથી કરતી. તાપસીનું એ મૂવી મે પણ જોયું છે. તે જ બતાવેલું. અને...એમાં તાપસીના હાથે જે ટેટુ હતું એ... એવું જ ટેટુ મેં જોયેલું"

" ક્યાં જોયું હતું ? " સ્નેહાએ પૂછ્યું.

" મીરા દી. હા. મીરાના દીના જમણા હાથમાં બિલકુલ તાપસીએ જે નાના ચોરસથી ત્રણ હાર્ટ બનાવ્યા હતાં એવા જ સેમ હતાં એ. જ્યારે મે એમને છેલ્લીવાર એ મરી ગયા એ વખતે
જોયા ત્યારે એ ટેટ્ટું હતું અને એની પહેલાં મારા લગ્ન વખતે આવ્યા હતાં ત્યારે તો એવું કોઈ ટેટ્ટું હતું જ નહી. "

" મીરાએ તો અભિનવના લાખ કહેવા છતાય ટેટ્ટું પડાવ્યું જ નહીં અને હવે કેવી રીતે પડાવે ? " પ્રિયંકાએ કીધું.

" કદાચ દેવેશને લીધે પડાવ્યું હોય શકે. હવે તમે એ બધુ છોડો અને સત્ય માની લો. મિશા મીરા હવે આપણી વચ્ચે નથી. સમજી જ મારી દીકરી. પ્લીઝ. પ્રિયંકા કેયાનું ધ્યાન રાખજે. હું
કોલ કરતી રહીશ. ઠીક છે. " વીરીમાં મક્કમ સ્વરે બોલ્યાં. મિશાલીનીએ પરાણે માની લીધું કે મીરા મૃત્યુ પામી છે એનું મર્ડર નથી થયું. અમરએ પણ એને સમજાવ્યું.

પ્રિયંકા અને મિશાલીની બેવ વિચારોમાં હતાં.પ્રિયંકાને અતીતના આકરા વાર યાદ આવતા હતાં,મિશાલીનીને આવતીકાલના
આકરા વારની ઝલક દેખાતી હતી. એ વ્યક્તિના મૃત્યુનું સત્ય શોધવાં જેના અઢળક સપનાઓ હતાં.જેને પાંખો ફેલાવી ખુલ્લા આસમાનમાં ઉડવું હતું. જેને પોતાના વિચારો, પોતાની પસંદ , પોતાની કમાઈ , પોતાની આઝાદી , પોતાની ઈચ્છા મુજબ જીવવું હતું. એ વ્યક્તિ જેને પોતાના સ્ત્રી હોવા પર ગર્વ હતો પણ આ સમાજે એ ગર્વને તોડી નાખ્યો. એ વ્યક્તિ જેને આ સમાજ , રિવાજ , પ્રથાઑ અને એના જીવનના ફેસલા બીજા લેવા એ બધાય તત્વોએ મળીને મારી નાખી. એને જીવતા નર્કમાં હોમી દીધી. તોય એ લડી , રોજ મરતા મરતા જીવતી એ વ્યક્તિને અંતે એને અનંતની સફરે મોકલી દેવાઈ.


ઘરે પહોંચીને પ્રિયંકાએ કેયાને સુવડાવી દીધી. એ સૂઈ ગઈ પછી બંને બહેનો સાથે બેઠી.

" આપણે ભૂલ કરી પ્રિયંકા. 5 વર્ષ પહેલા આ થયું ત્યારે જ મિશાલીની અને અમરને બધુ સાચું કહી દેવાનું હતું. મિશાલીનીને તો માત્ર અભિનવ અને મીરાના નાનકડા ઝગડા વિશે
જ ખબર છે. અમરને સાચું ખબર પડશે તો શું થશે ? " સ્નેહાના સ્વરમાં થોડો ભય હતો.


" સ્નેહા, એ સમયએ આપણને જે યોગ્ય લાગ્યું એ આપણે કર્યું. અને જો ના થયું હોત તો એનું પરિણામ શું આવશે એ કેમ ભૂલી જાય છે ? એતો સારું છે કે મોહીતે બધુ સાચવી લીધું
હતું પણ એ અચાનક કેમ બદલાય ગયો એ મને નથી સમજાતું. એના લગતી જે વાતો મને જાણવા મળે છે ત્યારે મારુ તો લોહી ઉકળી ઊઠે છે યાર. આ છેલ્લા પાંચ વર્ષમાં કેટલું બધુ
થઈ ગયું. "

" મોહિતે આપણને બચાવ્યા પણ અમર સાથે ઝગડો કેમ કર્યો ? અને એ પછી તો એ તને મળવા સુધ્ધાં આવ્યો નથી. જોકે આ બધુ તો આપણે ઘણા ટાઈમથી વિચારીએ જ છીએ પણ
તને તારો ઇગો નડતો હતો મોહિત સાથે વાત કરવામાં. તે જ એને સીધું પૂછ્યું હોત તો તને કહી દીધું હોત કે નહી ?!"

" સ્કૂલ પછી તો મારી લાઇફ પણ બદલાય ગઈને સ્નેહા.હું તો એમેય એને ભૂલી શકી નથી. મિશાલીનીને બધુ કહી દઇશું. કે માહિ એટલે મોહિત અને અમી એટલે સ્કૂલવાળી અમી જ.
અમરને મોહિત અમી કહીને બોલાવતો હતો. "

" હા, હવે એ જ બરાબર રહેશે. " સ્નેહા પોતાની ફાઇલમાં જ માથું રાખતાં બોલી.

પ્રિયંકાના ફોન પર કોઈ પ્રાઇવેટ નંબરથી કોલ આવ્યો.

" હેલ્લો , પ્રિયંકા બજાજ સ્પીકિંગ. "

" PC હું અભિનવ બોલું. મીરાને શું થયું હતું ? મીરા...મીરા આ દુનિયામાં હોવી જ જોઈએ. એ જીવે છે ને ? " પ્રિયંકાએ અભિનવના ઝડપી શ્વાસ અનુભવી શકતી હતી.

" અભિનવ મીરા હવે આ દુનિયામાં નથી. મીરા બીમાર હતી , એની સાસરીમાં પણ એને ઘણા પ્રોબ્લેમ્સ હતાં. સ્વીકારી લે સત્ય અભિનવ. મીરા ઇસ નો મોર. " પ્રિયંકાનો આવાજ ફાટી
ગયો. એ થોડી ગુસ્સા પણ હતી.

" હું નથી માનતો ઓહકે. દર વખતે ગુસ્સાથી વાત કરી એમ ના દેખાડ કે મીરા સાથે જે થયું એ મારે લીધે થયું. મારુ મગજ ચસ્કી નથી ગયું. મારી અને મોહિતની મજબૂરી છે આ બધી
તમને લોકોને જીવતાં રાખવા અને અમરની ઇજ્જત બચાવવા. શોખ નોહતો અમને આ બધુ કરવાનો કરવું પડ્યું છે. મને ખબર છે મારી મીરા ક્યાં છે હું શોધી લઇશ. "
" તમારી મજબૂરી શું હતી એ જણાવવાની કૃપા કરશો મિસ્ટર અભિનવ મિશ્રા. મારે પણ સાચું જાણવું છે કે એવું શું તારા રહસ્યો હતા જે પેલી જાણી ગઈ ?! "

" તને મેઇલ કરીશ વાચી લે જે. બાય. અને હા મોહિતે અમર સાથે આ બધુ કેમ કર્યું એ મને નથી ખબર. તું એને પૂછી લે જે." અભિનવએ ફોન મૂકી દીધો.

પ્રિયંકાનું મન બેચેન થઈ ગયું. એને અભિનવની વાત તો ખબર પડશે પણ મોહિત ? મોહિત વાત કરશે મારી જોડે ?

***

મિશાલીની અને મિલીની પેકિંગ પૂરી થઈ ગઈ હતી. સવારે એ ત્રણેય નીકળી જવાના હતા. જામીને બધા બેઠા હતા.

" મને લાગે જતાં જતાં એક કાંડ કરીને જવું જોઈએ. શું કહો છો તમે લોકો ? " મિશાલીનીએ અમરના હાથમાથી સિગારેટ લઈને એક કશ ભર્યો.

" હજી શું બાકી રહી ગયું છે મહારાણી હે ? " નિશિતએ મિશાલીનીની સિગારેટ ઝૂંટવી લેતાં કહ્યું.

" અમરભાઈ મારે રેવાના રૂમમાં જઈને એકવાર ચેક કરવું છે. બોલો તમે આવશો ? મારી જોડે ?"

" પણ મીશું, બહાનું શું કાઢીશું ? " અમરએ પૂછ્યું.

" જોવો આજે ગામમાં દાદાજીએ ડાયરો ગોઠવ્યો છે. એટલે રેવાભાભી અને અનિલભાઈ બંને આવશે. એ ટાઇમએ આપણે બને કોઈ બહાનું કાઢીને જઈશું. મીલી અને નિશિત થોડીવાર
સાંભળી લેશે. યાર ડરી ના જતાં હોકે. " મિશાલીની હસી પડી.

" સારું ડન ચાલ.મહારાણી ડરવાની વાત મને ના કરશો. તારો ભાઈ આવતા મહિનાથી જ જોઇન કરવાનો છે. પોલિસ ઇન્સ્પેક્ટર અમર શાહ. સમજીને " અમરએ ગર્વથી કહ્યું.

રાતના સમયએ ડાયરો બરાબર જામ્યો હતો. એ વાતનો ફાયદો ઉઠાવી મિશાલીની અને અમર એ લોકોના મોટાભાઈ અનિલના ઘરે જવા નીકળી ગયા. પાછળની બારીને કેમની ખોલવી
એ બંને ભાઈ-બહેનને ખબર હતી. એટલે પાછળની બારી ખોલી બંને રેવાના રૂમમાં આવી ગયાં.

" ભાઈ તમે બહાર પડેલી વસ્તુ ચેક કરો એમાં કઈ પણ મીરાદી કે મોહિતભાઈની લાઇફ સાથે લિંક થતું મળે છે કે નહીં અને હું કબાટ ચેક કરું છું. "

" હા, એમ જ કરીએ પણ પહેલાં આ ગ્લાવ્જ પેહરી લે. "

" ઓહ યસ. તો અત્યારથી તમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી એમ ને " મિશાલીની મલકાઈને બોલી. અમર હસી પડ્યો.

અમરએ બેડરૂમમાં વિખરાયેલી બધી જ વસ્તુઑ ચેક કરી કશું જ ખાસ એને ના દેખાયું. મિશાલીનીને કબાટમાં કપડાં , ઘરેણાં અને અમુક લીગલ કાગળિયા સિવાય શંકાજનક કશું જ હતું
નહીં. અચાનક અમરને ડ્રેસિંગ ટેબલ પાછળ કઈક ફસાઈ ગયેલું દેખાયું. કોઈ પ્રકારની ટેબલેટ હતી.

" આ કઈ ટેબલેટ છે જોવું પડશે..!"

" અરે અમરભાઈ આતો પ્રેગ્નેન્સી રોકવાની ગોળી છે. મને ખબર છે. " મિશાલીની તરત જ બોલી પડી.

" પણ, મિશા રેવાભાભી આ ટેબલેટ કેમ લે છે ? એમના મેરેજને તો છ વર્ષ થઈ ગયાં. ઉપરથી એતો મમ્મીને એમ કહેતાં કે એ માં બની શકે એમ નથી. મને માંએ કીધું હતું. "

" મને શક તો રેવાભાભી પર ત્યારે જ થઈ ગયો હતો જ્યારે એમણે મોહિતભાઈ પર મીરાદીના મૃત્યુંનો આક્ષેપ લગાવ્યો હતો. "

" તું મોહિતનું નામ લઇશ. પ્લીઝ. "

" ભાઈ સારું થયું આજે આ વાત નીકળી. એવું તો શું થયું કે તમારે અને મોહિતભાઈને જે એકબીજા વગર ચાલતું નોહતું અને આજે એકબીજાની હાજરી પણ સહેવાતી નથી ? "

" તું જ તારા ભાઈ મોહિતને પૂછી લે જે. ચલ હવે ભાગીએ આહિયાથી... "

મિશાલીનીને જાણવું હતું પણ અમરનો ચેહરો જોઈને એનો મૂડ જ ના રહ્યો. પણ એણે નક્કી કર્યું કે એ હવે ડાઇરેક્ટ મોહિતને જ પૂછી લેશે.

***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED