અનોખું લગ્ન - 2 Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખું લગ્ન - 2

ખુલાસો


નિલય નામ નો એક શરમાળ છોકરો એના મિત્ર વિર ની બહેન ના લગ્ન માં જાય છે , ત્યાં બધાં મિત્રો રાત્રે બેસી ને મજાક- મસ્તી કરે છે. વાત - વાત માં નિલય ના લગ્ન ની વાત નીકળે છે. તો હવે નિલય શું ખુલાસો કરે છે......
બધાં જ મિત્રો નિલય ના લગ્ન ની વાત કહેવા એને ભાર આપવા લાગ્યા. પહેલા તો નિલય કંઈ જ ના બોલ્યો પરંતુ બધાં જ કહેવા લાગ્યા તેથી નાછૂટકે એને આ વાત નો ઘટસ્ફોટ કરવો પડ્યો. એને કહ્યું કે કોઈ ને કહેતા નહી આ વાત આપણી વચ્ચે જ રહેવી જોઈએ. " મારા પ્રેમલગ્ન થયા છે.
આટલું જ કહેતા જ એના મુખ પર એક બાજુ કોઈ ચિંતા અને બીજી બાજુ શરમ ના ભાવ ઉપજાઈ આવ્યા. એના સફેદ ગાલ પર રતાશ છવાઈ ગઈ. એની આંખો માં કંઈક અલગ પ્રકાર નું તેજ આવી ગયું. હોથ પર આવી ગયેલું એ મંદ - મંદ હાસ્ય કોઈ થી છુપાવી શક્યો નહોતો. આ બધું સાંભળી ક્યારનાય મસ્તી માં ડૂબેલા મિત્રો ને આંચકો લાગ્યો. કારણ કે કોઈ ને આ વાત ની જાણ નહતી. ત્યાં બેઠેલા કોઈ ને માનવામાં જ નહોતું આવતું. બધાં એકબીજા ની સામે અવાક્ બની તાકી રહ્યા હતા. આજુ બાજુ નો ઘોંઘાટ થોડા સમય માટે જાણે કોઈ ને સંભળાયો જ નહીં.
થોડા સમય બાદ બધાં ને કંઈક ખૂચ્યું કારણ કે વિર ને બધાં ની જેમ આશ્ચયૅ નહોતું થયું. એટલે બધાં સમજી ગયાં આને કંઈક તો ખબર હશે જ. આમેય બંને ખાસ મિત્ર.
નિલય તો હવે ચુપચાપ બેસી ગયો. કંઈ જ ના બોલે. વિર એના શરમાળ સ્વભાવ ને પારખે એટલે એને જ કહ્યું, આ શરમાળ તો કંઈ નહીં બોલે હું જ તમને કહું એના લગ્ન વિશે...
હવે સંપૂણૅ રાત્રી થઈ ચૂકી હતી. તે દિવસે પૂણિૅમા હતી, એટલે ચંન્દ્ર પણ સોળે કળા એ ખીલ્યો હતો. એ તો જાણે પોતાના પ્રકાશ થી પૃથ્વી ને શણગારતો હતો, પવન પણ આજે ઠીક હતો. વૃક્ષો ના પાંદડાં પવન થી લહેરાઈ ને વાતાવરણ માં પ્રકૃતિ નો અવાજ ફેલાવતા હતા.
આ કુદરત ના સાનિધ્ય માં બધાં જ નિલય ના પ્રેમલગ્ન ની વાત જાણવા અધિરા બન્યાં હતા.
બધાં પોતાના કાન સરવા કરી ને વિર બોલે એની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મિરલ થોડી વધારે ઉત્સુક હતી કારણ કે નિલય ને એને બહું ઓછી વાર બોલતા સાંભળેલો, પરંતુ આ બધાં એ તો એને મસ્તીખોર કહ્યો. તો મિરલે એના કુતૂહલ નો નિવેડો લાવવા એના ભાઈ ને કહ્યું કે તું કહે છે તો શરૂઆત થી જ કે ને તમારા કારનામા જાણવાની મને ય ખૂબ મજા આવશે ને તમને ય તમારા મસ્તીભયાૅ દિવસો યાદ આવી જશે. તેથી વિર બોલ્યો , સારું તો પછી એની વાત હું પહેલે થી જ કરું. મિરલ કાન સરવા કરી બેસી ગઈ બધું સાંભળવા.
વિરે પોતાની મિત્રતા નિલય સાથે ક્યાં થી ને કેવી રીતે થઈ એ કહેવા માંડયું.
હું ત્યારે સ્કૂલ માં ભણતો હતો. ગામ ની જ પ્રાથમિક શાળા માં હું હતો. અહીં બેઠેલા અમુક મિત્રો પણ એ જ શાળા માં મારી સાથે હતાં. નિલય પણ એ જ શાળા માં ભણેલો. એ મારા થી ત્રણ વષૅ મોટો છે, એટલે પહેલા તો એને બહું ઓળખતો નહીં. એની ઓળખાણ મને એના ભાઈ દ્વારા થઈ. એના ભાઈ ને હું ઘણા સમય પહેલા થી ઓળખતો. એનું મિલિટ્રી માં જવાનું સપનું હતું, એના માટે એને ઘણાં પ્રયત્નો કયાૅ પરંતુ પૈસા ન હોવાને કારણે ત્યાં જોડાઈ શક્યો નહીં. એને ઈલેક્ટ્રોનિક્સ માં પણ ઘણો શોખ. કંઈ ને કંઈ પ્રયોગો કરતો જ રહે. અને કમ્પ્યુટર વિશે ઘણી જાણકારી હતી, એ વખતે મને એ બધું જાણવાની તાલાવેલી રહેતી, જેથી અવારનવાર હું એને મળતો. ક્યારેક એ મારા ઘરે આવતો, તો ક્યારેક હું એના ઘરે જતો. ત્યાં નિલય સાથે પણ ઓળખાણ થઈ.
ભાઈ દ્રારા થયેલી ઓળખાણ કેવી રીતે ઘાડ મિત્રતા માં ફેરવાય છે એ જાણો આવતા ભાગ.....મિત્રો ની મોજ....માં.......