unique marriage - 10 books and stories free download online pdf in Gujarati

અનોખું લગ્ન - 10


મન નો સંઘર્ષ

નેહા ને ગરબા રમતી જોઈ ને નિલય જાણે હવે નિલય નહોતો રહ્વો. એના ને એના વિચારો માં રાત્રે તો અર્ધો જાગ્યો જ હતો. ને આમ ને આમ સવાર થઈ ગયું.
હાલ નો સમય:
લગ્ન નું ઘર હતું એથી સૌ વહેલા જ ઊઠી ગયા હતા, મને તો આખી રાત ના ઊજાગરા ના લીધે ઊઠવા નું ય મન ના થયું પણ હવે આજુુબાજુ શોર વધી ગયો હતો એટલે મારે ય ઊઠવું પડ્યું.
આજે લગ્ન હતું તેથી હવે બધી વિધી ઓ ચાલુ થઈ ગઈ હતી, ને ધીરે - ધીરે બધા મહેમાન પણ તૈયાર થઈ ને માંડવા તરફ એકત્રિત થઈ રહ્યા હતા. માનવો ના આ મહેરામણ માં મારું મન તો એક જ વ્યક્તિ શોધતું હતુું. મારી આંખો જાણે એના નામ ની બૂમો પાડતી હતી. હુું મંંડપ નીચે આંગણા માં દૂર થી ભાભી ના ઘર તરફ મીંટ માંંડી ને બેઠો હતો. આજુબાજુ ના શોર થી દૂર જઈ નેહા ને સાંભળવી હતી એને જોવી હતી. પણ આ તો મારા મન ના જ વિચારો ‌હતા આવું હકીકતમાં થઈ શકે એમ નથી આવું ભાન થયું ને હું પાછો વાસ્તવિકતા માં આવી ગયો. આમ ને આમ થોડી વાર બેસ્યા બાદ આખરે નેેેહા દેેેેખાઈ. એની એ જ અદા થી ફરી મારું મન જીતી લીઘું. કાલ રાત્રે થયેલા અહેસાસ ના અંશો હજુંં સુુધી મારા મન માં સંગ્રહાલેયા જ હતા એથી હું વાસ્તવિકતા ફરી ભૂલી ગયો ને એના વિચારો ના વંંટોળ માં ફસાઇ ગયો.
આખા લગ્ન દરમિયાન મારું ધ્યાન જરાય નેહા પર થી હટ્યું જ નહીં એની છબી મારા મન માં અંકાઈ ગઈ હતી. એ દિવસે ઘરે આવ્યો પરંતુ મારું મન તો ત્યાં જ મૂકી ને આવ્યો હતો. હું આમ તો ગયો હતો મારા ભાઈ સાથે એમને સાથ આપવા પણ જાણે મારા મન ને સાથ આપનાર કોઈ ને મન માં સંગ્રહી લાવ્યો હતો. મેં નેહા ને પહેલાં ય જોઈ હતી પણ આ વખત ની મુલાકાત જ કંઈક અલગ હતી. ઘરે આવ્યો ત્યારબાદ પણ હું એના વિશે જ વિચારતો રહ્યો. મારા મન ના સંઘર્ષ સામે એના સપના જોતો રહ્યો.
મારા મન માં ઊઠતા આ બધાં ભાવો વિશે મારે કોઈ ને કહેવું હતું. શું હતું એવું જે મને નેહા તરફ ખેંચી રહ્યું હતું???.... કેમ એને જોવાનું એની સાથે વાત કરવાનું મન થઈ જતું હતું???.... આ પ્રશ્નો ના જવાબ મેળવવા હતા. મને વિર નો ખ્યાલ આવ્યો કે એને કહું કે નહીં? હું એની જોડે બધી વાતો કરતો હતો પરંતુ આ પ્રકાર ની વાતો મેં કોઈ જોડે ક્યારેય કરી નથી. હું આ બધાં વિચારો સાથે મારા મન માં મનોમંથન કરતો રહ્યો.
વળી એ દિવસો માં વિર એના મામા ને ત્યાં ભણવા ગયો જેથી એને મળવાનું ય હવે બહુ ઓછું થઈ ગયું હતું. હા, પણ અમે ફોન દ્વારા વાત કરી લેતા. મેં નેહા વાળી વાત એણે બે - ત્રણ વાર કહેવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ ને કંઈ અવરોધ આવી જ જતો. એટલે આખરે મેં નક્કી કર્યું કે એને હવે એ ઘરે આવશે ત્યારે જ બધી વાતો જણાવીશ. હવે હું વિર ના આવવાની રાહ જોતો રહ્યો, ને મન માં ને મન માં ગૂંચવાતો રહ્યો. હવે નેહા જોડે વાત કરવાનું ને જોવાનું મન વારે વારે થવા લાગ્યું. હા એ એક બે વાર ભાભી ને મળવા આવી ત્યારે થયું કે વાત કરું પણ એને જોઈ ને બધું જ ભૂલી ગયો ને અત્યારે કંઇ કહેવાનું માંડી વાળ્યું.
આમ ને આમ દિવસ વિતતા રહ્યા ને એમાં નવરાત્રી આવી. નેહા ના ગામ માં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઊજવાતી , એટલે મને તો "ભાવતું ભાળ્યું " જાણે. એના ગરબા પ્રત્યે નો લગાવ તો મેં જોયો જ હતો એટલે ખાતરી હતી કે એ ગરબા રમવા આવશે જ . હવે મારે એના ઘરે જવાની યોજના બનાવવાની હતી. એકલો જઉં તો ઘરે શંકા જાય એટલે ભાઈ - ભાભી ને તૈયાર કરવા વિચાર્યું.
એકવાર અમે બધા બપોરે જમી ને બેઠા હતા. ત્યાં મેં ભાભી ને કહ્યું, ભાભી! તમારા ગામ ની નવરાત્રી ની બધા ઘણી પ્રસંશા કરે છે એક વાર જોવી જોઇએ હો!!! ..... ભાભી ને પહેલાં તો આશ્ચર્ય થયું કેમ કે હું એમના પિયર ની વાતો બહું ઓછી કરું, પણ મને ગરવા રમવા ગમે છે એ એમને ખબર જ હતી એટલે જ કદાચ બહું માથાકૂટ નહીં કરી હોય. એમને તો આમેય એમના મમ્મી પપ્પા સાથે મળવાનું ય થઈ જાય એટલે ઉત્સાહ સાથે કહ્યું હા હો! જવું જોઈએ. ચલો આ વખતે આપણે બધા જઈએ. આ સાંભળી મારા મન માં તો જાણે ખુશી ના ફુવારા છૂંટવા લાગ્યા. ભાભી ને કહેવું હતું કે તમે તો મારા મન ની વાત કહી દીધી, પણ અતિ ઉત્સાહ બતાવી હું બધા ના મન માં શંકા પેદા કરવા માંગતો નહોતો એટલે ધીમે થી જ કહ્યું હા જવું જોઈએ, સમય હશે તો ચોક્કસ જઈશું.
આ ઘટના પછી હું ફરી નેહા ને મળવાના સપના જોવા લાગ્યો. એના ચહેરા ને મારા મન માં ચિતારવા લાગ્યો. આખરે નવરાત્રી આવી ગઈ. પહેલાં બે - ત્રણ દિવસ તો કોઈ આવશે નહીં એમ કહી ભાભી એ જ ના પાડી અને કહ્યું આપણે નવમા દિવસે જઈશું ત્યારે આજુબાજુ ના ગામ ના લોકો ય આવે એટલે ગરબા ની જબરી રમઝટ જામે છે. આ જાણી હું પહેલા થોડો નિરાશ તો થયો પણ હવે આટલી રાહ જોઈ હતી તો થોડી વધારે એમ વિચારી મન મનાવી લીધું.
એને મળવાની આશા સાથે ક્યારે નવમો દિવસ આવી ગયો એ ખબર ના પડી પણ હવે જવા માટે હું અધિરો બન્યો હતો. અને ભાઈ એ બપોર માં જ જણાવ્યું કે એમને કોઈ તાત્કાલિક કામ આવી ગયું છે એટલે રાત્રે જવાશે નહીં. આ સાંભળી મારો બધો ઉત્સાહ ઓસરી ગયો. એ દિવસે સાંજે જમ્યા વગર જ ગામ માં જતો રહ્યો. કોઈ જોડે વાત કરવાનું મન નહોતું થતું એટલે ગામ ના બાંકડે જઈ બેઠો. થોડી વાર પછી ત્યાં મારો મિત્ર આવ્યો, એને કહ્યું કે એ ગરબા જોવા જવાનો છે નેહા ના ગામમાં. આ જાણી ને મને એક આશા નું કિરણ મળી ગયું. મારે ઘરે હવે વાત કરવાની હતી કેમ કે રાત્રે બાઈક પર જવાનું હતું અને એનું ગામ પણ ઘણું દૂર હતું. મેં ઘરે વાત કરી; પહેલાં મમ્મી એ થોડી આનાકાની કરી પણ મિત્રો સાથે છે એમ કહ્યું એટલે એ માની ગયાં.
હવે હું ત્યાં જવા તૈયાર થવા લાગ્યો. હું પહેલાં ક્યારેય આમ તૈયાર થયો નહોતો કે ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. પણ આજે જાણે નેહા આગળ વટ પડવો જોઈએ એવું વિચારીને તૈયાર થયો.
તૈયાર થઈ મિત્ર ના ઘરે ગયો ને ત્યાંથી બાઈક લઈ ને રાત્રે નવ વાગ્યા ની આસપાસ નીકળ્યા. નેહા ના ગામ માં પહોંચતા અમને અગિયાર વાગી ગયા હતા. હવે નેહા ને મળવાનું જ બાકી હતું એને મારા મન ની વાતો કહેવાની હતી; આવા વિચારો કરતાં - કરતાં ગરબા ના મેદાન માં પહોંચ્યા ને આખરે........


આખરે નિલય આટલી રાહ જોયા બાદ નેેેેહા ને મળશે તો શુું થશે??... શું આજે જ એ પોતાના મન ની વાત નેહા ને કહી દેશે???!..…....જાણો આગળ ના ભાગ..... લગ્ન નો પ્રત્સાવ ..... માં.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED