unique marriage - 8 books and stories free download online pdf in Gujarati

અનોખું લગ્ન - 8

પ્રથમ પરિચય

નિલય એના લગ્ન ની વાત બધા ને કહેેેવા એકદમ નવાં ઉત્સાહ સાથે તૈયાર થઇ‌‌ ગયો. ક્યારનો શરમથી નીચે બેસી રહેલ નિલય હવે બાહોશ બની ગયો હતો. એણે એ જ ઉમંગ ને ઉત્સાહ સાથે એ બોલવા લાગ્યો.......
હું નેહા ને સૌથી પહેલા મારા ભાઈ ના લગ્નમાં મળ્યો હતો, ખરેખર તો પહેેલીવાર જોઈ હતી એમ કહેવું યોગ્ય ગણાય.... કારણ કે એ વખતે તો મેં ખાલી એને જોઈ જ હતી. એ વખતે તો મને જરા અમથો ખ્યાલ નહોતો કે મારું લગ્ન એની સાાથે થશે.
મેં પહેલી વાર એને જોઈ ત્યારે એણે ચણિયાચોલી પહેરેેલી હતી, વાળ ખુલ્લા હતા ને લગ્ન ના મંઽપ માં મારી સાામે જ એની બહેેનપણીઓ સાથે બેઠી હતી. એ સતત મારી ને મારા મિત્રો તરફ જોઈ રહી હતી.... પહેલા મને કંઈ સમજાયું નહી, પણ પાછળ થી ભાન થયું કે એ એની સખીઓ સાથે મળી મારા ભાઈ ના બૂટ સ‌ંતાળવાની યોજના બનાવી રહી હતી.
જોકે હું ય કંઈ ઓછો નહોતો, મારા ભાઈ ના બૂટ હું નીચે મૂકી ઉપર બેસી ગયો હતો એટલે કોઈ ને દેખાય જ નહીં. પરંતુ ખબર નહી ક્યાંથી એણે ખબર પડી ગઈ આ વાત ની.
પછી તો હું જ્યાં બેઠો હતો ત્યાં એની સખી ઓ મંઽરાવવા લાગી. પહેલાં મારું ધ્યાન ન ગયું પરંતુ જ્યારે એ મારી સામે જોઈ ને હસી ત્યારે મન માં થયું, નક્કી દાળ માં કંઈક કાળું છે..... હવે મને આ બૂટ માટે નવી જગ્યા શોધવા ની જરૂર જણાય, તેથી હું ને મારા કાકા નો છોકરો ધીરજ ફરી બૂટ ને સંતાળવા લાગ્યા, પરંતુ અમારી બધી મહેનત પાણી માં ગઈ. ખબર નહીં કેમ પણ એ જ વખતે મારા પપ્પા ને મારું કામ આવી પડ્યું. કામ જરૂરી હતું એટલે પપ્પા ને ના પણ ના કહી શક્યો. હવે વિર ને જવાબદારી સોપી ને ત્યાં થી ગયો.
પરંતુ આવ્યો ત્યારે ધીરજ નું મોઢું પડેલું હતું અને મને બૂટ ચોરાઈ ગયા ના સમાચાર મળ્યા. એ અને એની બહેનપણીઓ અમારી મજાક કરતા હતા, એ જોઈ એ દિવસે તો એની પર બહુ ગુસ્સો આવ્યો હતો, આમેય ઘણો નાનો હતો એ વખતે!!!!
પાછા આવતી વખતે એ પણ ભાભી સાથે મારા ઘરે આવી હતી, એ વખતે એ ગાડી માં ભાભી ની બાજુ બેસવા રિસાઈ હતી. મેં એ ક્ષણ નો ભરપૂર ફાયદો ઊઠાવ્યો... એને હમણાં જે મારી સાથે કયુઁ એનો પાઠ ભણાવવા હું જાણી જોઈ ને ભાઈ ની સાથે બેસી ગયો ને એણે ભાભી જોડે બેસવા ન મળ્યું તેથી એ બહું રડી....ભાઈ એ મને બહું સમજાવ્યો... એણે રડતી જોઈ એક વાર થયું કે ઊભો થઈ જઉં પણ ફરી હમણાં વાળી ઘટના યાદ આવતા મેં મારું મન મક્કમ કરી દીધું ને એક નો બે ના જ થયો. ત્યાં જ બેસી રહ્યો. આમ, એની સાથે બદલો લઈ લીધો. આવી હતી મારી ને નેહા ની "પહેલી મુલાકાત ".
એ વખતે એ બે દિવસ મારા ઘરે રહી હતી, પછી ભાભી ને લેવા એમના પિયર માંથી બધા આવ્યા ને એ પણ એમની સાથે ગઈ. એ બે દિવસ દરમિયાન લગ્ન ને લગતી કોઈ વિધિ એવું જ ચાલતું હતું, અને બધાં નવોઢાં ને પોતાના ઘરે બોલાવતા જેથી ક્યાંય ને ક્યાંક જવાનું થતું. હું ભાઈ સાથે જવા તૈયાર જ હતો, ને ભાભી સાથે નેહા ય આવતી. આમ, એ બે દિવસ વિતી ગયા. પરંતુ આ બે દિવસ માં એકેય વાર અમે વાત કરી નહોતી.
એ તો ભાભી સાથે જતી રહી પણ ગાડી વાળી વાત જ્યારે મારા ભાઈ એ મમ્મીને કહી ત્યારે મને ઠપકો મળ્યો, જોકે એ બહું દિવસ યાદ ય નહોતું રહ્યું.
હું મારા રોજિંદા કામો માં લાગી ગયો, મિત્રો સાથે ની રખડપટ્ટી માં તો એ સાવ ભુલાઈ જ ગઈ હતી.
પછી મોટો થતો ગયો એમ અભ્યાસ ને પછી પપ્પાને મદદ કરવા લાગ્યો. આ દરમિયાન વિર ને બાકી ના મિત્રો સાથે સમય ક્યાં ગયો ખબર જ ના રહી!!!!
વિરે કહ્યું એમ અમે ખૂબ મસ્તી કરતા એ વખતે નેહા ક્યારેક ભાભી સાથે આવતી, પરંતુ વાત તો ક્યારેય થઈ જ ન'તી અમારી.


નિલય તો કહે છે કે એ નેહા જોડે વાત ય નહોતી કરી!!!!.... તો એવું તો આખરે શું થયું હશે કે આ અજાણ્યો સબંધ એક પ્રેમ સંબંધ માં પરિવર્તિત થઈ ગયો?????........ એ જાણો આવતા ભાગ....… અદભુત અહેસાસ ....... માં.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED