અનોખું લગ્ન - 3 Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખું લગ્ન - 3

મિત્રો ની મોજ


નિલય નામ ના છોકરા ની પ્રેમલગ્ન ની વાત તેના મિત્ર વિર ની બેન ના લગ્ન ની આગલી રાતે નીકળે છે. એનો મિત્ર વિર એમની મિત્રતા ની વાતો કરે છે.....

નિલય સાથે મારી ઓળખાણ એના ભાઈ મારફતે થઈ. પહેલાં એની સાથે વાતો કરવાનું ઓછું રહેતું, પરંતુ ધીરે - ધીરે ઓળખાણ વધતી ગઈ અને એમ વાતો પણ. હવે નિલય પણ એના ભાઈ સાથે મારા ઘરે આવતો. હવે બધાં શાળા ના મિત્રો સાથે ક્યારેક એ ફરવા પણ આવવા લાગ્યો. ધીરે - ધીરે અમે શાળા ના સમય સિવાય પણ મળવા લાગ્યા. અને એક સમય પછી તો અમે આખો દિવસ લગભગ શાથે જ રહેવા લાગ્યા.
આખા ગામ માં રખડીએ, તળાવ આગળ બેસી રહીએ, ખુલ્લાં ખેતરો માં ક્રિકેટ રમીએ, કોઈ ના આંબાવાડિયા માં છુપાઈને કેરીઓ ખાવા જઈએ. એ દિવસો ય હતા મસ્તીવાળા. બધાં મસ્તીખોરો ભેગાં થાય પછી તો પૂછવું જ શું!!
હવે આગળ વાત કરતાં પહેલા વિર થોડો અચકાયો, થોડો શરમાયો, પરંતુ એની વાત ચાલુ રાખી.
અહીં બેઠેલા કેટલાક ને ગલૅફ્રેન્ડ્સ પણ હતી એ વખતે. અમે એ વખતે ગામ માં એ છોકરી ઓ ના ઘર ની આજુબાજુ આંટા મારતા. આમ, પેલા મિત્ર ની મદદ કરતા. સાઈકલ લઈ ને પેલી છોકરી ના ઘર આગળ થી નીકળવું, ને એના ઘર ની આગળ જતાં - જતાં સાઈકલ ની ઘંટડી થી ઈશારા ઓ કરવા એમાં કંઈક અલગ જ મજા હતી.
પરંતુ નિલય આ બધાં માં ખૂબ ઓછો ભાગ લેતો. એ તો જાણે છોકરીઓ ના નામ થી જ શરમાઈ જતો. પરંતુ તેમ છતાં, અમારી સાથે રખડવા આવવા એ ક્યારેય પાછો ન પડતો.
ગામ ના ચબૂતરા પાસે નો ઓટલો અને નહેર પાસે ના બ્રિજ ની રેલિંગ એ અમારા સૌ નું મનપસંદ સ્થળ હતું. દિવસ નો મોટા ભાગ નો સમય અમે ત્યાં જ વિતાવતા. ચબૂતરા ની પાસે એક ઘનઘોર વડલો છે ત્યાં નીચે ઓટલા પર બેઠાં - બેઠાં અમે ખૂબ જ ધમાલ કરતા. નહેર માં પાણી હોય ત્યારે એના કિનારે અને પાણી ન હોય ત્યારે નહેર માં જ અમે ક્રિકેટ રમવાનો આનંદ માણતા. ઉનાળા ની ભર બપોરે ય અમે નીકળી પડતા.
આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા. નિલય એ હવે ભણવાનું છોડી દીધું હતું. અને ખેતર માં એના પપ્પા ને મદદ કરાવા જતો. મેં ઘણું સમજાવ્યું કે આગળ ભણ પણ એને કહ્યું મારે નથી ભણવું મને આમેય આ ખેતર નું કામ ને બધું ગમે છે. ઘણી વાર સમજાવ્યા છતાં એ ન માન્યો તેથી મેં ય બહું ભાર ન કર્યો.
બાકી ના મિત્રો પણ આગળ ના અભ્યાસ માં ધ્યાન આપવા લાગ્યા. હું પણ આગળ ના અભ્યાસ માટે મામા ને ત્યાં ગયો એટલે આ મોજ મસ્તી ને મિત્રો ને મળવાનું ય ઓછું થઈ ગયું. પરંતુ નિલય સાથે મારી વાતચીત થતી રહેતી. ફોન પર હું એની સાથે વાત કરતો રહેતો. ક્યારેક તો કલાકો સુધી હું એની જોડે વાત કરતો, ક્યારેક તો વાતો એટલી લાંબી ચાલતી કે મારા હાથ દુઃખી જતા ફોન પકડીને.
હું બધા ને ઘરે આવું ત્યારે મળતો એટલે શનિવાર કે રવિવારે ઘરે જ આવતો રહેતો. હું મામા ને ત્યાં ભણવા આવ્યો એના થોડા સમય સુધી તો બધાં જ મળતા પરંતુ પાછળ થી મળવાનું ધીરે - ધીરે ઓછું થતું ગયું. હવે બધાં પોતપોતાના કામો માં વ્યસ્ત થવા લાગ્યાં. નિલય ને હું તો વાતો કરતા રહેતા તેથી એની જાણકારી મને રહેતી. વળી, એ મિત્રો વિશે પણ વાતો કરતો રહેતો.
આમ દિવસો પસાર થતા ગયા. પરંતુ થોડા દિવસ થી કંઈક ખૂંચતુ હતુ મને. નિલય ના વતૅન માં કંઈક બદલાવ હતો.


શું હશે આ બદલાવ...અને એના પાછળ નું કારણ....આવતા ભાગ... વળાંક .....માં