unique marriage - 4 books and stories free download online pdf in Gujarati

અનોખું લગ્ન - 4



વળાંક

વિર તેની બેન ની લગ્ન ની આગલી રાત્રે બેસી ને બધાં મિત્રો ને તેના મિત્ર નિલય ના લગ્ન ની વાત કરે છે......એમાં એ નિલય ના અચાનક બદલાયેલા વતૅન વિશે કહે છે....
નિલય જોડે હવે વાત તો થતી પણ એના વતૅન માં કંઈ બદલાવ જણાતો હતો. એ હવે ઉતાવળ માં જ રહેતો. વાત તો કરતો પરંતુ અધૂરી વાતો.....
અમુક વાત તો ખબર ય ના પડે. હું પૂછતો એણે કે કંઈક થયું તો નથી ને?, કેમ આવું કરે છે તું?. પરંતુ એ કંઈ સરખો જવાબ ન આપતો. કંઈ ને કંઈ બહાનું કાઢી વાત ને ટાળી દેતો. ફોન પર પછી મેં પણ વધારે તો કંઈ ના પૂછ્યું. એવું વિચાયુૅં કે હવે ઘરે જઈશ ત્યારે જ પૂછી લઈશ.
વળી, ઉત્તરાયણ ની રજા ઓ આવી તેથી હું ઘરે આવ્યો. હું ઘરે જવાનો છું એવું પહેલે થી જ ફોન પર નિલય ને કહી દીધું હતું. તેથી તે પહેલે થી જ ઘરે આવી ગયો હતો.
હું ઘરે આવી ને થોડી વાર બધા સાથે બેઠો. નિલય પણ ત્યાં જ બેઠો હતો. હું એની જોડે જ બેઠો હતો પરંતુ મારે નિલય જોડે વાત કરવી હતી એટલે એને ઈશારો કરી બહાર આવવા કહ્યું. ફરી અમે બંને ઘર ની બહાર ગયા. નિલય ને કહ્યું ચાલ આપણે આંટો મારી ને આવીએ. આવું અમે ઘણીવાર કરતા, બે માંથી કોઈ ને વાત કરવી હોય તો આ રીતે આંટો મારવા નીકળી જતા.
અમે ખેતર બાજુ ફરવા ચાલ્યા. પહેલાં તો મેં નિલય સાથે મિત્રો ની ને આમ - તેમ ની વાતો કરી. પછી મેં ધીરે થી પૂછ્યું શું થયું નિલય?.... એને આંખો નીચી કરી ને વાત કરી, કહ્યું કંઈ નહીં થયું. એટલે હું સમજી ગયો કે આને કંઈક તો થયું છે. મેં ફરી થી પૂછ્યું થોડી વાર તો એણે આનાકાની જ કરી.
પરંતુ ફરી ધીમે થી કહ્યું, મારે એક વાત કહેવી છે વિર. આવું કહ્યું ને એ મોં નીચું કરી ને શરમાતા મોઢે કહેવા લાગ્યો, વિર મારા લગ્ન નક્કી થઈ ગયા છે.
આ સાંભળતા જ મને તો ધ્રાસ્કો જ પડ્યો. મારા મન માં કેટલાય પ્રશ્નો, વિચારો એકસાથે આવવા લાગ્યા. એકબાજુ એના લગ્ન ની વાત સાંભળી ને ખુશી થતી હતી, તો બીજી તરફ એ કોણ હશે, કેવી રીતે બધું નક્કી થઈ ગયું આ બધાં પ્રશ્નો એ મગજ ને હલાવી દીધું હતું.
હું તો બેઘડી વિચારો માં ને વિચારો માં ત્યાં જ બેસી ગયો. નિલય પણ મારી બાજુ માં બેઠો. થોડીવાર માટે વાતાવરણ માં સાવ નિરવ શાંતિ છવાઈ રહી. કોણ શું બોલે, કેવી રીતે બોલે એ અમારા બંને માંથી કોઈ ને ના સમજાયું.
અમે ઘણી વાતો કરતા પરંતુ લગ્ન જેવી બાબત અમારા માટે નવી હતી. અને નિલયે તો એના લગ્ન નક્કી થઈ ગયા છે એવો જ ઘટસ્ફોટ કરી દીધો.
હું થોડીવાર પછી એની સામે જોઈ ને બોલ્યો, અરે વાહ! નિલય તું તો જબરો છૂપો રુસ્તમ નીકળ્યો મને આ વાત ની જાણ પણ ન થવા દીધી. ફોન પર પણ તે ક્યારેય આ વિશે વાત કરી નહી. કેટલાય દિવસ થી હું તને પૂછતો હતો કે શું થયું છે? તો તું હંમેશા વાત ને ટાળી દેતો. કેમ નિલય?
નિલયે હવે ચુપ્પી તોડી. ભાઈ વિર! એવું કંઈ નથી. આ વાત હું તને ફોન પર નહી આમ સામે બેસી ને કહેવા માંગતો હતો એટલે પહેલા કંઈ ના કહ્યું. હું તારા આવવાની જ રાહ જોતો હતો. હવે તું આવી ગયો છે ને તો બધું કહી દઈશ.
આટલું સાંભળી ને વિર બોલી ઊઠ્યો સારું તો હવે એ તો બોલ કે ભાભી કોણ છે, ક્યાંના છે? અને હા મને ફોટો તો બતાવ.
નિલય એનો ફોન કાઢી ફોટો બતાવે છે. વિર ને જોઈ ને લાગ્યું કે ક્યાંક આમને જોયા છે.




કોણ હશે આ છોકરી?..... કેવી રીતે વિર એણે ઓળખે છે?.......અને કેમના નક્કી થઈ ગયા લગ્ન???જાણો આગળ ના ભાગ..... ઓળખાણ ...... માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED